Friday, 3 June 2016

[amdavadis4ever] નિવૃત્તિ પછીની પ ્રવૃત્તિ ને પોંખો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવનની ગાડીનાં બે પૈડાં નિયમિત ફરતા રહેતા હોય છે. આજકાલ પતિ પત્ની બંને જુદા જુદા ક્ષેત્રમાં નોકરી કરતા હોય છે. એક સમય એવો પણ આવે છે જ્યારે ગાડી થાકી જાય છે. અચાનક બધું બદલાઈ જાય છે. દીર્ઘ કારકિર્દી પછી મહિલાઓ સેવા નિવૃત્ત થાય છે. તેમને ઘરે ગમતું નથી. કયાંય જવાનું નહીં, ક્યાંય આવવાનું નહીં. આખો દિવસ ઘરમાં રહેવાથી તેમનું મન વિચારોના ચકરાવે ચડી જાય છે. 

આવી મહિલાઓને અચાનક એવું લાગવા માંડે છે કે તેની પોતીકી ઓળખ ખોવાઈ ગઈ છે. તેના અસ્તિત્વને જોખમ છે. અચાનક પોતાના માનસન્માન ઘટી ગયા હોવાની લાગણી થાય છે. સ્વતંત્રપણે વિહરવાની ઝંખના વર્ષોથી કરતા આવ્યા હો તે અચાનક સજા જેવી લાગવા માંડે છે. નિવૃત્તિ લેનારને પોતાના જ ઘરમાં એકલતા સાલવા લાગે છે. 

બસ, આટલી જ વાત હોય તો ગભરાવાની જરાય જરૂર નથી. કારણ કે ઉંમરનો આ એક એવો તબક્કો છે જેનો સામનો કરવો જ પડે છે. 

મનોવિજ્ઞાનીના કહેવા પ્રમાણે કોઈપણ મહિલા સ્વૈચ્છિક નિવૃત્તિ લે કે પછી દીર્ઘ સેવા આપ્યા પછી લે તેનામાં 'એમ્પટિનેસ સિન્ડ્રોમ'ના લક્ષણ જોવા મળે છે. એનો સાદો અર્થ અચાનક એકલતાની લાગણી થયા કરે. આવી માનસિક અવસ્થાને હતાશા તો ન કહી શકાય પણ આમ જોવા જઈએ તો તે હતાશાની લાગણીની નજીક છે. 

હજુ પાંચ વર્ષ પહેલાં ઈલેક્ટ્રિસિટીની કંપનીમાંથી નિવૃત્ત થયેલાં અર્ચના શુક્લ કહે છે કે નિવૃત્ત થઈ ત્યારે શરૂઆતમાં ઘરમાં ગમતું નહોતું. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ પતાવીને ઑફિસે જવાનું તો રહેતું નહોતું. વિચાર કરતાં લાગ્યું કે રૂટિન બદલવું પડશે. નવા રૂટિનમાં મારી જાતને ઢાળતા એક વર્ષ લાગી ગયું. પાડોશમાં રહેતા વિદ્યાર્થીઓને રોજ સવાર-સાંજ ટ્યૂશન આપવાનું શરૂ કરી દીધું એટલે સમય પસાર થવા લાગ્યો. આવી પરિસ્થિતિમાં પોતાની જાત સાથે કદી જબરદસ્તી કરવી ન જોઈએ. પોતાની જાતને પૂરતો સમય આપવો જોઈએ. ધીરે-ધીરે નવી પરિસ્થિતિ સાથે પોતાની જાતને એડજસ્ટ કરી શકશો. 

બીજું એક ઉદાહરણ રમા બહેનનું છે. તેઓ કહે છે કે રિટાયર થયા પછી મને ક્યારેય મુશ્કેલી નથી પડી. સકારાત્મક વિચાર કરવા જોઈએ. મને લાગે છે કે બધો આધાર વ્યક્તિના પોતા પર છે. મને ખબર હતી કે રિટાયરમેંટને કેટલા વર્ષ બાકી છે એટલે એ પ્રમાણે પ્લાનિંગ કર્યું હતું. મારા માટે એ અચાનક આવેલું પરિવર્તન તો નહોતું. મારી કારકિર્દીના વર્ષોમાં જે કંઈ શીખવા મળ્યું એનો જીવનમાં ઉપયોગ કર્યો. આજે મારો પૈાત્ર અને પૌત્રી પોતપોતાના જીવનમાં સ્થિર થઈ ગયા છે. અત્યાધુનિક ટૅકનોલોજી શીખીને વૉટ્સઍપ પર મિત્રો બનાવીને તેમની સાથે વાતચીત કરું છું. જૂની સહેલીઓ સાથે મહિને એકવાર પિકનિક કે પછી વીસેક દિવસના કુદરતી સૌંદર્યવાળા સ્થળોએ પ્રવાસ કરું છું. આ ઉપરાંત અગિયારસે ભજન કીર્તનમાં જાઉં છું. હું માનું છું કે અધ્યાત્મ મને જીવનની દરેક કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપે છે.

રિટાયરમેંટ માટે શું કરશો ? 

રમા બહેને પહેલેથી રિટાયરમેંટ પ્લાન બનાવ્યો હોવાથી તેઓ હવે આરામથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં છે. 

આજે જીવનશૈલી અને સામાજિક રચનામાં પરિવર્તન આવ્યું હોવાથી દરેકે પોતાના વિચારમાં પરિવર્તન લાવવું રહ્યું. 

ઘણાં પરિવારમાં એવું બને છે કે રિટાયરમેંટ પછી તમારા પુત્ર અને વહુ કે પૌત્ર-પૈૈાત્રી કે દોહિત્ર-દોહિત્રી વ્યસ્ત રહેતા હોય તો તમારી સાથે પૂરતો સમય ન વીતાવી શકે. એમાં ખરાબ લગાડવાને બદલે તમે પોતે તેમની રજાના દિવસે થોડો સમય ગાળી શકો. હંમેશાં એક વાત યાદ રાખો કે તમે જીવનમાં જે પણ પગલું ભરો તે તમારા પોતા માટે હોવું જોઈએ. પરિવારના સભ્યો માટે કદી નિર્ણય ન લેવો. એમ કરશો તો અળખામણા બની જશો. કહેવાનું તાત્પર્ય એ છે કે તમારે સ્વૈચ્છિક રીતે નોકરી છોડવી હોય તો છોડો, પણ પછી બાળકો અથવા પતિને તમારી વધુ જરૂર છે એ માટે નોકરી છોડી એવું કહેતા ફરશો તો એવું બની શકે કે પરિવારના સભ્યો એવું ઈચ્છતા ન પણ હોય. બીજી એક મહત્ત્વની વાત એ છે કે આત્મનિર્ભર માતા પોતાના સંતાનોને પણ આત્મનિર્ભર બનાવે જ. તો પછી નિવૃત્તિ લીધા પછી એવું વિચારવું કે તમારા સંતાન દરેક બાબતે તમને પૂછીને જ નિર્ણય લે એ તમારી જ ભૂલ ગણાશે. પરિવર્તન તમારા જીવનમાં આવ્યું છે. પરિવારના સભ્યોના જીવનમાં નહીં. માટે જે કંઈ બોલો કે કરો તે સમજીવિચારીને કરવાનું હિતાવહ છે.

તમે તમારા પોતા માટે સમય ફાળવો, સકારાત્મક વિચારો કરીને એ પ્રમાણે અમલ કરો. 

ખાલીપાની લાગણીને જાકારો આપવા શું કરશો? 

આવી લાગણીને જાકારો આપવા માત્ર સાત મુદ્દા ધ્યાનમાં રાખવા. 

(૧) સરકારી નોકરી કરતા હો કે ખાનગી કંપનીમાં નોકરી કરતા હો, રિટાયર થવાના બે થી ત્રણ વર્ષ પહેલાં પોતાની જાતને તૈયાર કરો. 

(૨) નિવૃત્તિ બાદનો સમય જીવનની બીજી ઈનિંગની ઝમકદાર શરૂઆત કરો. યાદ રાખો નિવૃત્તિ બાદની પ્રવૃત્તિ તમને સુખચેન આપી શકે તેવી કરવી જોઈએ. બચપણમાં તમે જે શોખ પૂરા કરી શક્યા ન હો તે પૂર્ણ કરવા તમારા જીવનસાથી અને સહેલીઓની મદદ લઈ શકો. 

(૩)વીતેલા સમયની યાદમાં ખોવાઈ જઈને તમારી આજને દાવ પર ન લગાવો. તમારા અસ્તિત્વને સારાં કામ સાથે જોડો. 

(૪) સામાજિક સંબંધ કેળવો. મિત્રો બનાવો. કોઈ ક્લબમાં જોડાવ. 

(૫) રોજની દિનચર્યા પતાવીને ખુદને કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રાખો. જેમ કે બાળકોને ટ્યૂશન આપવું, સંગીત અથવા બીજી મનગમતી હૉબી અપનાવીને સુખદ સમય ગાળો. 

(૬)એકલવાયાપણાની લાગણી બદલ બીજા કોઈને દોષ આપવાને બદલે બીજાની વ્યસ્તતાને સમજવાનો પ્રયાસ કરવાનું તમારા અને સામી વ્યક્તિના હિતમાં છે. 

(૭) કોઈ માનદ્ સંસ્થામાં જોડાઈને તમારી ઉંમરની વ્યક્તિના સુખદુ:ખના સાથી બનો. તેમને કોઈ તકલીફ હોય તો બનતી મદદ કરો. પછી જુઓ તમને કેટલો હાશકારો થાય છે. 

આટલું કર્યા પછી પણ જો તમારી માનસિક પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો ન હોય તો એકાદવાર સાઈકોલોજિસ્ટની એપોઈન્ટમેન્ટ લઈને તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરવાથી તમને માર્ગ મળી જશે. 

તમારી જિંદગી સકારાત્મક વિચારો સાથે જોડાયેલી છે. આવો વિચાર હંમેશાં કરો અને વિચારોની પાંખ ફફડાવીને સકારાત્મકતાની હવામાં તમારા પોતાના આકાશમાં મનભરીને ઉડ્યા જ કરો. પછી જુઓ જીવન કેવું હર્યુંભર્યું લાગે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment