Wednesday 7 December 2016

[amdavadis4ever] પૈસો તમારો પ રમેશ્ર્વર છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પૈસા કરતાં વધારે કામ ગમતું હોય એવા લોકો અસંખ્ય હોવાના. દરેક જણ કંઈ પૈસા પાછળ જ દોડતું હોય એ જરૂરી નથી. દરેક જણે પૈસા પાછળ જ દોડવું જોઈએ એ પણ જરૂરી નથી. મને મારું કામ એટલું ગમતું હોય કે એ કામ છોડીને મને વધારે પૈસો મળતો હોય તો એ મેળવવામાં મને રસ નથી એવું માનનારા લોકો આપણી કલ્પનામાં પણ નહીં હોય એટલી મોટી સંખ્યામાં હોવાના. પોતાને જે કામ ગમે છે તે જ કામમાંથી જો થોડા ઘણા વધારે પૈસા મળતા હોય તો સારી વાત છે પણ એ કામ હાથમાંથી લઈ લેવામાં આવે તો અત્યારે જે મળે છે એના કરતાં દસ કે પચાસ કે સો ગણી રકમ પણ નથી જોઈતી એવું માનનારાઓને કદાચ કોઈ પાગલ કહે પણ આવા પાગલોથી દુનિયા ભરેલી છે અને એમને કારણે પણ આ દુનિયા આગળ વધી રહી છે, દુનિયામાં પ્રગતિ થઈ રહી છે.
તમને પૈસો કમાવવામાં જેટલો આનંદ મળે છે એના જેટલો જ કે એના કરતાં વધારે આનંદ કોઈને કામ કરવામાંથી મળી શકે છે એવું સ્વીકારવું તમારા માટે કદાચ ડિફિકલ્ટ હોય તો એટલા માટે છે કેમ કે તમને એવું કામ કરવાનું મળ્યું નથી જેમાંથી આનંદ આવે. અથવા તો લેટ્સ પુટ ઈટ બેટર - તમને ક્યારેય કામમાંથી આનંદ લેતાં આવડ્યું જ નથી, તમને કામ હંમેશાં કંટાળાજનક લાગ્યું છે. મહેનત કરવી એનો મતલબ તમારે મન ઢસરબોળો કરવો એવો છે. જે કામ એક્ઝોટિક લાગતું હોય તેમાંથી જ આનંદ મળે એવું નથી. ઓરકેસ્ટ્રાને કંડક્ટ કરવામાંથી જ આનંદ મળે અને બેકરી ચલાવવામાંથી આનંદ ન મળે એવું કોણે કહ્યું. ગિટાર વગાડવામાંથી આનંદ મળે અને ગૅરાજમાં મોટર રિપેર કરવામાંથી પણ આનંદ મળી શકે. કામને જો પરમાત્માનો દરજ્જો આપવાનું સૂઝે તો કોઈ પણ કામમાંથી આનંદ મળે. પરમેશ્ર્વર તરીકે જો પૈસાની સ્થાપના કરી હશે તો જિંદગી આખી પૈસો-પૈસો જ કરતાં રહેશો અને મરણ ઘડીએ પણ સાચા સંતોષથી દૂર રહેશો અને પસ્તાઈને આંખ બીડી દેશો. માટે કામ કરો, કામમાંથી મઝા શોધો, જીવનની અલ્ટીમેટ મઝા એમાંથી જ મળે છે. સંબંધો સાચવવાથી માંડીને શૉપિંગ કરવા સુધીની મઝાઓ આખી કામની મઝા સામે ઘણી લુખ્ખી લાગશે જો એક વખત કામની મઝાનો સ્વાદ ચાખી ગયા તો.
આ જિંદગી ન તો તમારાં માબાપને સાચવવા સર્જાયેલી છે, ન તમારી દીકરીને વહાલ કરવા, ન તમારા દીકરાને સારી રીતે સેટલ કરવા. આ જિંદગી ન તો તમારી પ્રેમિકા/પત્નીને પ્યાર કરવા સર્જાયેલી છે, ન સમાજમાં સંબંધો સાચવવા, ન પ્રતિષ્ઠા મેળવવા. આ જિંદગી ન તો દારૂ પીવા સર્જાયેલી છે, ન ઐય્યાશી કરવા, ન દુનિયામાં રખડપટ્ટી કરવા. આ જિંદગી શોપિંગ કરવા નથી સર્જાઈ. આ જિંદગી બાબાગુરુઓમાં ભટકી જવા માટે નથી સર્જાઈ અને આ જિંદગી સુસાઈડના વિચારો કરવા માટે પણ નથી સર્જાઈ. આ જિંદગી કામ કરવા માટે સર્જાઈ છે - આટલું જ માત્ર સમજી લો અને સ્વીકારી લો તો પછી આગળ ઉલ્લેખેલી એક પણ પ્રવૃત્તિ કરવા માટે તમારે પ્રયત્નો નહીં કરવા પડે, બધું આપોઆપ થઈ જશે. એટલે કે સુસાઈડ સિવાયનું બધું આપોઆપ ગોઠવાઈ જશે. સુસાઈડનું નહીં કારણ કે કામ કરતા હશો, ગળાડૂબ કામમાં ખૂંપી ગયા હશો તો જીવનનો આનંદ લેવામાંથી જ ઊંચા નહીં આવો, પછી આત્મહત્યાનો વિચાર ક્યાંથી આવવાનો?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment