Saturday, 2 January 2016

[amdavadis4ever] લો, જીએમ ફૂડના જિનેટિક્ સમાં ખામી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લો, જીએમ ફૂડના જિનેટિક્સમાં ખામી

પરેશ શાહ

 

ભારતના ખેડૂતોને વરસાદની સ્થિતિ પર નિર્ભર રહેવાની ચિંતા અને દેવું નહીં ભરી શકવાની ચિંતા અને પાણી-વીજળી સંબંધી ચિંતા, આમ સતત ચિંતાનો ભાર વહેવાની મુશ્કેલીમાંથી છુટકારો મળે ન મળે જેવી કશ્મકશની સાથે તેને જેનેટિકલી મોડિફાઈડ બિયારણને કારણે વેઠવા પડતા નુકસાનનો બોજ પણ તેને જીવનનો અંત કરવા તરફ ધકેલે છે ત્યારે જેનેટિકલી મોડિફાઈડ ખેતી પેદાશો સામેનો વિરોધ-પ્રતિકાર અતિશય ઝડપે વધતો જતો હોવાનો એક અહેવાલ આવ્યો અને તેની સાથે તે માટેનાં કારણો, ખુલાસાઓ, સ્પષ્ટીકરણોનો પણ મારો ચાલ્યો. થોડાં વર્ષો અગાઉ જો તમે એમ કહો કે જેનેટિકલી મોડિફાઈડ (જીએમ) ફૂડ મુશ્કેલી સર્જી શકે છે તો તમે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાઓ એવી હાલત હતી. આજે વૈજ્ઞાનિકો અને સંશોધકો એવી એવી જાણકારી આપે છે, જેના આધારે આ પેદાશો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેનારા દેશોની લાંબી યાદીમાં યુરોપના અન્ય ૧૯ દેશ જોડાયા. જેનેટિકલી મોડિફાઈડ ઑર્ગેનિઝમ્સ (જીએમઓ) એટલે જેના જિન્સમાં આવશ્યક્તા પ્રમાણે ફેરફાર કે સુધારા કરાયા એવું જીવતંત્ર (બૅક્ટેરિયા), એ પછી વનસ્પતિમાં કે અનાજમાં કે ફળોમાં હોઈ શકે. ટૂંકમાં આજે જીએમઓ ખેતી પેદાશો અને બિયારણ ચર્ચામાં છે. આ દેશો જેનેટિકલી મોડિફાઈડ ખેતી પેદાશોને તેમના દેશમાં ઊગવા નહીં દે. આરટી-રશિયા ટુડે ન્યૂઝના જણાવ્યા અનુસાર જીએમઓ ફૂડ્ સામે વિરોધે ચડેલા દેશોએ બાયોટેકનોલોજિકલ કંપનીઓને જીએમઓ બિયારણના વેચાણ માટે પોતાને બાકાત રાખવાની અથવા વધુ રિસર્ચ કરવામાં આવે ત્યાં સુધી તેમના દેશમાં વેચાણ નહીં કરવાની વિનંતી કરી હતી.

આપણે ૧૯ દેશોની વાત કરીએ છીએ. યુરોપિયન યુનિયનમાં અડધોઅડધ કે તેથી પણ વધારે દેશો બાન મૂકનારાની યાદીમાં છે. તેમાં જર્મની, ફ્રાન્સ, ઈટાલી, ઑસ્ટ્રિયા, ગ્રીસ, પોલૅન્ડ અને બેલ્જિયમનો સમાવેશ થાય છે. તેમના પ્રતિકારનું પ્રમાણ કોઈ રીતે માપી શકાય એમ નથી. આ દેશો શા માટે વિરોધ કરે છે? અનેક કારણોમાં બે મુખ્ય કારણ છે પર્યાવરણ સંબંધી અને આરોગ્ય સંબંધી કાળજીનાં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, આ તમામ મુશ્કેલીઓની જોડાજોડ જ કેટલાક દેશો યોગ્ય સંશોધન-રિસર્ચ કરવા માટે થોડો સમય મેળવવા માગે છે. તેમનો વિરોધ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (હુ)ની ડિક્રીની સામે ખડો થયો છે. હુની ડિક્રી જીએમઓ પૂર્ણપણે સલામત છે એમ કહે છે. ભારપૂર્વક કહેવાયેલા આ વિધાન સાથે અનેક લોકો સહમત થતા નથી. 'એન્વાયર્નમેન્ટલ સાયન્સીસ યુરોપ' નામના જરનલમાં એક

અભ્યાસ પ્રકાશિત થયો હતો, એ નક્કર પુરાવો બની શકે છે. તેમાં જણાવાયું હતું કે 'જીએમઓ સલામત હોવાની બાબતને પુરવાર કરતી હોય એવા એક પણ લાંબા સમયના સંશોધન-અભ્યાસનો હુએ ઉલ્લેખ કર્યો નથી.' આખરે એક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે તેમાંથી લીવર અને કિડનીને ગંભીર નુકસાન થયાનું જોવામાં આવ્યું હતું એ સાથે હોર્મોન્સમાં ઊથલપાથલ થતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જીએમ મકાઈ ઊંદરોને ખવડાવીને પ્રયોગ-અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઉંદરોમાં કૅન્સરની મોટી ગાંઠ જોવાઈ હતી. ડુક્કરોમાં પણ આ જેનેટિકલી મોડિફાઈડ પ્રાણી-આહાર આપતા તેમના પેટમાં સોજો અને ગર્ભાશયનું વધી જવું જોવાયું હતું.

તાજેતરમાં એટલે કે ગયા સપ્ટેમ્બરમાં 'જરનલ ઑફ ઑર્ગેનિક સિસ્ટમ્સ' પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું હતું કે રશિયામાં કરાયેલાં પરીક્ષણોના અહેવાલને પગલે વધુ અભ્યાસ માટે યુએસ સરકારનો ડાટાબેઝ ચકાસવામાં આવ્યો હતો. સંશોધકોએ આ મામલે કારણોનો એકબીજા સાથેનો સંબંધ શોધવાના આશયથી જીઈ (જેનેટિકલી એન્જિનિયર્ડ) ક્રોપ ડાટા, ગ્લાઈસોફેટ ઍપ્લિકેશન ડાટા અને ડિસિઝ એપિડેમિયોલોજીકલ ડાટાનો પણ આભ્યાસ કર્યો હતો. આ સંશોધન બાદ મળેલું તારણ ગભરાવી મૂકે એવું હતું, "અનેક ગ્રાફ અને અભ્યાસમાં જણવા મળ્યા અનુસાર ૧૯૯૦ના મધ્યમાં રોગોના દરમાં અચાનક થયેલી વૃદ્ધિ તથા જીઈ ક્રોપ્સના વ્યાપારી ઉત્પાદન વચ્ચે કડી હોવાનું જોઈ શકાય છે.'

જેનેટિકલી મોડિફાઈડ ફૂડ પર પ્રતિબંધ મૂકનારાં રાષ્ટ્રોની યાદી ફેબ્રુઆરી, ૨૦૧૫માં પ્રકાશિત કરાઈ હતી. અમેરિકામાં એકરોના એકરોની ફાર્મલૅન્ડમાં ભાગ્યે જ જેનેટિકલી મોડિફાઈડ મકાઈ કે સોયાબીન ઉગાડેલા જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં સુધ્ધાં આ નવા આહાર વિશે અને ક્યારેક તેમને વાવતી વખતે વાપરવામાં આવતાં રસાયણો વિશે પણ સાચા અને માથું ભમાવી મૂકતાં સંશોધન થયા છે.

જેનેટિકલી મોડિફાઈડ ફૂડ પર પ્રતિબંધ મૂકનારાં અન્ય રાષ્ટ્રોમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં કેલિફોર્નિયામાં મેન્ડોસિનો, ટ્રિનિટી અને મેરિન કાઉન્ટિઓમાં જીએમ ખેતી પેદાશોનો સંર્પૂણ બહિષ્કાર છે. ઑસ્ટ્રેલિયામાં સંખ્યાબંધ રાજ્યોએ બાન મૂક્યો હતો પણ વખત જતાં મોેટા ભાગનાં રાજ્યોએ તે ઉઠાવી લીધો છે. સાઉથ ઑસ્ટ્રેલિયામાં હજી સફળ બાન છે.જપાનમાં લોકો સખત રીતે જીએમ પાકનો વિરોધ કરે છે અને દેશમાં એવું બિયારણ પણ વાવવામાં આવતું નથી. ન્યૂઝિલૅન્ડમાં જીએમબિયારણ વાવવામાં આવતું નથી. આ યાદીમાં આયર્લૅન્ડ પણ છે જ્યાં ૨૦૦૯થી તમામ જીએમ ક્રોર્સ-પાક પર પ્રતિબંધ છે. બલ્ગેરિયા, લક્ઝમબર્ગ, મેડિરા, સ્વિત્ઝર્લૅન્ડ અને થાઈલૅન્ડમાં પ્રતિબંધ છે.

---------

ભારતમાં શી સ્થિતિ છે?

વર્ષ ૨૦૧૦માં રિંગણાંનું વાવેતર લેવાવાનો આરંભ થયો ત્યારે ભારત સરકારે છેલ્લી મિનિટે રિંગણાંના પાક પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ખેડૂતોને મોન્સાન્ટો કંપનીનું જીએમ કોટન (રૂ-કપાસ) વાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, પણ એનું પરિણામ ભયાનક આવ્યું હતું. યુકેના 'ડેલિ મેલ' નામના અખબારે જણાવ્યું હતું કે જીએમ બિયારણ વાવ્યાને પગલે મોટા પ્રમાણમાં પાકની નિષ્ફળતા તથા પ્રચંડ દેવાના ડુંગરને પગલે અંદાજે સવાલાખ ખેડૂતોએ આપઘાત કર્યો હતો. મોન્સાન્ટોને ખુશ કરવા તથા ગરીબીના દરને ધીમો પાડવાના આશયથી ભારત સરકારે સરકારી બિયારણ બૅંકોમાંથી પરંપરાગત બિયારણ પર પ્રતિબંધ લાદ્યો હતો. મોન્સાન્ટોને ખુશ કરવાના બદલામાં ભારતને અર્થતંત્રને ટેકો આપવા માટે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ તરફથી ધિરાણ મળ્યું હતું. દેશમાં ત્યારે દર મહિને અંદાજે ૧૦૦૦ ખેડૂત આપઘાત કરતા હતા. ઉ

---------

જીએમઓ ક્રોપ્સ એટલે શું?

જેમને જીએમઓ બિયારણ કે ખેતી પેદાશો વિશે જાણ નથી તેમને માટે જણાવવાનું કે, જીએમઓ બિયારણ કે ખેતી પેદાશ-પાકના ડીએનએમાં કૃત્રિમ રીતે ફેરફાર કરાયો હોય છે, જે સામાન્યપણે કુદરતી રીતે થતો નથી. નિસર્ગમાં એમ થતું નથી. સાવ જ જુદા પ્રકારની પેદાશના જીન્સ જુદી જુદી વનસ્પતિમાં પ્રવેશ કરાવાય છે. આમ એટલા માટે કરવામાં આવે છે કે મૂળ વનસ્પતિ કે ખેતી પેદાશની જંતુક-કીટકો અને વણજોઈતી વનસ્પતિનો નાશ કરતી દવાઓ સામેની પ્રતિકાર શક્તિમાં વધારો કરી શકાય અથવા સદંતર નવા જ પ્રકારની વનસ્પતિ કે ફળ કે શાકભાજી પેદા કરી શકાય. (આપણે ત્યાં જેનેટિકલી મોડિફાઈડ કપાસ અને રિંગણાં બાબતે ભડકો થયાનું તો યાદ જ હશે!)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment