Thursday, 12 May 2016

[amdavadis4ever] એકલતાને વીંધતા લશ્કરી અધિકારી - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એકલતાને વીંધતા લશ્કરી અધિકારી
 
 
પ્રાસંગિક - નિધિ ભટ્ટ
 
જીવન એક સંગ્રામ છે. સંગ્રામ છોડીને જનાર ક્યારેય જીતી શકતો નથી. જેને જીતવું હોય તેણે સંગ્રામમાં લડવું જ પડે છે. તમને ક્યારેય કકડીને ભૂખ કે પાણીની તરસ લાગી છે? કકડીને ભૂખ લાગી હોય ત્યારે સાદી રોટલી અને મીઠું મળી જાય તો પણ તેનો સ્વાદ કેટલો સંતોષ આપે છે, ખરું ને! આજના કમ્પ્યુટર યુગમાં એક નવી સમસ્યાનો શિકાર સમાજ બની રહ્યો છે જેનું નામ છે એકલતા. કકડીને લાગેલી ભૂખ કે તરસને તમે બે બટકાં ભોજન અને એક પ્યાલો પાણીનો પીને સંતોષી શકો છો. જ્યારે માનવીના જીવનમાં સંજોગોવશાત આવી પડેલી એકલતા દૂર કરવી થોડી મુશ્કેલ બની જાય છે. તે સમયે વ્યક્તિ કાં તો હતાશામાં સરકી જાય છે અથવા તો જીવન ટૂંકાવી દે છે. કોઈ હિંમતવાન એવા પણ હોય છે જે સામે વહેણે તરવાનું જાણતા હોય છે. ચાલો, મળીએ આવા જ એક વિંગ કમાન્ડર એકે પાંડેને, જેમણે
જીવનની મુશ્કેલીઓમાંથી નવી કેડી શોધીને અન્ય માટે જીવવાનું પસંદ કર્યું.
ગાઝિયાબાદમાં રહેતા વિંગ કમાન્ડર એકે પાંડેએ એવું વિચાર્યું હતું કે સરહદ પર રહીને દેશની સેવા કાજે મનભરીને ફરજ બજાવવી છે. નિવૃત્તિમાં મનભરીને કુટુંબ સાથે મોજ માણીશું. વિધાતાએ તો કંઈક બીજું જ વિચાર્યું હતું. કુટુંબ સાથે થોડો સમય પસાર ર્ક્યો ત્યાં તો તેમની ઉપર અચાનક એક પછી એક આપત્તિઓ આવવા લાગી. પ્રથમ તો તેમના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું. દુ:ખમાંથી બેઠા થવાના પ્રયત્નો કરી રહ્યા હતા ત્યાં તો પત્નીને એક પછી એક બીમારીઓએ ઘેરી લીધી. પુત્રનો વિયોગ અને બીમારીને કારણે શરીર ધીમેધીમે નબળું થતાં તે પ્રભુને પ્યારી થઈ ગઈ. હસતું રમતું કુટુંબ અચાનક વિખેરાઈ ગયું. અનેક લડાઈઓમાં દેશ કાજે દુશ્મનોને ભગાડનાર એકે પાંડે પણ અનેક બીમારીનો ભોગ બનવા લાગ્યા. જોકે, તેઓ ન તો હતાશ થયા કે ન તો હિમ્મત હાર્યા. તેમણે જીવનમાં આવી પડેલી મુસીબતોને લડત આપવાનું નક્કી ર્ક્યું. શું કરવું, કઈ રીતે કરવું તેની ગડમથલ મનમાં ચાલતી રહેતી. ખૂબ વિચાર કર્યા પછી તેમણે એક નિર્ણય લીધો. પત્ની અને પુત્રની ગરીબોને મદદરૂપ થવાની આદતને તેમણે આગળ વધારવાનું વિચારી લીધું. સૌપ્રથમ તો તેમણે ગરીબ બાળકો માટે શાળા શરૂ કરી. જોકે, આ બધું કર્યા પછી તેમની પાસે હજી પણ સમય બચતો હતો. આ સમયનો સદ્ઉપયોગ કઈ રીતે કરવો તે પણ તેમણે વિચારી લીધું. હોમિયોપેથીની સારવાર વિશે તેમને થોડું જ્ઞાન હતું. આ જ્ઞાનનો ઉપયોગ કરીને ગરીબોને મફત દવા આપવાનું તેમણે શરૂ ર્ક્યું.
સમાજમાં ગરીબોની હાલત જોઈને તેઓ આકુળ વ્યાકુળ બની જાય છે. આજે દેશમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર એકબીજા સાથે લડી રહી છે. આઝાદીની કિંમત અને દેશપ્રેમ નાગરિકોમાં ભુલાઈ જ ગયો છે. તેથી જ તેમણે ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ ર્ક્યું ત્યારે દેશપ્રેમ અને હિંદી ભાષા પર વધુ ભાર મૂક્યો. તેમણે દેશપ્રેમને બાળકોના દિલમાં મજબૂત બનાવવા નવતર પ્રયોગ શરૂ ર્ક્યો. બાળકોની પ્રાર્થનાની શરૂઆત 'જયહિંદ'થી કરાવી. ક્લાસના અંતમાં બાળકોને દેશપ્રેમની અલગ અલગ પંક્તિઓ બોલાવવાનું ચૂકતા નથી. આજે શાળામાં કુલ ૭૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્રણ શિક્ષકો પણ તેમની સાથે બાળકોને સુસંસ્કૃત બનાવવામાં સહયોગ આપે છે.
એકે પાંડેજીને ત્રણ પુત્રી પણ છે જે લગ્ન કરીને તેમના ઘરસંસારમાં ઠરીઠામ બની ગઈ છે. ે જોકે ઘરમાં એકલા રહેવું તેમને પસંદ નથી. આર્મીમાં સેવા બાદ જમા કરેલી પૂંજી હાલમાં તેઓ ગરીબ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચી રહ્યા છે. ઘરની નીચે ક્લિનીક ખોલીને તેઓ ગરીબોની સારવાર નિ:શુલ્ક કરે છે. આજે અનેક લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમની મુશ્કેલીને દૂર કરી તેમના ચહેરા ઉપર સ્મિત લાવીને મને આત્મસંતોષ મળે છે. વળી તેમના પુત્રની ગરીબોને મદદ કરવાની ખાસિયત હવે તેમને પણ માફક આવી ગઈ છે. તો પત્નીનો ગરીબ બાળકોને ભણાવીને ઉપર લાવવા માટે સતત જીવનમાં કાર્યરત રહેવું હવે તેમના જીવનને સંતોષ આપે છે. અંગત અને પ્રેમાળ વ્યક્તિઓનું સ્વપ્ન પૂરું કરવા તેઓ નિમિત્ત બને છે તેનો તેમને આનંદ છે.
સામી છાતીએ ગોળી ખાઈને દુશ્મનોને ભોંય ભેગા કરનાર આ ભડવીર પાંડેજીનું કહેવું છે કે જીવનમાં કદી હાર ન માનો, દિલમાં સ્વપ્નો જીવંત રાખો તો સફળતા તમારાં કદમોને ચૂમશે. તેથી જ તો કહેવાયું છે કે એકલતાને રડીને હતાશામાં ડૂબી જવા કરતાં તેને ડરાવીને અન્યના જીવનને ખુશીઓથી ભરી દો. ' જીવન એક સંગ્રામ છે. સંગ્રામ છોડીને જનાર ક્યારેય જીતી
શકતો નથી. જેને જીતવું હોય તેણે સંગ્રામને લડવો પડે છે!'
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment