Wednesday, 3 August 2016

[amdavadis4ever] લફરાં સદનનો મે ડ ઈન ચાઈના ઉકેલ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઈમાં રહેતી રિંકીનો પતિ રોહન એક દિવસ ઉતાવળમાં મોબાઈલ ઘરે ભૂલી ગયો. એ બે સેલફોન રાખતો હતો. એક બિઝનેસના કામ માટેનો અને બીજો પર્સનલ યુઝ માટેનો. એટલે નવી મુંબઈની ઑફિસે પહોંચ્યા સુધી તો ખ્યાલ સુધ્ધાં ન આવ્યો. ખબર પડી ત્યારે ઘરે પાછા ફરવું શક્ય નહોતું. એર કન્ડિશન્ડ ઑફિસમાં રોહનના ચહેરા પર પરસેવો વળી ગયો. ચહેરો કંઈ અલગ પ્રકારના ટેન્શનની ચાડી ખાતો હતો. અહીં ઘરે પત્નીને ખબર નહોતી કે પતિદેવ મોબાઈલ ઘરે ભૂલી ગયા છે, પણ બપોરે એક અલગ જ પ્રકારનો રિંગટોન બેડરૂમના વોશરૂમમાં સંભળાતા તેને સ્ત્રીસહજ કુતૂહલ થયું અને રિંકીનો ફોન તેણે હાથમાં લીધો. કોલરનાં ડીપી પાર સ્વીટી નામ વાંચતા તે ચોંકી ગઈ અને પછી શરૂ થઇ ખણખોદ. ઑફિસમાં રોહનના ચહેરા પરથી પરસેવાનાં ટીપાં ટપકતાં હતાં તો અહીં ઘરે રિંકીની આંખોમાંથી અશ્રુ ટપકવા શરૂ થયાં.વોટ્સએપનાં કેટલાંક મેસેજીસ વાંચીને તેને ખાતરી થઇ ગઈ કે રોહનનું કોઈક સાથે ચક્કર ચાલી રહ્યું છે. રોહનના એ યુવતી સાથે શું અને કેવા સંબંધો હશેથી માંડીને એ પોતાની શૌક્ય તો નહીં બને ને એવા વિચિત્ર વિચારો એને ઘેરી વળ્યા. ધ્રુસકે ધ્રુસકે રડી લીધા પછી આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો એની વિમાસણમાં પડી ગઈ. બહુ વિચાર્યા પછી પણ તેને કોઈ રસ્તો સૂઝ્યો નહીં. અલબત્ત રિંકી જો ચાઈનીઝ મહિલા હોત તો આ પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવો મુશ્કેલ કામ ન હોત. ચીનમાં આ પ્રકારની સમસ્યાની કોઈ નવાઈ નથી રહી અને ત્યાં આવી મુશ્કેલીઓનો હલ લાવવાનું કામ પ્રોફેશનલ ધોરણે થઇ રહ્યું છે.

લગ્ન પછી પણ પતિની ભ્રમરવૃત્તિ ચાલુ રહે એ વાત કંઈ ભારત પૂરતી સીમિત નથી. દુનિયાભરના પુરૂષોમાં આ લક્ષણ વત્તેઓછે અંશે જોવા મળે છે. ચીન પણ એમાંથી બાકાત નથી. શાંઘાઈનાં રહેવાસી ૩૯ વર્ષનાં શ્રીમતી વેન્ગના હાથમાં પતિનો સેલફોન આવ્યો અને તેમણે પણ સ્ત્રીસહજ કુતૂહલથી ખાંખાંખોળા કર્યાં. એ કેટલીક મિનિટોમાં તેમણે જે કંઈ જોયું એ જોઈને તેમને ધ્રાસકો જ પડ્યો. તેમને ખાતરી થઇ ગઈ કે ઓફિસની સહકર્મચારી સાથે પતિદેવનું લફરું ચાલી રહ્યું છે. વેન્ગ મેડમ બેબાકળાં થઇ ગયાં. 'આખી રાત મને ઊંઘ ન આવી. પડખાં ઘસતી રહી. મને ખૂબ લાગી આવ્યું', તેમની પ્રતિક્રિયા હતી. હાથ જોડીને બેસી રહે કે મનોમન સોસવાયા કરે એવી એ ટિપિકલ નારી નહોતી. એણે આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવવો એ દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું. અલબત્ત એ દિશા અપેક્ષિત નહોતી, અણધારી હતી. પતિશ્રી સાથે આ મુદ્દે ઝઘડો કરવો કે ખુલાસો માગવા જેવા રસ્તે જવાને બદલે પત્નીએ લેપટોપ ખોલી ખઈંજઝછઊજજ ઉઈંજઙઊકકઊછ (પતિ સાથે સુંવાળા સંબંધો ધરાવતી અન્ય સ્ત્રીને દૂર કરવાની જવાબદારી પાર પાડતી વ્યક્તિ)ની ઑનલાઇન શોધખોળ શરૂ કરી દીધી.

ખઈંજઝછઊજજ ઉઈંજઙઊકકઈંગૠ જઊછટઈંઈઊજ તરીકે ઓળખાતી આ પ્રકારની સર્વિસ ચીનના મોટાં શહેરો માટે હવે કોઈ નવાઈ નથી રહી. હકીકતમાં તો આવી પરિસ્થિતિ હવે ઘણાંના જીવનમાં જોવા મળી રહી છે. આ પ્રકારની સર્વિસ આપતા લોકો પરિણીત પુરૂષના લગ્નેતર સંબંધોનો ધ એન્ડ લાવી દેવામાં માહેર હોય છે. પતિના છાનગપતિયાંથી ત્રસ્ત પત્ની દ્વારા ચોક્કસ મહેનતાણું લઈને આ વ્યક્તિઓ મહિલાઓને લગ્નજીવન કઈ રીતે ટકાવી રાખવું એની તાલીમ આપે છે, સમજણ આપે છે. એટલું જ નહીં પણ પેલી બીજી સ્ત્રી ગાયબ થઇ જાય એવા સંજોગો ઊભા કરી દે છે. આ અત્યંત કપરું અને જોખમી કામગીરી પર પાડવા તગડું મહેનતાણું વસૂલ કરવામાં આવે છે. હજારો ડોલરની ફી લઈને આ વ્યાવસાયિકો ચાલાકીથી સુંવાળી સ્ત્રીના જીવનમાં એન્ટ્રી લઇને તેની સાથે મૈત્ર બાંધી તેનો વિશ્ર્વાસ મેળવી લે છે. આ બધું અફેર તોડી નાખવાના ઇરાદેથી જ કરવામાં આવે છે. છેલ્લા દસકામાં ચીનમાં આર્થિક સમૃદ્ધિ છલકાઇ એના પગલે સમાજમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધ્યું હોવાથી આ ખઈંજઝછઊજજ ઉઈંજઙઊકકઈંગૠ જઊછટઈંઈઊજનો બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે. વિશેષ કરીને આર્થિક રીતે સમૃદ્ધ બિઝનેસમેન તેમ જ કેટલાક ઉચ્ચ અધિકારીઓમાં સુંવાળા સંબંધો બાંધવાની લાલસા વિશેષ કરીને જોવા મળે છે. વળી આ પ્રકારની બીજી સ્ત્રી ઓછી મુશ્કેલીએ મળી જતી હોવાથી એ દિશામાં વધુ લોકો ઝડપભેર આગળ વધી રહ્યા છે. અલબત્ત આ દૂષણનો ચોક્કસ આંકડો મળવો શક્ય નથી અને ચીનમાં કેટલા ખઈંજઝછઊજજ ઉઈંજઙઊકકઊછજ છે એનો કોઈ આંકડો આપવો એ પણ મુશ્કેલ છે. જોકે, ઇન્ટરનેટ પર ચીનનાં સર્ચ એંજિન પાર તપાસ કરતાં શાંઘાઈ અને ગ્વોનઝો જેવા સમૃદ્ધિથી છલકાતાં મોટાં શહેરોમાં આ પ્રકારની સર્વિસ આપતી કંપનીઓની વિગતો જાણવા મળે છે.

પોતાની રીતે સંતોષજનક શોધખોળ કર્યા પછી શ્રીમતી વેન્ગે શાંઘાઈની એક કંપનીની મદદ લેવાનું નક્કી કર્યું. એ સમયને યાદ કરીને તેમને કહ્યું કે, 'તેમની વેબસાઈટ પાર મૂકવામાં આવેલા કેટલાક કેસની વિગતો હું વાંચી ગઈ, પણ તેમના પર ભરોસો મૂકવો કે કેમ એ વિશે મને ખાતરી નહોતી. જોકે, મારી પાસે અન્ય કોઈ વિકલ્પ પણ ન હોવાથી મેં આ સર્વિસ અજમાવી જોવાનું નક્કી કર્યું.'

શ્રીમતી વેન્ગે અસ્વસ્થ માનસિક અવસ્થામાં મૂકેલો વિશ્ર્વાસ સાર્થક સાબિત થયો. એ કંપની આ અફેર પર પૂર્ણવિરામ મૂકવામાં સફળ રહી. એ માટે કરવામાં આવેલો પ્રયત્ન રસપ્રદ છે. બીજી સ્ત્રીને અન્ય શહેરમાં ઊંચા પગારની નોકરી મેળવવા સમજાવવામાં આવી અને એ માની ગઈ. શું કામ ન માને? છેવટે આ પ્રકારના સુંવાળા સંબંધોમાં મોટે ભાગે સ્નેહ મેળવવા કરતા પૈસા મેળવવાનો આશય વધુ હોય છે. પોતાના પ્રયત્નોમાં સફળતા મળ્યા બાદ એ મહિલાએ કહ્યું,'હવે એ સ્ત્રી કઈ રીતે જીવે છે એ સાથે મારે કોઈ નિસ્બત નથી. મારો પતિ હવે ફક્ત અને ફક્ત મારો જ છે એ બાબત મારે માટે રાહત આપનારી છે.'

આ પ્રકારની સર્વિસ છેલ્લા એક દાયકાથી અપાઈ રહી છે, પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં કામમાં સારો એવો વધારો થયો હોવાનું જોવા મળ્યું છે. પાંચ શહેરથી શરૂ થયેલી ખઈંજઝછઊજજ ઉઈંજઙઊકકઈંગૠ જઊછટઈંઈઊજનો બિઝનેસ આજે ૫૯ શહેરોમાં ચાલી રહ્યો છે. સુંવાળા સંબંધોનો અંત લાવતી ટીમના સભ્યોમાં સાયકોથેરપિસ્ટ અને વકીલ સુધ્ધાં હોય છે. આ ટીમ ઔપચારિક જાણકારી મેળવ્યા પછી બીજી સ્ત્રી કઈ પ્રકારની છે એનો ટેગ મેળવવાનો પ્રયાસ કરે છે. એનો હેતુ પૈસા, પ્રેમ કે વાસના છે એ જાણી લીધા પછી યોજના તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ કાઉન્સેલર તરીકે ઓળખાતી વ્યક્તિ એ સ્ત્રી સાથે નિકટતા સાધીને તેનો વિશ્ર્વાસ સંપાદન કરે છે. સંબંધમાં ધીરે ધીરે આગળ વધીને એ સ્ત્રીમાં પાર્ટનર માટે અણગમો પેદા કરે છે. ક્યારેક તો નવો પ્રેમી શોધી આપવામાં આવે છે અથવા બીજા શહેરમાં નોકરી અપાવી દેવાય છે અને એમાં સફળતા મળે તો પરિણીત પુરુષ સાથે છેડો ફાડી નાખવા પર વિશેષ ભાર આપવામાં આવે છે. અલબત્ત કાઉન્સેલરને ગાઢ સંબંધ બાંધવાની કે હિંસાના ઉપયોગની ધમકી આપવાની મનાઈ ફરમાવવામાં આવી હોય છે. આ કામ માટે ત્રણેક મહિનાનો સમય લાગતો હોય છે અને એક એજન્સીના કહેવા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં તેમણે ૨૬૦ બીજી સ્ત્રીના સંબંધો વિખેરી નાખવામાં સફળતા મેળવી હતી.

આમ તો મેડ ઈન ચાઇનાનો માલ તકલાદી ગણી એને વખોડવામાં આવે છે અને ઘણા લોકોને આ દેશની પ્રોડક્ટ પર ભરોસો પણ નથી હોતો. જોકે, આ પ્રકારની સમસ્યાનો મેડ ઈન ચાઈના ઉકેલ એકદમ સચોટ છે.

------------------------------

ચીનનો બ્યોમકેશ

આપણા દેશમાં જે ડિટેક્ટિવ પાત્રો યાદગાર બની ગયાં છે એમાં એક મોખરાનું નામ બ્યોમકેશ બક્ષીનું પણ છે. બ્યોમકેશને સમાંતર કહી શકાય એવાં પાત્રો ચીનની ખઈંજઝછઊજજ ઉઈંજઙઊકકઈંગૠ કંપનીઓમાં જોવા મળે છે. ચીની અખબારે આપેલી માહિતી મુજબ પરિણીત પુરુષનું એક્સ્ટ્રા રોમેન્ટિક કનેક્શન કાપી નાખવા માટે જિમ ઇન્સ્ટ્રક્ટર, કાઉન્સેલર્સ, વકીલ કે પછી ડિટેક્ટિવોની મદદ પણ લેવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીને એટલી લોકપ્રિયતા મળી ગઈ છે કે ૨૮ વર્ષનો કોનોર ડિંગ આ પ્રકારનું કામ કરીને સેલિબ્રિટી બની ગયો છે.

પોતાની પાસે આવેલા કેસમાં ૮૦ ટકા સફળતા મેળવનાર કોનોરને આ કામ શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી હશે? બે ગર્લફ્રેન્ડ દગો કરીને તેને છોડીને જતી રહ્યા પછી તેણે આ કામમાં મહારથ હાંસલ કરી હોવાનું તેનું કહેવું છે. 'જે કોઈ પુરુષ પ્રેમભગ્ન થાય એ સ્ત્રી કે પત્ની સાથેના સંબંધોમાં દગો કરવા પ્રેરાતો હોય છે અને હું પણ એમાં અપવાદ નથી. લગ્નજીવનમાં કંઈક ખૂટતું લાગતું હોય ત્યારે લોકો બીજી સ્ત્રી સાથેના અફેર જેવા રસ્તે વળતા હોય છે. એ કારણ આદરનો અભાવ કે સેક્સ અપીલ કે પછી પ્રેમના અભાવમાંથી કાંઈ પણ હોઈ શકે છે. અમે આ લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. હા, એમાં ઘણી વખત થર્ડ પાર્ટીને દૂર કરવાની નોબત પણ આવતી હોય છે. મોટા ભાગના પરણેલા પુરુષને કેવળ રોમેન્સમાં રસ હોય છે, પોતાના પરિણીત જીવનમાંથી છૂટાછેડા લઇ નવાં લગ્ન કરવામાં ભાગ્યે જ દિલચસ્પી હોય છે એ વાત ગળે ઉતારવાનો અમારો પ્રયાસ હોય છે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment