Tuesday, 11 October 2016

[amdavadis4ever] ઘરેડને ઠેબે મા રી ચીલો ચાતર્યો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે, "નરકમાંથી પસાર થઈ રહ્યા છો... તો ચાલતા રહેજો. અટકી નહીં પડવાથી, દુ:ખી થઈને બેસી નહીં રહેવાથી યાતનાનો, મુશ્કેલીનો અંત આવશે, એમ ચર્ચિલનું કહેવું છે. એવી જ રીતે ૧૮૯૮માં પાંચ વર્ષની વયથી ૧૯૬૧ સુધી અમેરિકાને ગાંડું કરનારી અભિનેત્રી, ગાયિકા અને લેખિકા મે વેસ્ટે કહ્યું છે કે, "તમને જીવન જીવવાની તક એક જ વાર મળે છે, પણ એ તમે યોગ્ય રીતે જીવી જશો તો એ એક જ વાર જીવવું જગત માટે પૂરતું છે... ટૂંકમાં જીવન એવું જીવી જાણવું કે તમારા અસ્ત પછી જગત તમને યાદ કરતું રહે. આવા જ એક, જીવતરને ઉજાળનારાની વાત કરવી છે, એટલા માટે કે એણે જીવનને ઉજાળનારા અન્ય બાવન જણની ખોજમાં ભારતભરનું બાવન સપ્તાહનું ભ્રમણ શરૂ કર્યું છે અને ઑગસ્ટ ૨૦૧૬ના અહેવાલ અનુસાર એ હજી અડધું કામ પૂર્ણ કરી શક્યો છે.

પૃથ્વી નામના ગ્રહને લાભ કરાવે એવી સાવ જ જુદા પ્રકારની કારકિર્દી શરૂ કરી દેશમાં નવો ચીલો ચાતરનારા બાવન ઇનોવેટર-'નવપ્રવર્તક', સંશોધકને શોધવા માટે એમબીએમાંથી ભણવાનું પડતું મૂકી 'ડ્રોપઆઉટ' ગણાયેલા રાહુલ કરણપુરિયાએ બાવન અઠવાડિયાનું ભારત-ભ્રમણ શરૂ કરી દીધું છે.

ટ્રાવેલર-પ્રવાસી રાહુલ અગાઉ રાજસ્થાનમાં ઉદેપુર ખાતે અમદાવાદ હાઈવે પર આવેલી સ્વરાજ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો. રાહુલને ઉંમરના આરંભના કાળમાં જ સમજાઈ ગયું હતું કે, એ કોઈ એક સ્થળે બહુ લાંબો સમય અટકીને બેસી શકે એમ નથી, તેથી એણે પોતાના બે શોખ અથવા કહોને કે ઘેલછાને એકત્ર કરી નવો રસ્તો પકડ્યો. એણે 'બાવન પરિંદે' નામથી ઓળખાતા પોતાના પ્રોજેક્ટને સાકાર કરવા માટે સંશોધન કે નવી શોધ કરવાના શોખને અને પ્રવાસના શોખ ભેગાં કરી દીધાં. રાહુલ વૈકલ્પિક કે સાવ નોખી, પર્યાવરણલક્ષી કારકિર્દી પસંદ કરનારી સભાનપણે જીવન જીવતાં હિંમતબાજોના ગાન ગાવા લાગ્યો છે. રાહુલે ભારત-ભ્રમણનો આરંભ નવેમ્બર ૨૦૧૫થી કર્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬ એટલે કે નવ મહિનામાં એ ૩૦ જેટલા ઈનોવેટરો-નવપ્રવર્તકોને મળી ચુક્યો છે, જેઓ પૃથ્વીલક્ષી કે પૃથ્વીને લાભ થાય એવી અસાધારણ, મુખ્ય પ્રવાહથી અલગ કામ કરી રહ્યા છે. રાહુલ એનો પ્રવાસ રાજ્ય પરિવહનની બસો તથા થ્રી ટિયર ટ્રેન દ્વારા કર્યો છે અને ઉત્તરમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનથી માંડીને દક્ષિણમાં ગોવા, તમિળનાડુ જેવાં રાજ્યો ફરી ચુક્યો છે. આજે પણ એનો પ્રવાસ ચાલુ છે.

આ નવપ્રવર્તકો વિડિયો કેમેરા, મોબાઈલ ફોન, લૅપટોપ અને હાર્ડડ્રાઈવથી સજ્જ છે. રાહુલે ઉદેપુરથી ભ્રમણ શરૂ કર્યું હતું, ત્યાં રાહુલ આઈટી સ્નાતક રોહિત જૈનને મળ્યો હતો. રોહિત પરંપરાગત કૃષિ-પદ્ધતિ વિશે જાણવા-શીખવા ગુજરાત અને રાજસ્થાનના સ્થાનિકો અને આદિવાસીઓ સાથે રહે છે. રોહિત ઉદેપુરને 'વિષ-મુક્ત શહેર' બનાવવાનું શમણું રોજ જુએ છે.

પ્રવાસના માર્ગે રાહુલ કર્ણાટકના હોનાવરમાં શાંતિ નાયક નામનાં મહિલાને મળ્યો હતો. લોકસાહિત્ય, લોકકથાઓ, લોકકલાઓ અને લોકમાન્યતાઓ વગેરેનું જતન કરવા માટે શાંતિ નાયક એમના પતિ અને પુત્રી સાથે મળીને છેલ્લાં ૫૦ વર્ષથી આ યજ્ઞ ચલાવે છે. એમણે અનેક જણસો એકત્ર કરી છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં ચિપલૂણ ખાતે મલ્હાર ઈન્દુલકર વશિષ્ઠ નદીના સંરક્ષણ માટે કાર્યરત છે. ઉંમરના બહુ શરૂના કાળમાં જ મલ્હારને મચ્છીમારોની મુશ્કેલીઓની સાથે જ જળ-જીવનની વ્યથા સમજાઈ ગઈ હતી. ત્યારથીજ મલ્હારે નદી અને જળબિલાડીઓના સંરક્ષણ માટે અનેક ઉકેલો ખોળી કાઢ્યા છે.

દિનેશ ગુર્જરની વય ૬૦ વર્ષથી વધુની છે. એક જમાનામાં દિનેશ નાર્કોટિક્સ-કેફી દ્રવ્યોનું કામ કરતો હતો તથા મુંબઈની અંધારી આલમ માટે શસ્ત્રોની હેરાફેરી કરતો હતો. આજે એનું માનવું છે કે આપણું અન્ન જ આપણું દુશ્મન છે એટલે એ ઑર્ગેનિક-સેન્દ્રિય ખેતી કરે છે અને આસપાસના ખેડૂતોને તંદુરસ્ત ભાવિ માટે સેન્દ્રિય ખેતીના પાઠ ભણાવે છે. રાહુલના પ્રવાસથી એટલું તો જાણવા મળે છે કે દેશમાં ચોક્કસ પ્રકારનું, મનગમતું કામ કરનારા એવા કેટલાક લોકો છે, લાભ-આવક વગેરેનો વિચાર કર્યા વિના જેઓ પોતાના કામને પ્રેમ કરે છે. રાહુલ પોતે યુવાન હોઈને જાણે છે કે દેશમાં એવા કેટલા યુવાનો છે જેઓ પોતાના ટેબલ-ખુરશીના દુન્યવી કામથી નાખુશ છે અને છેવટે એ લોકો ગૂંચવણની અવસ્થામાં સપડાઈ ગયા છે. રાહુલ અત્યાર સુધીમાં જેટલા નવપ્રવર્તકોને મળ્યો છે તે બધા પ્રેરણાના સ્રોત છે, એ બધા પોતાની ભાવનાના લાગણીના પોકારની દિશામાં ચાલ્યા છે, એ બધાએ ઘરેડમાં ચાલવાનું છોડીને ચીલો ચાતર્યો છે, મુખ્ય પ્રવાહને બાજુએ મૂકી પોતાનો નવો માર્ગ કંડાર્યો છે અને ટકાઉ અને પર્યાવરણપ્રેમી જિંદગી જીવે છે. પર્યાવરણના ઘડવૈયાથી માંડીને, સેન્દ્રિય ખેડૂતો અને વૈકલ્પિક શિક્ષણશાસ્ત્રીઓ અને વેસ્ટ મેનેજમેન્ટ-કચરાના વ્યવસ્થાપન નિષ્ણાતો સુધી ને એથી આગળ જઈને લોકસલા, લોકપરંપરા, લોકસાહિત્યનાં જતન કરનારાં અને કથાકથનકર્તાઓ સુધી રાહુલે મજલ મારી છે. રાહુલ કહે છે એનો આમાં સ્વાર્થી હેતુ એવો છે કે એ પોતે ખુશાલપણે જીવવા માગે છે અને અન્યોને પણ ખુશ અને સુખી જોવા માગે છે. એની ઈચ્છા ખુલ્લા આકાશમાં ઊડતાં પરિંદાઓની જેમ સ્વસ્થ અને મુક્ત રહેવાની છે. "અત્યારની સિસ્ટમ આપણને મંદબુદ્ધિ કે મૂર્ખ બનાવે છે અને આપણને મુક્ત જીવવા દેવા માગતી નથી... રાહુલ કરણપુરિયાને ભરપૂર જિંદગી જીવવી છે!

દરેક સ્વપ્ન એક પડકાર છે, એમ ડાહ્યા લોકોએ કહ્યું છે અને સફળતા સફાળી મળતી નથી, કે સહેલાઈથી મળતી નથી એવું તો દરેક જણે પોતાના ઘરના વડીલોને મોઢે સાંભળ્યું જ હશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment