Thursday 8 December 2016

[amdavadis4ever] ખુશીયો કા એક બક્સા હ ુઆ કરતા થા , મેરે પાસ એક ગુલ્લક હુઆ કરતા થા. By Abhimanyu Modi

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાત એમ છે કે ભવિષ્યની ચિંતા કરવા માટે બુદ્ધિ જોઈએ અને બુદ્ધિ જો આવે તો કોઈ પણ જીવ આપોઆપ ભવિષ્યની ચિંતા કરવા માંડે. ગલ્લો એ માનવજાતિના ભવિષ્યની ફ્ક્ત ચિંતા જ નહિ, પરંતુ ભવિષ્યની સલામતી કરવા માટેની શ્રેષ્ઠ શોધ સાબિત થઇ. ફ્યુચર માટે વરીડ નથી તો પછી નેક્સ્ટ જનરેશનને 'ડોન્ટ વરી' કઈ રીતે કહી શકાશે? બાળપણને બચપન જ રહેવા દઈને તેમની નાનપણથી એક જવાબદાર વ્યક્તિ બનવા માટેની તૈયારી કોઈ રમકડું કરાવી શકતું હોય તો તે છે ગલ્લો. બાળકને નાની નાની વાતને ભેગી કરી તેની સાચવણીની જરૂરતના સમયે કેટલી બધી ઉપયોગી થઇ શકે તેનો પાઠ ગુલ્લક કરાવે, વગર કોઈ શિખામણે. આપણે ગુજરાતીઓ ઉડાઉ ખરા પણ બચતમાં પાવરધા પણ એટલા જ. કારણ કે ગલ્લાના સંસ્કાર આપણને નાનપણથી મળ્યા છે. આ દેશ જ્યારે વ્યાપાર અને વૈશ્વિકરણની દ્રષ્ટિએ સાવ બંધાયેલો હતો તે દરમિયાન ક્યારેય અહીં જીવલેણ મંદી ન આવી. ૨૦૦૮માં અમેરિકા સહિત આખી દુનિયા મંદીને કારણે ધ્રૂજી ઊઠી હતી, પરંતુ માત્ર ભારતને અસર થઇ ન હતી. તેના કારણોનું એક સ્ટ્રોન્ગ કારણ આ દેશની સ્ત્રીઓનો, બાળકોનો અને દરેક નાગરિકનો બચતવાળો સ્વભાવ. આ સ્વભાવનું બેસ્ટ રિપ્રેઝન્ટેશન એટલે ગલ્લો.
ગુલ્લકનો ઈતિહાસ ફ્ંફેસવા જોઈએ તો ખાસ કંઈ માહિતી હાથમાં આવતી નથી. તેનું મોટું કારણ એ કે ગલ્લો ભરાઈ જાય પછી તોડવાનો જ હોય એટલે અકબંધ હાલતમાં તો જમીનમાંથી મળી આવે નહિ. ઇસુ ખ્રિસ્તના જન્મ પહેલા અત્યારે જ્યાં તુર્કી છે તે એશિયા માઈનોર કહેવાતી જગ્યાએ ખ્રિસ્તી વસાહતોમાં વિશાળ પેડીમેન્ટનો ગલ્લા તરીકે ઉપયોગ થતો એવી અછડતી માહિતી મળે છે. વિશ્વસનીય માહિતી થોડા દૂરના પડોશી દેશ ઇન્ડોનેશિયામાંથી મળે છે. ચૌદમી પંદરમી સદીના માજાપાહિત સામ્રાજ્યના ગલ્લાના અવશેષો મળી આવેલા જેને જોડીને મ્યુઝિયમમાં રાખેલા છે. એ અત્યારની સૌથી જૂની સચવાયેલી પિગી બેન્ક ગણાય. (વાસ્તવમાં તેનો આકાર boar નો છે, pig નો નહિ).
જેઓએ નાનપણમાં ગલ્લો વસાવ્યો હશે તેમને યાદ હશે. ઘરે આવેલા મહેમાનની નજરે જો ગલ્લો ચડી જાય તો તેઓ પણ સૌજન્યતા ખાતર થોડા સિક્કા એમાં નાખી દે. અને જો એમાં નોટ પડે તો તો મીની લોટરી જેવી ખુશી થાય. ગલ્લો ખખડાવીને એની અંદર રહેલા કુલ રૂપિયાના અનુમાન કરવાના. માનવશક્તિની સર્જનાત્મકતાની એ પરાકાષ્ઠા કહેવાય. ફ્ક્ત અવાજ ઉપરથી ટોટલ જાણવો-કેટલી અદ્ભુત કળા વિકસી શકે. મોટા ભાગે જે તે બાળકના જન્મદિવસે ગલ્લો ફ્ૂટે. ફ્ૂટેલા ગલ્લાના વેરાયેલા ઠીકરાં વચ્ચેથી સિક્કા વીણવાના અને ગણવાના. એમાંથી કંઇક એવું ખરીદવાનું જેનું સપનું મહિનાઓથી સેવ્યું હોય. આપણે આપણી ગલ્લાની 'કમાણી'થી તે વસ્તુના માલિક બનીએ ત્યારે વગર સિંહાસને રાજા બન્યા હોય એવું લાગે. ગલ્લાએ ન જાણે લાખો-કરોડો માણસોને ભવિષ્યનું પ્લાનિંગ કરવાના સંસ્કાર આપ્યા છે.
૧૯૪૬માં એક કાર્ટુન એનીમેશન ફ્લ્મિ આવેલી જેનું નામ હતું:The Great Piggy Bank Robbery. જેમાં સ્નેકઆય, ૮૮ ટીથ, હેમરહેડ, બે માથાળો ડબલ હેડર, પમ્પકિનહેડ, માણસને જ ભૂંસી નાખતો રબર હેડ, ફ્ક્ત આઉટલાઈન-બોર્ડરથી જ શરીર બનેલું હોય તેવો નિયોન નુડલ વગેરે મળીને ડેફી ડકની પીગ્ગી બેન્ક ચોરવાનું પ્લાનિંગ કરે છે. પેકેજ ટૂર સિવાય અને ફેસબુકમાં ફેટો મૂકવા સિવાયના આશય સિવાય જે લોકો વોશિંગ્ટન જાય તેઓ સીએટલમાં આવેલી પાઈક પ્લેસ માર્કેટ પાસે આવેલા Rachel ની અચૂક મુલાકાત લે. Rachel એ પૂર્ણ કદના પિગ્ગી બેંકનું બ્રોન્ઝ-શિલ્પ છે. અરે બાળકોમાં પ્રિય મૂવી સિરીઝ 'ટોય સ્ટોરી'માં તો પિગ્ગી બેંક ખુદ એક પાત્ર બને છે. જર્મન જેવા ઘણા યુરોપિયન ભૂંડને પવિત્ર માને માટે એવા શેપ ધરાવતા બોક્સમાં પૈસા મૂકવાને શુકનિયાળ ગણે. ઘણી બેંક તેના ક્લાયન્ટના બાળકો માટે પિગ્ગી બેંક ગિફ્ટ કરતા હોય છે.

ભારતીય ઈતિહાસ ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી ગલ્લાની કોઈ સીધી માહિતી મળી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણી સંસ્કૃતિમાં ગુલ્લકનું મહત્ત્વ નથી. ભારતીયો પાસે બધા દેશો કરતાં વધુ સોનું છે તે ગલ્લાના એટલે કે ભવિષ્ય માટેની બચતના જ સંસ્કારને કારણે છે, જે આપણને ગળથૂથીમાં મળ્યા છે. ગુજરાતી ભાષામાં તો ગલ્લાને હડફે પણ કહેવાય. 'હરી હરીને હડફે હાથ'- એવી જૂની કહેવત છે. પણ દુઃખ એ વાતનું છે કે હવે કહેવત સાથે ગલ્લો પણ બહુ ઝડપથી લુપ્ત થતો જાય છે. પ્લાસ્ટિક મની, કમ્પલસરી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, બીટકોઈન ઈ. સરકારી કાયદાના સમયમાં આ બચતના ગુણોને ફ્રક નહિ પડે ને? ગલ્લો ફ્ક્ત મ્યુઝિયમમાં જ જોવા મળે એ શું માણસોની અને પ્રશાસનની એક મોટી હારની નિશાની નથી!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment