Thursday, 28 July 2016

[amdavadis4ever] ‘હું જે માર્ગે જઈ રહ્યો છું તે માર ્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ક્ધફયૂશિયસની અવલોકનશક્તિ જબરી હતી. આસપાસના વાતાવરણમાંથી અને લોકોમાંથી એ શીખતા રહેતા અને કહેતા: 'જો હું બે માણસોની સાથે ચાલતો હોઉં તો એ બેઉ મારા ગુરુ બની જાય. એકનાં સારાં લક્ષણો તારવી લઉં અને એને અનુસરું. બીજાનાં માઠાં લક્ષણો વીણી લઉં અને મનોમન મારામાં એટલો સુધારો કરી લઉં.'

અઢી હજાર વર્ષ પહેલાં, ઈ.સ. પૂર્વે ૫૫૧માં ચીનમાં ક્ધફયૂશિયસનો જન્મ. ૭૩ વર્ષની વયે, ઈ.સ. પૂર્વે ૪૭૯માં અવસાન. રાજનીતિ - શિક્ષણશાસ્ત્રના અચ્છા જાણકાર. ચીનમાં શાસનની મહેરબાની વિના ચાલતી પ્રાઈવેટ શાળા શરૂ કરીને વ્યક્તિગત શિક્ષણ આપવાની પ્રથા ક્ધફયૂશિયસે શરૂ કરી.

ચિંતકો-વિચારકોમાં સામાન્યત: જે ડોળ કે દંભ જોવા મળે છે તેનો ક્ધફયૂશિયસમાં અભાવ છે. એ કહે છે: 'હું સહેજ પણ દાવો કરતો નથી કે મારામાં ઈશ્ર્વરીય વિદ્વતા છે કે હું

સંપૂર્ણપણે સાધુ છું. મારા વિશે કહેવાયું હોય તો હું માત્ર એટલું જ કહીશ કે હું જે માર્ગે જઈ રહ્યો છું તે માર્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી અને બીજાઓને ઉપદેશ આપતાં હું ક્યારેય થાકતો નથી!'

ક્ધફયૂશિયસના આ વચન વિશે એમના એક શિષ્ય કુંગ સિ હુઆએ ટિપ્પણ કરી છે: 'પણ આ જ ગુણો એવા છે જેને પ્રાપ્ત કરવા માટે અમે, તમારા શિષ્યો, અસમર્થ છીએ.'

કેટલાય લોકોની ફરિયાદ હોય છે કે, 'મને કોઈ સમજી શકતું જ નથી.' આવી તદ્દન બાલિશ ફરિયાદના અનુસંધાને ક્ધફયૂશિયસની આ વાત યાદ રાખવા જેવી: 'બીજાઓ મને ન ઓળખે તેનું દુ:ખ મને ન થાય, હું બીજાઓને ઓળખી ન શકું તેનું જ મને દુ:ખ થાય.'

શિષ્યોનાં કે ફૉલોઅર્સનાં ટોળેટોળાં ભેગા કરવામાં માનતા ગુરુઓ અને ફેસબુકિયા પંડિતો ક્યારેય એવો વિવેક દાખવી શકતા નથી કે કોને ઉપદેશ આપવો અને કોને નહીં. ક્ધફયૂશિયસ આ બાબતે તદ્દન સ્પષ્ટ છે:

'જેઓ બોધગ્રહણ માટે આતુર ન હોય તેવાઓને હું ઉપદેશ આપતો નથી; પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હું કરતો નથી; અમુક વિષયની એક દિશા હું દેખાડું એ પછી બાકીની ત્રણ દિશાઓને શોધવા જેટલી પ્રગતિ પણ જે વ્યક્તિ કરી શકતો નથી એવી વ્યક્તિ માટે હું મારો ઉપદેશ દોહરાવતો નથી.'

ચિંતન અને મનન કરવાની સૌથી ઉત્તમ રીત કઈ? કેટલાક લોકો ધ્યાનને તો કેટલાક વિવિધ ક્રિયાઓને મહત્ત્વ આપે છે. ક્ધફયૂશિયસે કહ્યું:

'મનન કરવા માટે હું દિવસો સુધી ઉપવાસો કરતો અને કેટલીય રાતોના ઉજાગરા કરતો પણ હું સહેજ પણ પ્રગતિ સાધી શક્યો નહીં. છેવટે મને સમજાયું કે અભ્યાસ કરવો એ જ એક માર્ગ છે.'

'ડાહ્યો માણસ બોલવામાં ધીમો ને કામ કરવામાં ઉતાવળો હોય છે' એ ક્ધફયૂશિયસનું વિખ્યાત વચન છે. એમના એક શિષ્યે નૈતિક ગુણ વિશે પૂછયું ત્યારે એમણે કહ્યું: 'જે માણસ પોતે કરવાના કઠિન કામનો પ્રથમ વિચાર કરે છે અને ભૌતિક લાભના વિચારને ગૌણ ગણે છે એ માણસમાં નૈતિક ગુણસમૃદ્ધિ છે એવું કહી શકાય.'

માનવીનાં સદ્ગુણો વિશે વધુ ચિંતન કરતાં ક્ધફયૂશિયસે કહ્યું: 'ઉચ્ચતર માનવી શાંત અને સ્વસ્થ હોય છે, નીચો માનવી જ સતત સંક્ષુબ્ધ અને ચિંતાગ્રસ્ત રહે છે.'

ત્ઝૂ કુંગ નામના એક અન્ય શિષ્યે ગુરુ ક્ધફયૂશિયસને મિત્રતા વિશે પૂછયું. ગુરુએ કહ્યું: 'તમારા મિત્રની સાથે વાતચીત કરવામાં પ્રામાણિકતા રાખો, પણ એને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરતી વખતે સાવચેતી રાખજો. એ પ્રયત્ન નિષ્ફળ જાય તો તો થોભી જજો, પણ તમારી સલાહનો એ સીધો અસ્વીકા૨ કરે એટલે સુધી વાત વધવા દેશો નહીં.'

દોસ્તોમાં દોસ્તી ટકી રહે એ માટે ક્ધફયૂશિયસની સોનેરી સલાહ છે: 'કોઈનેય શિખામણ આપવાની હોંશમાં એટલો અતિરેક ન કરી બેસીએ કે સામેવાળી વ્યક્તિને લાગવા માંડે કે તમે એના જીવનમાં ચંચુપાત કરી રહ્યા છો.

શિષ્ય ફેન ચિહના એક પ્રશ્ર્નના જવાબમાં ક્ધફયૂશિયસ કહે છે: 'જંગલી માણસોની વચ્ચે તમે હો ત્યારે પણ આ નિયમોને વળગી રહો.' કયા નિયમો? 'ખાનગી જીવનમાં આત્મગૌરવ દાખવવું. કામકાજની વ્યવસ્થામાં કાળજી રાખવી. કામને પરિપૂર્ણતાએ પહોંચાડવું. બીજાઓ સાથેના વ્યવહારમાં અંતરના અવાજને અનુસરવું.'

ખુશામતખોરો અને બીજાઓને સમજીને એમની જરૂરિયાત મુજબ સમાધાન કરનારાઓ વચ્ચેનો તફાવત ક્ધફયૂશિયસે ખુલ્લો કર્યો: 'અમીર માણસ અન્યને અનુકૂળ થવા માટે પ્રયત્નશીલ હોવાનો પણ એ બીજાની ખુશામત નહીં કરે. જ્યારે હલકો માણસ ખુશામતિયો હોય છે પણ એનામાં બીજાને અનુકૂળ થવાની વૃત્તિ નથી હોતી.

અમીર એટલે શું માત્ર શ્રીમંત? ના. 'અમીર માણસ ગૌરવ સંપન્ન હોય છે પણ અભિમાની નથી હોતો, હલકો માણસ અભિમાની હોય છે, ગૌરવસંપન્ન નથી હોતો,' એવું ક્ધફયૂશિયસે કહ્યું છે.

એણે એમ પણ કહ્યું: 'ઉત્તમ પુરુષમાં ત્રણ ગુણો એવા હોય છે જે મારામાં હોવાનો દાવો હું કરી શકતો નથી. તે સૌનો ખરેખરો હિતેચ્છુ હોય છે અને ચિંતાઓથી મુક્ત હોય છે, તે ખરેખરો ડહાપણવાળો હોય છે અને ભ્રમણાઓથી મુક્ત હોય છે, તે ખરેખરો બહાદુર હોય છે અને ભયથી મુક્ત હોય છે.'

ક્ધફયૂશિયસનાં બે અંતિમ વચન:

૧. શીખવું અને જે શીખ્યા હોઈએ તેને પ્રસંગ આવ્યે અમલમાં મૂકવું એ જ શું ખરેખરા આનંદની વાત નથી?

૨. પ્રામાણિકતા વિનાની ઉગ્રતા, ભોળપણ વિનાનું અજ્ઞાન અને સાચદિલી વિનાની સાદાઈ - આવાં લક્ષણો મારી સમજણમાં ઉતરતાં નથી!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment