Thursday, 28 July 2016

[amdavadis4ever] ફિર આયા દાઈ મા કા ઝમાના

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણા દેશનાં ગામડાંમાં મહિલા ગર્ભવતી થાય એટલે ગામમાં રહેતી સુયાણીને બોલાવવામાં આવે તે ગર્ભવતીની નાડીનું પરીક્ષણ કરીને તેને આવશ્યક સલાહ સૂચનો આપે. તે થોડા થોડા વખતે તેને મળે અને કંઈ તકલીફ હોય તો તેનું નિરાકરણ કરે. બાળક જન્મે એટલે નવીસવી માતા અને શિશુને તૈયાર કરે. આવશ્યક સૂચના આપીને વિદાય થાય. એ જમાનામાં ગામમાં સુયાણીનો દબદબો રહેતો બધાં તેને માનપાન આપતાં. 

પશ્ર્ચિમના દેશોમાં ગર્ભવતી મહિલાની જરૂરી ટેસ્ટ કર્યા પછી તેને પહેલેથી પૂછવામાં આવે છે કે તે હૉસ્પિટલ કે નર્સિંગ હૉમમાં મિડવાઈફના હસ્તે કે પછી ઘરમાં પ્રસૂતિ કરાવવાનું પસંદ કરશે. એ પાછળનું કારણ એવું છે કે ઘરના વાતાવરણમાં તે પતિ અને નજીકનાં સગાંની વચ્ચે એકદમ રિલેક્સ રહેતી હોવાથી મિડવાઈફને બોલાવીને પ્રસૂતિ કરાવવાનું સરળ પડે છે. 

આપણા મુંબઈમાં પણ કુશળ મિડવાઈફ એટલે કે દાયી કે સુયાણીના હસ્તે પ્રસૂતિ કરાવવાનું સારું પડે છે.

બ્રિટિશ મૂળનાં લિના ડંકન મુંબઈમાં છેક ૨૦૦૭થી ખાનગી પ્રૅકિટસ કરે છે. તેમના કહેવા પ્રમાણે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે માંડ એક મહિલા ઘરના વાતાવરણમાં પ્રસૂતિ કરાવવા તૈયાર થઈ હતી. ત્યાર પછી ચૌદ વર્ષનાં વહાણાં વાયાં. છેક ગયા વર્ષે લગભગ ૩૮ મહિલાઓએ મિડવાઈફની સહાયથી શિશુને જન્મ આપવાનું પસંદ કર્યું. હૉસ્પિટલમાં પણ મિડવાઈફની સહાયથી કેટલીક મહિલાઓ શિશુને જન્મ આપે છે. 

મિડવાઈફની પસંદગી કરવા પાછળનું કારણ એવું હોઈ શકે કે પ્રથમ પ્રસૂતિમાં મુશ્કેલી પડી હોય તો બીજી વાર તેઓ મિડવાઈફની સહાય લેવાનું પસંદ કરે છે. 

આવા સમયે ખૂબ ધીરજ અને કમ્ફર્ટ તથા પ્રાઈવસીની તાતી આવશ્યકતા હોય છે. 

હવે તો કેટલીક બર્થ કંપનીઓ ચોવીસે કલાક તૈયાર હોય છે. 

પ્રસૂતિનો સમય નજીક હોય અને લેબર પેઈન ધીમું હોય તો તેને ઝડપી બનાવવા મેડિસિનના ડ્રિપિંગની જરૂર પડે છે. કુદરતી રીતે પ્રસૂતિ સરળ સલામત બનાવવા ઘણીવાર સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે. મિડવાઈફ તેનાં મનગમતાં સોંગની રેકોર્ડ વગાડે છે. ઘણીવાર એવા સોંગનો ઉપયોગ થાય છે કે મહિલાનું લેબર પેઈનની ઝડપ વધે છે. શિશુનો જન્મ સલામત અને સરળ રીતે થાય છે. 

અંધેરીમાં બનેલા એક કેસમાં ઘરના સભ્યોએ પણ મિડવાઈફને સહકાર આપીને સરળ પ્રસૂતિ કરાવી હતી. શિશુના આગમનને વધાવવા થાળી પર વેલણ પીટવામાં આવ્યું હતું. ઘરમાં બધા ખુશખુશાલ થઈ ગયા હતા. 

મિડવાઈફની બૅગમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ ? એના જવાબમાં લીનાએ જણાવ્યું હતું કે સ્ટેટોસ્કૉપ, ડૉપ્લર, મેઝરિંગ ટૅપ અને ગ્લોવ્સ જેવી ચીજો રાખવાનું અતિઆવશ્યક છે. આ ઉપરાંત ઊનનો દડો અને ગૂંથણકામ માટે વપરાતી નીડલ્સ પણ રાખવા જોઈએ. જૅન્ટલ ક્લિક ક્લેક નીડલ્સ મગજ અને શરીરની રિધમ જાળવી રાખે છે. અને મહિલાનું મગજ શાંત થતાં શિશુના જન્મની પ્રક્રિયા સરળ બની જાય છે. આટલા વર્ષ મુંબઈમાં મિડવાઈફની પ્રૅક્ટિસ કર્યા પછી લીના આ ક્ષેત્રે અત્યાધુનિક તાલીમ લેવા લંડન ગયાં છે. 

સવાલ એ છે કે ઘરમાં પ્રસૂતિ કરાવવાની પદ્ધતિ કેટલા અંશે સલામત છે ? ગર્ભમાં શિશુનું સ્થાન યોગ્ય હોય અને માતાનું આરોગ્ય સારું હોય તો ઘરમાં જ શિશુનો જન્મ કરાવવામાં કોઈ મુશ્કેલી નથી પડતી. પણ 'ન કરે નારાયણ' ને કોઈ મુશ્કેલી ઊભી થાય તો ડૉકટરનો સંપર્ક સાધવો જોઈએ. 

મૅટરનિટી વોર્ડ્સમાં મહિલાઓના વલણમાં આવેલા પરિવર્તનથી વાકેફ ગાયનેકોલોજિસ્ટો અને ઍબસ્ટેટ્રિક્સ ઘણીવાર મિડવાઈફને મૅટરનિટી વૉર્ડમાં આવવાની અને તેના પરિવારના સભ્યોને પણ સંગીતની સુરાવલી, કૅન્ડલ્સ અને તેમની પોતાની ચીજવસ્તુઓ લાવવાની પરવાનગી આપે છે. મિડવાઈફ તેને ધીરજ બંધાવે છે. 

આપણા શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિ જોતાં આ કોન્સેપ્ટ અપનાવવાની સલાહ એક ગાયનેકોલોજિસ્ટ નથી આપતા. તેમના મતે ઘરની નજીકની હૉસ્પિટલમાં પ્રસૂતિ માટે જવાનું હિતાવહ છે. 

એસ.એન.ડી.ટી. વુમન્સ યુનિવર્સિટીના એક સંશોધક સુવર્ણા ઘોષે આ વર્ષે આ મુદ્દે સ્વતંત્ર સર્વે કર્યો હતો. 'ચાઈલ્ડ બર્થ નૅરેટિવ્સ' શીર્ષક હેઠળના અભ્યાસમાં તેમણે મિડવાઈફની સહાયથી શિશુને જન્મ આપ્યો હોય એવી શિક્ષિત મહિલાઓને આવરીને કરેલા સર્વેમાં નવમાંથી પાંચે ઘરે પ્રસૂતિ કરાવી હોવાનું જણાવ્યું હતું. 

ઘરે શિશુને જન્મ આપવાનું ચલણ વધી રહ્યું હોવાથી ઘણી મહિલા સાયકોથેરપિસ્ટ મિડવાઈફરી તરફ વળવા ઉત્સુક છે. પણ આપણા દેશમાં એ માટે કોઈ તાલીમ ઉપલબ્ધ નથી કે એ માટે કોઈ લાઈસન્સ પણ નથી આપવામાં આવતું. 

રૂથ નામની મહિલાને આશા છે કે ચાઈલ્ડબર્થ ગ્લોબલ કોન્ફરન્સમાં હ્યુમન રાઈટ્સ સમક્ષ તે આ મુદ્દે રજૂઆત કરશે. તેઓ પોતે નવજન્મા શિશુ અને માતાની સારસંભાળ રાખવા મિડવાઈફરી મૉડેલને આગળ વધારવા મુંબઈમાં આવતા વર્ષના ફેબ્રુઆરીમાં ચાઈલ્ડ બર્થ ગ્લોબલ કૉન્ફરન્સમાં પ્રયાસ કરશે. 

તેમના મતે હૉસ્પિટલમાં શિશુના જન્મ પછી ગર્ભની ઓરનો નિકાલ કરવામાં આવે છે. જ્યારે ઘરમાં કેટલાક તેને પ્રિન્ટ કાઢીને મઢાવીને ગૌરવની લાગણી અનુભવે છે કેટલાક કુંડામાં માટી સાથે ભેળવીને સુંદર છોડ ઉગાડે છે. તેઓ જ્યારે એ છોડ તરફ નજર કરે છે ત્યારે તેમને શિશુના જન્મ પ્રસંગની અજબ સુખાનુભૂતિ થાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment