Saturday, 6 August 2016

[amdavadis4ever] જૂનાને આ પો જાકારો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દેશના અર્થતંત્રમાં સુધારો લાવવામાં મહત્ત્વનો સાબિત થઇ શકે એવો ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ખરડો (GST BILL) રાજ્યસભામાં પસાર કરાવતા સરકારને નાકે દમ આવી ગયો. ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) પાસે બહુમતી નથી. એટલે

વિરોધ પક્ષને થાબડભાણાં કરવા પડે એ સ્વાભાવિક છે. કરુણતા એ વાતની છે કે આ ખરડો કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે જ ૨૦૧૩માં રજૂ કર્યો હતો, પણ આજે પોતે વિરોધ પક્ષમાં હોવાથી એમાં કેટલાક ફેરફારો કરો તો જ અમે ટેકો આપીએ એવી જીદ કૉંગ્રેસે પકડી. વાત એમ છે કે ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ખરડો કાયદો બન્યા પછી એની દૂરગામી અસરો દેશના હિતમાં છે અને કેટલાક નિષ્ણાતોનું તો માનવું છે કે દેશની GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્ક્ટ)માં એક થી દોઢ ટકાનો વધારો આવી શકે છે જે અત્યંત શુભ સંકેત કહેવાય. આ ઉપરાંત કરચોરી ઘટવા સહિતના ઘણા લાભ થવાના સંજોગો ઉજળા છે. જનહિતને આવરી લેતા ખરડા માટે વિરોધ પક્ષ સામે ઝઝૂમવું પડે એ વાત તો વિચિત્ર જ કહેવાય, પણ આપણી સંસદીય રચના જ એવી છે જેને કારણે આ પરિસ્થિતિ આવીને ઊભી થઇ છે. એટલે આ નિમિત્તે ફરી એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું વડીલોના ગૃહ અથવા ઉપલા ગૃહ તરીકે ઓળખાતી રાજ્યસભાની હવે આપણને જરૂર છે ખરી? નીચલા ગૃહ પર ચોંપ રાખવા સહિતના કેટલાક હેતુસર રચાયેલી રાજ્યસભા વિખેરી નાખવી જોઈએ એવો ગણગણાટ છેલ્લાં કેટલાક વર્ષોથી સંભળાઈ રહ્યો છે. આ નિમિત્તે રાજ્યસભા ઉપરાંત આજના વાતાવરણમાં બિનજરૂરી કાલબાહ્ય અથવા જૂનવાણી લાગતા શેરીફ, મેયર, રાજ્યપાલ કે વિધાન પરિષદની આપણને હવે જરૂર છે ખરી એ વિષે ફેરવિચાર કરવાની જરૂર છે.

એવી કેટલીય બાબતો-નીતિ-નિર્ણય-પ્રણાલિકા અને પ્રક્રિયા છે કે જે સમય બહારની થઇ ગઇ છે તે જાણવા છતાં દૂર થઇ શકતી નથી અને તેના ચોકઠામાંથી બહાર આવી શકાતું નથી. ઘણી બધી નિમણૂક-વ્યક્તિના હોદ્દા અને જગ્યાઓ છે જે આજે પલટાયેલી પરિસ્થિતિમાં આવશ્યક છે ખરા?

આર્થિક, સામાજિક-રાજકીય પરિસ્થિતિ બદલાતી જ રહે છે છતાં તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ બદલાતી નથી. 

૧) શેરીફ : ૧૮૬૯થી શેરીફનો હોદ્દો ઉભો કરવામાં આવ્યો હતો. તે વખતે જે પરિસ્થિતિ હતી તેમાંનું કશું જ આજે નથી. સ્વાતંત્ર્ય ૧૯૪૭માં મળ્યું છતાં આ હોદ્દો યથાવત્ છે. પરંતુ તેમની કામગીરી કઇ છે? વિદેશી મહેમાનોને આવકારવા અને શોકસભાનું આયોજન કરવા સિવાય 

કોઇ નોંધપાત્ર કામગીરી તેઓ કરતા નથી. 

આ પદ બિનરાજકીય તેમ જ શોભાના ગાંઠિયા જેવું છે. શહેરના પ્રતિષ્ઠિત નાગરિકને આ પદ સોંપવામાં આવે છે. ભૂતકાળમાં દિલીપકુમાર, સુનિલ ગાવસકરથી માંડી ચંદ્રકાંત બક્ષી સહિતની નામાંકિત વ્યક્તિઓને આ પદ પર બેસાડવામાં આવ્યા છે. વ્યવસાયે ડૉક્ટર તેમ જ સંસ્કૃતના વિદ્વાન અને પ્રાચીન વસ્તુના સંગ્રહના શોખીન એવા ભાઉ દાજી પહેલા શેરીફ હતા. મજા તો એ વાતની છે કે તાજેતરમાં સતીશ ચીંતગોપેકરની નિમણૂક નવા શેરીફ તરીકે થવાની સંભાવનાની મીડિયામાં પણ વ્યવસ્થિત રીતે નોંધ નથી લેવામાં આવી. આ પદ હોય છે એક વર્ષ માટે, પણ ક્યારેક તો બબ્બે ત્રણ ત્રણ વર્ષ સુધી આ પદ ખાલી પડ્યું રહે છે. જાણવા જેવી વાત એ છે કે છેલ્લા શેરીફ ઇન્દુ મીરાણીની નિમણૂક છેક ૨૦૦૮માં થઇ હતી. આના પરથી આ પદ માટેની સરકારની ઉદાસીનતા સ્પષ્ટ થાય છે. મુંબઈના એક ભૂતપૂર્વ શરીફે એવી ટિપ્પણી કરી હતી કે જો સરકાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હોય તો વહીવટી અધિકાર વિનાનું આ પદ રદ કરી દેવું જોઈએ.

૨) મેયર : તેવી જ રીતે મહાપાલીકામાં મેયરનો હોદ્દો છે તેની ઉપયોગીતા શું છે? તેની પાછળ પ્રતિ વર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. મેયરનો બંગલો-મેયરની ગાડી-મેયરની સ્પેશ્યલ ચેમ્બર્સ- પરંતુ મેયરની સત્તા કઇ? કોઇ કાર્ય કરવાનો અધિકાર તેમની પાસે નથી. બધા જ અધિકાર મ્યુનિસિપલ કમિશનર પાસે છે. 

થોડા મહિના પહેલા મહારાષ્ટ્ર્ના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે મેયરને વધુ સત્તા મળવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, 'હું અધિકાર સંપન્ન મેયરની તરફેણ કરું છું. પાલિકાની ક્ષતિઓ માટે ઘણી વખત મેયરને જવાબદાર ઠેરવવામાં આવે છે, પણ હકીકત એ છે કે મેયર પાસે ખાસ કોઈ સત્તા હોતી જ નથી. એટલે મેયર પાસેથી સારા પરિણામની અપેક્ષા રાખવી હોય તો એમની પાસે સત્તા હોય એ જરૂરી છે.'

૩) ગવર્નર : દરેક રાજ્યમાં રાજ્યપાલ છે જે ધોળા હાથી પુરવાર થઇ રહ્યા છે. તેમની સત્તાનું અર્થઘટન બંધારણ અનુસાર દરેક અદાલતમાં અલગ-અલગ થાય છે. આ કઇ જાતની વ્યવસ્થા ગણાવી તે જલ્દીથી સમજાતું નથી. 

૪) વિધાન પરિષદ :- રાજ્ય વિધાનમંડળનાં બે ગૃહ હોય છે. નીચલું ગૃહ વિધાનસભા અને ઉપલું ગૃહ વિધાન પરિષદ તરીકે ઓળખાય છે. અલબત્ત ખરડો પસાર કરવા બાબતે તેની પાસે કોઈ સત્તા નથી હોતી. એટલે જ રાજ્યોમાં વિધાન પરિષદ હોવી ફરજિયાત નથી. જોકે, વિધાન પરિષદના સભ્યોને ચૂકવાતા પગાર અને ભથ્થા વિધાન સભ્ય જેટલા હોઈ શકે છે. ટૂંકમાં એમ કહી શકાય કે કેન્દ્રમાં જે ભૂમિકા રાજ્યસભા ભજવે છે એ ભૂમિકા રાજ્યસ્તરે વિધાન પરિષદ ભજવે છે. વિધાન પરિષદના અસ્તિત્વ વિષે રાજકીય વિવાદો થતા રહે છે. એવી એ માન્યતા છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી વિધાન પરિષદના વિચારના વિરોધમાં ત્રણ દલીલ કરવામાં આવી રહી છે. પહેલી દલીલ એ છે કે જે નેતા ચૂંટણીમાં વિજય ન મેળવી શકે એમને કોઈ ઠેકાણે બેસાડવા માટે વિધાન પરિષદના સભ્ય બનાવી દેવાય એવી સંભાવના રહેલી છે. બીજી દલીલ એ છે કે કાયદા ઘડવાના કામમાં તેઓ વિક્ષેપ કરી શકે છે. ત્રીજી દલીલ એ છે કે તેમને કારણે રાજ્ય સરકારની તિજોરી પર આર્થિક બોજો આવી પડે છે.

આ ગૃહની રચના પણ દરેક કાર્યને વિલંબમાં નાખવા થઇ હોય તેવું લાગે છે. ભારતના ૨૯માંથી ૭ રાજ્યમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતની રચના ૧૯૬૦માં થઇ પરંતુ વિધાન પરિષદ નાબૂદ કરી નાખવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ કાર્યરત છે. 

૫) રાજ્યસભા :- આજે સૌથી વધુ વિવાદીત બાબત રાજ્યસભા છે. સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે રાજ્યસભા એટલે આડોડાઇ કરવાનું જ સ્થળ- લોકસભા કરતાં તેઓ સર્વોચ્ચ છે. તે પુરવાર કરવાની મથામણમાં જ ત્યાં શક્તિ વપરાય છે. 

બંધારણના ઘડવૈયાઓ દ્વારા જે આશયથી રાજ્યસભાની રચના કરી તેમાંથી આજે શું થઇ રહ્યું છે? લોકસભામાં કોેઇક બાબત ઉતાવળે મંજૂર થઇ હોય તો રાજ્યસભામાં તેને સુધારી શકાય તેવી બાબત તેમાં સમાયેલ છે. તેને બદલે આજે રાજ્યસભા રાજકીય હિસાબ ચૂકતે કરવા માટેનું પ્લેટફોર્મ બની ગઇ છે. પ્રજા આ તમામ બાબતને મૂંગા મોઢે જોઇ રહી છે. 

બંધારણની દુહાઇ દેવામાં આવે છે તેવે વખતે સ્પષ્ટ રીતે સમજવાનું રહ્યું કે હાલનું બંધારણ જ ભારતની પ્રજાના હિત અને સંસ્કૃતિનો છેદ ઉડાડનારું બન્યું છે. બંધારણના આમુખથી માંડીને તેના તમામ અનુચ્છેદ (આર્ટિકલ) ભારતની પ્રજાના હિતનો નાશ કરનારી જોગવાઇ છે. 

શેરીફ-મેયર-વિધાન પરિષદ-રાજ્યસભા આ સઘળાની નાબૂદી કરવા બંધારણ સુધારવું પડે. તેમાં કેટલીક બાબતો માટે બે તૃતીયાંશ બહુમતી હોવી જોઇએ. જો તેમ ન હોય તો વાત આગળ ચાલી શકે જ નહિ. બંધારણે એક જેલ ઉભી કરી છે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાં દોષારોપણ એકબીજા પર થયા કરે છે. 

આજે હવે પ્રજામાં ચર્ચા એ મુદ્દે થવી જોઇએ કે ભારતને કોઇ બંધારણની જરૂર છે ખરી? ૧૯૫૦ પહેલા બંધારણ વગર પણ આ દેશ ચાલતો હતો અને લોકો પ્રમાણમાં સુખી હતા. લોકશાહી અધિકાર-ન્યાયતંત્ર વગેરેની વાતો કરવામાં આવે છે પરંતુ ન્યાય કેટલાને મળે છે? કેટલા ત્યાગ-બલિદાન બાદ મળે છે? 

મેયરને કોઇ જ સત્તા નથી-અધિકાર નથી છતાં હોદ્દો શા માટે? પ્રજા કેટલા ખર્ચ ભોગવે છે તે મુદ્દે ચર્ચા પણ થતી નથી જ્યાં પ્રજાની સંસ્કૃતિ-પરંપરા-રીતરિવાજનું સંવર્ધન ન થતું હોય તો તેવી બાબતો શું કામની? બંધારણ એ માત્ર નિષ્ફળતાનો દસ્તાવેજ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment