Wednesday 7 December 2016

[amdavadis4ever] પુરુષે કેટલી હ દે સ્ત્રી જેવા બનવું જોઈએ? By Shishir Ramavat

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજકાલ બોનો અને 'ગ્લેમર' બંને ન્યૂઝમાં છે. 'ગ્લેમરે' તાજેતરમાં બોનોને 'વુમન ઓફ્ ધ યર' એવોર્ડ આપ્યો. એવોર્ડના દાવેદાર તરીકે કેટલીય સફ્ળ સ્ત્ર્રીઓ ક્તારમાં હતી બોનો નામનો ભાયડો આ બધી બાઈઓને પાછળ રાખીને 'દુનિયાની સર્વોત્તમ સ્ત્રી' હોવાનું સન્માન જીતી ગયો, એટલું જ નહીં, ઝાકઝમાળભરી સેરીમનીમાં એણે હરખાતાં હરખાતાં ઠાવકી સ્પીચ પણ આપી. બોનો રોકસ્ટાર ઉપરાંત એકિટવિસ્ટ પણ છે. દુનિયામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા સ્થપાય તે માટે એ ઉત્તમ કામગીરી કરી રહૃાો હોવાથી આ એવોર્ડ આપવામાં આવ્યો છે એવું મેગેઝિનવાળાઓનું ક્હેવું છે.
તો દોસ્તો, વાત હવે અહીં સુધી પહોંચી ચૂકી છે. હવે પુરુષને પણ સર્વશ્રેષ્ઠ સ્ત્રી હોવાનું બહુમાન મળી શકે છે! સ્ત્રી-પુરુષ વચ્ચે આના કરતાં વધારે કેટલી સમાનતા જોઈએ છે તમારે?

 

અલબત્ત, 'ગ્લેમર'ના આ ગતકડાંની ટીકા અને મજાક પણ ઘણા થયા છે. શું મેગેઝિનની એડિટોરિયલ ટીમને દુનિયાની ૩.૫૨ અબજ સ્ત્રીઓમાંથી એવોર્ડ આપી શકાય એવી એક પણ લાયક મહિલા ન મળી કે મરદ મૂછાળાને બોલાવવો પડયો? ભરપૂર લાયકાત હોવા છતાં સ્ત્રીઓને તક, નોકરી તથા પોઝિશન મળતાં નથી એવી ફ્રિયાદો સતત થતી રહે છે અને આ એવોર્ડે આ વાત ફ્રી એકવાર સાબિત કરી આપી! કોઈએ કમેન્ટ કરી કે તો શંુ હવે આપણી દીકરીઓએ એવી પ્રેરણા લેવાની કે મોટા થઈને અમારે બોનો બનવું છે? યુનાઈટેડ નેશન્સ ઇચ્છે છે કે સાલ ૨૦૩૦ સુધીમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા ખતમ થઈ જવી જોઈએ. વિશ્વભરની બાલિકાઓ અને મહિલાઓના સશક્તિકરણ માટે યુનાઈટેડ નેશન્સે જે કાર્યક્રમ ઘડયો છે એની એમ્બેસેડર કેણ છે? વંડર વુમન નામનું કાર્ટુન કેરેકટર! બોનોને એવોર્ડ મળ્યો એટલે ઉકળનારાઓ પાછા ઊકળી પડયાઃ આ શંુ થવા બેઠું છે? એક કાર્ટુનને યુએન જેવી સંસ્થા સ્ત્ર્રી સશકિતકરણનું પ્રતીક બનાવે છે અને એક પુરુષને દુનિયાની સર્વોત્તમ સ્ત્રી હોવાનું સન્માન મળે છે. ધરતી પર હવે અસલી સ્ત્રીઓ બચી જ નથી કે શું?
કરિઅર માટે વતન છોડીને મોટા શહેરમાં આવેલો, સ્વજનોની હૂંફ્થી દૂર રહેતો આજનો સંસ્કારી સોફ્સ્ટિીકેટેડ પુરુષ, એ ટેકનિક્લી પોતાનું ઘર કે પિયર છોડીને આવેલી સ્ત્રી જેટલો જ વલ્નરેબલ છે – લાગણીના સ્તરે, આર્થિક સ્તરે, સામાજિક સ્તરે! આ પુરુષ વ્યકિતગત સ્તરે સ્ત્રી-સશકિતકરણના ઢોલનગરાં સાથે ઘણી વાર આઇડેન્ટિફય કરી શકતો નથી, કારણ કે એણે સ્ત્રી-પુરુષને સમાન સ્તરે જ જોયા છે અને અનુભવ્યા છે. બાળપણથી એનો પનારો સ્ટ્રોન્ગ અને ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રીઓ સાથે જ પડયો છે. અલબત્ત, આ પ્રકારનું માઇન્ડસેટ ધરાવતા પુરુષો કરતાં આવું માઇન્ડસેટ ન ધરાવતા પુરુષોની સંખ્યા ઘણી મોટી હોવાની.
આજની સ્ત્રી પુરુષ જેવી અને પુરુષ સ્ત્ર્રી જેવો બની રહૃાો છે તે વાત કેટલી હદે સાચી છે? એક તાજા અભ્યાસ પરથી વાત બહાર આવી છે કે પુરુષની શરીરરચનામાં કાળક્રમે ફેરફરો થયા ન હોત અને એ વધુ ને વધુ ફેમિનાઇન (સ્ત્રી જેવો) બન્યો ન હોત તો પૃથ્વી પર માણસજાતની ઉત્ક્રાંતિ અથવા વિકાસ થઈ જ શકયો ન હોત! ગુફયુગ શરૂ થયો તેની પહેલાંના એકાદ લાખ વર્ષ સુધી પુરુષો નિરુદ્દેશ ર્ફ્યા કરતાં હતા. સમયની સાથે પુરુષના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં ઘટાડો થતાં તેે ઓછો આક્રમક અને વધારે 'સ્ત્રી જેવો' બન્યો, એનું શરીર પ્રમાણમાં ઓછું સ્નાયુબદ્ધ બન્યું, તેનામાં અન્ય મનુષ્યપ્રાણીઓ સાથે સંબંધ બાંધવાની અને સહકાર આપવાની 'સોશિયલ સ્કિલ' આવી. ધીમે ધીમેએ ગુફમાં રહેતો થયો, મારે બહાર જઈને માદા અને બચ્ચા માટે શિકાર કરવાનો છે એવી ભાવના વિકસી. પછી તીર-કામઠાં જેવાં હથિયારો બનાવતા તેમજ માછલી પકડતા શીખ્યોને આ રીતે માનવઉત્ક્રાંતિ તેમજ માનવસંસ્કૃતિનો સિલસિલો આગળ વધ્યો. ટૂંકમાં, પુરુષત્વના પ્રતીક જેવા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઘટવાથી પુરુષો થોડા થોડા 'સ્ત્રી જેવા' સૌમ્ય અને સંવેદનશીલ બન્યા ન હોત તો આજેય માનવજાત ભૂતકળના કેણ જાણે ક્યા યુગમાં જીવતો હોત!

જો આ થિયરીને જડબેસલાક સાચી હોય તો એનો સાદો અર્થ એ થયો કે પુરુષ પોતાની ટિપિકલ મર્દાનગી છોડીને ક્રમશઃ સ્ત્રી જેવો બનતો જાય એ ઉત્ક્રાંતિનો તકાજો છે! પુરુષો, સાવધાન! જો તમારે પૃથ્વીના પટ પરથી સાવ નિર્મૂળ ન થઈ જવું હોય તો તમારી 'ફેમિનાઈન સાઈડ'ને ઝપાટાભેર અપનાવતા શીખી જવું પડશે. વેલ, લાગે છે કે પુરુષો સારું પર્ફેર્મ ક્રી રહૃાા છે. જુઓને, હવે તો પુરુષને સર્વશ્રેષ્ઠ સ્ત્રીનો એવોર્ડ પણ મળવા લાગ્યો છે. વેલ ડન!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment