Friday, 3 June 2016

[amdavadis4ever] જીવનમાં શાંતિ ઈચ્છતા હોવ તો બનાવો એક રૂલ બ ુક N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવનમાં શાંતિ ઈચ્છતા હોવ તો બનાવો એક રૂલ બુક
સ્ટોરી 1: વિકાસ એ સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જેે હંમેશા શહેર અને ગામની બહાર રહે છે. તેનો મૂળ વ્યવસાય જ ધુમ્મકડી છે અને તેના સંતાનો સ્કૂલ જવાની જગ્યાએ ઘેટા-બકરા ચરાવે છે. જેમ-જેમ શહેર પોતાની હદ વધારે છે, આ લોકો પણ વિના કોઇ વિરોધે પાછળ હટી જાય છે. આ સમુદાયનું નામ છે ધનગર અને પરંપરાગત રીત આ લોકો ઘેટાં પાળવાનું કામ કરે છે. મહારાષ્ટ્રમાં તેમની વસ્તી સૌથી વધારે છે. એક મોટી ધારણા અનુસાર તેમની વસ્તી એક કરોડથી વધારે છે. આ જ સમુદાયમાં સેન્ટ્રલ એક્સાઇઝમાં કામ કરનાર પિતાએ કોઇ રીતે વિકાસને એમબીબીએસનો અભ્યાસ કરાવ્યો. પછી ઑમ્થેમોલૉજીમાં માસ્ટર્સની ડિગ્રી લેવામાં પણ મદદ કરી. તે નાગપુરના બહારના વિસ્તારમાં રહેતા હતા, માટે પોતાના ઘરના આંગણામાં ક્લીનિક ખોલી લીધું, પરંતુ તેમની ચિંતા એ પણ હતી કે કઇ રીતે દર્દી તેમના સુધી પહોંચે.  
તેમણે એકલા જ એક દિવસમાં 20 સર્જરી કરી અને હમણા સુધી એક લાખથી વધારે સર્જીરી કરી ચૂક્યાં છે. તેના સિવાય તે નેત્ર-વિજ્ઞાનના યુવા ડૉક્ટર્સને પણ કામમાં નિપુણ બનવા માટે મદદ કરી રહ્યાં છે. આજે તે ચેરિટેબલ હોસ્પિટલ ચલાવે છે અને જરુરિયાતમંદોની સર્જીરી ફ્રીમાં કરે છે, પરંતુ તે માટે તેમણે ક્યારેય કોઇ પ્રકારની પ્રશંસા કે સ્વીકૃતિની અપેક્ષા રાખી નથી. પરંતુ ગરીબોની મદદના કામમાં અંતે તેમણે પદ્મશ્રીના અંલકારથી સન્માનિત થવાનું ગૌરવ મેળવ્યું. મળો ડૉક્ટર વિકાસ મહાત્મેથી, જે હવે 63 વર્ષના થઇ ચૂક્યા છે અને આ વર્ષે રાજ્યસભા માટે નામાંકનથી તે સંસદમાં પહોંચનારા પોતાના સમુદાયના પહેલા વ્યક્તિ બની જશે. તેમની રુલબુક કહે છે કે સમુદાય માટે, આરક્ષણ માટે સંઘર્ષ કરવાની જગ્યાએ જ્યારે તે સંસદમાં નહીં હોય તો આંખોની સર્જરી સાલુ રાખશે.
સ્ટોરી 2 : મુંબઈના નજીક કલ્યાણ રેવલે સ્ટેશન ઉપર સવારે 6:50 વાગ્યે પ્લટફોર્મ નંબર-1 ઉપર ગીતા દેશમુખ અને સંગીતા ભિડે જઇ રહ્યાં હતા. બંને સ્ત્રીઓ, સ્ત્રીઓની ફર્સ્ટ ક્લાસની બોગી પાસે જઇને રોકાઇ. બે મિનિટ પછી વધુ એક સ્ત્રી તે જ બોગી પાસે આવીને અટકી અને તેમની પાછળ ઊભી રહી ગઇ. સાત મિનિટમાં જ આ લાઇનમાં 17 લોકો આવી ગયા. 7.05 વાગ્યે જ્યારે ખાલી  ટ્રેન ત્યાં પહોંચી ત્યારે 45 લોકો લાઇનમાં હતા.આ અસામાન્ય દ્રશ્ય હતું જે સામાન્ય રીતે જોવા મળતું નથી. એટ લીસ્ટ, રેલવે સ્ટેશન ઉપર તો આવું શક્ય જ નથી.ત્યાં ન કોઈ પોલિસકર્મચારી હતા, અને ન કોઈ સીસીટીવી કેમેરા. તો પણ બધા-45 મુસાફરો એક પાછળ એક લાઇનમાં આગળ વધ્યા, ન કોઇએ કોઇનેકોણી મારી અને ન કોઇ ખેંચતાણ થઇ કે ધક્કામુકી થઇ.
બોર્ડિંગની પ્રક્રિયા એક મિનિટ સાત સેકન્ડમાં પૂરી થઇ ગઇ. કોઈ પણ વ્યક્તિ એવી નહતી કે જે સીટમાટે લડી રહી હોય. સ્ત્રીઓએ જે શિષ્ટાચાર બતાવ્યો તેનાથી લાગ્યું કે તમે વિદેશની કોઈ જગ્યા ઉપર છો. જો કે, લાઇનમાં ઊભા રહેવાની આ વ્યવસ્થા આપોઆપ શરુ થઇ ગઇ હતી. સમયની સાથે સ્ત્રી મુસાફરોએ તેને રેગ્યુલર સિસ્ટમનું રૂપ આપી દીધું. આ સૌજન્ય પાછલા એક વર્ષથી ચાલુ છે.  કેમ કે નિયમિત મુસાફર ઇચ્છે છે કે દિવસની શરુઆત વિના કોઈ ઝઘડા કે નાખુશીથી થાય. જો કે, આ સિસ્ટમ બધા સ્ટેશન ઉપર શક્ય નથી. પરંતુ તે સ્ટેશનો ઉપર તો થઇ જ શકે છે, જ્યાંથી ટ્રેન ચાલે છે. આ દ્રશ્યથી વિપરીત નજીકના જ ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં મુસાફર આ જ પ્રકારના ખાલી કમ્પાર્ટમેન્ટમાં 20 સેકન્ડથી પણ ઓછા સમયમાં ચડી ગયા અને ત્યાં બે ઝઘડા થઇ રહ્યાં હતા, કોણ પહેલા આવ્યું અને બહારના લોકો વિવાદ ઉકેલી રહ્યાં હતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment