Friday, 3 June 2016

[amdavadis4ever] પ્રેમનું ઈંદ્રધનુષ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તે દિવસે મજૂરી કરતી વેળા શકુંતલા અચાનક ચક્કર ખાઈને પડી ગઈ. તે પછી ચાર દિવસ તે મજૂરી પર જઈ ન શકી. ગરીબી-કુપોષણ કે પછી શારીરિક નબળાઈને કારણે ૩૫ વર્ષની શકુંતલાને ભારે અશક્તિ વર્તાતી હતાં. શકુંતલા અને તેનો પતિ વડોદરા નજીકના ગામડામાં ખેતમજૂર તરીકે કામ કરતાં હતાં. ખેતમાલિક એવો ગરમ મિજાજનો હતો કે મજૂરોનું દહાડિયું કાપતાં પણ જરાય અચકાતો નહીં. ચાર ચોપડી ભણેલો શકુંતલાનો ધણી શ્યામુ પોતાની ઝૂંપડીને પાકી માટીનું ઘર કરવા માગતો હોવાથી શાહુકાર પાસેથી ૬,૦૦૦ રૂ.નું કરજ લીધું. આ વાતને દોઢ વર્ષ થઈ ગયું તે કરજનું વ્યાજ ભર્યા કરતો પણ કરજના પૈસા ઘરખર્ચમાં વપરાઈ જતા તેથી તે અકળાયેલો રહેતો.

મોટી દીકરી સોનુ ત્રણ વર્ષની થઈ અને નાનો સોમલો દોઢ વર્ષનો થયો. તેણે હજુ માનું ધાવણ છોડ્યું ન હતું. ત્રણેક સપ્તાહથી શકુંતલાને ભારે નબળાઈ વર્તાતી હતી. આ વખતે માસિક પણ થયું નહીં એટલે શકુંતલાને મનમાં ચિંતા પેઠી શું ફરી વાર મને દિવસ ચઢ્યા હશે? મજૂરીને કારણે મળતી ટૂંકી આવક - મોંઘવારી અને દુકાળના કપરા દિવસો શકુંતલા સામે મોં ફાડીને ઊભા હતા.

તે રાત્રે શ્યામુએ કહ્યું: "કાલે મજૂરીએ જજે ચાર દી થઈ ગયા. તારું દહાડિયું મળ્યું નથી.

"મને ભારે અશક્તિ લાગે છે, શરીર ધોવાઈ રહ્યું છે. હું દહાડિયું કરવા કેમ કરીને જઉં? મને લાગે છે પાછા મને દિવસ ચઢ્યા છે... શકુંતલાએ કહ્યું.

"શું કહે છે? ત્રીજું બાળક... દિવસ ચઢ્યા છે! ના... ના, હવે ના પોસાય. આ બેનું પૂરું કરી શકતાં નથી... ત્યાં ત્રીજું? બાજુવાળાં ગંગાબાને કહેજે તને ગરમ ઓસડિયું પાઈ દે... શ્યામુએ તાડૂકીને કહ્યું.

શકુંતલાનું હૈયું ભરાઈ આવ્યું, પછી મનોમન બબડી: રાત પડે ત્યારે કાં સમજતો નથી...! હવે દિવસ ચઢ્યા પછીનો ત્રાસ પણ બૈરાએ ભોગવવાનો. (એ ડોળા કાઢીને શ્યામુ સામે જોઈ રહી).

ત્યાં શ્યામુ જ બોલ્યો: "સારું... ગંગામા પાસે નહીં, આપણે ડૉક્ટરને બતાડીશું એ કોઈ ઉપાય બતાવશે. પણ... મારે હવે ત્રીજું છોકરું ના જોઈએ...

ત્યાં તો સોમલો રડવા લાગ્યો. સોનું પણ રોટલાનો ડબ્બો ફંફોસી રહી હતી. રાત્રિના આઠ વાગ્યા હતા. શકુંતલાને આંખે અંધારાં આવતાં હતાં છતાં તે ઊઠી અને સોમલાને છાતીએ વળગાડ્યો. સોમલો દાંત કરડતો માનાં સ્તન ચૂસવા લાગ્યો. સોમલાના દાંત સ્તન પર ઊઠી આવ્યા. શકુંતલાને ભારે વેદના થવા લાગી. એણે સોમલાને આઘો ખસેડી દીધો. થોડા ભાતમાં દહીં નાખીને સોમલાને કહ્યું: "લે, ખાઈ લે... પછી સોનુને એક ઢાંકણીમાં દાળ-રોટલો-ભાત ભેગા કરીને આપતાં કહ્યું: "લે, ગૂપચૂપ ખાઈ લે. હમણાં કશું જ બનાવ્યું નથી... સોનુ માની ઊંડી ઊતરી ગયેલી આંખો ભણી તાકી રહી.

શ્યામુ શેતરંજી પર બેસીને બીડી ફૂંકી રહ્યો હતો. ભૂખથી અકળાયેલા શ્યામુએ કહ્યું: "હજુ તેં ભાત રાંધ્યા નથી? જલદી કર. બે રોટલા ઘડી નાખ, બહુ ભૂખ લાગી છે... "આખો દી ઘરમાં ગુડાઈ હતી તે ટાણેસર રસોડું તો કર!

"મને અશક્તિ જણાય છે... ચક્કર આવે છે. એમાં વળી આ છોકરાં કકળાટ કરે... શું કરું? શકુંતલાએ દયામણા ચહેરે કહ્યું.

"લાવ, આ સોમલાને જરા બહાર લઈ જઉં... તું રોટલા ઘડી કાઢ. શ્યામુએ કહ્યું.

ઘરની ગલીથી જરા ડાબે ફંટાયો ત્યાં જ ડૉક્ટર સિંહા સામે જ મળ્યા.

"ડૉક્ટર, મેરી બીબી પેટસે હૈ. કલ મૈં ઉસકો દિખાને કુ આ શકતા હૂં શ્યામુએ પૂછ્યું.

"હાં... હાં... કલ સુબહ ગ્યારા બજે ડૉક્ટરે ઉત્તર આપ્યો. "મુઝે સુબહ મેં તો મજૂરી પે જાના પડતા હૈ... શામ કો છે બજે.... શ્યામુએ મુશ્કેલી બતાડી.

"અચ્છા, શામ કો છ બજે. અરે, શ્યામુ, તેરા એક બચ્ચા તો દેઢ સાલ કા હુઆ હોગા. તુરંત દૂસરા બચ્ચા નહીં કરના ચાહિયે. ડૉક્ટરે સલાહ આપતાં કહ્યું.

"ડાક્ટરસાહબ..., અભી તુમ હી કુછ ઉપાય બતાઓ પછી તેણે આંખ મીંચકારી. ડૉક્ટરે કહ્યું: અરે શ્યામુ પહેલે તો કર લેતે થે મગર... અબી તો યે સબ કાનૂની ગુનાહ માના જાતા હૈ... પહેલે તુમ બીબી કો લેકર તો આઓ... બાદ મેં સોચતે હૈ... ડૉક્ટર સાથે વાત કરતાં શ્યામુને હૈયે ધરપત વળી.

શ્યામુ ઘરે આવ્યો. એણે જોયું કે શકુંતલાએ રોટલા ઘડી રાખ્યા છે અને ચટાઈ પર સૂતાં સૂતાં કણસી રહી છે. શકુંતલાની કૃશ કાયા જોઈને શ્યામુને ઘણું દુ:ખ થયું. એણે મનોમન નિશ્ર્ચય કર્યો કે હવે શકુંતલાનું ઓપરેશન જ કરાવી લઉં એટલે બીજી વાર આવી તકલીફ ન થાય. શ્યામુ મનોમન વિચારી રહ્યો - આ સંસારની ચક્કીમાં પિસાયા વગર છૂટકો જ નથી અને આ ગરીબીમાંથી નીકળવાનો પણ કોઈ માર્ગ નથી.

બીજે દિવસે સાંજે છ વાગે શ્યામુ અને શકુંતલા ડૉ. સિંહાના દવાખાને પહોંચી ગયાં. ડૉક્ટરે શકુંતલાને તપાસી અને પછી એક્સરે મશીનથી કેટલાક ફોટા પાડ્યા. પછી તેનું નિરીક્ષણ કરતાં કહ્યું: દેખ શ્યામુ, મુઝે લગતા હૈ તુમ્હારી બીબી કે પેટ મેં દો બડી ગાંઠ હૈ... વો પેટસે નહીં હૈ. અભી યે ગાંઠ નિકાલને કે લિયે ઓપરેશન હી કરના પડેગા, નહીં તો ઉસ કે જાન કા ખતરા હૈ.

"ઓપરેશન? શહેર જાવું પડશે? કૈસા ઓપરેશન? ઔર ખર્ચ કિતના હોગા? શ્યામુએ એક સાથે પૂછ્યું.

"દેખો શ્યામુ, યે ઓપરેશન છોટી હૉસ્પિટલ યા ગાંવ મેં નહીં હો શકતા. મૈં ડૉ. મમતા અગ્રવાલ સે ફોન કરકે પૂછતા હૂં...

ઓપરેશનના નામથી ગભરાયેલી શકુંતલાએ કહ્યું: "નહીં... નહીં... મારે ઓપરેશન કરાવવું નથી. મારે શહેરમાં પણ જવું નથી. ખર્ચો પણ બહુ થાય...

શ્યામુએ કહ્યું: "ડૉક્ટર, તમે ફોન કરીને જરા પૂછી જુઓ.

ડૉ. સિંહાએ ફોન કરીને વિગત જણાવી. ફોન પૂરો કરતાં ડૉક્ટરે કહ્યું: "જુઓ, આ ઑપરેશન કરાવવા મુંબઈ જવું પડશે. ડૉ. મમતાની ત્યાં હૉસ્પિટલ છે. એ બધી વ્યવસ્થા કરશે. ત્રણ દિવસ ત્યાં રોકાવવું પડે અને ખર્ચો લગભગ ૨૫,૦૦૦ રૂ. થશે. શ્યામુ, આ ઑપરેશન તાત્કાલિક કરાવવું પડે, સમજ્યોને?

"જી ડૉક્ટર, જરા પૈસાની સગવડ થતાં જ જણાવીશ. શ્યામુએ કહ્યું. પણ મનમાં ભારે ઉચાટ હતો રૂ. ૨૫,૦૦૦ કેવી રીતે મળી શકે?

શકુંતલાએ ધીરજ બંધાવતાં કહ્યું: "તમે ચિંતા ન કરો. અમારા રમાબેન... જે ભણાવા આવે છે ને એમને પૂછીશ, એ જરૂરથી મદદ કરશે.

ગામમાં પ્રૌઢશિક્ષણ ચલાવતાં રમાબેન અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલાં હતાં. સરકારી મદદ લઈને અહીં પ્રૌઢશિક્ષણના વર્ગ તથા આરોગ્ય સુધારના કામ કરતાં હતાં. શકુંતલાએ તેમને પોતાની મુશ્કેલી જણાવી. રમાબેને કહ્યું: શકુંતલા, તમે ઉતાવળ નો કરતાં. હું સ્ત્રી રોગના નિષ્ણાત ડૉ. તૃપ્તિ દેસાઈને પૂછી જોઈશ. એમની હૉસ્પિટલ વડોદરામાં જ છે. એ રાહતદરે સારું ઑપરેશન કરશે. મુંબઈ... એવા અજાણ્યા ડૉક્ટર પાસે ન જતી.

શ્યામુએ શાહુકારને પૂછ્યું. શાહુકારે ઉધાર નાણાં આપવાની ના પાડી. "પહેલાંનું દેવું ચૂકવે પછી જ બીજાં નાણાં આપું.

બીજી તરફ રમાબેને ડૉ. તૃપ્તિ દેસાઈને મળવાનો સમય માગ્યો એટલે શ્યામુ-શકુંતલા અને રમાબેને વડોદરા જવાનું નક્કી કર્યું. શકુંતલાએ સોનુ અને સોમલાને સમજાવીને પડોશમાં રહેતાં ગંગામાને ઘરે મૂક્યાં. ચિંતાથી ઘેરાયેલી શકુંતલાને હિંમત બંધાવતાં ગંગામાને કહ્યું: "શકુંતલા, શાંતિથી જા. ભગવાન બધાં સારાં વાનાં કરશે.

"ગંગામા, આટલો બધો ખર્ચો કેવી રીતે કાઢીશ? શકુંતલાએ પૂછ્યું.

રમાબેને કહ્યું: "શકુંતલા, તું પૈસાની ચિંતા ન કર. અમારા એક વડીલ મિત્ર છે ચંદુભાઈ શુકલ. તેઓ એક ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તે આપણને મદદ કરશે.

શ્યામુના ચિંતાગ્રસ્ત ચહેરા પર હળવું સ્મિત લહેરાયું.

વડોદરાની હૉસ્પિટલમાં ડૉ. તૃપ્તિ દેસાઈ સાથે બાળરોગનાં તજજ્ઞ ડૉ. પ્રેમા યાજ્ઞિકે શકુંતલાને તપાસી. પછી પરિસ્થિતિ સમજાવતાં કહ્યું: "શકુંતલા, તને કોણે કહ્યું કે તારા પેટમાં ગાંઠ છે? તને કોણે કહ્યું કે તું સગર્ભા છે? જો, એવું કશું જ નથી. તારી ગર્ભનળી પર સોજો આવી ગયો છે અને તારો ઋતુકાળ પંદર દિવસ ઠેલાઈ ગયો છે. હવે આમાં કોઈ ઑપરેશન કરવાની જરૂર નથી. આ દવા લખી આપું છું. ત્રણ અઠવાડિયાંમાં ફરક પડશે, પણ તારે દૂધ, ફળ, શાકભાજી, કઠોળ બધો પોષણયુક્ત ખોરાક લેવો પડશે અને પાણી ઉકાળીને પીવાનું.

"પણ... પેલા ડૉક્ટરે તો પચીસ હજાર રૂપિયા માગ્યા અને કહ્યું કે ઑપરેશન નહીં કરાવો તો જાનનું જોખમ છે. શકુંતલાએ પૂછયું.

"કેટલાક લેભાગુ ડૉક્ટરો ગામડાની ભોળી-નિરક્ષર પ્રજાને આ રીતે ખોટા માર્ગે દોરતા હોય છે. તમારે સાવધાન રહેવું જોઈએ. ડૉ. તૃપ્તિએ કહ્યું.

"ડૉક્ટરસાહિબા, તમારો ખૂબ આભાર. મારી શકુંતલાને તમે બચાવી લીધી. નહીં તો પેલા ડૉક્ટર... કારણ વગર એનું ઓપરેશન કરી નાખત, શ્યામુએ કહ્યું.

ને, શ્યામુ અને શકુંતલાની આંખોમાં પ્રેમનું ઈન્દ્રધનુષ રચાયું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment