Thursday 8 December 2016

[amdavadis4ever] બાજવા ભારત સાથે બાઝશે કે શાંતિના પ્રયાસ કરશે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાજવા ભારત સાથે બાઝશે કે શાંતિના પ્રયાસ કરશે?
લાઈવ વાયરઃ વિનોદ પંડયા

કારગીલ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો અત્યારે કંગાળ સમય ચાલે છે. સાથે કાશ્મીરમાં પણ સ્થિતિ સામાન્ય નથી. ૨૦૦૩ની યુદ્ધવિરામની સંધિનો ભંગ થઇ ચૂક્યો છે. પાકિસ્તાનને માર સહન કરવો પડયો છે અને પાકિસ્તાનના હાકેમો ત્રાસવાદના વિરુદ્ધમાં પ્રવચનો આપે છે. પાકિસ્તાન ખૂદ ત્રાસવાદનો શિકાર છે એવું રૂદન રડે છે. ચોરી કે ખૂન કરનાર ક્યારેક ગુનો શોધવામાં પોલીસને મદદરૂપ થવા પોલીસની સાથે હરતો ફ્રતો હોય છે. પાકિસ્તાનની પણ એ જ શૈલી છે. અંગ્રેજીમાં એક કહેવત છે, રન વિથ ધ હેર એન્ડ હન્ટ વિથ ધ હાઉન્ડસ. સસલાં સાથે દોડવું અને કૂતરાં સાથે મળીને શિકાર કરવો. મતલબ કે ઓસામાને સંતાડી રાખવો અને તેને શોધવા માટે અમેરિકાને મદદ કરવી.
ત્રાસવાદ બાબતમાં જગતમાં પાકિસ્તાનની વારંવાર ભારે ફ્જેતી થઇ છે. ભારત સાથે મળીને પડોશના અન્ય દેશોએ પાકિસ્તાનમાં યોજાવાની હતી તે સાર્ક પરિષદનો બહિષ્કાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ પાકિસ્તાનને કોઇ ગંભીરતાથી લેતું નથી. સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યારબાદ ભારત તરફ્થી જડબાતોડ જવાબ મળે છે ત્યારે પાકિસ્તાન મીઠું મીઠું બોલીને પોતાનો પક્ષ મજબૂત કરવા મથી રહ્યું છે. ભારતની ઉગ્રતાનો ભોગ પાકિસ્તાન બની રહ્યું છે તેવી રાય દુનિયાના દેશો સમક્ષ કરી રહ્યું છે. પણ આ તેની ચાલાકી અને લુચ્ચાઇ છે જેનો ભારતને વારંવાર અનુભવ થયો છે. ભારતના લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક બાદ ફ્રીવાર નવેમ્બર મહિનામાં ભારે પૈકીનો જવાબ આપ્યો ત્યારે પાકિસ્તાનના જ કહેવા પ્રમાણે તેના સાત સૈનિકો માર્યા ગયા હતા. એ સૈનિકોના જનાજામાં જનરલ રાહીલ શરીફ્ હાજર રહ્યા હતા અને બોલ્યા હતા કે પાકિસ્તાની સેના સંયમ જાળવી રહી છે. પણ જો તે ભારતને જવાબ આપશે તો તે ઘટના ભારતની શાળાઓના પાઠયપુસ્તકોનું એક પ્રકરણ બની જશે. પોતાના ઢીલા પડી ગયેલા સૈનિકોને ટટાર કરવા જનરલને એવું બોલવું પડયું હશે. પણ સ્થિતિ સાવ અલગ હતી. તે સમયમાં ભારત અને પાકિસ્તાનના ડાયરેકટર જનરલ ઓફ્ મિલિટરી ઓફ્રેશન્સ (ડીજીએમઓ) વચ્ચે વાતચીતનો સંબંધ બંધ પડી ગયો હતો. જ્યારે સૈનિકો દ્વારા પરસ્પર ગોળીબારની ઘટના બને ત્યારે તેઓ ખાસ ટેલિફેન લાઇન દ્વારા વાત કરતા હોય છે. રાહીલ શરીફનાએ નિવેદનના થોડા દિવસો બાદ ભારત તરફ્થી ભીંસ ચાલુ હતી ત્યારે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફેન કરવો પડયો અને શાંતિ સ્થાપવાની માગણી કરવી પડી. પાકિસ્તાનના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમૃતસરમાં યોજાનારી હાર્ટ ઓફ્ એશિયા કોન્ફ્રન્સમાં હાજરી આપવા આવવાના હતા તેના ઘણા દિવસ અગાઉથી ભારત સાથે સિઝફયર બાબતમાં મંત્રણા કરવાના સંકેતો સરતાજ અને પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત આપી રહ્યા હતા. આમ કરીને તેઓ અને પાકિસ્તાન કેટલા નમ્ર છે એ દુનિયાને બતાવી રહ્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ભારત તરફ્થી કોઇ પ્રતિસાદ સરતાજ અઝીઝને અપાયો નથી.
એવી પણ શક્યતા હતી કે ત્રાસવાદની બાબતમાં પાકિસ્તાનને શરમમાં મૂકે તેવા ઠરાવો પણ પાસ થાય. બીજી તરફ્ અમેરિકામાં પાકિસ્તાન અને પાકિસ્તાનના ત્રાસવાદના વિરોધી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા છે. નવાઝ શરીફ્ સાથે ટ્રમ્પે મિત્રભાવે વાતો કરે એવું નિવેદન ઇસ્લામાબાદ તરફ્થી બહાર પાડવામાં આવ્યું. આવાં નિવેદનોનો કોઇ અર્થ નથી. એમ જોઇએ તો નવાઝ શરીફ્ મોદીના શપથ સમારોહમાં પણ આવ્યા હતા. ટ્રમ્પે પાકિસ્તાનના પડતર સવાલો ઉકેલવાની ઓફ્ર કરી તેવું નવાઝ શરીફ્ કહે છે. તેના સંદર્ભમાં ભારતે કહ્યું કે જે પડતર સમસ્યાઓ છે તેમાંની પણ સૌથી મોટી સમસ્યા પાકિસ્તાને પોતે જ ફેલાવેલો ત્રાસવાદ છે અને તેના ઉકેલ પૂરતો ભારત તેમાં સાથ આપશે. તેનો અર્થ એ થયો કે કાશ્મીરના મુદ્દે કોઇ ત્રીજા પક્ષની દરમિયાનગીરી ભારત ઇચ્છતું નથી. કદાચ ટ્રમ્પ પણ ઇચ્છતા નહીં હોય. પણ ગરીબડા બનીને કાશ્મીરનો પ્રશ્ન જગતના મંચ પર જીવતો રાખવો એ પાકિસ્તાનનો નવો વ્યૂહ છે. એ વ્યૂહના ભાગ તરીકે પાકિસ્તાનનું સૈન્ય હમણાં નમ્રતા દાખવતું હોય તો નમ્રતાનો એ ડોળ છે. ભારત અને દુનિયાના દેશો હવેએ ડોળથી ભરમાતા નથી. છતાં નાના ભૂતને એક મોટું ભૂત મળી રહેતું હોય છે. રાહીલ શરીફ્ રશિયાના પુતીનને મિત્ર બનાવવામાં સફ્ળ રહ્યા છે. ચીનનો પાકિસ્તાનને સાથ છે.
નવાઝ શરીફે ૨૦૧૩માં રાહીલ શરીફ્ની સેનાના વડા તરીકે નિમણૂક કરી પછી લોકો એ અટકળો બાંધતા હતા કે બેમાંથી ક્યો શરીફ્ બીજાને ક્યારે હટાવે છે ! જો કે રાહીલ શરીફ્ સમયસર નિવૃત્ત થઇ ગયા. એમણે ઉત્તર વઝિરીસ્તાનમાં જેહાદીઓ અને મુસ્લિમ બળવાખોરો સાથે યુદ્ધ છેડયું હતું. તાલીબાનને અનેક ફીરકામાં વહેંચી નાખવાનો યશ રાહીલને અપાય છે. કરાચીમાં શાંતિ સ્થાપવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બળવો પોકારીને સત્તા કબજે કરવાની બે વાર તક હતી છતાં તેમણે એમ કર્યું નથી તે બદલ નવાઝ અને તેના પ્રધાનોએ જાહેરમાં રાહીલનો આભાર માનવો પડયો હતો. આ હકીકત એ હકીકતને સ્પષ્ટ કરે છે કે ચૂંટાયેલી સરકાર લશ્કરી સરકારથી કેટલી હદે ડરતી હોય છે. પણ આ રાહીલે પાકિસ્તાનમાં અનેક ત્રાસવાદી જૂથોને છૂટો દોર આપી રાખ્યો હતો. ખૂદ પાકિસ્તાનમાં જ અનેક ત્રાસવાદી હુમલાઓ થયા જેમાં સેંકડો લોકોએ જાન ગુમાવ્યા. ભારત સાથેના પાકિસ્તાન સરકારના સુલેહ સાધવાના તમામ પ્રયત્નો રાહીલે નિરર્થક બનાવ્યા હતા. એક એવી આશા બંધાઇ રહી છે કે રાહીલ શરીફ્ના જવાથી નવાઝ શરીફ્ના હાથ વધુ મજબૂત બનશે. 
નવા જનરલ એમના બોલવા પ્રમાણે ખરા ઉતરે અને ભારત સાથે શાંતિ ઇચ્છે તો સમજવું કે એ નવાઝ શરીફ્ને સાથ આપવા ઇચ્છે છે. બાજવાએ તો અત્યારે સરહદ પર શાંતિ સ્થાપવા પ્રયત્નો કરવાની વાત કરી છે. પણ પાકિસ્તાની લશ્કર ત્રાસવાદીઓને શિક્ષા અને છત્ર પૂરા પાડતું બંધ થાય તો જ સરહદ પર કાયમી શાંતિ શક્ય છે.  કમર જાવેદ બાજવાએ  માટે લશ્કરની વિચારધારા બદલવી પડશે. જે કામ અઘરૃં છે. બાજવાની પ્રકૃતિ અને નીતિ પ્રગટ થતાં સમય લાગશે, પણ એમણે હોદ્દો ગ્રહણ કર્યો ત્યાર બાદ સરહદ પર શાંતિ સ્થપાય તો સમજવું કે નવાઝ અને બાજવા એક જ દિશામાં ચાલી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાન વિરોધી નીતિનો તેઓએ સામનો કરવાનો છે. ટ્રમ્પના કાર્ડસ ખુલ્લાં થતાં સમય લાગશે અને ત્યાં સુધી પાકિસ્તાન પણ છેતરામણી શાંતિ જાળવી રાખશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment