Thursday, 3 November 2016

[amdavadis4ever] રિયલી, ગૉડ ઈઝ ગ્રેટ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ત્રણ વર્ષની મૈત્રી લગ્નના પવિત્ર બંધનમાં પરિણમે તેનો આનંદ ગજબનો હોયને! આ આનંદને દ્વિગુણિત કરવા માટે જ કુણાલ શાહ અને પ્રીતિએ રોમ-ઈટાલી જવાનો કાર્યક્રમ યોજ્યો હતો. લગ્નની પ્રથમ એનિવર્સરી... એ પણ વિદેશની ભૂમિના પ્રવાસ સાથે માણવાનો આનંદ અનેરો હતો. બીજું રોજિંદા કામકાજના બોજમાંથી હળવા થવા માટે યુવાપેઢી આવી ટુર કરતી જ હોય છે. 

૩૪ વર્ષના કુણાલ સફળ પ્રોફેશનલ તરીકે કારકિર્દી ધરાવે છે, જ્યારે ૩૦ વર્ષીય પ્રીતિ મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. 

કુણાલ અને પ્રીતિ એકમેકના પ્રેમસાગરમાં ઝૂલતા આ પ્રવાસનો આનંદ માણી રહ્યા હતાં. ત્યારે મુક્ત ગગનમાં વિહરી રહેલા એ પ્રેમીપંખીડાઓ માટે તો આ વિશાળ ધરતી અને આકાશ જાણે ટૂંકા પડતા હતા. એમાંય પાછો બિઝનેસ ક્લાસમાં વિમાનનો આરામદાયક પ્રવાસ-પ્રિયતમનું સાંનિધ્ય અને સુંદર આયોજિત ટુર-મુંબઈથી નીકળ્યા ત્યારે જ બંને જણે નક્કી કર્યું હતું-નો ઓફિસ વર્ક-ફક્ત હમ ઔર તુમ... બીજું કોઈ નહીં... 

યુવાવસ્થાને પ્રેમની વસંત કહે છે તેનો તાદૃશ આનંદ લેતા કુણાલ અને પ્રીતિ એમની પ્રેમની દુનિયામાં ખોવાયેલા હતા. પ્રીતિના અનુપમ સૌંદર્યને માણતા કુણાલ ધરાતો નહોતો જ્યારે કુણાલની બાહુપાશમાં પ્રીતિ પોતાની જાતને ધન્ય માનતી હતી. પ્રીતિ મનોમન વિચારી રહી: 'ખરેખર, મારો કુણાલ વિશ્ર્વનો શ્રેષ્ઠ હબી છે... એણે મારું જીવન ધન્ય કરી દીધું છે. આટલું સુખ-આટલું ઐશ્ર્વર્ય... આટલો પ્રેમ...!'

એક તરફ જીવનની ધન્ય પળો ને બીજી તરફ કુદરતનું અદ્ભૂત સૌંદર્ય અને મુક્તજીવન, પ્રાચીન રોમન સંસ્કૃતિનું દર્શન કરાવતા. સ્થાપત્યો, આધુનિક બાંધણીવાળાં મકાનો, સ્વચ્છ-પહોળા રસ્તાઓ, મોલ-શોપિંગ સેન્ટરમાં જોવા મળતા સ્થાનિક લોકો-દેશ-વિદેશના સહેલાણીઓ, શ્રેષ્ઠ સુવિધા ધરાવતી પંચતારક હોટલનો આનંદ તેઓ માણી રહ્યા હતા. રોમનું મ્યુઝિમ, વેટિકન સિટી, ફાઉન્ટન, ચર્ચ જેવા સ્થળોના સુંદર દૃશ્યો કુણાલના કેમેરામાં ઝીલાઈ ગયા.

રોમ-ઈટાલીના પ્રવાસનો આજે ત્રીજો દિવસ હતો. સવારના લગભગ સાડા અગિયાર વાગ્યા હશે. રવિવાર હોવાથી રસ્તામાં લોકોની અવરજવર ઓછી હતી. કુણાલે ગુલાબી હાફ ટી શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યું હતું અને ગોગલ્સ પહેર્યા હોવાથી ફૂટડો દેખાતો હતો. તેના ગોરા ચહેરા પર તેના વાળની લટો પણ આજે તોફાને ચઢી હતી. 

કુણાલ હૈયે જાગેલા તોફાની વંટોળને શમાવવા પ્રીતિ તરફ મોહક દૃષ્ટિ નાંખતા બંને જણ રસ્તો ક્રોસ કરવા લાગ્યા. હોટલમાંથી રસ્તો ક્રોસ કરીને નજીક આવેલા સ્ટેશન તરફ તેમને જવાનું હતું. કુણાલે રસ્તો ક્રોસ કરતી વેળા પ્રીતિને પોતાની નજીક ખેંચી, કુણાલના મીઠા સ્પર્શથી પ્રીતિ નવોઢાની જેમ શરમાઈ ગઈ, તેના ગાલ પર શરમના શેરડા પડ્યા. પ્રીતિએ પોતાની પર્સમાંથી સ્કાર્ફ કાઢ્યો ને માથે બાંધી દીધો. કુણાલે મોહક દૃષ્ટિ નાંખતા કહ્યું: પ્રીતિ, માય સ્વીટ હાર્ટ, યુ આર લુકિંગ ગ્રેટ... આય લવ યુ... ડીયર... હું તને પામીને ધન્ય થઈ ગયો. 

રસ્તાની સામેની પારે ફૂટપાથ પર આવતાં એક હાથે પ્રીતિનો હાથ પકડીને, એક પગે જમીન પર બેસીને ભાવુક થતાં કુણાલે કહ્યું: માય પ્રિન્સેસ, આજે તને સ્પેશિયલ ગિફટ અપાવીશ, બોલ, તને શું જોઈએ છે?

કુણાલના પ્રેમને અંતરના અજવાળે સમાવી લેતાં પ્રીતિ ગરિમાપૂર્વક કુણાલ ભણી તાકી રહી પછી હળવેથી બોલી 'ચાલો કુણાલરાજ આપણે સ્ટેશન પર ઈન્કવારી કરવાની છે, પછી ટ્રાવેલિંગ ઓફિસમાં જઈને સિટી ટુર વિશે માહિતી લેવાની છે... મારી ગિફ્ટ તો તું જ છે... હવે શું જોઈએ?'

રોમ સ્ટેશનની નજીક પહોંચેલા આ ઈન્ડિયન પ્રેમીયુગલને રસ્તાની સામી બાજુએથી બે ટીનએજ છોકરાઓ ક્યારના જોઈ રહ્યા હતા. આ બંને છોકરાઓમાંથી એક હબસી જેવો હતો અને બીજો ગોરો છોકરો હતો. સ્ટેશનની બાજુમાં બીજા બે યુવકો પણ કુણાલ અને પ્રીતિના પ્રણયદૃશ્યને જોઈ રહ્યા હતા.

પ્રીતિ અને કુણાલ બંને સ્ટેશન પર ગયા. ઈન્કવાયરી કરીને પાછા ફર્યા... હવે તેમને ટ્રાવેલ એજન્ટની ઓફિસમાં જવાનું હતું. બંને જણ સરિયામ રસ્તા પર હાથમાં હાથ પરોવીને પોતાની જ દુનિયામાં મસ્ત બની ચાલી રહ્યા હતા. 

પ્રીતિએ ભાવુક થતાં ગીત ઉપાડ્યું-

ગવાં હૈ ચાંદ તારે ગવાં હૈ,

તેરે મેરે મિલન કે, અપને દિવાનેપન કે

નજારે ગવાં હૈ...

થોડાં ડગલાં ચાલ્યા પછી પ્રીતિના ખભા પર હાથ મૂકતાં કુણાલે ગીત શરૂ કર્યું. 

એક દિન આપ યૂં હમકો મિલ જાયેંગે 

ફૂલ હી ફૂલ રાહો મેં ખીલ જાયેંગે

મૈંને સોચા ન થા...

પ્રીતિએ તરત જ પ્રતિસાદ આપતા આગળ ગાયું:

એક દિન જિંદગી ઈતની હોગી હસીં

ઝૂમેગા આસમાં ગાયેગી યે જમીં... મૈંને સોચા ન થા...

આમ તો કુણાલે અનેક બિઝનેસ મીટિંગ-કોન્ફરન્સ માટે વિદેશના પ્રવાસ ખેડ્યા હતા. પ્રીતિ પણ કંપની ડેમોન્સ્ટ્રેશન, માર્કેટિંગ માટે વિદેશની સફરે ગઈ હતી... પણ... લગ્નજીવનનો આ ત્રીજો વિદેશનો પ્રવાસ... ફર્સ્ટ મેરેજ એનવર્સરી... હનીમૂન જેવી જ રોમાંચક હતી.

પેલી તરફ ઊભેલા બે યુવાનોને આ તરફ ઊભેલા બે યુવાનોએ દૂરથી કંઈ ઈશારો કર્યો. સ્ટેશન તરફના યુવાનો ૨૦ ડગલાં આગળ હતા તે પાછા વળી કુણાલ તરફ ચાલવા લાગ્યા, જ્યારે સામેની તરફના બે યુવાનો પાછળથી પીછો કરવા લાગ્યા. પેલો હબસી જેવો દેખાતો ૧૬ વર્ષનો જણાતો એ યુવાન પ્રીતિની તદ્દન નજીક આવી ગયો અને પ્રીતિના પર્સને ખેંચવાની વેતરણમાં હતો... બીજો યુવાન કુણાલ તરફ ધસ્યો હતો. 

ત્યાં તો અચાનક કોઈના સ્પર્શનો અનુભવ થતાં પ્રીતિ ચમકી અને તેણે પાછળ નજર કરી... એટલે પેલો હબસી જેવો છોકરો અને બીજો યુવાન 'સોરી, સારી, મેડમ' કરતાં દૂર જતા રહ્યા. 

કુણાલે કરડાકીભરી નજરથી એ બંને યુવાનો સામે જોઈને કહ્યું: 'હે... મેન... વાય યુ આર ફોલોઈંગ અસ?' સામેની બાજુએથી બે અજાણ્યા યુવાનો હવે પાંચ-છ ડગલાંને અંતરે હતા... કુણાલ અને પ્રીતિ આ ચારે યુવાનોથી પોતે ઘેરાઈ ગયા છે એ જાણી ટેન્શનમાં આવી ગયા-તેમને જે ટ્રાવેલિંગ ઓફિસમાં જવાનું હતું એ હવે સામે જ હતી એટલે કુણાલે વિચાર્યું-ઝડપથી ઓફિસમાં પહોંચી જવું સારું. કુણાલે જોયું કે સામેથી આવી રહેલા બે યુવાનોમાંથી એકના હાથમાં તો નાની ગન પણ હતી. 

કુણાલે પ્રીતિનો હાથ જોરથી દબાવતાં કહ્યું: 'ચાલ, જરા ઝડપથી...'

બીજી તરફ ટ્રાવેલિંગ એજન્ટના મૅનેજરે પોતાના માણસને મોકલ્યો કે આ કપલને આપણી ઓફિસમાં લઈ આવ. 

કુણાલ અને પ્રીતિએ મનોમન ભગવાનનું સ્મરણ કર્યું-'હે, પ્રભુ... અજાણી ભોમ પર રક્ષા કરજે.' ઓફિસમાં પહોંચી જઈએ એટલે સલામત...'

ટ્રાવેલિંગ એજન્ટના માણસે દૂરથી સાદ કર્યો... 'સર, ધીસ સાઈડ પ્લીઝ... કમ... કમ...' પેલા બે યુવાનો હવે દૂર સરકી ગયા. 

મેનેજરે કુણાલ અને પ્રીતિને મીઠો આવકાર આપતાં કહ્યું: 'વેલકમ સર... હું તમને કઈ રીતે મદદ કરી શકું?'

કુણાલે પોતાના ટ્રાવેલિંગ શીટના પેપર્સ બતાવ્યા...'સર, આજે અમે સિટી ટૂરમાં જોડાવાના છીએ.'

પ્રીતિના ચહેરા પર હજુ ભય જણાતો હતો... કુણાલ પણ વારેવારે રસ્તા ભણી જોતો હતો કે પેલા યુવાનો ગયા કે નહીં?

મૅનેજરે કહ્યું: 'સર, રીલેક્સ થઈ જાઓ... તમે હવે તદ્દન સલામત છો... હવે ચિંતા ન કરો.'

હું પોલીસમાં કંપલેન કરવા માગું છું? શું અહીં પબ્લિક સેફ્ટી માટે પોલીસ નથી? કુણાલે પોતાની અકળામણ દર્શાવતાં કહ્યું. 

મૅનેજરે કહ્યું: 'અહીં આવા પીકપોકેટર્સ રખડતા હોય છે, પણ એ લોકો ખાલી પીકપોકેટ્સ કરીને ભાગી જાય. બીજા કોઈ ખૂનખરાબા કરતા નથી... મારી ઓફિસમાંથી મેેં દૂરથી જોયું કે આ પીકપોકેટર્સ તમારો પીછો કરે છે, તમે ટૂર પર આવ્યા લાગો છો એટલે જ મારા માણસને મેં સામેથી તમારી મદદે મોકલ્યો-જેથી એ તમને અહીં લઈ આવે.'

'મારે તો પોલીસ કંપલેન કરવી છે.' પ્રીતિએ કહ્યું. 

'મેડમ, પોલીસ કંપલેનમાં ઘણી ઈન્કવાયરી થશે-એનો લોંગ પ્રોસિજર. એમાં પડવાની શી જરૂર? વળી પોલીસો પણ પીકપોકેટિંગની ફરિયાદ ગંભીરતાથી લેશે નહીં. જુઓ, મારું માનો તો જસ્ટ રીલેક્સ... એન્જોય યોર ટાઈમ. તમને કોઈ નુકસાન થયું નથી. જસ્ટ રીલેક્સ... જસ્ટ થેંક ગોડ કે તમે સલામત છો. વળી... આ ખિસ્સાકાતરુંઓ (પીકપોકેટર્સ) ડેન્જર્સ નથી માત્ર પાકીટ તફડાવવામાં ટેકફુલ હોય છે.'

કુણાલને પણ મૅનેજરની વાતમાં તથ્ય જણાયું. 

મૅનેજરે ફરીથી કહ્યું: 'ચાલો, આપણે કૉફી પીએ...'

મૅનેજરના હૂંફાળા અવાજથી બંનેને હૈયે ટાઢક વળી. હવે પ્રીતિનો જીવ પણ હેઠે બેઠો. કોફી પીતાં પીતાં એણે કહ્યું: 'કુણાલ, એણે મારી બેગ ખેંચી કે તરત જ હું ચેતી ગઈ, એ સારું થયું... નહીં તો આપણને ઘણું નુકસાન થાત... આજે તો શોપિંગ કરવા માટે પણ ઘણા પૈસા છે.'

કુણાલે કહ્યું: આપણે બંને ટેન્સ તો થઈ જ ગયા... પણ... સમય પર જ આ મૅનેજરે એના માણસને મોકલ્યો અને પેલા બે યુવાનો ભાગી ગયા... રીયલી. ગોડ ઈસ ગ્રેટ... એન્ડ ગોડ ઈઝ ઓલવેઝ વીથ અસ...

ફરીથી બંને જણાએ ટ્રાવેલિંગ મૅનેજરનો આભાર માન્યો તે દિવસે 'વેટિકન સિટી' ટૂરમાં જવાનું હતું. રસ્તામાં એક ચર્ચ આવ્યું-ત્યાંના લોકો આ ચર્ચને ખૂબ પવિત્ર સ્થળ માને છે. મધરમેરી અને બાળ ઈશુની કલાકૃતિ પાસે મસ્તક નમાવતાં કુણાલે કહ્યું: 'હે પ્રભુ, થેંક્યુ સો મચ ટુ સેફ અસ.' પ્રીતિએ કેંડલ લાઈટ પ્રગટાવીને ઈશુને પ્રણામ કરતાં કહ્યું: 'ગોડ ઈસ ગ્રેટ', તેણે ત્યાં જ ભીંત પર કોતરાયેલું વિધાન વાંચ્યું:- 'ગોડ ઈસ વેટિંગ ફોર યુ-ગોડ લવ યુ'.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment