Saturday, 6 August 2016

[amdavadis4ever] મને ખબર હતી કે હું બહુ ખૂ બસૂરત છું... ..........માર ા દિલમાં એક છેદ હતો, જેમા ંથી યુસુફ બહ ાર નીકળી ગયો!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્થળ : જન્નત
સમય : ૨૦૧૬
ઉંમર : ચીરયુવાન


'એ' હોત તો આ ચોથી ઑગસ્ટે ૮૭ વર્ષના થાત...એમનું નામ કિશોરકુમાર ખંડવાવાલા પણ મારે માટે એમણે પોતાનો ધર્મ પણ બદલ્યો ને નામ પણ. કરીમ અબ્દુલ નામ સ્વીકાર્યું. હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ અંગીકાર કર્યો...મારા પિતાના આગ્રહને કારણે. લોકો એમના અવાજના આશિક હતા. એમની કારકિર્દીની હજી શરૂઆત હતી. સલિલ ચૌધરી સાથેના એમનાં ગીતો મશહૂર થવા લાગ્યા હતા. વૈજયંતિ માલા સાથેની એમની ફિલ્મ 'આશા' સુપરહિટ થઈ ચૂકી હતી. એ એક હોમ પ્રોડક્શનની ફિલ્મ કરવા માંગતા હતા. ફિલ્મની વાર્તા સાથે એ મને મળ્યા...વાર્તા સંભળાવવાની એમની શૈલી અને વચ્ચે વચ્ચે ગીતો ગાઈને સંભળાવવાની એમની રીતથી મને મજા પડી...મેં 'ચલતી કા નામ ગાડી' કરવાની હા પાડી. 

ત્યાં, એ સેટ પર હું એમને નજીકથી ઓળખતી થઈ. યુસુફ સાથેના મારા સંબંધો વધુને વધુ તનાવગ્રસ્ત થઈ ગયા હતા. એ વખતે હું ધીમે ધીમે કિશોરની નજીક આવી. હું ખરેખર સમજી નથી શક્તી કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને આટલું બધું કેવી રીતે ચાહી શકે ! હું તો એમને બરાબર ઓળખતી પણ નહોતી. અમારાં લગ્ન થયાં ત્યારે બી. કે. કરંજિયાએ લખેલું, "મધુબાલાને લાગ્યું હશે કે આ એની જિંદગીનો ઉત્તમ અને છેલ્લો ચાન્સ છે. એ સખત માંદી પડી છે અને હવે કામ કરી શકે એમ નથી એવું એને સમજાવા લાગ્યું છે. આ ન માની શકાય એવો નિર્ણય છે અને હું સમજું છું ત્યાં સુધી બહુ ખુશીથી નહીં લેવામાં આવ્યો હોય. સાચું પૂછો તો કરંજિયા ખોટા નહોતા. કિશોરકુમાર સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં આનંદથી નહોતો જ લીધો. મને સમજાઈ ગયું હતું કે યુસુફ મારી સાથે નહીં જ પરણે... એણે પોતાની જાતને એવી રીતે બંધ કરી દીધી કે હું એના સુધી પહોંચી જ ના શકું.

એમાં કદાચ એનો વાંક નહોતો... 'નયા દૌર' માટે મારા અબ્બા અતાઉલ્લાહ ખાને તારીખો આપવાની બંધ કરી દીધી. એ ફિલ્મ માટે બી. આર. ચોપરાએ મને સાઇનિંગ અમાઉન્ટ પણ આપી દીધેલી અને હીરોઇન તરીકે મારા નામ સાથે ફિલ્મની જાહેરાત પણ થઈ ચૂકી હતી. એ પછી જ્યારે બી. આર. ચોપરાએ ભોપાલના આઉટડોર શૂટિંગ માટે તારીખો માગી ત્યારે મારા પિતાએ કહ્યું કે, "બેબી મુંબઈની બહાર શૂટિંગ નહીં કરે. મારા પિતાને લાગ્યું કે આ દિલીપકુમાર સાથે સમય વિતાવવા માટે બી. આર. ચોપરાએ ગોઠવેલો પ્લાન છે. આમ જુઓ તો વાત સાવ ખોટી નહોતી જ. યુસુફ અને હું એકબીજાને મળ્યાં પહેલી વાર 'જ્વારભાટા'ના સેટ પર... હું પ્રમાણમાં નાની હતી અને મારી સુંદરતા વિશે સભાન હતી. મને જોતાં જ પુરુષો મારા તરફ આકર્ષાઈ જતા એ વાતની સમજ તો મને બાર-તેર વર્ષની હતી ત્યારથી જ પડી ગયેલી. અમે અગિયાર ભાઈ-બહેન હતાં, જેમાં મારો નંબર પાંચમો હતો. મારી ત્રણ બહેનો અને બે ભાઈઓ પાંચ-છ વર્ષની ઉંમરે ગુજરી ગયાં. અમારો પરિવાર એક બહુ જ મિડલ ક્લાસ અને જુનવાણી વિચારો ધરાવતો ચુસ્ત મુસ્લિમ પરિવાર હતો.

અમારી માતૃભાષા પુશ્તો. મારા પિતા અતાઉલ્લાહ ખાન ખૈબરઘાટના પુખ્તુનખ્વાના રહેવાસી. અમે પેશાવરમાં રહેતા હતા. મારા પિતા અતાઉલ્લાહ ખાન સારું કમાતા. મારી મા આયેશા બેગમ એક પછી એક બાળકોને જન્મ આપતી રહી, એની તબિયત બહુ સારી રહેતી નહીં એટલે મોટા ભાગની જવાબદારી મારી મોટી બહેન ઉપર રહેતી. એ અમારી મોટી બહેન ઓછી ને મા વધારે હતી. અચાનક એક દિવસ મારા પિતાએ ઇમ્પિરિયલ ટોબેકો કંપનીની નોકરી ગુમાવી. અમે રોટીની શોધમાં પેશાવરથી દિલ્હી આવ્યા. દિલ્હીમાં ઘણી તકલીફોમાંથી પસાર થયા પછી માંડ માંડ એક નાનકડું ઘર મળ્યું ને નોકરી પણ. એટલાથી અમારા પરિવારનું પૂરું નહોતું થતું. અચાનક મને એક ફિલ્મમાં કામ કરવાની ઑફર મળી. હું ત્યારે નવ વર્ષની હતી. મારા પિતાએ તરત જ સ્વીકારી લીધી. ચુસ્ત મુસ્લિમ હોવા છતાં દીકરીને ફિલ્મોમાં કામ કરાવવાનું એમણે સ્વીકાર્યું... કદાચ પરિવારની ગરીબી અને બાકીનાં સંતાનોની ભૂખ એમની મજબૂરી બની ગઈ. મારી કમાણીમાં અમારો પરિવાર સારી રીતે જીવવા લાગ્યો. હું જેમ મોટી થતી ગઈ તેમ તેમ સહુને લાગવા માંડ્યું કે સિનેમા જ મારી દુનિયા બની જશે. મુમતાઝ શાંતિ નામની અભિનેત્રીની દીકરીનો રોલ મેં ઘણી બધી ફિલ્મોમાં કર્યો. દેવિકા રાણી મારા અભિનય અને પ્રતિભાથી ખૂબ જ અંજાયેલાં હતાં. એમણે મારા પિતાને કહ્યું કે હું એક સારી અભિનેત્રી બની શકું એમ છું, પરંતુ એ વખતે મારા પિતાને લાગતું હતું કે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરીને એ મને ફિલ્મોમાંથી બહાર ખેંચી લેશે... માણસ ધારે છે એવું થતું નથી. મારા પિતા મને ફિલ્મો છોડાવવા માગતા હતા, પરંતુ ૧૪ એપ્રિલ, ૧૯૪૪ના દિવસે ડૉક ઉપર થયેલા ધડાકામાં અમારું ઘર પણ તહસનહસ થઈ ગયું. છ બહેનો, હું અને મારાં માતાપિતા ક્યાં જઈએ એની અમને સમજ નહોતી પડતી ત્યારે ફિલ્મો જ અમારા જીવનનો આધાર બનશે એવું નક્કી થઈ ગયું.

અમે ૧૯૪૧માં મુંબઈ આવી ગયા. અમે દેવિકા રાણીને મળ્યા. એમણે મારું નામ 'મધુબાલા' સૂચવ્યું. મારું મૂળ નામ તો મુમતાઝ જહાન દહેલવી હતું, પરંતુ મુમતાઝ નામની બે અભિનેત્રીઓ હિન્દી સિનેમામાં કાર્યરત હતી એટલે નામ બદલવું જરૂરી હતું...મેં પહેલી ફિલ્મ કરી 'નીલકમલ' (૧૯૪૭), ત્યારે હું ૧૪ વર્ષની હતી. રાજ કપૂર સાથેની એ ફિલ્મમાં મારી ક્રેડિટ 'મુમતાઝ' ના નામે હતી. એ પછીની ફિલ્મો મેં 'મધુબાલા' ના નામે કરી. એ દિવસથી શરૂ કરીને મેં છેલ્લા શ્ર્વાસ લીધા ત્યાં સુધી મારા સ્ટારડમમાં, મારા ફેન ફોલોઈંગમાં કે મારી પ્રસિદ્ધિમાં કોઈ ફેર પડ્યો નહીં...હિન્દી સ્ક્રીનની મેરેલિન મનરો તરીકે લોકો મને ઓળખવા લાગ્યા. મારા સ્મિતના લોકો દિવાના હતા. ને, મને પણ આ સમજાવા લાગ્યું હતું...અમેરિકન મેગેઝિનમાં ઑગસ્ટ, ૧૯૫૨ના ઈશ્યુમાં મારો ફુલપેજ ફોટોગ્રાફ હતો. લેખનું ટાઈટલ હતું, 'ધ બિગેસ્ટ સ્ટાર ઈન ધ વર્લ્ડ એન્ડ સી ઈઝ નોટ ફ્રોમ ધ બેવર્લી હિલ્સ !' એ વખતે મને હોલીવૂડની ફિલ્મની ઑફર આવી હતી, પણ મારા અબ્બુએ ઘસીને ના પાડી દીધી. મારી સુંદરતા, મારી પ્રસિદ્ધિ અને મારી પાછળ પાગલ થતા લોકોએ મને થોડી નૉટી બનાવી દીધી. હું મારા બધા હીરોને એકબીજાની સામે રમાડતી. મારા મનમાં પાપ નહોતું, બસ ! મને ફ્લર્ટ કરવાની મજા આવતી ! દેવઆનંદ, શમ્મી કપૂર, અશોકકુમાર, રહેમાન, રાજસા'બની સાથે સાથે યુસુફ મારી જિંદગીમાં આવ્યા. એ બહુ ગંભીર હતા. ઝડપથી હસતા નહીં. અમે પહેલીવાર મળ્યા ૧૯૪૪માં 'જ્વારભાટા'ના સેટ પર પછી બીજી ફિલ્મ 'સિંગાર' (૧૯૪૯)...ત્યારે હું યુસુફની મજાક ઉડાવતી હતી. એની ગંભીરતા અને એના કમિટમેન્ટ ઉપર મને હસવું આવતું. હું અભિનયને બહુ ગંભીરતાથી લેતી નહીં. યુસુફ માટે અભિનય એનું જીવન, શ્ર્વાસ, પ્રાણ જેવું હતું. અમે 'તરાના' (૧૯૫૧)નું શૂટિંગ કરતા હતા એ દરમિયાન હું યુસુફ તરફ આકર્ષાવા લાગી. મજાની વાત એ હતી કે આ વાત માત્ર મને જ નહોતી સમજાતી...મારી આસપાસના બધા જ એ જોઈ શક્તા હતા, ખાસ કરીને મારા અબ્બાજાન. યુસુફ સાથેના મારા સંબંધો વધુને વધુ ગાઢ થવા લાગ્યા. એક એવો સમય આવ્યો કે યુસુફ એના શૂટિંગમાંથી દોઢ દિવસની રજા લઈને મારી સાથેે ઈદ મનાવવા માટે મુંબઈ આવ્યા. એમણે મારા જન્મદિવસે મને વીંટી આપી. હું એમને ચાહવા લાગી હતી ને યુસુફ પણ મારી જ સાથે લગ્ન કરવા માંગતા હતા. જોકે, કોઈક કારણસર મારા અબ્બાજાનને યુસુફ પસંદ નહોતા. એ સતત એવો પ્રયાસ કરતા કે હું યુસુફથી દૂર રહું. એ દરમિયાનમાં 'નયા દૌર' ફિલ્મની જાહેરાત થઈ. બી.આર. ચૌપરાએ મને સાઈનિંગ અમાઉન્ટ પણ ચૂકવી દીધી. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ. અબ્બાજાનની બહુ ઈચ્છા નહોતી તેમ છતાં મારા આગ્રહથી એમણે એ ફિલ્મ માટે હા પાડી...ચૌપરા સાહેબ જ્યારે ભોપાલના શૂટિંગની ડેટ લઈને આવ્યા ત્યારે મારા અબ્બુ વીફરી બેઠા. એમને લાગ્યું કે હું યુસુફ સાથે સમય વિતાવી શકું એટલા માટે જ આ ભોપાલની ડેટ નક્કી કરવામાં આવી છે...એમણે ડેટ આપવામાં આનાકાની કરવા માંડી. એક યા બીજા બહાને અબ્બુજાન ડેટ નહોતા આપતા ને અબ્બુજાનની વિરુદ્ધ જવાની મારી તાકાત નહોતી. કંટાળીને બી.આર. ચૌપરાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો.

'નયા દૌર'નો એ કેસ ફિલ્મી દુનિયાના ઈતિહાસમાં એક કાળા પાના તરીકે નોંધાઈ ગયો. ૧૯૫૬નું એ વર્ષ મારી જિંદગીનું પણ સૌથી કાળું વર્ષ નીવડ્યું. 

બી.આર. ચૌપરાની ફિલ્મ 'નયા દૌર' મારા અને યુસુફના સંબંધોમાં વાવાઝોડાની જેમ ફૂંકાઈ. જે માણસ છેક કાશ્મીરથી મારી સાથે ઈદ મનાવવા માટે આવી શકે... જે માણસ મારી નાની નાની ખ્વાઈશ પૂરી કરવા માટે પોતાનો સમય આપી શકે, પોતાના કામને એકવાર બાજુએ મૂકીને પણ જે મને ખુશ કરવાનો પ્રયત્ન કરે એ માણસ જ્યારે મારી સાથેના સંબંધ પૂરા કરવાનું નક્કી કરી લે ત્યારે એને કેટલું દુ:ખ પહોંચ્યું હશે એ હું સમજી શકું છું. મુંબઈના લોકોએ એમના પ્રિય એક્ટર, સ્ટાર દિલીપકુમારને મોડી રાત્રે જાતે ગાડી ચલાવીને મરીનડ્રાઈવના રસ્તા પર મને મળવા આવતા જોયો હતો. શમ્મી કપૂર ઘણીવાર મજાકમાં કહેતા, "તુમહે અગર હેન્ડસમ ઓર ખૂબસુરત દુલ્હા ચાહીએ તો મુજે યા દેવઆનંદ કો ચુનના, મગર એક પ્યાર કરનેવાલા ઓર વફાદાર શૌહર ચાહીએ તો તુમ્હારે લિયે યુસુફ હી ઠીક હે. મારા અબ્બુને અને દિલીપકુમારને જે વાંધો પડ્યો હોય તે પણ 'નયા દૌર'ના દિવસોથી અમારા ઘરમાં યુસુફનું નામ લેવું પણ હરામ થઈ ગયું. 

૧૯૫૦માં કે. આસિફે 'મુગલ એ આઝમ' શરૂ કરી. જેમાં અનારકલી બદલાતી રહી. ૧૯૫૩માં હું એ ફિલ્મ સાથે જોડાઈ, પરંતુ 'નયા દૌર'ના વિવાદને કારણે ફિલ્મ અભરાઈએ ચડી. એવામાં બી. આર. ચૌપરાએ કેસ કરી દીધોે. દિલીપકુમારે કોર્ટમાં સાક્ષીના પીંજરામાં ઊભા રહીને કહ્યું, "મેં મધુબાલા સે પ્યાર કરતા થા, કરતા હૂં ઓર કરતા રહૂંગા... એમના આ સ્ટેટમેન્ટે ચકચાર જગાવી ને સાથે જ એમણે બી. આર. ચૌપરાએ આપેલા સાઈનિંગ અમાઉન્ટ અને 'નયા દૌર'ની તારીખોના ધાંધિયા વિશે મારા અબ્બુ વિરુદ્ધ સાક્ષી આપી. બસ! પછી તો બાકી શું રહે? મારા અબ્બુએ દિલીપકુમારને હેરાન કરવામાં કશું જ બાકી રાખ્યું નહીં. એ એમના પ્રોડ્યુસરને મળતા. દિલીપકુમાર વિરુદ્ધ ભડકાવતા ને બીજી તરફ અખબારોમાં એની વિરુદ્ધ છપાવવાનો પ્રયત્ન કરતા.

એક દિવસ રાત્રે યુસુફ અમારે ઘરે આવ્યા. એમણે મારા અબ્બુ સાથે ઝઘડો કર્યો...

મારા બહુ પ્રયત્નો છતાં હું એ બે જણાં વચ્ચે મનમેળ કરાવી શકી નહીં! અમે થોડો સમય ચોરી છૂપી મળતાં રહ્યાં, પણ હવે લગ્ન શક્ય નહોતાં એ મને સમજાઈ ગયું હતું અને યુસુફે એક દિવસ સ્પષ્ટ કહી દીધું. એક અખબાર 'બ્લીટ્ઝ'ને આપેલા ઈન્ટરવ્યુમાં યુસુફે કહ્યું, "એ બહુ જ આજ્ઞાકારી દીકરી છે, બહુ જવાબદાર વ્યક્તિ અને બહુ જ સમજદાર ઔરત...અમે સાથે જીવી શક્યાં હોત તો સુખી થયાં હોત એમાં કોઈ શંકા નહોતી, પણ અમારો સંબંધ પૂરો થયો છે અને હવે એમાં સુધારની કોઈ શક્યતા નથી. મારા અબ્બુ એ અખબાર લઈને ઘેર આવ્યા એમણે છુટ્ટું મારા મોઢા પર અખબારનું પાનું ફેંક્યું. હું કઈ જ બોલી શકી નહીં પણ મારું દિલ તૂટી ગયું. જીવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ, જાણે!

આમ પણ યુસુફ વિનાની જિંદગીની કલ્પના જ મારે માટે અઘરી હતી. અમે એકબીજાને એટલું બધું ચાહતા હતા કે એ મારા વગર જીવી શકશે એ વિચાર પણ મારે માટે આઘાતજનક હતો. એ દિવસોમાં શમ્મી કપૂર અને બી. આર. ચૌપરાએ જાતે પણ મારા અબ્બુ અને યુસુફ વચ્ચે મનમેળ કરાવવાનો પ્રયત્ન કર્યો. મારા અબ્બુએ મને સ્પષ્ટ કહ્યું હતું કે, "દિલીપકુમારે મારી માફી માંગવી પડશે, તો જ હું આ સંબંધનો વિચાર કરીશ.

બીજી તરફ યુસુફે મને કહ્યું હતું, "મેં કશું જ ખોટું કર્યું નથી, હું શું કામ કોઈની માફી માગું? તારા અબ્બુએ એક પ્રોડ્યુસરની પાસે પૈસા લઈને ડેટ ન આપી એ વાતની મને જાણ હતી ને મેં એટલું જ કોર્ટમાં કહ્યું... જોકે પછીથી યુસુફે એવું પણ કહ્યું હતું કે આ ગવાહી આપવા માટે એમને ફસાવામાં આવ્યા હતા. શમ્મી કપૂરે એ જ ગાળામાં બ્લીટ્ઝના ઈન્ટરવ્યુમાં કહ્યું, "પ્રશ્ર્નોત્તરી દરમિયાન વકીલે પૂછેલા સવાલોના જવાબમાં દિલીપકુમારે ફક્ત સત્ય કહ્યું હતું એને તોડી મરોડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. દિલીપકુમારની ગવાહી બી. આર. ચૌપરાના પક્ષમાં જરૂર હતી પણ અતાહ ઉલ્લાખાનની વિરુધમાં નહોતી. ખેર, એક સારું યુગલ કોઈ કારણ વગર એકબીજાથી વિખુટું પડી ગયું.

ખુદા જાણે સચ શું હતું પણ એક પિતા અને એક પ્રેમીની વચ્ચે મારી જિંદગી બરબાદ થઈ ગઈ!

એ પછીનો ગાળો મારે માટે કંઈક વિચિત્ર પ્રકારનો સમય હતો. હું જીવવાની ઈચ્છા વગર જિંદગી ધસડે જતી હતી. મારું કામ કરતી હતી પણ મને ખબર હતી કે મને કશુંયે કરવામાં રસ નહોતો. મારે માટે મારા પરિવારનું પેટ ભરવા સિવાય હવે અભિનય બીજા કશા કામનો નહોતો. હું અમસ્તી પણ બહુ પાર્ટી કે જાહેર સમારંભોમાં જતી નહીં. એ સમયની અભિનેત્રીઓના પ્રમાણમાં હું બહુ સાદી અને ઘરરખ્ખું છોકરી હતી. મારો ઉછેર જ એવો હતો. મારા પિતા જરૂર એવું ઈચ્છતા હતા કે મારાં લગ્ન થાય ને હું સિનેમા છોડી દઉં. જોકે, એમને આ પોસાય તેમ નહોતું એ વાતની એને પોતાને પણ ખબર હતી...

એ જ ગાળામાં જ્યારે હું સિવિયર ડિપ્રેશનમાં હતી ત્યારે પહેલીવાર મારી તબિયત બગડી. મોટાભાગના લોકોને લાગ્યું કે આ મારા ડિપ્રેશનનો જ એક ભાગ છે, પરંતુ હૃદયમાં કાણું છે એવી ખબર પડતા સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ૧૯૫૮માં હું કિશોરકુમારને મળી અને ૧૯૬૦માં અમે લગ્ન કર્યાં...ત્યાં સુધીમાં મારી તબિયત વિશે અફવાઓ વહેતી થઈ ગઈ હતી. ૧૯૫૪માં હું એસ. એસ. વાસનની ફિલ્મ 'બહોત દિન હુએ' શૂટ કરતી હતી ત્યારે મને પહેલીવાર લોહીની ઊલટીઓ થઈ. એ પછી એને સ્ટ્રેસ અને ડિપ્રેશનનું નામ આપીને થોડો વખત મને જુદી જ ટ્રિટમેન્ટ આપવામાં આવી. હું તો તરત જ કામ કરવા લાગી હતી પણ જે. કે. નંદાના સેટ પર રાજ કપૂર સાથે શુટિંગ કરતી વખતે હું બેહોશ થઈ ગઈ, એ ૧૯૫૭નું વર્ષ હતું, મારી જિંદગીનું સૌથી ખરાબ વર્ષ. એ વખતે ડોક્ટરે કહ્યું કે મારા હૃદયમાં એકદમ ઝીણું કાણું છે, જે ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે. મને ડૉક્ટરની કૅબિનમાં હસવું આવી ગયેલું, એક વિચિત્ર વિચાર આવેલો... કદાચ દિલના એ છેદમાંથી યુસુફ બહાર નીકળી ગયો હશે, વરના એને તો દિલમાં કેદ કરવાનો ઇરાદો હતો મારો! મને બેડરેસ્ટની સલાહ આપવામાં આવી. હું એક મહિનો ઘરે રહી પરંતુ, એ એક મહિનો મારે માટે એક વર્ષ જેવો પૂરવાર થયો...

એ જ ગાળામાં 'નયા દૌર'નો કેસ અને યુસુફ સાથેનો સંબંધ પૂરો થયો. હવે જીવવાની ઈચ્છા મરી પરવારી હતી. હું ક્યારેક દવા લેતી ક્યારેક ન લેતી. બીજા લોકોને તો ખ્યાલ પણ ન આવે કે હું બીમાર છું એવી રીતે મેં જીવવાનું શરૂ કરી દીધું હતું... એ ગાળામાં હું સમજી ગઈ હતી કે મારી પાસે હવે બહુ વર્ષો નથી. મેં અબ્બુને વિનંતી કરીને માંડ માંડ સમજાવ્યું. મુગલ એ આઝમ પૂરી કરવા માટે તારીખો અપાવી. મારી બીમારી રંગ બતાવતી જતી હતી.

૧૯૬૦માં મુગલ એ આઝમ રિલીઝ થઈ... હાથી પર પ્રિન્ટ લાવવામાં આવી, લોકો થિયેટર પર તૂટી પડ્યા...હિન્દી સિનેમાના ઈતિહાસના તમામ રેકોર્ડસ એ ફિલ્મે તોડી નાખ્યા. હું એ જોઈ શકી માટે મારી જાતને નસીબદાર માનું છું.

કિશોરે એ જ ગાળામાં લગ્ન પ્રપોઝ કર્યા અને મેં ઝાઝું વિચાર્યા વિના હા પાડી દીધી... કિશોરે મારા અબ્બુની શરત માન્ય રાખી, ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને કરીમ અબ્દુલ નામ રાખી મારી સાથે લગ્ન કર્યા. અમે લંડન ચેકઅપ કરાવવા ગયા ત્યારે અમને ખબર પડી ગઈ કે હવે મારી પાસે વધુમાં વધુ બે વર્ષ છે... જે માણસ મને દિલોજાનથી ચાહતો હતો એ માણસ, કિશોરકુમાર મને મારા કાર્ટર રોડના ફ્લેટ પર મૂકીને અચાનક જ ચાલી ગયો! એ દસ-બાર દિવસે એકવાર મળવા આવતો. આવે ત્યારે મારી તરફ જોવાનું ટાળતો. મને બહુ નવાઈ લાગતી. એકવાર મેં પૂછ્યું હતું કે, તમારો રસ મારી સુંદરતા અને શરીર પૂરતો જ હતો ત્યારે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, એણે કહ્યું હતું, "તારા ગયા પછી મારું શું થશે એની મને નથી ખબર! હું તારાથી દૂર રહું છું કારણ કે ધીમે ધીમે તારા વગર જીવવાની ટેવ પાડી શકું. મારી દવાઓ અને ટ્રિટમેન્ટના લાખોના બિલ્સ એમણે મૂંગે મોઢે ચૂકવ્યાં. 

મારી બહેન મધુર ભૂષણ કહેતી રહી કે એ સારો પતિ નથી પણ મને ખબર છે કે કિશોરજીએ એકવાર આર. ડી. બર્મનના ઘરે આશાજી પાસે રડી પડતા કહ્યું હતું, "મેને જિંદગીમેં એક બાર હી પ્યાર કિયા...ઓર વો ભી મુજે છોડકર ચલી જાયેગી. મેં ક્યા કરું જિસે ઉસકો જાતે હુએ રોક સકું

એ પછીનાં વર્ષો બહુ ધીમે હાથે મૌત તરફ ધકેલાવાનાં વર્ષો હતાં. હું તીલ તીલ મરતી જતી હતી... કિશોર ધીમે ધીમે ઓછું ને ઓછું મળવા આવતા. મારી બહેનો સિવાય મારી આસપાસ કોઈ નહોતું. 

૧૯૬૯ની ૨૦ ફેબ્રુઆરીએ સવારે હું શ્ર્વાસ નહોતી લઈ શક્તી... બે દિવસ બેહોશ રહ્યા પછી મેં શ્ર્વાસ છોડી દીધા. 

આ લખાય છે ત્યારે, આજે કિશોરકુમારનો જન્મ દિવસ છે. જો હું હોત તો ૮૩ વર્ષની હોત અને અબ્દુલ કરીમ અથવા કિશોર ૮૭ વર્ષના. એ પણ મારા પછી બહુ જીવ્યા નહીં. ૧૯૮૭માં એમણે પણ આ દુનિયા છોડી દીધી, એ ૫૬ વર્ષના હતા. ૧૮ વર્ષમાં એમણે બીજાં બે લગ્ન કર્યાં... કોને ખબર એ મને શોધતા હતા કે મારી યાદોથી પીછો છોડાવવા મથતા હતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment