Wednesday, 11 May 2016

[amdavadis4ever] નોકરાણી - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નોકરાણી
 
 
ક્રાઈમ ફાઈલ - રવિ રાજ
 
હરિયાણા પ્રાઈવેટ ટ્રાવેલ્સની એક ખખડધજ બસ અમદાવાદ એસ.ટી સ્ટેશનની બહાર આવીન્ો ઊભી રહી. બસમાં બ્ોઠેલી એક આધેડ મહિલા લંગડાતી ચાલે નીચે ઊતરી. એના હાથમાં એક ચોળાયેલી ચીઠ્ઠી હતી. એ ચીઠ્ઠી એણે એક ભાઈન્ો બતાવી, 'ભૈયા, મેરે કો ઈધર જાન્ોકા હૈ!'
પ્ોલાએ સરનામાં પર નજર દોડાવી. એડવોકેટ મહેશભાઈ. બંગલા નંબર તીન, રામવિલાસ સોસાયટી, વિભાગ દો. મીરાનગર બસ સ્ટોપ કે પીછે. સરનામું વાંચીન્ો એણે કહૃાું, 'એકસો ત્રીસ નંબર કી બસ મેં બ્ોઠ જા!'
'સહાબ મેં પઢી લીખી નહીં હું!'
ભાઈ સારો હતો. એણે બાઈન્ો સીટી બસમાં બ્ોસાડી દીધી અન્ો સ્ાૂચના આપી, 'કંડક્ટર સ્ો પ્ાૂછ કે ઊતર જાના ઔર ઊતર કર કીસીકો સરનામા પ્ાૂછ લેના!'
મીરાનગર બાઈ પ્ાૂછતી પ્ાૂછતી અન્ો પડતી આખડતી એના ગંતવ્ય સ્થાન્ો પહોંચી. બહારથી બંગલો જોઈન્ો જ એના હાજા ગગડી ગયા. ઘડીભર તો થયું કે પાછી ચાલી જાય. પણ તરત જ ગભરાઈ ગયેલા હૈયામાં જાનકીની તસવીર પ્રગટ થઈ. એનો માસૂમ ચહેરો એની આંખ સામે તરવરી ઊઠ્યો. આંખ સામે તરવરી ઉઠેલા એ ચહેરાએ એના શરીરમાં તરવરાટ ભરી દીધો. એણે આગળ વધી બંગલાનો દરવાજો ખખડાવ્યો.
એક જાજરમાન મહિલાએ દરવાજો ખોલ્યો. એ કોઈ રાજાની રાણી જેમ ત્ૌયાર થઈ હતી. ઘરેણાથી લદાયેલી અન્ો મેકઅપ અન્ો ચરબીના થર નીચે દબાયેલી એ સ્ત્રીએ દરવાજો ખોલતા જ ઘાંટો પાડ્યો, 'કોણ છે?'
બાઈ કરગરતી હોય એમ બોલી, 'બહેનજી, મેરા નામ કમલાબાઈ હૈ! મૈં જાનકી કી મા હું.!'
જાનકી શબ્દ સાંભળતા જ ઘરધણિયાણીના કાન અન્ો આંખ બ્ોય ચમકયા. એણે પ્ાૂછયું, 'કૌન જાનકી?'
'રામગઢવાલી જાનકી! જો આપકે વહાં કામ કરતીથી!'
'અરે, હાં! વો! પ્ોલી સ્ત્રીની આંખમાં પરિચિતતાનો ભાવ ઉમેરાયો. એનો ઊંચો સ્વર નીચે બ્ોઠો. એણે કહૃાું, 'બહેનજી, વો તો એક મહિન્ો પહેલે હી કામ છોડકર ચલી ગઈ હૈ! બોલ રહીથી ગાંવ જા રહી હું.!'
'નહીં, મેડમ! વો ગાંવ આઈ હી નહીં! ઉસકે પાસ મોબાઈલ થા વો ભી બંદ હૈ. એક મહિન્ો સ્ો ઉસસ્ો કોઈ બાત હીં નહીં હો પા રહી, ઈસ લીયે મૈં યહાં આ ગઈ!!
આ દરમિયાન અંદરથી એક પુરુષ બહાર આવ્યો. બધી વિગત જાણી એણે કમલાન્ો ગુસ્સામાં કહૃાું, 'અરે, તું સુનતી નહીં હૈ! જાનકી એક મહિન્ો પહેલે હી ઈધર સ્ો ચલી ગઈ હૈ. ચલ જા યહાં સ્ો!' પુરુષે ધક્કો મારીન્ો એન્ો કાઢી મૂકી.
* * *
મીરાનગરના રસ્તાઓ પર એક વિધવા સ્ત્રી રડતી રડતી ચાલી રહી હતી. ત્યારે ત્યાંના પોલીસ અધિકારી સંજીવન દેવધરની નજર એના પર પડી. એન્ો જોઈન્ો અનુભવી ઈન્સ્પ્ોક્ટર સમજી ગયા કે બાઈ અજાણી, અભણ છે અન્ો તકલીફમાં છે.
ત્ોમણે બાઈની પ્ાૂછપરછ કરી. પ્રાથમિક માહિતીમાં જ મામલો ગરબડ લાગ્યો એટલે પોલીસ સ્ટેશન્ો લઈ આવ્યા. એ બાઈન્ો જમાડી અન્ો પછી વિગતવાર વાત શરૂ કરી. 'બોલ બહેન! ત્ોરા નામ ક્યા હૈ? તું બતા રહીથી કી ત્ોરી લડકી ગાયબ હો ગઈ હૈ! મુજે સબ કુછ સાફ સાફ બતા! તો મૈં તુજે કુછ મદદ કર શકતા હું.'
'મેરા નામ કમલાબાઈ હૈ! મૈં હરિયાના કે રામપુર ગાંવ મેં રહેતી હું. વિધવા હું. એક બ્ોટી ઔર એક બ્ોટા હૈ. બ્ોટા આઠવી કક્ષામેં પઢતા હૈ ઔર બ્ોટી યહાં કામ કરતીથી?'
'યહાં કહા?'
'કોઈ મહેશભાઈ વકીલ કરકે હૈ. ઉનકે ઘર મેરી જાનકી નૌકરાનીથી! યે રહા ઉનકા એડ્રેસ' કમલાબાઈએ ચોળાયેલી ચીઠ્ઠી ઘેલાણીન્ો આપી.
'ત્ોરી બ્ોટી યહાં કૈસ્ો આઈ! ઔર કબસ્ો કામ કરતી થી?'
'દો સાલ પહેલે! મેરા એક ચચેરા ભાઈ પરબત ઉસ્ો ઈધર લેકર આયા થા. ઉસન્ો જાનકી કો મહેશભાઈ કે ઘર કામ પ્ો રખવાયા થા. ફિર છે મહિન્ો મેં હી પરબત કા દેહાંત હો ગયા ઔર ઉસકે બીવી બચ્ચે ગાંવ આ ગયે. લેકીન જાનકી યહાં હી રુક ગઈ. ખાન્ો - પીન્ો કે સાથ તીન હજાર મહિન્ો કે દેત્ો થે. મેરી બ્ોટી કો ઉન્હોન્ો મોબાઈલ ભી દીયા થા. મેરે પડોશી કે વહાં મોબાઈલ મેં આયેદીન ઉસકા ફોન આતા થા ઔર વો મુજસ્ો બાત્ો કરતી થી! લેકીન એક મહિન્ો સ્ો ઉસકા કોઈ ફોન નહીં આયા. ઉસકા મોબાઈલ ભી બંદ થા. ઈસ લીયે મૈં યહાં હી આ ગઈ. મહેશભાઈ કે ઘર ગઈ. લેકીન વો બોલત્ો હૈં કી જાનકી એક મહિન્ો પહેલે હી ગાંવ આ ગઈ હૈ! અબ મેં ક્યા કરુ સહાબ?'
'કમલાબાઈ બુરા મત માનના લેકીન ઐસા ભી હો શકતા હૈ કી જાનકી કી યહાં કિસીસ્ો આંખ લડ ગઈ હો ઔર વો ઉસકે સાથ ભાગ ગઈ હો!'
'સહાબ! મૈં જહાં તક ઉસ્ો જાનતી હું વો ઐસા નહીં કર શકતી. લેકીન ફિર ભી સમય કા કુછ કહે નહીં શકત્ો. બસ મેરી એક બીનતી હૈ. કુછ ભી કર કે ઉસ્ો ઢુંઢ નીકાલીયે.'
પોલીસે ત્ોમન્ો આશ્ર્વસન આપ્યું અન્ો એક સરકારી ગ્ોસ્ટ હાઉસમાં એ જ દિવસ્ો કમલાબાઈના રહેવાની વ્યવસ્થા કરી દીધી.
* * *
૫ોલીસ્ો મહેશભાઈની તપાસ કરી. ત્રણ જણનું નાનું કુટુંબ હતુ! મહેશભાઈ પોત્ો, એમના પત્ની કાન્તાબહેન! અન્ો એક દીકરો સાર્થક! કાન્તાબહેન હાઉસ વાઈફ છે અન્ો સાર્થક મેડિકલના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છેે. એ પ્ાૂનામાં એક કોલેજમાં છે અન્ો ત્યાંજ પ્ોઈંગ ગ્ોસ્ટ તરીકે રહેતો હતો. પ્રાથમિક તપાસમાં ખાસ કંઈ શંકા ઉપજાવે ત્ોવું ન મળ્યું. મહેશભાઈન્ો ખબર ના પડે ત્ોમ ત્ોમની તપાસ ચાલુ જ હતી. કદાચ નોકરાણી સાથેના આડા સંબંધોનો મામલો હોય એવી પોલીસન્ો શંકા હતી.
પાંચ દિવસ વીતી ગયા હતા. કમલા સરકારી ગેસ્ટ હાઉસમાં રહેતી હતી. એની દીકરી જાનકીનો હજુ કોઈ પતો નહોતો. અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકો વચ્ચે રહેવાનું એન્ો ફાવતું નહોતું. પણ ઈન્સ્પ્ોક્ટર સંજીવન દેવધરનો સપોર્ટ અન્ો દીકરી જાનકીન્ો પાછી મેળવવાની આશા જ એન્ો અહીં અટકાવી રાખતી હતી.
મહેશભાઈની ઝીણામાં ઝીણી તપાસ થઈ હતી. એમના મોબાઈલની ડિટેઈલ્સ, એમના પત્ની કાન્તાબહેનના મોબાઈલની ડિટેઈલ્સ અન્ો એમના મિત્રો - દુશ્મનો બધાની પ્ાૂછપરછ એવી રીત્ો થઈ હતી કે કોઈન્ો ખ્યાલ જ ના આવે. બધેથી એક જ સર્ટિફિકેટ મળતું હતું કે, મહેશભાઈ અન્ો કાન્તાબહેન ખૂબ પ્રામાણિક માણસ છે.
મહેશભાઈ વિરુદ્ધ કોઈ સુરાગ ના મળતા ખુદ કમલા પર પણ શક ગયો. એ અહીં હતી અન્ો હરિયાણામાં ઈન્વેસ્ટિગ્ોશન થઈ ગયું. એનો એક એક શબ્દ સાચો હતો. જાનકી પાસ્ો જે મોબાઈલ હતો એના નંબરના આધારે એની કોલ ડિટેઈલ્સ પણ કઢાવાઈ. એ એક મહિના પહેલા ગુમ થઈ ત્યાં સુધી એનો મોબાઈલ ચાલુ હતો. રૂટીન કોલ સિવાય કોઈ શંકાસ્પદ કોલ નહોતો. એ મોબાઈલ સ્વીચ ઓફ હતો અન્ો કદાચ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું હતું. ઈન્સ્પ્ોક્ટર દેવધર સતત બ્ો કલાકથી માત્ર જાનકીના જ વિચારોમાં બ્ોઠા હતા. ઈન્વેસ્ટિગ્ોશનની ફાઈલ એમના હાથમાં હતી. અચાનક એમના ધ્યાન્ો એક એવી ગલી ચડી જે સતત નજર સામે જ હતી છતાં નજરઅંદાજ રહી ગઈ હતી. એમણે બીજા અધિકારીઓન્ો વાત કરી. કોઈ માનવા ત્ૌયાર નહોતું. પણ છતાં એ રસ્ત્ો તપાસ શરૂ થઈ.
* * *
ઈ. દેવધર પોલીસના કાફલા સાથે રાત્રે જ ત્યાંથી એક અજાણ્યા શહેર તરફ જવા રવાના થઈ ગયા. એમન્ો તપાસની દિશા ખબર હતી. શહેરમાં પહોંચતા વેંત સ્થાનિક પોલીસ સાથે રહીન્ો એમણે ઈન્વેસ્ટિગ્ોશન ચાલુ કરી દીધું. એક પછી એક પાંચ સાત જણન્ો બોલાવીન્ો પ્ાૂછપરછ કરી. પ્ાૂછપરછથી બહુ કામ ના બન્યું એટલે ડંડા વિંઝાવા લાગ્યા. ડંડાનો માર બધું જ ઓકાવી ગયો. મોડી રાત સુધીમાં તો આખા કેસનો વીંટો વળી ગયો. ગુન્ોગારનો ચહેરો સામે આવી ગયો અન્ો લગભગ કારણ પણ!
સ્થાનિક પોલીસ મોડી રાત્રે એક યુવાનન્ો એના ઘરેથી પકડીન્ો લઈ આવી. ઈ. દેવધર રિમાન્ડ લેવા બ્ોઠા, 'બોલ, ભાઈ! જાનકી ક્યાં છે?'
'કોણ જાનકી? હું કોઈ જાનકી-બાનકીન્ો નથી જાણતો.' યુવાન અજાણ બન્યો. પોલીસ્ો એન્ો માર્યો. છતાં એ કંઈ બોલ્યો નહીં. પોલીસ્ો ફરી એન્ો બરાબરનો ધોયો. પછી બીજા બ્ો યુવાનોન્ો એ ઓરડામાં લાવવામાં આવ્યા. બંન્ો યુવાનો માર ખાઈ ખાઈન્ો અધમુવા થઈ ગયેલા હતા. કોઈન્ો ઊભા રહેવાની પણ હોંશ નહોતી. પહેલો યુવાન એ બ્ોન્ો જોઈન્ો ચોંકી ગયો. એનો ચહેરો પડી ગયો. એન્ો ખ્યાલ આવી ગયો હતો કે હવે પોતાનો ખેલ ખતમ થઈ ગયો છે. ઈ. દેવધર પણ હવે વધારે સમય બગાડવા માંગતા નહોતા. એમણે કહેવા માંડ્યું, 'દોસ્ત! હવે છુપાવવાનો કોઈ અર્થ નથી. તારા આ બ્ો મિત્રોએ મન્ો કહી દીધું છે કે ત્ોજ જાનકીન્ો અહીં બોલાવી હતી. એન્ો દારૂ પીવરાવ્યો અન્ો તમે ત્રણેએ એના પર બળાત્કાર કર્યો. બોલ સાચી વાત ન્ો?'
'હા!! યુવાન રડી પડતા બોલ્યો, 'મેં એની સાથે પ્રેમનું નાટક કર્યું હતું. એન્ો માત્ર અઠવાડિયું રહેવાનું કહીન્ો અહીં બોલાવી હતી. એ આવી, સ્પ્ોશિયલ મન્ો મળવા આવી. એ આવી કારણ કે મેં એન્ો નોકરાણીમાંથી રાજરાણી બનાવવાના સપનાં બતાવ્યાં હતાં. એ આવી કારણ કે મેં એન્ો ઘરકામવાળીમાંથી ઘરવાળી બનાવવાના સપનાં બતાવ્યાં હતાં. પણ અહીં આવ્યા પછી એના સપના ત્ાૂટી પડ્યાં. મેં એની સાથે દગો કર્યો. એ રાત્રે એન્ો દારૂ પીવરાવ્યો. પછી મારા બ્ો મિત્રોન્ો બોલાવીન્ો એના પર બળાત્કાર કર્યો. એ માનતી નહોતી એટલે અમે ત્રણેએ મળીન્ો એન્ો એટલી બધી મારી કે એ બ્ોહોંશ થઈ ગઈ. અમે ડરી ગયા. દારૂના નશામાં ખબર ના રહી કે શું કરીએ છીએ. મેં એનું ગળું દબાવ્યું અન્ો એન્ો મારી નાંખી. આખી રાત એની લાશ અમારા ઘરમાં પડી રહી. સવારે ખબર પડી ત્યારે અમારા પગ તળેથી જમીન સરકી ગઈ. પણ પછી કંઈ થઈ શકે એમ નહોતું. અમે એની લાશન્ો ગાડીમાં ભરીન્ો જંગલમાં ફેંકી દીધી. હું એ જગા પણ બતાવીશ તમન્ો!
એ યુવાનોએ જંગલમાં લઈ જઈ જાનકીની ચુંથાઈ ગયેલી, જંગલી પ્રાણીઓ દ્વારા ફોલી ખવાયેલી લાશ પણ બતાવી. એ અધકચરી લાશ લઈન્ો પોલીસ શહેરમાં આવી. જાનકીની માએ જ્યારે એ લાશ જોઈ ત્યારે એના પર આભ ત્ાૂટી પડ્યું. પણ બનવાનું બની ગયું હતું. હવે આશ્ર્વાસન એ જ લેવાનું હતું કે બધા જ ગુન્ોગારો પકડાઈ ગયા હતા અન્ો એમન્ો કડકમાં કડક સજા થવાની હતી.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment