Saturday, 6 August 2016

[amdavadis4ever] સ્ત્રીઓના પ્ રવાસની સમસ્યાઓ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્ત્રીઓના પ્રવાસની સમસ્યાઓ

 

જૂની વાત યાદ આવે છે, મારી એક બહેનપણી ઘણાં વર્ષો પછી પરદેશથી આવી હતી, એ લગ્ન પછી આફ્રિકા, ત્યાંથી લંડન અને ત્યાંથી અમેરિકા જઈને વસેલી, મુંબઈની હતી એટલે ટ્રેન પકડીને ફટાફટ જવાની ટેવ હતી. એક વાર મને આવીને કહે કે અહીં માણસો સુધરી ગયા લાગે છે. પૂછ્યું કેમ તો કહે કે જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટમાં ગયેલી પણ કોઈએ જ્યાં ત્યાં આંગળાં ચીટકાવ્યાં નહીં, મેં કહ્યું કે એે ભૂલ છે તારી, એક તો એ કે જેન્ટ્સ કે માત્ર પુરુષો માટે કોઈ ડબ્બો છે જ નહીં, એ તો બધા જનરલ કમ્પાર્ટમેન્ટો છે, તને યાદ છે તેવા અડપલાં થાય નહીં એટલે સ્ત્રીઓના અલગ ડબ્બા હોય છે. હૈયેહૈયું દળાય એવી ભીંસમાં આટલા બધા ભાયડાઓમાંથી કોઈને કોઈ તો અટકચાળાં કરે જ, બીજી ભૂલ એ કે બહેન તું ભૂલી ગઈ છે કે આટલા બધા સમય પછી આપણે હવે યુવાન કૉલેજગર્લો કે નોકરિયાતો નથી રહી. પજવવા માટે અને ક્ષોભ તેમ જ ગુસ્સો જગાડવા માટે હવે આપણાથી નાની બહેનો મોટી થઈને આવી ગઈ છે. પનવેલમાં એક યુવતીના કિસ્સા વિશે વાંચ્યું અને એ બહેને હિંમતભેર અને કંટાળીને છોડી દીધા વગર વાત છેલ્લે સુધી પકડી રાખી ગમે ત્યાં અડી જઈ ગંદો આનંદ મેળવતાં માણસને પકડાવ્યો તે વિશે જાણ્યું એટલે પેલી વાત યાદ આવી ગઈ.

જાહેર સ્થળે મહિલાઓ આવે તો એમને સજા કરવાની આવી છેડછાડ દ્વારા પેરવી થાય છે, પિતૃસત્તાએ અહીં છેડછાડમંડળ નથી નિર્માણ કરવા પડતાં, બુરખામાં રાખો કે ઘરની ચાર દીવાલોમાં રાખો, આવાં બધાં નિષેધોમાં સ્ત્રી ન સપડાય તો પછી છેડછાડથી બળાત્કાર સુધી સહન કરવાની તૈયારી રાખો એવો આદેશ અહીં અપાય છે. બહાર નીકળવા બદલની સજા આવા છૂટાછવાયા પિતૃસત્તાના એજંટો આવ્યા કરે છે. સાવ નાની ઉંમરે સમજણ પણ નહોતી ત્યારે પાડોશીઓને મજાક કરતાં પણ અહોભાવ સાથે ઉલ્લેખ કરતાં સાંભળેલાં કે અમારી ગલીના એક ભાઈ વરલી કે ક્યાંક નોકરી હતી તે બસમાં જતા હતા. 'ગમે તે બેટ લઈને એ કોણી બાઈના બ્લાઉઝ પર દબાવી દે!' એ ભાઈને પરણવા લાયક દીકરી હતી, ભાયડાઓમાં આ તે કઈ મતનું બેટિંગ હતું? કોઈ અણજાણી સ્ત્રીને ગમે ત્યાં અડી લેવાથી એ માણસની સેક્સની ભૂખ તો સંતોષાવાની નહોતી, સંભવિત તો એ છે કે વધુ ભૂખ જાગવાની હતી અને એમાં એ તરફડવાનો હતો, તો પછી સિદ્ધ શું થયું? બસમાં ચડતી યુવતીને ભીડને બહાને પજવીને એનો માનભંગ કરવાની જ મજા હતી ને! કોઈકને જ પજવવું હોય તો સ્ત્રી શા માટે? કરી જુઓ કોઈ યુવાનને તો ખબર પડશે કે માથે કેવાં સાંબેલાં પડે છે!

મહિલાઓના ડબ્બામાં હિંસકતા

અગાઉ પણ એક વાર વિરારની ગાડીમાંથી અંધેરી ઊતરવાની ગુસ્તાખી કરનાર એક સ્ત્રીને ક્રૂરતાથી પાડી દેવામાં આવેલી અને એને મૂઢ માર પડેલો એ વાતને ઘણાં વર્ષ થઈ ગયાં. વિરારની ટ્રેનમાં આમ પણ બધે બોરીવલી સુધીના સ્ટેશનો માટે જતાં આવતાં સામે રોષ હોય છે, પણ વિમેન્સ કમ્પાર્ટમેંટમાં તો આવી હિંસકતા માઝા મૂકે છે. અહીં થતી મારામારીઓને કોઈ 'સ્ત્રી વિરુદ્ધ સ્ત્રી' કહેતું નથી, કારણ કે લોકોને કુટુંબજીવનના જ ઉદાહરણો જોવાં હોય છે, ગમે તે કારણો હોય, સ્ત્રીઓ ઘર અને બહારના બેવડા બોજાથી ત્રાસેલી હોય તો પણ ચડનાર સ્ત્રીને ગાળો દેવી, ધક્કા મારવા, પકડી રાખીને ઉતરવા ન દેવી એ અક્ષમ્ય છે. સારું થયું કે વસઈ જનારી વિદ્યાર્થિની ઉપર કાળો કેર વર્તાવનાર ચાર મહિલાઓ પકડાઈ છે. રેલવે શાસને આ વાત અનેક રીતે ફેલાવવી જોઈએ જેથી બાકીનાંને ધડો મળે કે આ રીતે કોઈને ધક્કો ન મરાય. આમ પણ મહિલા પ્રવાસીઓ અને પુરુષ પ્રવાસીઓમાં શિસ્તનો ફરક હોય છે. મહિલાઓની ધાર્મિકતા, કાંઈક ભલાઈ વગેરેને લીધે વધારે ભિખારીઓ એમના જ ડબ્બામાં ચડે છે. ઉપરથી ફેરિયાઓ આવ્યા કરે તે જુદા. છેલ્લા બે દાયકાથી તો મહિલાઓના ફર્સ્ટ કલાસના ડબ્બામાં પણ હવે ફેરિયાઓ બિન્ધાસ્ત આવે છે, કોઈ ના પાડે ને કાઢવા જાય તો બીજાઓ એમની પાસેથી ખરીદી કરવામાં પડી જાય. હવે તો રેલવેમાં જાણે કે એક બજાર ચાલે છે, આ એરિંગ ક્યાંથી લીધા તો કહે કે ટ્રેનમાંથી તે આ રૂમાલ, પીન કે ડ્રેસ? તો એ પણ ટ્રેનમાંથી રસ્તા પરથી ફેરિયાઓને ઉઠાવી લેવાય તો ટ્રેનમાં વધે એમની રોજીરોટી માટે ફૂટપાથ કે ટ્રેનના ફેરિયાઓ કામ કરે છે, એ લોકોને કાઢે ત્યાં તરત જ આસપાસની દુકાનોમાં ભાવ વધી જાય છે, ટ્રેનોમાં તકલીફ એ છે કે ગમે તેવી ભીડમાં પણ એ સૌ ધકામુક્કી કરી ઘૂસે છે ને ફરે છે ને ઉપરથી જ્યાં પુરુષો છે તે ફેરિયા તો ગેરકાયદે જ મહિલાઓના ડબ્બામાં ઘૂસી આવે છે. કમ સે કમ ભીડ ના હોય ત્યારે જ આવે એમ કેમ નહીં? આથી વિશેષ ગેરશિસ્ત છે. ચડવા ઊતરવાની જ્યાં સુધી બધાં ઊતરે નહીં ત્યાં સુધી રાહ જોવાની બહેનોેને ફાવટ નથી, ન કોઈ ઠીકથી ઊતરી શકે કે ન તો આરામથી કોઈ ચડી શકે. 

જનરલ ડબ્બાઓમાં આવી લહાય ઓછી દેખાય છે. હા, ચાલુ ટ્રેને નાચાનાચ કરવી, ખતરા મોલીને દરવાજામાંથી બહારની દીવાલોને અકડવું કે થાંભલાઓને પગ મારવા કે ડબ્બાની ઉપર ચડીને પ્રવાસ કરવો એવા બધામાં છોકરીઓ કે મહિલાઓ દેખાતી નથી, પણ સભ્યતાપૂર્વક વર્તન કરી બેફામ ગુસ્સાથી ચડનાર ઊતરનાર બહેનોને પજવવાનો એમને કોઈ હક નથી. રેલવેના નિયમોમાં ક્યાંય લખ્યું નથી કે બોરીવલી ટ્રેનમાંથી સાંતાક્રુઝવાળાએ ન ઉતરાય અને વિરાર કે વસઈની ટ્રેનમાં કાંદિવલીવાળાથી ન જવાય. 

શહેરનો વિકાસ ગમે તેમ થયો છે તેમાં આપણો વાંક નથી. દાદરથી દક્ષિણે જઈને એટલે બધુ ખાલીખાલી દેખાય ને ઓછી આવક હોય તે સૌ બોરીવલી-દહીંસરની પેલેપાર શહેરની બહાર જાય એવું મધ્યમ વર્ગે નક્કી કર્યું નથી, નોકરીઓ દક્ષિણ છેડે કે બાંદરા-અંધેરી પાસે મળે તો સૌએ ટ્રેનમાં ઘસડાવું જ પડે. ટ્રેનો વધારીને કોઈ ઉપકાર કરતું નથી. સ્ત્રી પુરુષો સવારથી દોડાદોડ કરી અડધેશ્ર્વાસે ભાગીને કામ પર પહોંચે છે એટલે જ અર્થતંત્ર ટકે છે ને નફા મળે છે. સબર્બન ટ્રેન સેવા એ શાસનનો એક મહત્ત્વનો અગ્રક્રમ હોવો જોઈએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment