Wednesday, 11 May 2016

[amdavadis4ever] સામાપ્રવાહે તરવા જેવી સ્થિતિ હોય ત્યારે... - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સામાપ્રવાહે તરવા જેવી સ્થિતિ હોય ત્યારે...
 
 
સુખનો પાસવર્ડ - આશુ પટેલ
 

કોલકાતાની માર્શલ આર્ટ ચેમ્પિયન આયેશા નૂરે કરાટેની સ્પર્ધામા આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જો કે, એ ગોલ્ડ મેડલથી વધુ મહત્ત્વની વાત એ છે કે તેણે સામાપ્રવાહે તરવા જેવી કઠિન સ્થિતિમાંથી પસાર થઈને એ સિદ્ધિ હાંસલ કરી છે. માણસ પોતાના મક્કમ મનોબળ અને પરિવારની મદદ થકી વિકટ સંજોગો સામે ઝઝૂમીને પણ પોતાનો રસ્તો કાઢી શકે છે એ વાત કોલકાતાની આયેશાએ સાબિત કરી બતાવી છે.

આયેશા જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે તેણે પોતાના ભાઈને કરાટેની પ્રેક્ટિસ કરતા જોયો, અને તેને ખૂબ જ રસ પડ્યો, તેણે નક્કી કરી લીધું કે તે પણ કરાટે શીખશે અને કરાટે ચેમ્પિયન પણ બનશે. તેની આ પેશન દિનપ્રતિદિન એટલી મજબૂત થતી ગઈ કે તેણે ગરીબી, શારીરિક પરિસ્થિતિ કે રોગ જેવા બધા પરીબળોને હરાવી દીધા.

જો કે, આયેશા કરાટેના ક્ષેત્રમાં કઈ કરી બતાવે એ પહેલાં તેણે ગરીબી નામના રાક્ષસી હરીફને હરાવવાનો હતો. કરાટે કે અન્ય માર્શલ આર્ટ જબરદસ્ત શારીરિક કાબેલિયત અત્યંત મહત્ત્વની ગણાય, પણ એ માર્શલ આર્ટ શીખનારને જો સતત ફિટ આવવાની બીમારી હોય તો તેના માટે એ કામ બહું અઘરું બની જાય. આપણી ભાષામાં કહીએ તો આયેશાને વાઈ આવવાની બીમારી હતી.

આઠ બાય આઠના એક રૂમનું કોલકાતાની એક ઝૂંપડપટ્ટીમાં આયેશાનું કુટુમ્બ રહેતું હતું. અને તે એક રૂમના ઘરમાં રહેવાવાળા સભ્યોની સંખ્યા સાત હતી! આયેશાના પિતાનું અકાળે અવસાન થઈ ગયું હતું, આથી તેના ભાઈ તનવીરે શાળાનું ભણતર છોડી દેવું પડ્યું, અને રસ્તા પર જૂતાની એક નાનકડી દુકાનમાં નોકરી કરવા માંડી, જ્યાં તેને દિવસના ૧૩૦ રૂપિયા મળતા એટલે કે તેને મહિને પૂરા ચાર હજાર રુપિયા પણ મળતા નહોતા. તેની મા શકીલા બેગમ, અનેક ઘરોમાં કામવાળી તરીકે કામ કરતી. આયેશાની મા શકીલાની તનતોડ મહેનત અને ભાઈ તનવીરની નોકરીથી જેમતેમ સાત સભ્યોવાળા આ પરિવારનું ગુજરાન ચાલતું હતું, તેમાં વળી આયેશાની દવા, સાર-સંભાળ અને તેના સ્પેશિયલ ડાયટનો ખર્ચ અલગ.

આયેશાએ કરાટે ક્ષેત્રે પોતાની મહેનત શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ તે કેટલાંક મેડલ્સ પણ જીતી, ત્યારબાદ સરકાર અને સ્પોર્ટ્સ કાઉન્સિલની આ છોકરીમાં રહેલી કાબેલિયત પર નજર પડી અને તેમણે આયેશાને આગળ વધારવામાં રસ દેખાડ્યો, પરંતુ કોઈ તેના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા તૈયાર નહોતું, જ્યારે આયેશા પ્રથમ વખત કરાટેની 'થાઈ પિછાઈ ટુર્નામેન્ટ' માટે ક્વોલિફાઈડ થઈ ત્યારે વિમાનમાં થાઈલેન્ડ જવા માટે કે આઠ દિવસ ત્યાંની કોઈ હૉટેલમાં રહેવા કે ખાવા માટેના પણ તેના પરીવાર પાસે પૈસા નહોતા, પરંતુ તેના કોચની મદદથી તેણે બિનસરકારી સંગઠનો અને કેટલાક ભલા માણસોની મદદ મેળવી અને તે થાઈલેન્ડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગઈ. ત્યાંથી તે ગોલ્ડ મેડલ જીતીને ગૌરવભેર પાછી ફરી.

આયેશાના કોચ એમ. એ. અલી પણ તેમના યુવાનીના સમયમાં કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે, તેમણે આયેશાને ટ્રેનિંગ આપી અને સાથે તેમનાથી બનતી બીજી બધી જ મદદ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું. આયેશાને કરાટેની ટ્રેનિંગ આપનારા કરાટે કોચ અલી કોલકાતાના રાજા બજાર વિસ્તારમાં આવેલા લેડીઝ પાર્કમાં એમ.એ. અલી નાની છોકરીઓથી માંડીને દરેક વયજૂથની મહિલાઓને ફાઈટિંગ સ્કીલ અને સેલ્ફ ડિફેન્સ શીખવવા માટે માર્શલ આર્ટ ટ્રેનિંગના ફ્રી ઑફ ચાર્જ ક્લાસિસ પણ ચલાવે છે. અલીએ તેમના આ ક્લાસિસને નામ આપ્યું છે: 'મિશન અગેન્સ્ટ રેપ ઍન્ડ ક્રાઈમ.'

કોલકાતાના વિખ્યાત 'ટેલિગ્રાફ' દૈનિકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આયેશાએ કહ્યું હતું: 'દરેક રવિવારની સવાર મારે માટે જબરદસ્ત એક્સાઈટ્મેન્ટ લઈને આવે છે, કારણ કે આ સમય દરમિયાન હું કેટલીય છોકરીઓ સાથે વાતો કરું છું અને તેમને સેલ્ફ ડિફેન્સ વિશે ટ્રેનિંગ આપું છું, જે હાલના સમયમાં ખૂબ જ જરૂરી છે.'

કરાટે ચેમ્પિયન બનવાની સાથે એ કળાએ આયેશાને ભયમુક્ત, દ્રઢ નિશ્ર્ચયી અને ધીરજવાન બનાવી છે. તેની અત્યંત નબળી આર્થિક સ્થિતિ અને શારીરિક અક્ષમતા છતાં તેનું મનોબળ એટલું મજબૂત હતું, જેથી તેના હરીફનો સામનો કરવાની અખૂટ શક્તિ મળી હતી. તેણે એક તરફ તેની તાલીમ ચાલુ રાખી અને સાથે જ તેનું ભણવાનું ન બગડે તેનું પણ ધ્યાન રાખ્યું, તેનો એકય દિવસ ઉપરવાળાની પ્રાર્થના કર્યા વિના પૂર્ણ નથી થતો.

વર્ષ, ૨૦૧૩માં બૅંગકોકમાં આયોજિત 'થાઈ પિછાઈ ઈન્ટરનેશનલ યૂથ કરાટે ચેમ્પિયનશીપ'માં ગોલ્ડ મેડલ મેળવ્યો એ પહેલા તે ૨૦૧૧માં મુંબઈમાં યોજાયેલી પન્દરમી ઈન્ટરનેશનલ કરાટે ચિમ્પિયનશીપ (યંગ ગ્રુપ) સ્પર્ધામાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવી ચૂકી હતી. તે ૨૦૧૨માં પણ નેશનલ કરાટે ચેમ્પિયન બની હતી. આયેશાએ સરકાર પાસે કોઈપણ જાતની આર્થિક સહાય મેળવ્યા વિના આંતરરાષ્ટ્રીય કરાટેમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

આયેશા નૂરે કોલકાતાની ઝૂંપડપટ્ટીમાંથી આરંભેલી સંઘર્ષસફરે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી દીધી. માત્ર ૨૦ વર્ષની ઉંમરે આયેશા નૂર ભારતની પહેલી એવી છોકરી બની જેણે તમામ અવરોધો સામે ઝૂક્યા વિના પોતાનું સપનું સાકાર કરવા સંઘર્ષ કર્યો. આયેશાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતી પોતાની સાથે દેશનું નામ પણ રોશન કર્યુ, પણ એના કરતાય વધુ તો તેને દેશના યુવાવર્ગ માટે દાખલો બેસાડ્યો કે ગમે એવા વિકટ સંજોગોમા પણ વ્યક્તિ હામ ના હારે તો પોતાની મનગમતી મંજિલ સુધી પહોંચી શકે છે.

આયેશાના પરિવારના સભ્યો અને આયેશાના કોચ એમ. એ. અલીએ પણ સલામ કરવી જોઈએ. મોટા ભાગના કિસ્સાઓમા મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ પ્રતિભાશાળી હોય, પણ તેને મદદ ના મળે કે કઈ કરી બતાવવાની તક મળે એ વખતે આર્થિક વિઘ્ન આવે તો તેની મહત્ત્વાકાંક્ષા રૂંધાઈ જતી હોય છે. એટલે તેના પોતાના મનોબળ સાથે નજીકના, પરિચિત કે અજાણ્યા લોકોની મદદ મળવી પણ જરૂરી હોય છે.

 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment