Wednesday, 3 August 2016

[amdavadis4ever] જૂનાં વાહનો અને કબાડી માર્કેટનું આવી બન્યું!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જૂનાં વાહનો અને કબાડી માર્કેટનું આવી બન્યું!

યાદગીરી યાદગીરી ઉપરાંત આપણે ત્યાં ઘણા લોકોની આર્થિક સ્થિતિ એવી હોય છે કે જૂની કાર, સ્કૂટર, બાઈક અથવા ટ્રક ભંગારમાં કાઢી નાંખવા જેવી થઈ ગઈ હોય તો પણ ચલાવ્યાં કરે છે. રિપેર કરાવવાના પૈસાની સગવડ કરી ન શકે અને એની ઉપર જ રોજગાર ચાલતો હોય એટલે ન છૂટકે જૂનું ખખડધજ વાહન ચલાવવું પડે. હવે સરકાર યાદગીરીથી સાચવીને ચલાવવામાં આવતું કે આર્થિક સંકડાશના કારણે હાંક્યે રાખવામાં આવતું કોઈપણ વાહન દેશના કોઈપણ શહેરમાં ચાલવા દેશે નહીં. જૂનાં વાહનો વધારે પડતું પ્રદૂષણ ફેલાવતા હોવાથી પ્રદૂષણની સમસ્યા હલ કરવા માટે સરકારે એક-એક કરી બધા શહેરોમાં જૂનાં વાહનો ફરજિયાત ભંગારમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. શરૂઆત દિલ્હીથી થવાની છે. પરિણામે હવે ૧૫ વર્ષથી જૂનાં એટલે કે ૩૧ માર્ચ ૨૦૦૫ના દિવસે કે એથી પહેલાં ખરીદવામાં આવેલા તમામ વાહનો પર પ્રતિબંધ મુકતો કાયદો રજુ થઈ ગયો છે.

 

સરકારના આ નિર્ણયના પરિણામે એક નવો જ સિસ્ટમેટિક ઉદ્યોગ વિકાસ પામશે. હમણાં જ નવી દિલ્હીમાં સ્ક્રેપ રિસાયકલિંગ-ઈમર્જિંગ માર્કેટ વિષય ઉપર એક કોન્ફરન્સ યોજાઈ ગઈ. આ કાયદો પસાર કરવાના પ્રયાસ ૨૦૧૦થી ચાલતા હતા એના પરિણામે ચેન્નઈ શહેરના પરાવિસ્તારમાં કાર-સ્ક્રેપ કરવાનું એક એકમ તો સ્થપાઈ ચૂક્યું છે. હવે બીજાં એવા સંખ્યાબંધ એકમો ચાલુ થઈ શકશે જે જૂની કાર, સ્કૂટર, ટ્રકનો સિસ્ટમેટિક નિકાલ કરી શકે. આવા એકમો જૂનાં વાહનના જરૂરી ભાગ વ્યવસ્થિત રીતે છૂટા પાડીને જૂનો સામાન વેચનાર બજારોમાં મોકલી આપે છે. બાકીના પતરાં, લોખંડ, એલ્યુમિનીયમ, બીડ વગેરે ધાતુઓને કાપી, દબાવીને તેના ચોસલાં બનાવાય છે, એમાંથી નવી ધાતુ બનાવનાર કંપનીઓને મોકલી આપવામાં આવે છે.

અત્યાર સુધી આ કામ કબાડી માર્કેટ ચલાવતાં લોકો કરતા હતા. જૂનું ભંગારમાં આવેલું, અકસ્માતમાં ટોટલ લોસ તરીકે નોંધાયેલું કોઈપણ વાહન કબાડી માર્કેટના લોકો હરાજી કરી ઊંચામાં ઊંચા ભાવ આપી ખરીદી લેતા. પછી એને કબાડી માર્કેટમાં પોતાની દુકાને લાવતા. એની સારી સ્થિતિમાં રહ્યા હોય એવા એન્જિન, વ્હીલ,બેિંરગ, ટાયર, બોનેટ, બમ્પર, અરિસા, દરવાજા, સ્ટિયરિંગ, સીટ, જમ્પર, ગિયર,  રોડ વગેરે ભાગ ખોલી વેચાણમાં મૂકી દેવામાં આવતા. એના એન્જિનમાંથી જે મળે એ ઓઈલ કાઢી લેવામાં આવતું. બાકીની બોડી તથા ચેસિસ(માળખું) વજન પર વેચી દેવામાં આવતું. એ માળખામાંથી વિવિધ ધાતુઓ, લાકડું વગેરે કાપીને જુદા પાડવામાં આવતા. ટીપીને નાના બનાવવામાં આવતા અને પછી ધાતુ ઓગાળીને નવી ધાતુ બનાવનાર કારખાનામાં વેચી દેવાતી. લાકડું અલગથી વેચવામાં આવતું. આ કામ દેશના વિવિધ શહેરોમાં ચાલતું હતું. અમદાવાદમાં એસ.ટી સ્ટેન્ડ, બહેરામપુરા, દાણીલીમડા વગેરે વિસ્તારોમાં આવા પાંચ કબાડી માર્કેટ આવેલાં છે. હવે આ લોકોની અણઘડ રીત પણ ચાલશે નહીં, કારણ કે એમાં એરકન્ડીશનર, રેફ્રીજરેટરના પ્રવાહી, ઓટો લોક જેવી સિસ્ટમમાં વપરાતો પારો, એરબેગમાં વપરાતું સોડિયમ એઝાઈડ વગેરે ઝેરી પદાર્થો ધરતી પર ઢોળી દેવામાં આવે છે. એથી જમીનમાં અને ભૂતળના પાણીમાં જીવલેણ પ્રદૂષણ ફેલાય છે. જરાય પ્રદૂષણ ન ફેલાય એ રીતે જૂનાં વાહનોનો નિકાલ કરનારા આધુનિક એકમો આવ્યા પછી કબાડી માર્કેટોનો મૃત્યુઘંટ વાગી જશે. આ બજારો મૃત્યુ ન પામે તો મૃતપ્રાયઃ જરૂર થઈ જશે.  ચેન્નઈમાં કારનો નિકાલ કરનાર એકમ સ્થપાઈ ગયો છે. મેટલ એન્ડ સ્ક્રેપ ટે્ડિંગ કોર્પોરેશને મહિન્દ્ર કંપની સાથે મળીને ૧૨૦ કરોડના ખર્ચે ભારતનું પહેલું ઓટો શ્રેડીંગ એકમ સ્થાપવાના કરાર કર્યા છે. અહીં પણ કબાડીની જેમ ફરી વાપરી શકાય એવા તમામ ભાગ કાઢી લેવામાં આવશે. ઝેરી રસાયણો સંભાળપૂર્વક કાઢીને વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. પછી હેવી વેઈટ મશીનો વાહનોના બાકી બચેલા પતરાં, ધાતુ વગેરેના કટકા કરી આપશે. તેને ભયાનક વજનથી પ્રેસ કરીને ચોસલાં બનાવી દેવાશે.

 

આપણા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં કોઈપણ વસ્તુ તરત નકામી ગણીને ફેંકી દેવાના રિવાજ નથી. મોટાભાઈનું પેન્ટ ફીટિંગ કરાવીને નાના ભાઈ પહેરતા, એ ક્યાંકથી ફાટી જાય તો નાના બાળકની ચડ્ડી બનાવવામાં આવતી. એય ફાટી જાય તો ઘરમાં પોતું કરવા માટે તે કાપડનો ઉપયોગ કરવામાં આવતો. એ જ રીતે વાહનો પણ મોટાં શહેરોમાં ચલાવવા જેવા ન રહે તો એ નાના નગરો અને મોટા ગામોમાં વેચી દેવાનો રિવાજ હજી પણ ચાલે છે. સાવ ભંગાર વાહનો સાવ નાનાં ગામોમાં શટલ તરીકે કેરોસીન પર ચલાવવામાં આવે છે. ગામનાં ખેડૂતો જમીનો વેચીને સમૃદ્ધ બન્યા પછી એમાં ઓટ આવી છે. હવે ગામનાં ખમતીધર લોકો પણ નવાં નક્કોર વાહનો ખરીદવા પ્રેરાય છે. જોકે સમૃદ્ધ ન હોય એવા લોકો આજે પણ સસ્તા ભાવના જૂનાં વાહનો જ પસંદ કરે છે.

એવામાં જો શહેરોમાં ૧૫ વર્ષથી જૂનાં વાહનો બંધ કરવામાં આવશે તો એ બધાં નાના-મોટાં ગામોમાં પગ કરી જશે. પછી આજે પ્રમાણમાં સ્વચ્છ એવી ગામડાંની હવા પણ પ્રદૂષણથી પીડાવા લાગશે. આવું ન થાય એ માટે જોકે સરકારે મુસાફરી વાહન તરીકે વપરાતા દરેક જૂનાં વાહનને સસ્તામાં વેચવાને બદલે ભંગારમાં નાખવા બદલ ૨૫,૦૦૦થી ૧.૫ લાખ રૂપિયા સુધીની સહાય આપવાનો મનસૂબો કર્યો છે. જેથી ભંગાર વાહનો(પ્રદૂષણ)થી પીછો છૂટે. સરકાર કાર-ટ્રક ઉત્પાદકોને જૂનું વાહન લઈ નવું એમને એમ આપી દેવાની સ્કીમ ચલાવે તો વાહન દીઠ ૧,૦૦,૦૦૦ સબસિડી આપવા માટે ૧૦૦૦ કરોડનું ભંડોળ ઊભું કરવા પણ વિચારી રહી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment