Wednesday, 3 August 2016

[amdavadis4ever] થોડા દિવસ માટે જાનવર બનવું છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા દિવસ માટે જાનવર બનવું છે

ટિન્ડરબોક્સ : અભિમન્યુ મોદી
 

કેમ આપણે એવું નથી વિચારતા અને કેમ એવું ન હોઈ શકે કે ૮૪ લાખ ફ્ેરા ર્ફ્યા પછી સૌથી ખરાબ નસીબ જે જીવના હશે એ જ માણસ હોય. આપણને તો એવો કયો ઈગો કે આપણે ખુદને બધા કરતાં ટોચ ઉપર મુકીએ. માનવજાત શું એરોગન્ટ નથી લાગતી પોતાને જ ટોપ જાહેર કરવાં બદલ? બીજા બધાના નસીબનો પડીયો એટલા માટે કાણો છે કે એ જીવો માત્ર પ્રાણીઓ છે, જ્યારે આપણે ફ્લાણા ધર્મના ઢીકણા સંપ્રદાયના છમ્ઝ્ર પંથના XYZ વાડાના સભ્યો છીએ. આપણે માણસ પછી છીએ, પણ પહેલાં એક લેબલ છીએ. કરોડો માણસોમાંથી ઓળખી શકાય માટે દરેક માણસને 'નામ' આપવાની પ્રથા ચાલુ થઇ હશે, પણ એ નામ જ માણસોના ધર્મ-સંપ્રદાયની ચાડી ખાઈને આપણને ગીનીપીગ જેવા જુદા જુદા પિંજરામાં પૂરી દેતું હોય છે. અને પાછી વિકૃતિની વાત એ છે કે મોટા ભાગના માણસને એ લેબલ મારેલા ગમે પણ છે. ABC ધર્મમાં જન્મ્યા હોય એમાં પોતે સિદ્ધિ મેળવી હોય એવું અભિમાન લે છે. અરે, કોઈ પણ ઘરમાં જન્મવું એ આપણા હાથમાં છે શું? ઘણા માણસોને આવી વાતો નાસ્તિકી લાગે.
જ્ઞાાતિવાદના દૂષણ સામે, ધર્મના ઝનૂનના ભોરીંગ સામે, વાડા અને ચોકઠાંના ઝેર સામે તમે કંઈ બોલી નથી શકતા. કંઈ કરી નથી શકતા. કંઈ લખી નથી શકતા, કારણ કે કોઈ સતત તમારી ચોકી કરી રહ્યું છે. કોઈ નહિ, બધા જ. અને જો તમે તે બધાની મરજી વિરુદ્ધ સહેજ વધારે હવા શ્વાસમાં ખેંચી લીધી તો એ તમને નહિ છોડે. તમારી ઉપર લેબલ લાગી જશે, જ્ઞાાતિદ્રોહી-દેશવિરોધી વગેરે વગેરે. ટેકનોલોજીનો ઉપયોગ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ દુનિયા નાની કરવા અને માણસને માણસથી નજીક લાવવાનો હતો. શું વાવી નાખ્યું બધાને નજીક લાવીને? આ જાતિ એકબીજાની સાથે રહી શકે એવી છે ખરી? નેટના કારણે સાત અબજમાંથી બે-ત્રણ અબજ નજીક આવ્યા. પછી શું થયું? થોડો સમય થયો ત્યાં ઝઘડવા મંડયા. છમકલું થાય તો ઇન્ટરનેટ પહેલા બંધ કરવું પડે છે. તોફન શું કામ શરુ થાય? વિડીયો વાઈરલ થાય એટલે. વિડીયો ઉતરે જ શું કામ? વાઈરલ કરવા જ સ્તો.
ભલેને સમય આગળ વધે, મોડર્નયુગ વધુ આધુનિક થતો જાય…! આપણે કરવાનું શું? ટોલેરન્સ લેવલ ઘટાડવાનું. નાત-જાતના ભેદભાવ વધારવાના. જે થવું હોય એ થાય, પણ ધર્મના કોચલામાંથી બહાર નહિ આવવાનું. -પણ બતાડવાનું એમ કે 'અમે તો તટસ્થ છીએ, ગામડાંમાં જાઓ તો ખબર પડે કેવી દયનીય સ્થિતિ છે.' શું કામ? ગામડાંમાં હું શું કામ જઉં? જો મને અહીં જ રોજેરોજ વરવા પરચા મળી જતા હોય તો. આવો, બાજુમાં બેસો, ફ્ેસબુકમાં લાઈકની પેટર્ન પણ દેખાડું કે એ પણ જે તે પ્રોફઈલની સરનેમ મુજબ ચાલે છે. વર્ષો જૂનો ઈતિહાસ પાઠયપુસ્તક મંડળીનો જોઈ લો, આજ સુધી એ નિષ્ણાતોની સરનેમમાં એકરૂપતા દેખાશે. તમે ખુબ મહેનત કરીને ઓરીજીનલ પુસ્તક લખ્યું તો શું થયું? તમારા જ શહેરમાં, તમારાથી મોટો અને ખાધેલ માણસ હશે જે કોઈ એક જ્ઞાાતિનો ચહેરો બની, કોઈ એક સંપ્રદાયના ગુરુને પકડીને વિમોચન કરશે, જેની ચોપડીની ભંગાર પસ્તીની પહેલી આવૃત્તિ તો ફ્ક્ત વિમોચનમાં જ ખપી જશે. શું કામ? કારણ કે એ ચોપડી પણ ઈતિહાસના એવા જ પાત્ર ઉપર લખી છે ને જેનું નામ ચોક્કસ ગુજરાતી જ્ઞાાતિમાં વટાવી શકાય. જ્ઞાાતિ અને એક પ્રોફ્ેશનલ પપુધધુ પકડી લો. દુકાન ચાલ્યે રાખે.
ફ્ેસબુકમાં કઈ પણ લખો, અરે, ચકલી અને વિદેશ વિષે લખો. અમુક ચોક્કસ ચૌદશો બેઠી હશે, પોતાની લાગણીને કપડાં વગરની કરીને, જેથી આપણી જ વાતથી એની લાગણી ચોક્કસપણે દુભાઈ જાય. પછી પોતાના જ ગ્રુપના લોકોને ભેગા કરીને એ સ્ટેટસ મુકનારને ધમકાવો ને માફી મંગાવો. ગાળાગાળી ને મારામારી. બ્લોક કર્યા પછી પણ કે પછી ફ્રેન્ડ ન હોય તો પણ એની વોલ જોઈ જોઈને કેસ કરો. ટીકાટિપ્પણી ને ગાલીગલોચ. અચ્છા, એ ભાઈ/બેન સમાજસેવા કરે છે? શહેરના વિકાસ માટે પ્રવૃત્તિ કરે છે? સહેજ વધુ જાણતાં ખબર પડે કે પોતાના વોર્ડની ટિકિટ માટે ઊભા છે એ તો, પોતાની જ્ઞાાતિ આગળ કરીને જ. જૂથબંધી. વાડાબંધી. ચોકાબંધી. બુદ્ધિબંધી. સ્ત્રી-સશક્તિકરણ. ફ્ેમીનીઝમ. પુરુષોના અન્યાય. એ પુરુષ છે, એ સ્ત્રી છે, એ આ પ્રદેશનું છે. એ બધું જ આ-આ-તે-તે-પેલું પહેલાં છે, માણસ સૌથી છેલ્લે છે.
એક ISO સર્ટિફઈડ વ્યક્તિ છે, જરૂર પડયે પ્રિસ્ક્રીપ્શન છે પણ માણસ નથી. માણસ ન જોઈએ, માણસના નામે લેબલ જોઈએ. અચ્છા, આ તો ઠ ભાઈ, ફ્લાણા ગ્રુપના, અને આ તો ઠરૂ ભાઈ, પૂંછડા જૂથના. પાવરફ્ૂલ માણસ છે, તો ગુડબુકમાં રહેવાનું. શું કીધું? આપણી જાતનો નથી? તો એની સામું ઊભો રહી શકે એવા આપણી નાતના કોઈ પાવરફ્ૂલ માણસની ગુડબૂકમાં ઘૂસવાનું.
હજારો રૂપિયા સ્પેશિયલ RTO નંબર પાછળ ખર્ચ્યા હોય, પણ વાહન પાછળ જ્ઞાાતિનું નામ લખાવવાનું જ. વોટ્સએપમાં ફેરવર્ડ પણ આપણને ફવે એવા કરવાના અને ઈન્સ્ટાગ્રામમાં પહેરેદારી કરવાની કે સંસ્કૃતિને ખતરો બને એવી કોઈ તસવીર  ક્યાંક નથી આવી ગઈ ને? 'અમારે આમ', 'તમારે આમ હોય?' જેવી અનેક પરોક્ષ રીતે વાતો કરીને ધર્મ-જ્ઞાાતિ વચ્ચે લાવવાના જ પણ પછી ફ્ેસબુકમાં આવીને All humans are same, Terrorism has no religion પણ લખવાનું જ. પોતાનો ધર્મ સૌથી વધુ સાયન્ટિફિક છે એ હિડન ઈગો રાખવાનો. અમારો ધર્મ સૌથી જૂનો છે એ મનમાં રાખવાનું. અમારા આ પથમાં ન માનનારા માણસ કેમ કહેવાય એ પણ છુપી સોચ રાખવાની જ. જરૂર પડયે કાઉન્ટર બચાવ માટે મારે પરજ્ઞાાતિના આટલા અંગત મિત્રો અને મારા કબાટમાં પરધર્મી સુપરસ્ટારનું આટલા ઈંચ બાય આટલા સેમીનું પોસ્ટર આગળ ધરી દેવાનું. જેથી જ્યારે લાગણી દુભાવવાની સીઝન આવે ત્યારે પોતે તો બેલેન્સ્ડ-ન્યુટ્રલ જ લાગી શકે.
લેબલ લગાડવાનું ન ભૂલાય બસ. સામેવાળાને કોઈ લેબલ ચીપકાવવાનું અને પોતે પણ એક લેબલ પહેરી રાખવાનું. સ્ટીકર વિના, રીલીજીયન ટેગ વિના તો કેમ ચાલે? એ તો બધા પાસે હોવું જ જોઈએ. હા, એમાં પાછા અમુક સ્કોલર, ફેરવર્ડ યુ સી, હોય જ કે જેને કોઈ લેબલ ન પહેરવું હોય. પણ એ લેબલ ન પહેરે એનું ય લેબલ ચોટાડે. 'No Lable' એમ, એટલે એ પણ છેલ્લે તો એક લેબલ જ થયું. ઇનશોર્ટ, લેબલ તો જોઈએ જ. અને જો…. કદાચ એકાદો માણસ કોઈ જ ટેગ, લેબલ, સ્ટિકર વગરનો ખરેખર જેન્યુઈનલી દેખાય જાય, …… તો તો એ આ લેબલ કોમ્યુનીટી સામે ખતરો કહેવાય. બધા લેબલવાળાએ ભેગા થઇ, ટોળું બનાવી, સરકલ બનાવી એને વચ્ચે ભીંસીને ભૂંસી કાઢવાનો-છુંદી કાઢવાનો-તોડી-મરોડી નાખવાનો એને, ફ્ેસબુકમાંથી, સમાજમાંથી, શહેરમાંથી, એની પ્રગતિમાંથી. લેબલ વિના ફ્રવાની હિંમત જ કેમ થઇ?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment