Friday, 3 June 2016

[amdavadis4ever] વખાણ-પ્રશંસા ત ો કરવાં જ જોઈએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહુ જ સરસ, શાબાશ, પરફેક્ટ આપ્રમાણે તમે કોશિશ ક્રતા રહેજો.

સામાન્ય રીતે મામૂલી લાગતા આ શબ્દોમાં જાદૂઈ શક્તિ છુપાયેલી છે. જેમાં અન્ય વ્યક્તિના કામનો ઉત્સાહ બેવડાવવાની શક્તિ છુપાયેલી છે. તેમ છતાં પ્રશંસાના શબ્દોના વપરાશમાં લોકો કંજૂસાઈ કરતા હોય છે. પ્રશંસા દરેક વ્યક્તિના મન-મસ્તિષ્કમાં ઊંડો પ્રભાવ પાડે છે. મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 

એક પછી એક પ્રશ્ર્નોનો ઉકેલ લાવવામાં સરળતા પડે છે. જીવનના દરેક ક્ષેત્રે વિવિધ સંબંધોમાં મધુરતા બનાવી રાખવા માટે તમારી સાથે સંકળાયેલ વ્યક્તિઓનાં વખાણ કરવા જરૂરી છે. 

દાંપત્ય જીવનમાં મધુરતા

પોતાના વખાણ સાંભળવા ગમવા એક માનવસહજ પ્રકૃતિ ગણાય છે. વખાણ કરનાર વ્યક્તિ પ્રત્યે મનમાં એક પ્રેમ અને સન્માનની લાગણી પાંગરતી જાય છે. ઉદાહરણ તરીકે ઘરમાં પત્ની રોજ ભોજન બનાવતી હોય છે. પતિ એવું વિચારે કે કે રસોઈ બનાવવામાં શું મોટી વાત છે? તે તેની જવાબદારી નિભાવી રહી છે. આ પ્રમાણે વિચારવું ખોટું છે. પતિ ઓફિસમાં લંચબોક્સ ખોલે ત્યારે શાક સ્વાદમાં ખારું હોય તો પતિનો મૂડ બગડી જાય છે. તે જ પ્રમાણે પત્ની સ્વાદિષ્ટ ભોજન બનાવે ત્યારે દિલથી તેની રસોઈની પ્રશંસા કરવી જોઈએ. આ જ વાત પત્નીઓને પણ સમાન રૂપે લાગુ પડે છે. પતિ-પત્ની એકબીજાની પરસ્પર સાચી પ્રશંસા કરે તો અંગત સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે છે.

પરવરિશનો પ્રથમ નિયમ

માતા-પિતાની પ્રથમ ફરજ છે કે બાળકો દ્વારા કરાયેલા નાનકડા પ્રયાસને બિરદાવવો જોઈએ. બાળકોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. બાળકના વખાણ અન્ય વ્યક્તિ સામે કરવામાં આવે તો તેમના આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે. પ્રશંસાના બે શબ્દો એનર્જી બુસ્ટરનું કામ કરે છે. સંતાને કરેલા સારા કાર્યની શાબાશી આપવામાં આવે તો તેઓ જીવનના વિવિધ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મેળવેે છે. જે કામ તેઓ કરતા હોય છે તે વધુ ચોકસાઈથી કરતા થાય છે. શાળામાં સંતાનની પ્રગતિ માટે શિક્ષકને મળવા જાવ ત્યારે શિક્ષક તમારા સંતાનના વખાણ કરે ત્યારે તેમનો આભાર માનવાનું ભૂલશો નહીં. સંતાનના વખાણ કરો તેની સાથે તેની ભૂલ પ્રત્યે પણ ધ્યાન દોરવું જરૂરી છે. તે બાળકના સર્વાંગી વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. 

વ્યાવસાયિક જીવનમાં પ્રશંસા

જો તમે તમારી ઑફિસમાં ઉચ્ચ પદવી ધરાવતા હોવ તો તમારા હાથ નીચેના કર્મચારીઓને તેમની ભૂલ બતાવવી તમારી જવાબદારી બને છે. વળી તેમના દ્વારા થયેલ સારા કામની પ્રશંસા કરવામાં કરકસર કરવી જોઈએ નહીં. કર્મચારીઓમાં પણ વખાણ સાંભળીને કામ કરવાનો ઉત્સાહ વધશે. તેઓ પહેલાં કરતાં વધુ ચીવટપૂર્વક કામ કરશે. તે જ પ્રમાણે જો તમારા વડા દ્વારા કામ વિશે કોઈ સારી સૂચના કે માર્ગદર્શન આપે ત્યારે તેમનો ધન્યવાદ કહેવાનું ન ભૂલવું. તમારા સહકર્મચારીઓની કામની ઝડપ, સારી કામગીરી પ્રત્યે કે કામની કુશળતાની પણ પ્રશંસા કરવાથી ઑફિસનું વાતાવરણ ખુશનુમા રહે છે. વખાણ, પ્રશંસા, ધન્યવાદ કે શાબાશી જેવા શબ્દોનો ઉપયોગ દિલથી કરવો જરૂરી છે, નહીં તો તે વખાણની જગ્યાએ મસ્કા કે ચાપલૂસી લાગશે. 

સામાજિક સંબંધો માટે

જો તમારી પાસ-પડોસમાં રહેતી કોઈ વ્યક્તિ તેમનો કિંમતી સમય કાઢીને તમારી મદદ કરે તો તેમનો આભાર માનવો જરૂરી છે. તમારા સંબંધી કે મિત્ર કોઈ ભેટ-સોગાદ મોકલાવે ત્યારે તેનો આભાર અચૂક માનવો. ભેટ-સોગાદ કેવી લાગી તેનો અભિપ્રાય પણ અચૂક જણાવવો. વખાણ કરવામાં તમારો અહમ્ વચ્ચે ન આવે તેનું ધ્યાન રાખો. તમારા કામની સહાયમાં મદદરૂપ નાની વ્યક્તિઓની પણ પ્રશંસા કરવામાં ઉદારતા રાખો.

જો તમે અન્યની સાચા દિલથી પ્રશંસા કરશો તો તેનાથી સામી વ્યક્તિ આનંદિત રહેવાની સાથે તેની નજરમાં તમારી ઈજ્જત વધી જશે. તમારા વ્યક્તિત્વ ઉપર પણ તેની સકારાત્મક અસર જોવા મળશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment