Sunday, 11 December 2016

[amdavadis4ever] એક સ્ત્ર ીની અકલ્પ ્ય જીવનસફર.....સફ ળ થતાં પહેલાં માય ા એન્જેલો એ અકલ્પ્ય સંઘર્ષ કર્યો.... .માયા એંજ ેલોએ એક જ ન્મમાં અનેક જન્મ જેટલું જી વી લીધું!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૪ એપ્રિલ, ૧૯૨૮ના દિવસે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન્ટ લૂઈમાં બેલે જોનસનની પત્ની વિવિયને એક પુત્રીને જન્મ આપ્યો. એ દંપતીએ તે પુત્રીનું નામ માર્ગરેટ પાડ્યું. એ યુગલને એક પુત્ર હતો એનું નામ બેલે જુનિયર હતું. તે નાની બહેનને 'માયા' એવા હુલામણા નામથી બોલાવતો હતો. 

માયા નાનકડી હતી ત્યારથી જ તેના માતાપિતા વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. માયા ત્રણ વર્ષની થઈ ત્યારે તેના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા. પત્ની સાથે છૂટાછેડા પછી બેલે જોનસન બે બાળકોને સાચવી ન શક્યો. તેણે પોતાનાં બન્ને સંતાનને પોતાની માતા એની હેન્ડરસનના ઘરે મોકલી દીધા. તે નિષ્ઠુર બાપે ત્રણ વર્ષની પુત્રી અને ચાર વર્ષના પુત્રને એકલા ટ્રેનમાં બેસાડી દીધા હતાં. 

માયાની દાદી એની અર્કાન્સસમાં દુકાન ચલાવતી હતી. નિગ્રો લોકોની ગીચ વસતિ વચ્ચે તેની દુકાન હતી. તે બધા ગ્રાહકો સાથે સારી રીતે વર્તતી હતી. તેના બધા સાથે સારા સંબંધ હતા. જોકે કેટલાક ગોરા ગ્રાહકો તેની દુકાને આવતા, જેઓ બહુ ખરાબ રીતે વર્તતા. એવા ઉદ્ધત ગોરાઓ માયાની દાદીનું અપમાન કરતા ત્યારે નાનકડી માયાને બહુ લાગી આવતું, પણ તે કશું કરી ન શકતી. માયાના મનમાં આક્રોશ જાગતો કે મારી દાદી આટલી સારી છે છતાં આ દુષ્ટ લોકો કેમ તેની સાથે ખરાબ વર્તાવ કરે છે? 

જેમ જેમ માયા મોટી થતી ગઈ એમ એમ તેને સમજાતું ગયું કે ગોરાઓ અશ્ર્વેત લોકો સાથે અપમાનજનક વર્તાવ કરે છે. તે તેની દાદી અને તેના કાકાને પૂછતી કે આ બધા ગોરાઓ શા માટે અશ્ર્વેતોનું અપમાન કરતા રહે છે? એક વાર માયાના દાંતમાં દુખાવો ઊપડ્યો ત્યારે તેને ગોરા ડૉક્ટર પાસે લઈ જવાઈ. એ વખતે ગોરા ડૉક્ટરે તેના દાંતની સારવાર કરવાની ના પાડી દીધી. ઉપરથી તેણે એવું કહ્યું કે હું કૂતરા કે બિલાડાની સારવાર કરી શકું, પણ નિગ્રો લોકોની સારવાર તો ક્યારેય નહીં કરું. ડૉક્ટરના એ શબ્દોથી માયાને ઊંડો આઘાત લાગ્યો. તેના બાળમાનસ પર એ ઘટનાની ઘેરી અસર પડી. 

જોકે એનાથી પણ વધુ ઊંડો આઘાત બીજી એક ખોફનાક ઘટનાને કારણે તેને લાગ્યો. માયા આઠ વર્ષની થઈ ત્યારે તેનો બાપ એક દિવસ અચાનક આવી ચડ્યો. તેણે માયાને અને તેના ભાઈને ફરી વાર માયાની માતા પાસે પાછા સેન્ટ લૂઈ મોકલી દીધા. એ વખતે માયાની માતા ફ્રીમેન નામના તેના પ્રેમી સાથે રહેતી હતી. માયા તેની માતા સાથે રહેવા લાગી એ પછી થોડા દિવસમાં તેની માતાના પ્રેમીએ તેના પર બળાત્કાર કર્યો. માયા હચમચી ગઈ. તેણે તેના મોટા ભાઈને કહ્યું કે તેની સાથે શું થયું છે. માયાના ભાઈએ તેના મામાઓને વાત કરી કે માયા પર બળાત્કાર થયો છે. પોલીસને જાણ કરાઈ અને પોલીસ માયાની માતાના પ્રેમીને પકડીને લઈ ગઈ. જોકે પોલીસે માયાની માતાના પ્રેમીને બીજે દિવસે છોડી દીધો. 

પોલીસે માયાની માતાના બળાત્કારી પ્રેમીને છોડી મૂક્યો હતો, પણ માયાના મામાએ તેને માફ કર્યો નહોતો. પોલીસે તેને છોડી મૂક્યો એના ચાર દિવસ પછી તેનું ખૂન થઈ ગયું. માયાના મામાઓએ તેને મારી નાખ્યો હતો. એ ઘટનાથી માયા સ્તબ્ધ થઈ ગઈ. પોતાના પર બળાત્કાર થયો હતો એથી તેને આઘાત લાગ્યો હતો એ પછી તેને બીજો આઘાત એ લાગ્યો કે પોતાના શબ્દોને કારણે જ તે માણસનું ખૂન થઈ ગયું. એ દિવસથી તે લગભગ મૂંગી થઈ ગઈ. પાંચ વર્ષ સુધી તે ચૂપ રહી. 

માયા પર બળાત્કાર થયો એ પછી થોડા દિવસમાં જ તેની દાદી માયાને અને તેના ભાઈને પોતાને ત્યાં લઈ ગઈ. માયા બોલતી બંધ થઈ એ પછી તેને ફરી હતી એવી કરવા માટે તેની દાદીએ બહુ મહેનત કરી. માયાની દાદીની મિત્ર અને માયાની શિક્ષિકા બર્થા ફલાવર્સે માયાને ફરી બોલતી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. લગભગ મૂંગી બની ગયેલી માયાને તેણે વાંચન તરફ વાળી. તેણે માયાને વિલિયમ શેક્સપિયર, ચાર્લ્સ ડિક્ધસ અને એડગર એલન પો સહિત અનેક લેખકોનાં પુસ્તકો વાંચતી કરી. માયાને સાહિત્ય પ્રત્યે લગાવ થવા લાગ્યો. માયાની યાદશક્તિ પણ એ સમય દરમિયાન વધતી ચાલી. 

માયા તેની દાદી સાથે રહેતી હતી એ દરમિયાન તેની દાદી પાસેથી કેટલીક વાતો શીખી. તેની દાદીએ તેને શીખવ્યું કે આપણે કોઈ પાસેથી કંઈ શીખ્યા હોય એ બીજાઓને શીખવવું જોઈએ. તેની દાદીએ તેને બીજી વાત એ શીખવી કે આપણે કોઈ પાસેથી કંઈ 

લીધું હોય તો બદલામાં તેને કંઈક આપવું જોઈએ. 

જોકે માયા ૧૪ વર્ષની થઈ ત્યારે તેણે દાદીથી છૂટા પડવાનો વારો આવ્યો. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન તેણે અને તેના ભાઈએ ફરી વાર તેની માતા પાસે જવું પડ્યું. એ વખતે તેની માતા કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં રહેતી હતી. માયાને કેલિફોર્નિયા લેબર સ્કૂલમાં દાખલ કરાઈ. એ સ્કૂલમાં તેને રંગભેદના કડવા અનુભવો થયા. 

જોકે માયાની જિંદગીમાં ઘણા ચડાવઉતાર લખાયા હતા.

અશ્ર્વેતો પ્રત્યેના ભેદભાવ છતાં વાંચનને કારણે માયામાં આત્મવિશ્ર્વાસનો સંચાર થયો. તે સોળ વર્ષની થઈ એ વખતે તેણે જાણ્યું કે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ટ્રામ કંડક્ટરની ભરતી થઈ રહી છે. એમાં કેટલીક મહિલાઓની ભરતી પણ થવાની હતી. માયાએ અરજી કરી અને સાન ફ્રાન્સિસ્કોની પ્રથમ અશ્ર્વેત મહિલા કંડકટર તરીકે કામ શરૂ કર્યું. 

માયા સત્તર વર્ષની થઈ ત્યારે એક યુવાનના પ્રેમમાં પડી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી બેઠી. તે એટલી નાની ઉંમરે માતા બની ગઈ. કુંવારી માતા બનવાને કારણે તેણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેની નોકરી છૂટી ગઈ અને તે તેની માતાથી પણ છૂટી પડી ગઈ. સત્તર વર્ષની ઉંમરે તેણે માતાનું ઘર છોડી દીધું અને તે પોતાના પુત્ર સાથે એકલી રહેવા લાગી.

એક બાજુ કુંવારી માતા બનવાને કારણે માયાએ સામાજિક સંઘર્ષનો સામનો કરવો પડ્યો તો બીજી બાજુ નોકરી છોડવાને કારણે માયાનો આર્થિક સંઘર્ષ પણ શરૂ થયો. એક બાજુથી કારમી ગરીબી અને બીજી બાજુ પુત્રની જવાબદારીને કારણે માયા જે મળે એ કામ કરવા તૈયાર થઈ ગઈ. તેણે એક ક્લબમાં નર્તકી તરીકે કામ શરૂ કર્યું. જો કે એમાંથી તેનું અને તેના પુત્રનું ગુજરાન ચાલે એમ નહોતું એટલે તે વેશ્યા બની ગઈ. કેટલોક સમય વેશ્યા તરીકે કામ કર્યા પછી તેણે વેશ્યાઓની મેનેજર તરીકે કામ શરૂ કર્યું. 

થોડાં વર્ષોના સંઘર્ષ પછી માયા ફરી એક યુવાનના પ્રેમમાં પડી. ૧૯૫૧માં ૨૩ વર્ષની ઉંમરે માયા ઈલેક્ટ્રિશિયન એવા ગ્રીક પ્રેમી ટોશ એન્જેલોને પરણી ગઈ. માયાની માતા એ લગ્નની વિરુદ્ધ હતી. જો કે માયાએ માતાના વિરોધની પરવા ન કરી. ટોશ સાથે લગ્ન પછી થોડી આર્થિક સલામતી મળી એટલે માયા ડાન્સ ક્લાસમાં જોડાઈ જ્યાં મોડર્ન ડાન્સ શીખવાતો હતો. એ સમય દરમિયાન તેની મુલાકાત ડાંસર્સ અને કોરિયોગ્રાફર્સ એલ્વિન ઐલે અને રુથ બેકફર્ડ સાથે થઈ. માયાએ એલ્વિન ઐલે સાથે તેના અને પોતાના મૂળ નામ માર્ગરેટ પરથી 'અલ એન્ડ રીટા' નામનું ડાન્સ ગ્રુપ શરૂ કર્યું. તેમણે અશ્ર્વેત સંગઠનો માટે ઘણા મોડર્ન ડાન્સના કાર્યક્રમો કર્યા. જો કે એમાં તેમને સફળતા ન મળી. 

માયાને થયું કે તેણે ત્રિનિદાદિયન પર્લ પ્રાયમસ પાસેથી આફ્રિકન નૃત્યની તાલીમ લેવી જોઈએ તો તેને ડાન્સર તરીકે સફળતા મળી શકે. પણ પર્લ પ્રાયમસના ડાંસ ક્લાસીસ ન્યૂ યોર્કમાં હતા. માયાએ પતિ ટોશ સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ટોશે ન્યૂ યોર્ક જવાની તૈયારી દર્શાવી. માયા તેના પતિ અને પુત્ર સાથે ન્યૂ યોર્ક રહેવા ગઈ. જો કે તેઓ એક વર્ષમાં પાછાં સાન ફ્રાન્સિસ્કો જતાં રહ્યાં. આ દરમિયાન માયાનો ટોશ સાથેનો સંબંધ તનાવભર્યો બની રહ્યો હતો. ત્રણ વર્ષના લગ્નજીવન પછી ૧૯૫૪માં માયા અને ટોશે છૂટાછેડા લઈ લીધા. 

છૂટાછેડા પછી માયાએ ફરી વાર સાન ફ્રાન્સિસ્કોમાં ક્લબ ડાન્સર તરીકે કામ શરૂ કરી દીધું. કેટલીક ક્લબ્સ બદલાવ્યા પછી તે પરપલ ઓનિયન ક્લબમાં ડાન્સર તરીકે જોડાઈ. ત્યાં સુધી તે તેના મૂળ નામ માર્ગેરિટા જોનસન કે રીટા તરીકે ઓળખાતી હતી. પણ પરપલ ઓનિયન ક્લબના મેનેજર અને અન્ય કર્મચારીઓએ તેને સૂચન કર્યું કે તું તારું નામ બદલી નાખ. ત્યારથી માયાએ પોતાનું નામ બદલીને માયા એન્જલો કરી નાખ્યું. માયા તેના કેલિપ્સો ડાન્સ થકી જાણીતી બનવા લાગી. ૧૯૫૫માં માયાને ડાન્સર તરીકે યુરોપનો પ્રવાસ કરવાની તક મળી. માયાએ યુરોપના જુદાજુદા વિસ્તારોનો પ્રવાસ કર્યો એ દરમિયાન દરેક કાઉંટીની ભાષા શીખવાની કોશિશ કરી. તે ઘણી ભાષા સમજતી થઈ. એ વખતે તો તે કંઈક નવું શીખવાના હેતુથી અલગ અલગ ભાષાઓ શીખી હતી, પણ તેને એ બધુ ભવિષ્યમાં કામ આવવાનું હતું. 

માયા કેલિપ્સો ડાન્સ થકી જાણીતી બનવા લાગી એ પછી તેણે ૧૯૫૭માં તેનું પ્રથમ આલબમ મિસ કેલિપ્સો બહાર પાડ્યું. એ જ વર્ષે કેલિપ્સો ડાન્સ પરથી પ્રેરિત ફિલ્મ કેલિપ્સો 'હિટ વેવ'માં માયાએ કમ્પોઝ કરેલાં ગીતોનો ઉપયોગ થયો જેના પર માયાએ જ નૃત્ય પણ કર્યું હતું. ૧૯૫૯માં માયાની મુલાકાત લેખક જોહ્ન ઓલિવર કિલેંસ સાથે થઈ. તેમણે માયાની પ્રતિભા પારખીને કહ્યું કે તારે લેખક બનવું જોઈએ. તેમણે માયાને ન્યૂ યોર્કમાં રહેવા આવવાની સલાહ આપી. તેમની વાત માનીને માયા ન્યૂ યોર્ક રહેવા ગઈ. અને તેણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે લેખનની સાથે સાથે નાટકોમાં અભિનય પણ શરૂ કર્યો. 

એ પછી ૧૯૬૧માં ફરી વાર માયાના જીવનમાં એક નવો વળાંક આવ્યો. 


૧૯૬૧માં માયાની મુલાકાત દક્ષિણ આફ્રિકન સ્વાતંત્ર્ય સેનાની વુસુમ્ઝી મેક સાથે થઈ. માયા અને મેક પ્રેમમાં પડ્યાં. માયા પોતાના પુત્રને લઈને વુસુમ્ઝી મેક સાથે ઈજિપ્તના કેરો શહેરમાં રહેવા ગઈ. માયા અને મેકે લગ્ન કર્યા વિના સહજીવન શરૂ કર્યું. કેરોમાં સ્થિર થયા પછી માયાએ અંગ્રેજી સાપ્તાહિક 'ધ આરબ ઓબ્ઝર્વર'માં એસોસિયેટ એડિટર તરીકે નોકરી મેળવી. જો કે માયાનો મેક સાથેનો સંબંધ લાંબો ટક્યો નહીં. માયા અને મેક એક વર્ષમાં જ છૂટાં પડી ગયાં. મેકથી છૂટા પડ્યા પછી માયા પુત્ર સાથે ઘાનાના અક્રામા રહેવા જતી રહી. ત્યા તેણે પુત્ર ગાયને કૉલેજમાં દાખલ કર્યો. માયાએ પણ ઘાના યુનિવર્સિટીમાં એડમિનિસ્ટ્રેટર તરીકે નોકરી મેળવી લીધી. માયા ઘાનાથી સ્થળાંતર કરવાનું વિચારતી હતી, પણ તેના પુત્રને મોટરસાઈકલ અકસ્માત નડ્યો અને તેણે લાંબો સમય સુધી સારવાર હેઠળ રહેવું પડ્યું. માયાએ ઘાનામાં નિવાસ દરમિયાન 'ધ આફ્રિકન રીવ્યૂ' સામાયિકમાં ફીચર એડિટર તરીકે પણ ફરજ બજાવી. એ દરમિયાન તેણે રેડિયો અને નાટકોમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું. 

૧૯૬૫ સુધી ઘાનામાં રહ્યા પછી માયા ફરી વાર અમેરિકા ગઈ. ઘાનામાં માલકમ એક્સ સાથે તેની ગાઢ દોસ્તી થઈ ગઈ હતી. એ પછી માલકમ એક્સ અમેરિકા જતો રહ્યો હતો. માયા અમેરિકા પાછી ગઈ ત્યારે માલકમ અને તે ફરી નજીક આવ્યા. માયાએ માલકમને ઓર્ગેનાઈઝેશન ઑફ આફ્રિકન-અમેરિકન યુનિટી નામનું સંગઠન ઊભું કરવામાં મદદ કરી. એ સંગઠનની રચનાના થોડા સમયમાં જ માલકમની હત્યા થઈ ગઈ. માયા પડી ભાંગી અને તેના ભાઈ બેલે પાસે હવાઈ જતી રહી અને ત્યાં ગાયિકા તરીકે કામ કરવા લાગી. જો કે થોડા સમય પછી તે ફરી વાર અમેરિકા જતી રહી અને તેણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

૧૯૬૮માં માયા ફરી વાર અમેરિકા ગઈ એ પછી તેની લેખિકા અને કવયિત્રી તરીકેની કારકિર્દીને વેગ મળ્યો. માયાએ ટીવી સ્ક્રિપ્ટ્સ, ગીતો, કવિતાઓ અને સ્ક્રીન પ્લે લખવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે અભિનય પણ કર્યો. માયાએ હોલીવૂડની ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું. થોડાં વર્ષોમાં તો તે જગમશહૂર બની ગઈ. ૧૯૭૨માં માયાએ એક સ્વીડિશ ફિલ્મ કંપની માટે 'જ્યોર્જિયા, જ્યોર્જિયા' ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો ત્યારે હોલીવૂડની ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લખનારી એ પ્રથમ અશ્ર્વેત મહિલા બની હતી. 

માયા એ કક્ષાએ પહોંચી ગઈ કે ૧૯૯૨માં બિલ ક્લિન્ટને અમેરિકાના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો એ કાર્યક્રમમાં તેણે પોતાની કવિતાનું પઠન કર્યું હતું. એ અગાઉ એવું માન માત્ર કવિ રોબર્ટ ફ્રોસ્ટને જ મળ્યું હતું. જોન એફ. કેનેડીએ પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે રોબર્ટ ફ્રોસ્ટે તેમના કાવ્યનું પઠન કર્યું હતું. એ પછી તો માયા એ કક્ષાએ પહોંચી કે અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં પણ તેનું મહત્ત્વ રહેતું. બરાક ઓબામા પહેલી વાર અમેરિકન પ્રમુખ બનવા માટે ચૂંટણી લડ્યા એ વખતે તેમના સમર્થનમાં માયા એંજેલોએ સભાને સંબોધન કર્યું હતું. માયા એંજેલો વિશે જગતના લગભગ તમામ દેશોનાં અખબારોમાં લખાયું હતું. ટેલિવિઝન અને અખબારો માટે માયાએ જીવનમાં કેટલી મુલાકાતો આપી હતી તેની ગણતરી કરવી મુશ્કેલ થઈ જાય એટલી મુલાકાતો તેણે આપી હતી. તેણે જગવિખ્યાત ટીવી હોસ્ટ ઓપરાહ વિનફ્રેને પોતાના જીવનની ઘણી વાતો કહી હતી. 

માયા અશ્ર્વેતો પ્રત્યે થતા ભેદભાવ દૂર કરવા માટે પણ સતત પ્રયત્નશીલ રહી હતી. તેની મુલાકાત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર સાથે થઈ એ પછી તેણે પોતાના એ પ્રયાસો વધુ વેગવાન બનાવ્યા હતા. એક ફ્રેન્ડ સાથે તે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનું પ્રવચન સાંભળવા ગઈ ત્યારે તેમનાથી પ્રભાવિત થઈ ગઈ હતી. તેની માર્ટિન લ્યુથર કિંગ જુનિયર સાથે મુલાકાત થઈ એ પછી તેમણે તેને અશ્ર્વેતો માટે એક રેલીનું આયોજન કરવાનું કામ પણ સોંપ્યું હતું. કમનસીબે એ રેલી મુલતવી રહી હતી. અને ફરી તેનો સમય નક્કી થાય એ પહેલા ૧૯૬૮માં માયાના જન્મ દિવસે જ તેમની હત્યા થઈ ગઈ હતી. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા પછી માયા ફરી એક વાર ભાંગી પડી હતી. તે સખત ડિપ્રેશનમાં સરી પડી હતી. જો કે એ પછી તેના ગાઢ મિત્ર જેમ્સ બેલ્ડવિને તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી હતી. 

એ પછી માયા આઘાતોથી ટેવાઈ ગઈ. તેણે પોતાની લેખન કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અશ્ર્વેતોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું. 

૨૮ મે, ૨૦૧૪ના દિવસે માયા એંજેલોનું મૃત્યુ થયું ત્યારે જગતભરનાં અખબારોએ એ સમાચાર આપ્યા હતા. માયા એંજેલો વિશે એક લેખમાં લખવું બહુ કઠિન છે. આ મહાનારી એક જન્મમાં અનેક જન્મ જીવી ગઈ. તેણે અનેક પુસ્તકો લખ્યાં, જેમાં તેની સાત આત્મકથાઓનો પણ સમાવેશ થાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment