Thursday 12 May 2016

[amdavadis4ever] કાવડમાં માને જાત્રા કરાવતો આજનો શ્રવણ - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાવડમાં માને જાત્રા કરાવતો આજનો શ્રવણ
 
 
વિશેષ - હેમંત વૈદ્ય
 
હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે એવું આજકાલ ચારેકોર સંાભળવા મળે છે. આપણી ભવ્ય સંસ્કૃતિનો ધીરે ધીરે લોપ થઇ રહ્યો છે અને પાશ્ર્ચાત્ય રંગે આપણે રંગાઈ રહ્યા છીએ અને આપણા સંસ્કારને વિસારે પાડી રહ્યા છીએ એવી બૂમરાણ પણ થઇ રહી છે. જોકે, વચ્ચે વચ્ચે એવી વાતો જાણવા મળે છે જેને કારણે આપણી ભવ્ય સંસ્કૃતિનો વારસો હજી ઘણે ઠેકાણે જળવાયો છે એનો ખ્યાલ આવતા રાહતની લાગણી અનુભવાય છે. જબલપુરના રહેવાસી કૈલાશ ગિરીની કથા આવું જ એક ઉદાહરણ છે.
ભારતીય સમાજ અને એની પરિવારની પરંપરાની કેટલીક લાક્ષણિકતાઓ છે જે તમને અન્ય ઠેકાણે ભાગ્યે જ જોવા મળે. આપણા પુરાણો અને એ પુરાણોમાં રજૂ થયેલી કથા આ વાતની સાક્ષી પૂરે છે. તમે ભલે રામાયણ ન વાંચ્યું હોય, પણ એમાં આવતી શ્રવણની કથા તો તમે વાંચી જ હશે અથવા તમે સાંભળી હશે. આજે પણ આદર્શ પુત્રનું ઉદાહરણ આપતી વખતે શ્રવણનું નામ પહેલા આપવામાં આવે છે. શ્રવણ માતા-પિતાને કાવડમાં બેસાડીને જાત્રા કરાવવા નીકળ્યો હતો. એક એવો અભિપ્રાય છે કે માતા-પિતાની સેવા કરતા પુત્રોની કથા પુરાણો અને પુસ્તકોમાં જ જોવા મળે છે, વાસ્તવમાં એવું કશું નથી હોતું. ૪૮ વર્ષના કૈલાશ ગિરી આજના યુગના શ્રવણ છે જે આજના આધુનિક યુગમાં પણ માતા કીર્તિ દેવીની સેવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ ભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી પોતાની વયોવૃદ્ધ માતાને કાવડમાં બેસાડી આપણા દેશના જુદા જુદા તીર્થસ્થાનોની જાત્રા કરાવી એક ઉમદા મિસાલ પૂરી પાડી રહ્યા છે. કૈલાશનાં માતા ૯૨ વર્ષનાં છે અને નેત્રહીન છે, કશું દેખી નથી શકતા. એમની તીવ્ર ઈચ્છા હતી કે પોતે પગપાળા ચાલીને ચાર ધામની જાત્રા કરે. જોકે ઉંમર અને આંખના અંધાપાને કારણે એ શક્ય નહોતું, પણ પુત્ર કૈલાશે માતાની ઈચ્છા પૂરી કરવાનું બીડું ઝડપ્યું. આધુનિક યુગના શ્રવણ બનીને તેણે માની ઇચ્છા પૂરી કરવાની શરૂઆત કરી. છેલ્લાં વીસ વર્ષમાં આશરે ૩૬૦૦૦ કિલોમીટરની સફર તેમણે ખેડી લીધી છે. કૈલાશ ગિરીની આ ધર્મયાત્રાનો પ્રારંભ થયો તેમના શહેર જબલપુરથી. આ તીર્થયાત્રા શરૂ થઇ ત્યારે કૈલાશની ઉંમર હતી ૨૮ વર્ષની. માની ઇચ્છા પૂરી કરવા તેમણે પોતાનાથી થાય એ બધું જ કર્યું અને હવે બે દસકા પછી તેનું મિશન પૂરું થવાની અણી પર છે. આ યાત્રા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. કૈલાશની માતાની મનોકામના છે કે તેમની આ જાત્રા મથુરા જેવા પવિત્ર શહેરમાં પૂરી થાય. આજે એકવીસમી સદીમાં કોઇ પુત્ર પોતાની માતાની ઇચ્છા આ રીતે પૂરી કરવાના પ્રયાસો કરી રહ્યો છે એ જાણીને ઘણા લોકો હેરત પામી ગયા છે. જોકે, કૈલાશની કહાણી કોઇ સાંભળે તો એની આંખોના ખૂણા ચોક્કસ ભીના થઇ જાય. એમનું કહેવું છે કે 'મારી ઉંમર ૧૪ વર્ષની હતી ત્યારે હું ઝાડ પરથી નીચે પડી ગયો હતો. એ સમયે જો મારી માએ મારી સારસંભાળ ન રાખી હોત અને દિવસરાત મારી સલામતી માટે પ્રાર્થના ન કરી હોત તો કદાચ હું આજે જીવતો તમારી સામે ન હોત. હું સાજો થઇશ તો પોતે ચાર ધામના દર્શન કરશે એવી માનતા મારી માએ માની હતી. મને થયું કે માની માનતા પૂરી કરવાની જવાબદારી મારી છે.'
મા પ્રત્યે અત્યંત આદર ધરાવતા કૈલાશ ગિરી આગળ જણાવે છે કે 'આ જગતમાં મારી મા સિવાય મારું બીજું કોઇ નથી. મારા ભાઇ અને બહેનનું વર્ષો પહેલા અવસાન થઇ ગયું હતું અને મારી ઉંમર કેવળ ૧૦ વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. હવે તમે જ કહો કે માની ઇચ્છા મારા સિવાય કોણ પૂરી કરે એમ હતું. મારી માની સેવા કરવાની મને આ તક મળી છે.' કૈલાશની દિનચર્યા રોજ સવારે સાડાછએ શરૂ થતી અને સૂર્યાસ્ત થાય ત્યારે પૂરી થતી હતી. રોજના ચારથી પાંચ કિલોમીટરનું અંતર તેઓ કાપતા હતા. આ સફરના પોતાને કેટલાંક ફાયદા થયા હોવાનું તેઓ સ્વીકારે છે. તેઓ આ સંદર્ભમાં જણાવે છે કે 'આપણા દેશવાસીઓ ખૂબ હેતાળ છે. કોઇ પણ પ્રકારના સ્વાર્થ વિના લોકો મદદ કરતા હોય છે. લોકોની સતત મળતી સહાયને કારણે આટલા વર્ષોમાં કોઇ પ્રકારની મુશ્કેલી નડી નથી.'
કીર્તિ દેવીને પોતાના પુત્ર પર ગર્વ છે. ૯૨ વર્ષની ઉંમરે પણ તેઓ પરિસ્થિતિને અનુકૂળ રહી શકે છે. તેમનું કહેવું છે કે 'જો મારા દીકરાએ મને જાત્રા ન કરાવી હોત તો એને પાપ લાગત. એને માટે જ તો મેં માનતા માની હતી.' કૈલાશે આ વર્ષોમાં માતાને કાશી, અયોધ્યા, ચિત્રકૂટ, રામેશ્ર્વરમ, તિરુપતિ, જગન્નાથ પુરી સહિત અનેક હિંદુ તીર્થસ્થાનોના દર્શન કરાવ્યા છે.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment