Friday, 13 May 2016

[amdavadis4ever] ફ્રિલવાળા શર્ટ પહેરીને હટકે લૂક મેળવો - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફ્રિલવાળા શર્ટ પહેરીને હટકે લૂક મેળવો
 
 
ફેશન - મેધા રાજ્યગુરુ
 

મૉમ-ડૅડ આજે પાર્ટીમાં જવાનું છે, ઘરે આવતા મોડું થશે. મારું ફ્રિલવાળું નવું શર્ટ મળતું નથી. ક્યાં રાખ્યું છે? આવા સવાલ-જવાબ દરેક કુટુંબમાં સામાન્ય બની ગયા છે. માતા-પિતા બંને વ્યવસાયમાં વ્યસ્ત હોય ત્યારે યુવાનો

અભ્યાસની સાથે મિત્રો સાથે પાર્ટીમાં વ્યસ્ત બને તે સ્વાભાવિક છે.

થોડાં વર્ષો પહેલાં બાળપણમાં ફ્રિલવાળા ઝભલાં પહેરાવીને માતા બાળકોને સજાવતી હતી. યુવાનો આધુનિક લૂક મેળવવા ફ્રિલવાળા શર્ટ પહેરીને પાર્ટીમાં જવાનું પસંદ કરે છે. મિત્રો સાથે પિકનિકમાં ગયા હો ત્યારે પણ ફ્રિલવાળું શર્ટ પહેરી શકાય છે. યુવાનોમાં આજકાલ લાંબા વાળને રાખવાની ફેશન જોવા મળે છે. લાંબા વાળ મુખ્યત્વે સાધુ-બાવાના જોવા મળતા હોય છે. સમયના બદલાવની સાથે લાંબા વાળ ને ખુલ્લા રાખવામાં આવે છે. તો ગરમીમાં ક્યારેક તેનું 'મૅનબન' બનાવવામાં આવે છે. સમાજમાં ફેશનનું અનુકરણ કરવું દરેકને પસંદ હોય છે. તેમાં પણ કોઈ સેલિબ્રિટી કે ફિલ્મી હીરો-હીરોઈનો જેવાં કપડાં અને હેરસ્ટાઈલ કરવી દરેક વયની વ્યક્તિને ઘેલછા હોય છે. આ શર્ટ પહેરવાની ફેશન ૭૦ના દાયકામાં ડિસ્કો કલબમાં જતા યુવાનો દ્વારા શરૂ થઈ હતી.

રૉકસ્ટાર પ્રિન્સ દ્વારા સોનેરી શર્ટ અને તેમાં પાછી ફ્રિલ કરાવી હોય તેવા શર્ટની ફેશન જોવા મળી હતી. ૭૦ના દાયકામાં ફ્રિલ કે ઝૂલવાળા શર્ટ પહેરવાની ફેશન પૂરજોશમાં હતી. હાલમાં તે ફેશન પાછી જોવા મળે છે. તેનું મુખ્ય કારણ લાંબાવાળ મુખ્યત્વે યુવતીઓમાં જોવા મળે છે. યુવતીઓનું આધિપત્ય તોડવાનું કામ યુવાનો વાળ વધારીને કરે છે. તો ફ્રિલ કે ઝૂલની ફેશન મુખ્યત્વે યુવતીઓના વિવિધ ડ્રેસમાં જોવા મળે છે. સાડી બ્લાઉઝ હોય, પંજાબી કુર્તો હોય, વેસ્ટર્ન ટોપ હોય વિવિધ આકારની ફ્રિલ કે ઝૂલ પસંદ કરવામાં આવે છે. બસ આવી જ રીતે ખાસ પાર્ટી કે લગ્ન સમારંભમાં જવાનું થાય ત્યારે કોલરમાં કે શર્ટના બટન હોય ત્યાં અડધે સુધી ખાસ ફ્રિલ કરાવવામાં આવે છે. ફ્રિલવાળા શર્ટમાં પણ અનેક ડિઝાઈન કરાવી શકાય છે. જેમ કે શર્ટમાં મોટી ફ્રિલ કરાવવી. કે ગળાના કે કૉલરના ભાગમાં નાની ફ્રિલ કરાવી શકાય છે. ક્યારેક એકદમ ઝીણી ફ્રિલની પણ પસંદગી કરવામાં આવે છે.

--------------------------

ફ્રિલ કરાવતી વખતે શું ધ્યાન રાખવું?

ક શર્ટમાં ફ્રિલ કરાવો ત્યારે અડધા શર્ટમાં એટલે કે ચાર બટન સુધી જ ફ્રિલ કરાવવી.

ક જેવી ફ્રિલ આગળના ભાગમાં હોય તેવી જ ફ્રિલ બાંયમાં પણ કરાવી શકાય છે. જે શર્ટને એલિગન્ટ લૂક આપે છે.

ક હાફ ટોપમાં પણ ગળામાં ફ્રિલ આકર્ષક લાગે છે.

ક સ્કાય બ્લ્યુ , બેબી પિંક, લાઈટ ગ્રે કે ગોલ્ડન યલો, પ્યોર વ્હાઈટ, બ્લેક રંગમાં ફ્રિલ આકર્ષક લાગે છે.

ક ફ્રિલવાળું શર્ટ પહેર્યું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે શર્ટના બટન બહાર દેખાય નહીં.

ક સ્લીવમાં ફ્રિલની સાથે મેચિંગ રંગના બટન લેવા. જે થોડા મોટા હોય તો આકર્ષક લાગે છે. કફલિંક પણ સ્લીવમાં ફ્રિલ હોય તો શોભી ઊઠે છે.

ક 'ફ્રેન્ચ કફ રફલ' કે ફ્રિલવાળું શર્ટ પહેરવાથી તમે આકર્ષક લૂક મેળવી શકો છો.

ફ્રિલવાળું શર્ટ પહેરનાર વ્યક્તિ તેના આકર્ષક લૂક થકી ભવ્ય દેખાવ મેળવી તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવી શકો છો.

ક ફૂલ સ્લીવમાં ફ્રિલ વધુ આકર્ષક દેખાય છે. બહુ મોટી ફ્રિલ પસંદ ન હોય તો ઝીણી ફ્રિલ પણ કરાવી શકાય છે. વચમાં ફ્રિલ અને આજુબાજુ નાનું સ્ટિચિંગ કરાવીને નવી ડિઝાઈન પણ બનાવી શકાય છે.

 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment