Thursday, 27 October 2016

[amdavadis4ever] નામ છોટે દર્શન બડે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક મીટર લંબાઈની કોઈ વસ્તુના એક અબજ ભાગ પાડવામાં આવે તો તેનો એક હિસ્સો એક નૅનોમીટર લંબાઈનો કહેવાય. સો-બસો નૅનોમીટર કરતાં નાના કણ પર આધારિત તંત્રજ્ઞાન કે ટેક્નોલોજીને નૅનો ટેક્નોલોજી કહે છે. નૅનો કણ એટલે એકબીજા સાથે જોડાયેલાં કેટલાક અણુ-રેણુ. એક લાખ નૅનો કણ એકબીજાની ઉપર મૂકવામાં આવે તો તેની જાડાઈ અખબારનાં એક પાનાંની જાડાઈ જેટલી થાય છે. પુરુષની દાઢીનો વાળ એક સેકેન્ડમાં જેટલો વધે એટલો નૅનો કણ હોય છે. નૅનોની અવસ્થામાં સોનાના કે અન્ય ધાતુના ગુણધર્મ હંમેશાં અનેકગણા બદલાય છે. સોનાના નૅનો કણોનું પાણીમાં દ્રાવણ એનાં પરિમાણ અને કદ-વજન અનુસાર ગુલાબી-લાલ-પીળાથી માંડીને જાંબુડિયા સુધીની રંગછટા (શેડ)નું દર્શન કરાવે છે.

સોના-ચંાદીના નૅનો કણો સંબંધી સંશોધન બહુ મોટા પાયે કરાયું છે. હવે ઝિન્ક, કૅડમિયમ, પૅલૅડિયમ, નિયોડાયમિયમ, સીરિયમ, યિટર્બિયમ જેવા અલભ્ય મૂળ દ્રવ્યના નૅનોકણોનો અભ્યાસ કરવામાં આવે છે. હાઈબ્રિડ કાર, રડાર, વિન્ડ ટર્બાઈન, રોબૉ-હેન્ડ વગેરેમાં અને ઔષધોપચાર પદ્ધતિમાં, અત્યંત હલકા પણ મજબૂત એવા સ્પોર્ટ્સ સાધનો (દાખલા તરીકે ટેનિસનાં રૅકેટ) તેમ જ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક માટે એનો ખાસ્સો બહોળો ઉપયોગ થશે. ચોક્કસ દરજ્જાના સેમીક્ધડક્ટર (અશંત: સંવાહક) અને સોલર સેલના ઘડતરમાં હાલમાં નૅનો કણોનો સમાવેશ કરવામાં આવે છે. ઍડવાન્સ નૅનો ટેક્નોલોજીને 'મૉલેક્યુલર મેન્યુફેક્ચરિંગ' એવું નામ આપવામાં આવ્યું છે.

વસ્તુના કદ-પરિમાણના હિસાબમાં નૅનો કણની સપાટીનું ક્ષેત્રફળ બહુ વધારે હોય છે એટલે ઔદ્યોગિક ક્ષેત્રે રસાયણોનાં ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ ઉત્પ્રેરક અથવા કૅટલિસ્ટ તરીકે વાપરી શકાય છે. ભવિષ્યમાં ફ્યુઅલ સેલ દ્વારા પાણીનું વિઘટન કરીને મળેલા હાઈડ્રોજનનો વપરાશ કરી ઊર્જાનું ઉત્પાદન મેળવી શકાશે. અહીં પણ ગોલ્ડ-નૅનો કણોનો કૅટલિસ્ટ તરીકે ઉપયોગ કરી શકાશે. મેડિકલના ક્ષેત્રમાં હૃદયના રોગો, કૅન્સર અને સંસર્ગજન્ય કે ચેપથી થનારાં રોગોનો ઉપચાર કરતી વખતે એ ઉપકરણોમાં 'બાયોમાર્કર' તરીકે સોનાનાં નૅનો કણોની મદદ મળે છે. ગોલ્ડ નૅનો કણોને પ્રકાશનું વિકિરણ કરવાનો ગુણધર્મ છે એટલે ખાસ અંગો-ઈન્દ્રિયોનો ફોટો કાઢવામાં એનો ઉપયોગ થાય છે, એને 'બાયોઈમેજિંગ' કહે છે. 

આ નૅનો કણોના દ્રાવણની ઘનતા વધારે હોઈને 'ટ્રાન્સમિશન ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી'માં એનો વપરાશ કરવામાં આવે છે. સોનાનાં નૅનો કણને અનેક જાતની દવાઓ-ઔષધિઓ સહજતાથી ચીટકે છે ત્યારે અભિનવ 'ડ્રગ-ડિલિવરી સિસ્ટમ'માં નૅનો કણોનો ઉપયોગ કરાશે. ઉષ્ણતા પેદા કરનારા અતિનીલ કિરણો (ઈન્ફ્રારેડ)નો ઉપયોગ કરી 'ફોટો-ડાયનેમિક્સ સિસ્ટમ' (હાઈપરથર્મિયા)નો વિકાસ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ કૅન્સરની ગાંઠમાંની ખરાબ પેશીઓનો નાશ કરવામાં થશે.

સોનાની કિંમત અન્ય ધાતુ કરતા વધારે હોય છે. અનેક ક્ષેત્રે ગોલ્ડ નૅનો કણોની માગણી રોજેરોજ વધતી જાય છે. સોનું પરત મેળવવાની પારંપરિક પદ્ધતિમાં સાઈનાઈડયુક્ત ક્ષાર અને પાણીનો ઉપયોગ થાય છે. નૅનો કણ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે એને ગાળી પણ શકાતાં નથી. આ બાબતને ધ્યાનમાં લઈને મિશ્રધાતુ અથવા નકામા બની ગયેલાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં રહેલાં સોનાનાં કે અન્ય દુર્મિળ ધાતુના નૅનો કણોનો ફેરવપરાશ કરવો અતિ જરૂરી હોવાનું સમજાયું હતું. નૅનો કણોનું ઉત્પાદન કરવું તો અતિશય ખર્ચાળ છે એ જોઈને ૨૦૧૬ના નોબેલ પારિતોષિક વિજેતા સર ફ્રેઝર સ્ટોડાર્ડ અને અન્ય અનેક સંશોધકો નૅનો કણોના ફેરવપરાશ સંબંધી પ્રયોગો કરવામાં વ્યસ્ત છે.

-----------------------------

પ્રેમના પાઠ ભણાવતા લવગુરુ



આપણે ભારતીયો દરેક વાતમાં પાશ્ર્ચાત્ય દેશનું અનુકરણ કરવા પંકાયેલા છીએ. પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરતાં-કરતાં તેની સારી-ખરાબ બધી જ પરંપરા ભારતીયોનું એક અભિન્ન અંગ બની ગયું છે. ઘરમાં વસાવેલું રાચરચીલું હોય કે પાશ્ર્ચાત્ય ઢબનાં કપડાં હોય, પાશ્ર્ચાત્ય ભોજનના પણ દીવાના બની ગયા છીએ.

પ્રેમસંબંધ અને લગ્નની બાબતમાં પણ પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ ભારતીય યુવાવર્ગના દિલોદિમાગ ઉપર છવાઈ ગયો છે. યુવાવર્ગ સંબંધો જેટલી ઝડપથી બાંધે છે, તેટલી જ ઝડપથી તેને તોડી પણ નાખે છે. ભારતમાં યુવાવર્ગનું જીવન ડામાડોળ બની ગયું છે. તેમાં પણ મોટાં શહેરોમાં તો હવે એક સંબંધ તૂટ્યો કે તેની સાથે બીજો સંબંધ બાંધવાની વેતરણમાં યુવાવર્ગ વ્યસ્ત બની જતો હોય છે. શિક્ષિત વર્ગ જેટલી ચપળતાથી ધન કમાવામાં તેમની બુદ્ધિનો ઉપયોગ કરે છે તેટલી જ ઝડપથી વગર વિચાર્યે સંબંધો બાંધીને તેને તોડવા માટે પણ તૈયાર થાય છે. તેનું મુખ્ય કારણ તેઓ સાચા પ્રેમને કઈ રીતે લાંબા સમય સુધી ટકાવવો તેની સાચી રીત જાણતા નથી. આ મુશ્કેલીના ઉકેલરૂપે હવે 'લવગુરુ'ની બોલબાલા જોવા મળે છે. જેઓ પ્રેમની મીઠી મીઠી ભાષા કઈ રીતે બોલવી, કયા પ્રકારની ભેટ આપવી, ક્યાં ફરવા જવું, કેટલો સમય મળવું અને લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવે તો ક્યા પ્રકારની વાતોનું ધ્યાન રાખવું તે બધી જ વાતો શીખવે છે. 

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ થકી તથા ઈન્ટરનેટ દ્વારા વ્યક્તિ સામાન્ય રીતે બધી જ વાતો શીખી શકે છે. તેમ છતાં કોઈ કારણોસર માનવીય સંવેદના અને શીખામણ જે વડીલો કે મિત્રો દ્વારા મળતી હતી તેને માટે હવે 'લવગુરુ'ની વ્યાવસાયિક સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીયો પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ અને પરંપરાને અપનાવાવા લાગ્યા છે. એક જમાનો હતો કે ભારતમાં યુવાનો જો સાથે ભણતી યુવતીની સામે પણ જોતા હોય તો તે યુવતીનો ભાઈ તેને મેથીપાક ચખાડી દેતો. કૉલેજકાળથી ગળાડૂબ પ્રેમમાં પડ્યા હોય તો મોટા ભાગનો સમય તેઓ સીનેમાગૃહોમાં ફિલ્મો જોવામાં પસાર કરતા હોય છે. ફિલ્મોમાં હીરો કે હીરોઈન દ્વારા દર્શાવાતા લટકા-મટકા-ચટકા સાથેનો પ્યાર તેમને વાસ્તવિક જીવનમાં મળે તેવો આગ્રહ રાખતા હોય છે. સલમાન, શાહરુખ કે રણવીર કપૂરનો પડદા ઉપર દર્શાવાતો પ્રેમ વાસ્તવિક જીવનમાં તેમના સાથી દ્વારા મળે તેવી અપેક્ષા રાખતા હોય છે. તેમાં થોડી ગરબડ થઈ કે સંબંધમાં તિરાડ પડવા લાગે છે. 

૬૦-૭૦ વર્ષ પહેલાં પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ ભારતીય યુવાનોના દિલો-દિમાગમાં વધુ પડતો છવાયેલો ન હતો. તેથી એકબીજા સાથે સંપીને જીવન શાંતિથી વીતી જતું. હવે સંજોગો અને જમાનામાં બદલાવની સાથે યુવાવર્ગના સંબંધો અચાનક ગાઢ બની જતા હોય છે. તો વળી તે સંબંધોમાં થોડાં વર્ષોબાદ તિરાડ પડતી જોવા મળે છે. તેઓ ક્યારેક હતાશ બનીને ન ભરવાનું પગલું ભરતાં હોય છે. એવું પણ બનતું હોય છે કે ક્યારેક સીધોસાદો યુવાન-યુવતી મનગમતી વ્યક્તિ સાથે મિત્રતા બાંધવામાં અસફળ રહે છે. તેનું મુખ્ય કારણ ગમતી વ્યક્તિની સાથે મિત્રતા બાંધવા માટે હાથ લંબાવવાની યોગ્ય આવડત તેનામાં હોતી નથી. 

મેરેજ બ્યુરો દ્વારા લગ્નવાંચ્છુ યુવાવર્ગનો મેળાપ કરાવીને તેમને જિંદગીભરના સાથી બનાવતા તેનાથી તો આપણે બધા જ પરિચિત છીએ. હવે જમાનામાં બદલાવની સાથે એકબીજાની નજદીક કઈ રીતે આવવું તે શીખવે છે. યુવાવયે જ મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્ધા ઉપર પહોંચી જતો યુવાવર્ગ પ્રેમ કઈ રીતે કરવો? તેને લાંબો સમય કઈ રીતે નિભાવવો તે શીખવા હજારો રૂપિયા ખર્ચી નાખે છે! આ 'લવગુરુ' તગડી રકમ વસૂલીને પ્રેમની મીઠી મીઠી વાતો શીખવે છે. જે પ્રમાણે જિમમાં જતી વ્યક્તિ ખાસ ટ્રેઈનરને રાખીને તેની દેખરેખ હેઠળ વજન ઉતારે છે. આજના યુગમાં સ્ટાઈલિશ કપડાં પહેરીને આકર્ષક દેખાવું તેની પણ તાલીમ આપવામાં આવે છે. સુંદર ઘરને સ્વચ્છ રાખવા માણસોની સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોફેશનલ્સ દ્વારા પ્રેમ, દીવાનગી, ઈશ્કબાજી કરતાં શીખવીને જીવનમાં રહેલો ખાલીપો દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બસ તે માટે જરૂર છે થોડો ખર્ચ કરવાની .... - નિધિ ભટ્ટ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment