Sunday, 27 November 2016

[amdavadis4ever] હવેલીમાં જન્મેલો ગૌર વ કેમ દુરાચ ારી પાક્યો?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હવેલીમાં જન્મેલો ગૌરવ કેમ દુરાચારી પાક્યો?

 

કનકભાઇનું કુટુંબ ગર્ભશ્રીમંત હતું. વારસામાં મળેલી મોટી ફેક્ટરી હતી, બહોળો કારોબાર હતો, પણ બધો વહીવટ મોટાભાઇ જગતભાઇના હાથમાં હતો. વિશાળ હવેલીમાં એમનું સંયુક્ત કુટુંબ વસ્યું હતું. જગતભાઇથી નાના અનિલભાઇ ફેક્ટરી સંભાળતા, પણ કનકભાઇના માથે તો કોઇ જવાબદારી જ ન હતી, આથી ઘરમાં કે ઓફિસમાં કોઇ એમને ગણતું નહિ. ભાઇઓમાં સૌથી નાના એ કોઇ કામના ન હતા. એમના દીકરા ગૌરવની તો બધા રીતસર અવગણના જ કરતાં. ગૌરીબહેન ચૂપચાપ અપમાન સહન કરતાં પણ નાનકડો ગૌરવ છંછેડાઇ ઊઠતો, એ પ્રતિકાર કરવા જતો ત્યારે એના ગાલે એક બે થપાટ પડી જતી. ખોટી રીતે દીકરાનું શોષણ થતું જોઇને ગૌરીબહેન કકળી ઉઠતાં પણ દીકરાના બચાવમાં બે શબ્દ બોલી શકતાં નહિ. બોલવાની એમનામાં હિંમત જ રહી ન હતી. એ કોઇ વાજબી વાત કરવા જાય તોય એમનાં સાસુ એમને ગાંડી કહીને ઉતારી પાડતાં. નોકરચાકરેય એમનું કહેવું સાંભળતાં નહીં. 

આવા અન્યાયી અને શોષણકર્તા વાતાવરણમાં ગૌરવ નોર્મલ ક્યાંથી રહે? ભણવાગણવામાં એનું ચિત્ત ચોટતું નહિ, એ તોફાન જ કરતો, એના જેવા મિત્રોની એને સોબત મળી અને એ બગડતો જ ગયો. એ ઘર બહાર કોની સોબતમાં રહે છે એની શરૂઆતમાં તો ખબર પડી નહીં પણ જ્યારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. 

એ જુગાર, દારૂ અને ચોરીના રવાડે ચડ્યો હતો. ઘરમાં તો કોઇને કંઇ ખબર નહિ પણ એક દિવસ પોલીસ એનું પગેરું શોધતી છેક એમની હવેલી સુધી આવી ને ઘરમાંનાં બધાં ચોંકી ઊઠ્યા. ગૌરવ પર કામ ચાલ્યું ને એને છ મહિનાની જેલ થઇ. છાપામાં સમાચાર છપાયા. 

મોટાભાઇ જગતભાઇના હાથમાં ગૌરવ તો ના આવ્યો પણ કનકભાઇ આવ્યા. બધાંનાં દેખતાં કનકભાઇને એક લાફો ચોડી દીધો ને કહ્યું,"તારા છોકરાના લીધે અમારે બધાંને નીચું જોવાનો વારો આવ્યો, શું જોઇને તું જીવે છે? મરી જા તું મરી જા. 

અને કનકભાઇ આઘાતથી ખરેખર મરી ગયા. મરવા માટે એમને ઝેર ગટગટાવી જવાની જરૂર ના પડી કે દરિયામાં જઇને ડૂબવાની જરૂર ના પડી કે પેટ્રોલ છાંટીને મરવાની જરૂર ના પડી. 

કનકભાઇના મૃત્યુથી ઘડીકભર તો સૌ હેબતાઇ ગયાં પણ પછી પાછાં સ્વસ્થ થઇ ગયાં, પણ ગૌરીબહેનના માથે તો આભ તૂટી પડ્યું. ડૂસકો ભરી ભરીને એ છાતીફાટ રડે છે પણ એમને હૈયે વળગાડીને આશ્ર્વાસન આપનાર કોઇ નથી. કલાકો સુધી રડીને એ એમની મેળે શાંત થઇ જાય છે. ખાધાંપીધાં વગર બેઠા હોય તો પ્રેમથી બે કોળિયા ખવડાવનાર કોઇ નથી. 

પણ જ્યારે માણસ ચારેબાજુ દુ:ખથી ઘેરાઇ જાય, કોઇ એનો હાથ પકડનાર ના હોય ત્યારે એને અંદરથી હિંમત આવે છે. અંદરથી જ એને માર્ગ સૂઝે છે. 

એમણે વિચાર્યું આ ઘરમાં મને કોઇ ઇચ્છતું નથી. જેનો હાથ પકડીને આ ઘરમાં આવી હતી એ તો રહ્યા નથી, કદાચ આ ઘર, કુટુંબ સાથે મારાં અંજળપાણી પૂરાં થયા છે. મારે અહીંથી જવું જોઇએ. અહીંના અન્નનો એક કણ પર પણ મારો અધિકાર નથી. 

પણ...પણ હું અહીંથી જાઉં અને મારો દીકરો ગૌરવ એની સજા પૂરી થાય ને અહીં આવી ચડે તો! આ વિશાળ દુનિયામાં એને પગ મૂકવાનું ઠેકાણું બીજે ક્યાં છે? આજ સુધી તો મેં કદી એને હૈયાસરસો ચાંપીને એના ઉદ્વેગ અને વેદનાની વાતો પૂછી નથી. હું મા હતી તોય મેં માનો ધર્મ બજાવ્યો નથી. 

બધેથી ધુત્કાર પામેલો મારો દીકરો ગુનેગાર ના બને તો જ નવાઇ. પણ એક વાર એ ગુનો આચરી બેઠો એટલે શું એ આખી જિંદગી ગુના જ કર્યા કરશે? એક વાર એને જેલની સજા થઇ એટલે એને સમાજમાં રહેવાનો હક નથી. ના મારા દીકરો સુધરી જશે. 

ખરી રીતે હું અને આ આખું ઘર એના ગુનેગાર છીએ. બાળક પ્રેમ પામે તો સદ્ગુણી થાય. એનામાં સદ્બુદ્ધિનો વિકાસ થાય, પણ જો એને તિરસ્કાર મળે તો ખરેખર એ તિરસ્કારને યોગ્ય કામ કરતો થઇ જાય. મારા ગૌરવના અધ:પતન માટે હું જ જવાબદાર છું. એનું જીવન નષ્ટ થતું હતું અને હું જોયા કરતી હતી. 

પણ આજે મારી આંખ ઊઘડી છે. દીકરા એક વાર તું અહીં આવ આપણે બે પુરુષાર્થ કરીને તારી દુનિયા બદલી નાખીશું. તારો ભૂતકાળ ભૂંસી નાખીશું.

ગૌરીબહેન રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તું મારી પર કૃપા કર. મારા ગૌરવને મારી પાસે મોકલ. તું ચમત્કાર કર એ સુધરી જાય. ભલે એ ભણ્યો નથી પણ કુટેવો અને વ્યસનમાંથી તું એને ઉગારી લે. ગૌરીબેન વ્રત, ઉપવાસ કરે છે ને દીકરાના ઉદ્ધાર માટે ઇશ્ર્વરને કરગર્યા કરે છે. 

ઘરમાં એમના માટે કોઇને સહાનુભૂતિ નથી, કોઇક તો વળી બોલે છે, ધણી મરી ગયો છે ને દીકરો જેલમાં છે તો ક્યા સ્વાદે આ બાઇ જીવે છે. બીજું કોઇ હોય તો શરમનું માર્યું મરી જાય, પણ આને તો લાજશરમ કંઇ છે જ નહિ. જુઓ તો ખરા દોડી દોડી મંદિરે જાય છે ને ઉપવાસ કરે છે, એક વાર જે ચોરી કરે એ આખી જિંદગી ચોરી જ કરે. 

બહારનાં લોકો અને સ્વજનો સૌ ગૌરીબહેનને કટાક્ષ અને મહેણાંટોણાંથી વીંધે છે પણ ગૌરીબહેન કોઇના કહેવા પર ધ્યાન નથી આપતા. 

એમણે સંકલ્પ કર્યો છે, મારા દીકરાને હું સુધારીશ, હું એનું જીવન બનાવીશ. 

મહિનાઓ વીતતા જાય છે ને એક રાત્રે ઘરનું બારણું ખખડ્યું, જુએ તો ગૌરવ. ગૌરીબહેને હેતથી એને ઘરમાં લીધો અને રસોડામાં જઇને એના માટે થાળી પીરસે છે ત્યાં તો એમના જેઠ આવ્યા, કડક અવાજે બોલ્યા,"આ ચોરને ઘરમાં કેમ ઘુસાડ્યો છે? હાલને હાલ બહાર કાઢો.

કદી નહિ ને આજે ગૌરીબહેનને હિંમત આવી ગઇ હતી. એ બોલ્યાં, "ગભરાશો નહિ, હું અને મારો દીકરો સવારે આ ઘર છોડીને જતાં રહીશું પણ યાદ રાખજો, એ આ કુટુંબનો દીકરો છે તમારા જેટલો જ એનો અહીં અધિકાર છે, પણ એ વાત પછી કરીશું. અત્યારે દીકરાને શાંતિથી ખાવા દો. જેઠ એક આંચકો ખાઇ ગયા ને ત્યાંથી જતા રહ્યા. બીજા દિવસે ગૌરીબહેને પણ દીકરાને લઇને ઘર છોડી દીધું. દીકરાનો હાથ એમણે મજબૂતાઇથી પકડ્યો છે, હવે દીકરો આડે રસ્તે નહિ જાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment