Wednesday, 19 October 2016

[amdavadis4ever] જે થયું એ સા રા માટે થયું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જે થયું એ સારા માટે થયું - નવાઝ શરીફ
સિક્રેટ ડાયરી - નિખિલ મહેતા

જનાબ નરેન્દ્ર મોદીએ અમારા દેશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને બહુ ખોટું કર્યું છે. અલબત્ત, અમે તો દરેક વાતની જેમ આવી કોઇ સ્ટ્રાઇક થઇ હોવાનો ઇનકાર જ કરીએ છીએ, છતાં સાચી વાત હું અને અમારું આર્મી બરોબર જાણીએ છીએ. જે થયું એ ઘણું ખોટું થયું છે, છતાં એક રીતે સારું પણ થયું છે. મને આમાં નુકસાન પણ છે અને ફાયદો પણ છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો એવા ગૂંચવાઇ ગયા છે કે કોઇ પણ ઘટનાને સીધી રીતે સમજવાનું સામાન્ય લોકો માટે મુશ્કેલ છે. 

જનાબ નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના વઝીર એ આલમ બન્યા નહોતા અને ચૂંટણીના ભાષણો આપતા હતા ત્યારે એમણે એક બહુ ગરમ હવા ઊભી કરી હતી. પાકિસ્તાનમાં લોકો એમનાથી ડરવા લાગ્યા હતા, પાકિસ્તાનના મીડિયામાં પણ એવી ચર્ચા થઇ હતી નરેન્દ્ર મોદીની પાર્ટી પાસે પાવર આવશે તો પાકિસ્તાનની હાલત બગડી જશે. પછી તો જે બનવાનું હતું એ બની ગયું. અમે યુદ્ધની દહેશત રાખીને બેઠા હતા અને અણુબૉમ્બની ધમકીઓ આપી રહ્યા હતા એ જ સમયે મને નરેન્દ્ર મોદી સાહેબનું આમંત્રણ મળ્યું એમના શપથવિધિમાં હાજર રહેવાનું. પાકિસ્તાનનો એક્કયે માણસ એ સમયે નરેન્દ્ર મોદી પર વિશ્ર્વાસ કરવા રાજી નહોતો. મને મારા દોસ્તોએ સલાહ આપી કે આ તમને ફસાવવાની કોઇ ચાલ છે, પરંતુ મને આમાં હિન્દુસ્તાન સાથે દોસ્તી શરૂ કરવાની તક દેખાઇ એટલે હું મોદી સાહેબના શપધવિધિમાં હાજર રહ્યો. કોઇ ગડબડ નહોતી, બધું ઠીકઠાક હતું. એ રીતે મોદી સાહેબ સાથે મારા સંબંધો શરૂ થયા.

મોદી સાહેબ અને હિન્દુસ્તાનની હુકુમત સાથે મારે જ્યારે વાતચીત થતી ત્યારે તેઓ એક જ વાતનું રટણ કરતા કે તમારા દેશમાં ત્રાસવાદીઓને જે રીતે પોષવામાં આવે છે એ બંધ કરો. એની સામે મારું રટણ એક જ રહેતું કે તમે પહેલા કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવો. આ રીતે અમારા વચ્ચેની વાતચીત અદ્ધર લટકતી રહેતી અને રાબેતા મુજબ બધું ચાલ્યા કરતું. રાબેતા મુજબ એટલે પાકિસ્તાનમાં તાલીમ પામેલા જેહાદીઓ ભારતમાં ઘૂસીને તોડફોડ કરતા રહેતા. અને રાબેતા મુજબ હિન્દુસ્તાનની હુકુમત એની ટીકા કરતી રહેતી.

પછી પઠાણકોટની ઘટના બની અને હિન્દુસ્તાનની હુકુમત પર જરા પ્રેશર આવી ગયું. એ સમયે મોદી સાહેબે મારી સાથે સીધી વાત કરી. મેં મારા ઓફિસરો સાથે વાતચીત કરી તો એમણે કહ્યું કે એ ઘટનામાં અમારી કોઇ ભૂમિકા નથી. પછી તો અમારા વચ્ચે બહુ મગજમારી ચાલી અને છેવટે અમારી એક તપાસ ટીમને હિન્દુસ્તાન મોકલવાનું નક્કી થયું. હિન્દુસ્તાનના વઝીર એ આલમ એ રીતે બહુ ભલા માણસ છે. આવી મોટી ઘટના બની તો પણ મારી સાથેના સારા સંબંધો એમણે જાળવી રાખ્યા.

મને પોતાને આવી ઘટનાઓથી દુ:ખ થયું હતું, પણ પાકિસ્તાનમાં જે કંઇ બને છે એમાંનું ઘણું બધું મારી મરજી વિરુદ્ધનું બને છે. આર્મીનું પ્રેશર તો હંમેશાં રહે છે, પણ કેટલાક ધર્મ ઝનૂની આગેવાનો પણ દેશના યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. તેઓ કાશ્મીરને લગતા ભાષણો આપીને આવામને હિન્દુસ્તાનની ખિલાફ ઉશ્કેરવામાં સફળ રહે છે. આ ધર્મઝનૂની નેતાઓ પૈસા ભેગા કરે છે અને આતંકવાદની છાવણીઓ ચલાવે છે. આર્મીના ઓફિસરો પણ એમને સાથ આપતા હોય છે.

મને આ બધી વાતોથી નફરત છે, કારણ કે મૂળભૂત રીતે હું એક ઉદ્યોગપતિ છું અને સંજોગોને કારણે રાજકારણી બન્યો છું. હું પોતે પાકિસ્તાનને પ્રગતિના માર્ગે લઇ જવા માગુ છું, પરંતુ આવી નુકસાનકર્તા પ્રવૃત્તિઓથી દેશ પાછળ રહી જાય છે. જોકે આ બધા માટે હું પોતે જ જવાબદાર છું. જનાબ ઝુલ્ફીકાર અલી ભુટો પણ દેશને પ્રગતિના પંથે લઇ જવા માગતા હતા, પરંતુ ત્યારના લશ્કરી વડા ઝિયા ઉલ હક્કને એ પસંદ નહોતું. એમને સત્તાની લાલસા હતી એટલે એમણે ભુટોને પદભ્રષ્ટ કરી નાંખ્યા. ભુટોની જગ્યાએ બેસાડવા માટે એમને કોઇ સારા રાજકારણીની જરૂર હતી અને એમની જરૂરિયાત પૂરી કરવા માટે હું તૈયાર થઇ ગયો. હું પપેટ વઝીર એ આલમ બનવા સહમત થઇ ગયો. ત્યારે મને ખબર નહોતી કે એ રીતે મારે હંમેશાં લશ્કરની અંડરમાં આવી જવું પડશે. ત્યારે મને એ પણ ખબર નહોતી કે લશ્કરી અધિકારીઓ જેમને માનથી જોતા હતા એવા ધર્મઝનૂની આગેવાનોની નુકસાનકર્તા પ્રવૃત્તિઓ સામે પણ આંખ આડા કાન કરવા પડશે. ઝિયા ઉલ હક્ક પછી જનરલ મુશરફ આવ્યા અને એમનું પણ વલણ એવું જ રહ્યું. 

હું ત્રણ વાર વઝીર એ આલમ બન્યો પણ દેશની હાલત જરાય ન બદલાઇ. આતંકવાદીઓ હિન્દુસ્તાનમાં જઇને તોડફોડ કરતા રહેતા અને ત્યાંની હુકુમત ખાસ કંઇ કરતી નહોતી એટલે બધુ રાબેતા મુજબ ચાલતું રહ્યું. પરંતુ એમાં ઉરીની ઘટના બની અને એના લીધે હિન્દુસ્તાનની હુકુમત પર જબરજસ્ત પ્રેશર આવ્યું. પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ ઊભું થયું. નદીઓના પાણી બંધ કરી દેવાની અમને ધમકીઓ મળી. અમે પાણી વિશે વિચારી રહ્યા હતા ત્યાં જ અચાનક હિન્દુસ્તાનના આર્મીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી.

તરત જ મેં લશ્કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી. વળતો હુમલો કરવાની ચર્ચા થઇ, પરંતુ મને ખબર હતી કે હવે અમે કશું કરી શકવાના નથી. સર્જિકલ સ્ટ્રાઇકથી અમે શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છીએ. દુનિયામાં બીજે ક્યાંય આવી ઘટના બની હોય તો બધા દેશો આવી સ્ટ્રાઇક કરનાર દેશની ટીકા કરવા માંડે અને અમેરિકા તો હુમલાનો ભોગ બનનાર દેશની તરફદારી કરવા માંડે. પણ અમારા એવા નસીબ નથી. અમારા પ્રત્યે કોઇ દેશે સહાનુભૂતિ વ્યક્ત ન કરી. ઊલટું, કેટલાય દેશોએ આ સર્જિકલ સ્ટ્રાઇકની તરફેણ કરી. અમારી આવામની સામે પણ અમે શરમિંદ બની ગયા. આજકાલ લશ્કરી અધિકારીઓ અવારનવાર મારી પાસે આવીને જાત જાતના પ્લાન્સ રજૂ કરે છે. હિન્દુસ્તાન પર આક્રમણ કરવાના વ્યૂહ મને જણાવે છે, પરંતુ મને મારા લશ્કરી અધિકારીઓ પર વિશ્ર્વાસ નથી. એમને ફક્ત હારતાં જ આવડે છે. દુશ્મન આર્મીને હરાવવાનું એમને 

ફાવતું જ નથી. એ કામ તેઓ ક્યારેય નથી કરી શક્યા તો હવે કેવી રીતે કરશે? હિન્દુસ્તાનને ખતમ કરી નાંખવાના એમના તમામ પ્લાન્સ પર હું ઠંડું પાણી રેડી દઉં છું.

સર્જિકલ સ્ટ્રાઇકથી આમ તો અમને ફાયદો જ થયો છે. દેશમાં આતંકી પ્રવૃત્તિને ઉત્તેજન આપતા પરિબળો હવે થોડા ઠંડા પડશે. એમના પ્રત્યે લોકોમાં પણ નફરત પેદા થઇ છે. પાકિસ્તાનની આવામ અમનપ્રિય છે. હવે એ પણ આવા ધર્મઝનૂની આગેવાનોની ખિલાફ અવાજ ઉઠાવતી થઇ છે. એ બધુ મારા તો ફાયદામાં જ છે, કારણ કે આ જ રીતે હું લશ્કર અને ધર્મઝનૂની તત્ત્વોનો પ્રભાવ ઓછો કરી શકીશ.

સર્જિકલ સ્ટ્રાઇકને પગલે એક ખૂબ જ મહત્ત્વની વાત બહાર આવી છે. અગાઉ જ્યારે પણ હિન્દુસ્તાનના નેતાઓ પાકિસ્તાન પર લશ્કરી પગલાં ભરવાની હિલચાલ કરતા ત્યારે અમે એવી ધમકી આપતાં હતા કે અમારી પાસે અણુબૉમ્બ છે એટલે લશ્કરી તાકાતની દૃષ્ટિએ હવે તમે અમારાથી ચડિયાતા નથી. સર્જિકલ સ્ટ્રાઇક થઇ ગઇ અને અમે અણુબોમ્બનો ઉપયોગ ન કરી શક્યા. હવે અમારી પોલ ખુલી ગઇ છે. અમારી ધમકીઓ પોકળ સાબિત થઇ છે. હવે અમે હિન્દુસ્તાનને અણુબૉમ્બની ધમકી નહીં આપી શકીએ. બે દેશો વચ્ચેના સંબંધોમાં હવે ઘણું બદલાઇ ગયું છે. 

મને જોકે આમાં કોઇ નુકસાન નથી દેખાતું. બે દેશો વચ્ચેના સંબંધો સુધરવાની શરૂઆત કદાચ આ ઘટનાથી થશે. ઇન્સાલ્લાહ.


૦-૦-૦

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment