Friday, 13 May 2016

[amdavadis4ever] અમેરિકન: ઓરિજિનલ અને અધૂરા

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમેરિકન: ઓરિજિનલ અને અધૂરા
 
 

બ્લુ બુક - કાજલ ઓઝા - વૈદ્ય

 
"હની! પ્લીઝ ડિશીઝ કરી નાખને... ટીવી જોઈ રહેલા હસમુખને આ સાંભળીને જ ચીડ ચડી ગઈ. બાજુમાં બેઠેલી એની મમ્મી તરફ એનાથી અનાયાસે જોવાઈ ગયું, "હું બહુ થાકી જાઉં છું. કહીને બેલા બહાર આવી ગઈ. હસમુખને ખબર હતી કે હવે ડિશીઝ કરવી જ પડશે. એ પોતાની જાતને હૅરી તરીકે ઓળખાવે, પાંચ પાંચ મોટેલ ચલાવે એ બધું સાચું, પણ અમેરિકામાં રહેવાની સૌથી મોટી અને પહેલી શરત એ છે કે, ઘરકામમાં મદદ કરવી જ પડે.
"કંઈ કામ નથી, બેસ તું. હસમુખ ઉર્ફે હૅરીનાં બાએ છણકો કર્યો, "બૅન્કમાં કામ કરવામાં વળી થાકી શેનું જવાય?
"જે કામ કરેને એને જ ખબર પડે... કહીને બેલાએ હસમુખ તરફ જોયું, "જે આખો દિવસ બેસીને ટીવી જુએ એને ના સમજાય.
"હું આખો દિવસ ટીવી જોઉં છું? મેનાબહેન બગડ્યાં, "આ દેશમાં માણસ બીજું કરે શું? ચાર ડગલાં ચાલીને ક્યાંય જવાય નહીં. અડોશ-પડોશમાં કોઈની સાથે સંબંધ નહીં. બળ્યું! તમારાં છોકરાં રાખવાના છે એટલે પડી છું અહીં. બાકી મારી પાસે ગામમાં ઘર છે ને તમારા બાપા એટલું મૂકતા ગયા છે કે મારે તમારી પાસે હાથ ના લંબાવવો પડે.
"ખરી વાત છે... બેલાએ જોરથી કહ્યું, "મારે જ ગરજ છે તમારી.
હસમુખને ખબર હતી કે હવે આ ચર્ચા બે-ચાર વાક્યો પછી ઉગ્ર દલીલમાં ને પછી ઝઘડામાં પલટાઈ જવાની હતી. આ રોજનું હતું. એક યા બીજા બહાને બેલા અને મેનાબહેન ઝઘડતાં રહેતાં...
અમેરિકામાં રહેતા મોટા ભાગના પરિવારો આ અને આવી કેટલીયે સમસ્યાઓમાંથી પસાર થાય છે. ભારતમાં રહેતા લોકોને ડૉલર વિશે વિચારતા એકના સાંઠ થતા દેખાય છે, પરંતુ એની સાથે જોડાયેલા ઘણા બધા સવાલો વિશે આપણે સૌ ત્યાં સુધી અજાણ છીએ, જ્યાં સુધી એ દેશમાં જઈને વસવાનો નિર્ણય ના કરીએ.
અમેરિકા પાસે બે ચહેરા છે. એક વિઝિટર્સ માટે ને બીજો ઇમિગ્રન્ટ્સ માટે. વિઝિટર્સને અમેરિકા એક સુવ્યવસ્થિત ગોઠવાયેલો દેશ, સગવડોથી ભરપૂર અને શોપિંગનું પેરેડાઇઝ દેખાય છે. જ્યારે માઇગ્રેટ થઈને ગયેલો ગુજરાતી ડિશીઝ અને વેક્યુમ કરતો થઈ જાય છે. લૉન્ડ્રી અને ડ્રાયર, ગ્રોઝરી અને લોન મોવિંગ એને માટે અનિવાર્ય આવડત બનતી જાય છે. જે પેઢીના પુરુષો ત્યાં જ જન્મ્યા એમને આની સામે બહુ વિરોધ નથી, કારણ કે એમણે એ જ દેશનું પાણી પીધું છે. ત્યાંની જ હવામાં પહેલો શ્ર્વાસ લીધો છે, પરંતુ જે લોકો અહીંથી બે-ત્રણ દાયકા પહેલાં ત્યાં ગયા છે એ લોકો માટે અમેરિકા આજે પણ પૈસા કમાવાનો દેશ છે, એની સાથે જોડાયેલી બધી સમસ્યાઓને ત્યાંના ગુજરાતી પુરુષો સ્વીકારે છે - કમને!
ગુજરાતી દીકરો ઘરમાં જાતે પાણી પણ ભરતો નથી. ભારતમાં વસતા લગભગ તમામ પરિવારો મધ્યમ વર્ગથી સહેજ ઉપર હોય એટલે મોટા ભાગનાં ઘરોમાં કપડાં, વાસણ અને કચરા-પોતાં માટે માણસ હોય, ન હોય તો એ જવાબદારી 'મમ્મી' ઉપાડે. બહેન મોટી થવા લાગે એટલે એણે મમ્મીને મદદ કરાવવી જરૂરી છે, પણ મોટા થતા દીકરાને ક્યારેય ઘરમાં ડોમેસ્ટિક કામ કરવાનું સોંપવામાં આવતું નથી. કેટલાંક ઘરોમાં તો દીકરો મદદ કરવા આવે તો પણ એને ચોખ્ખી ના પાડીને દૂર ભગાડી દેવામાં આવે છે. રસોઈ કે બીજાં ઘરકામ શીખવવું એ જાણે શરમજનક બાબત હોય એમ મોટા ભાગની ગુજરાતી મમ્મીઓ દીકરાને આવાં બધાં કામથી દૂર જ રાખે છે. આ જ દીકરાઓને અમેરિકા ભણવા જવું છે, ભણતા ભણતા જો લાલ અને ભૂરા ઝંડાની માયા લાગી જાય તો ત્યાં જ વસી જવું છે. ત્યાં વસી જવા માટે સહેલો રસ્તો અમેરિકન પાસપોર્ટ હૉલ્ડર સાથે લગ્ન કરવાનો છે.
મજાની વાત એ છે કે અમેરિકન પાસપોર્ટ હૉલ્ડર છોકરાઓ લગ્ન કરવા માટે વતનની દીકરી પસંદ કરે છે, જ્યારે અમેરિકન પાસપોર્ટ હૉલ્ડર છોકરીઓ અમેરિકા વસવા માગતા ગુજ્જુ ગગાઓને સૌથી યોગ્ય મુરતિયા માને છે! આ છોકરાઓ અમેરિકન પાસપોર્ટ હૉલ્ડર છોકરી સાથે લગ્ન તો કરે છે, પરંતુ અમેરિકામાં ઉછરેલી, અમેરિકન વિચાર-વ્યવહાર અને વો ધરાવતી છોકરી એમને ધીમે ધીમે આકરી અને અઘરી પડવા માંડે છે. ગુણિયલ ગુજ્જુ છોકરીઓ આવા યુ.એસ. પાસપોર્ટના આશિક અને વાંચ્છુક સાથે લગ્ન તો કરે છે, પણ વીસ-બાવીસ વરસ સુધી જેણે હાથે પાણી પણ નથી પીધું એવા છોકરાની માન્યતાઓ અને વર્તન આ છોકરીઓને કઠવા લાગે છે.
જેને પોતે ડૉલર ગણતા શીખવાડ્યું એવા આ ગુજ્જુ દીકરાઓની મમ્મીઓ અમેરિકા આવીને એમને રોકે કે ટોકે, સલાહ આપે કે પૂછપરછ કરે એ સહેજ પણ સ્વીકાર્ય નથી હોતું આવી છોકરીઓને... ને એમાંથી ઘેર ઘેર માટીના ચૂલા ઊભા થાય છે. અમેરિકન છોકરીઓ કુકિંગ રેન્જમાં કે ઇલેક્ટ્રિક હોટ પ્લૅટ પર રાંધતી હોય એથી આ માટીના ચૂલામાંથી કાંકરીયે ખરતી નથી, બલકે આવા ચૂલાઓ રોજ ધગધગે છે.
મહત્ત્વની વાત એ છે કે ભારતીય પુરુષનો ઉછેર આજે પણ ખૂબ લાડમાં અને પ્રમાણમાં દીકરી કરતાં જુદી રીતે કરવામાં આવે છે. ભારતીય (ખાસ કરીને ગુજરાતી) દીકરીઓને સાસરે જઈને કેવી રીતે વર્તવું, કેટલું એડ્જસ્ટમેન્ટ કરવું અને કઈ રીતે સહન કરવું એ શીખવવામાં આવે છે, કારણ કે દીકરીઓ સાસરે જશે એવી માન્યતા મોટા ભાગનાં માતા-પિતાને હોય છે.
જ્યારે દીકરાએ સાસરે જવું પડે ત્યારે એણે કઈ રીતે વર્તવું, કઈ રીતે ચલાવી લેવું, કઈ રીતે ગમશે, ફાવશે, ચાલશે ને ભાવશેને પોતાનો જીવનમંત્ર બનાવવો એ એમને એમના ઉછેરમાં શીખવવામાં આવતું નથી. મોટા ભાગની ગુજ્જુ મમ્મીઓ વહુને પોતાને ઘેર લાવવાનાં સપનાં જુએ છે. પોતે વહુના ઘેર જવું પડે તો શું થાય એવું તો એમણે વિચાર્યું જ નથી. અહીંથી સમસ્યા શરૂ થાય છે. ગુજ્જુ દીકરાઓ અને ગુજ્જુ મમ્મીઓ ટીમઅપ થાય છે અને સામે છેડે એકના સાંઠ કરતી અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી છોકરી છે, આ યુદ્ધમાં બહુ સ્વાભાવિક રીતે ગુજરાતી મમ્મી અને દીકરો પહોંચી વળતાં નથી. પાસપોર્ટ ના મળે ત્યાં સુધી તો ટકવું જ પડે એટલું નક્કી છે ને પાસપોર્ટ મળે પછી છૂટાછેડા થાય તો શું ચૂકવવું પડે એની અમેરિકન છોકરીને ખબર છે. ત્યાં સુધીમાં સંતાનો જન્મી જાય છે એટલે સંસ્કાર અથવા સમાજના ભય હેઠળ આ લોકો છૂટા નથી પડતા, સાથે જીવે છે - એક ઘરમાં રહે છે, પરંતુ એમનાં જીવન નોખાં છે. અમેરિકન પત્ની જો રસોઈ કરે તો ડિશીઝ પતિએ કરવાની છે. વૉશિંગ મશીનમાં મૂક્તા પહેલાં ડિશને રિન્ઝ કરવાની, થઈ જાય એટલે બહાર કાઢીને ગોઠવવાની... આમ જુઓ તો કામ બહુ અઘરું નથી, પરંતુ એમાં જ્યારે ઇગો પ્રોબ્લેમ થાય ત્યારે એ કામ જીવન-મરણનો સવાલ બની જાય છે. ગુજરાતી મમ્મી દીકરાના બાળકને રાખવા આવી છે, પણ એને રસોડાની સ્વતંત્રતા નથી. ટીવીની ચૅનલ અને વૉલ્યુમ પુત્રવધૂની મરજી પ્રમાણે બદલાય છે. ફાઇનાન્શિયલ અને પાસપોર્ટ ક્ધટ્રોલ વહુના હાથમાં છે ને એટલું ઓછું હોય એમ દીકરો
પણ વહુના રિમોટ પર ચાલે છે. આ બધાને કારણે ત્યાં રહેવું અઘરું છે ને પાછા જવું એથીયે અઘરું છે.
અમેરિકામાં વસતો ગુજરાતી પુરુષ ડૉલર ગણે છે ને આવકને રૂપિયામાં ક્ધવર્ટ કરીને હરખાય છે. મોટેલ, હોટેલ, સબ વૅ, ડન્કિન, લીકર સ્ટોર, ઇન્ડિયન ગ્રોસરી અને પેટ્રોલ સ્ટેશનના ધંધા રોકડિયા છે ખરા, પરંતુ એની સાથે સાથે એમાં જાત મહેનત વધુ છે. છોકરાંઓને એની મમ્મી રાખે ત્યારે ગામથી આવેલી મમ્મી ક્યારેક મોટેલની ચાદર બદલે કે લીકર સ્ટોર પર - ગ્રોસરી સ્ટોર પર કેશ રજિસ્ટર સંભાળે એવી પણ અમેરિકન વહુની અપેક્ષા હોય છે. મેનેજરનો કે હાઉસકીપિંગનો પગાર બચાવવાનો ગુજરાતી સ્વભાવ અમેરિકા રહ્યા પછી પણ છૂટતો નથી...
એકના સાંઠ કરવામાં સ્વમાન, સ્વતંત્રતા અને સમજણ સાંઠમાંથી ઝીરો થઈ રહી છે એવી ફરિયાદ ડૉલરિયા દેશમાં ગયેલો પુરુષ કરે છે, પરંતુ એ જ લોકો જ્યારે ઇન્ડિયા આવે ત્યારે પોતાની સુખ, સગવડ અને સમજદારીનું પ્રદર્શન એમને માટે ગૌરવગાન બની રહે છે.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment