Wednesday, 3 August 2016

[amdavadis4ever] વો સુબહ હમ હી સે આયેગી…

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નેટ પર મેં એવો કિસ્સો વાંચેલો કે ૧૯૫૮માં જ્યારે જુવાન વાજપેયી-અડવાણી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી હારી ગયા ત્યારે બેય જુવાનિયા સીધા એમના માનીતા થિયેટર પર પહોંચી ગયા. ત્યાં જે ફ્લ્મિ લાગેલી, એ હતી 'ફ્રિ સુબહ હોગી'. બંનેએ ફ્લ્મિ જોઈ નાખી. દાયકાઓ પછી વાજપેયી જ્યારે દેશના વડા પ્રધાન બન્યા ત્યારે એમણે પક્ષના કાર્યકરોને કહ્યું કે પેલી ફ્લ્મિનું શીર્ષક સાચું ઠર્યું, 'ફ્રિ સુબહ હોગી'. બરાબર છે. ૧૯૫૮નો યુગ નહેરુ-યુગ હતો અને વાજપેયી-અડવાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો હતા. એમને કોંગ્રેસની કાળ-રાત્રિ બાદ સંઘના ઉદયમાં નવી પરોઢ લાગી શકે, પરંતુ આ તો વિચારધારાનું સત્તા-પરિવર્તન થયું. સમગ્ર પરિવર્તનનું શું? ફ્ક્ત સત્તાપરિવર્તનથી જ દેશની સ્થિતિ બદલાઈ શકે? આપણને એવું માનવું ગમતું હોય છે કે મને જે રાજકીય પક્ષ ગમે છે એ સત્તા પર આવશે તો દેશમાં સોનાનો સૂરજ ઊગશે, પણ આવું માનવું  બાલિશતા છે.
ફ્લ્મિની વાર્તામાં સિચ્યુએશન કાળી-ડિબાંગ છે. હીરો વખાનો માર્યો ખૂન કરી બેઠો છે. કાળી કેદ એની રાહ જોઈ રહી છે. છતાં, હીરો અને હિરોઈન એવી આશા સેવે છે કે દુઃખના દિવસો પૂરા થશે અને સુખનો સૂરજ ઊગશે. અલબત્ત, ગીતમાં ફ્ક્ત બે વ્યક્તિના અંગત સુખ-દુઃખની વાત નથી, સમગ્ર માનવજાતની વાત પણ છે, સદીઓની વાત છે. એ પણ સાદી સદીઓ નહીં, કાળી સદીઓ. માણસજાતનો નોધાયેલો ઇતિહાસ જોઈએ તો આજથી લગભગ ૨૪ સદી અગાઉ થઈ ગયેલા ચાણક્યના લખાણોમાં જે યુગ ઊભરે છે એ પણ કાળો જ હતો. શાસનમાં ખટપટો ત્યારે પણ અપરંપાર હતી અને નબળા પર સબળાઓનું રાજ ત્યારે પણ હતું. છતાં, હવે ફ્ેર પડશે એવી આશા આ ગીત સેવે છે. આ આશા સાવ બ ેબુનિયાદ નથી, કારણ કે ઉત્ક્રાંતિની આખી ગાથા મનુષ્યના વિકાસની ગાથા છે, પ્રકાશની ગાથા નથી. એકકોષી જીવમાંથી, જંગલી પ્રાણીમાંથી અને પછાત મનુષ્યમાંથી છેવટે આજે પૃથ્વી પર જે જોવા મળે છે એ આધુનિક મનુષ્ય સતત વિકસ્યો જ છે. એના નૈતિક મૂલ્યો પણ ધીમે ધીમે વિકસી જ રહ્યા છે. વિકાસની ઝડપ અત્યંત ધીમી છે, પરંતુ માનવીનો વિકાસ થઈ રહ્યો છે અને માનવી વધુ જાગૃત બની રહ્યો છે એ હકીકત છે. વૃદ્ધો ભલે આદત મુજબ કહ્યા કરે કે એમનો જમાનો બહુ સારો હતો, હકીકત તો એ જ કે સમાનતા-ભાઈચારા-સ્વાતંત્ર્ય જેવા મૂલ્યો બાબતે ન કેવળ ગુજરાત કે ભારત બલ્કે સમગ્ર દુનિયા નાછૂટકે (હા, છૂટકો નથી એટલે) વધુ સભાન બની રહી છે.

કવિ સાહિર લુધિયાનવી પોતે જગતને જે કહેવા માગતા હતા એ એમને ફ્લ્મિોના માધ્યમ દ્વારા સૌથી સચોટ રીતે કહેવાની તક મળી હોય એવી મુખ્ય બે ફ્લ્મિો આ છેઃ 'પ્યાસા' અને 'ફ્રિ સુબહ હોગી'. બંને ફ્લ્મિો સફ્ળ હતી. 'પ્યાસા' તો સુપરહિટ હતી જ, પરંતુ 'ફ્રિ સુબહ હોગી'એ પણ ૧૯૫૮માં રિલીઝ થયેલી ફ્લ્મિોમાં 'મધુમતી', 'ચલતી કા નામ ગાડી' અને 'યહુદી' પછી ચોથે નંબરે સૌથી વધુ વકરો કરેલો. સાહિરની કલમ 'પ્યાસા' માટે વધુ વખણાઈ છે, પરંતુ 'ફ્રિ સુબહ હોગી'માં સાહિર મને વધુ ઊંચેરા લાગ્યા છે. 'પ્યાસા'માં (ભલે વાર્તાની માગ પ્રમાણે) સાહિરે બીજાઓના વાંક વધુ કાઢયા છે અને છેવટે પોતાને અનુકૂળ ન આવતી દુનિયા ફ્ૂંકી મારવાની વાત કહી છે (જલા દો ઇસે ફ્ૂંક ડાલો યે દુનિયા, તુમ્હારી હૈ તુમ હી સમ્હાલો યે દુનિયા), પરંતુ 'ફ્રિ સુબહ હોગી'માં કવિ પોતે અને ફ્લ્મિનો નાયક જવાબદારી સ્વીકારે છે, પાપ સ્વીકારે છે, સજા સ્વીકારે છે, પ્રાયિૃત કરે છે. અને પછી કહે છેઃ' ઉસ સુબહ કો હમ હી લાયેંગે'. બીજાના વાંક કાઢીને, પોતાની જાતને સ્વચ્છ સાબિત કરીને ગોદડું ઓઢીને સૂઈ જવાની પરંપરા તોડતી આ પંક્તિ છે. જેનો મતલબ એ છે કે શાસકોથી નહીં, પણ પ્રજાથી આવશે સુબહ. વો સુબહ હમ હી સે આયેગી. વો સુબહ હમ હી સે આયેગી. શરત એટલી કે આપણે જાગીએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment