Tuesday, 15 March 2016

[amdavadis4ever] સત્ય ઘટના - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




અનુષ્કાએ પતિની સામે જોયું, 'આશ્લેષ, તમે સાંભળો છો ને? આપણો અક્કી આજે જીદ પર અડી ગયો છે. હું એને મૂકવા જઉં એ વાતનો એ વિરોધ કરે છે. ધીમે ધીમે એ હવે બગડવા માંડ્યો છે.'
આશ્લેષ બૂટની દોરી બાંધી રહ્યો હતો. એ ચીલાચાલુ પપ્પાઓ જેવો ન હતો. બાળમાનસ વિશે એણે ઘણું બધું વાંચ્યું હતું. એણે હસીને પત્નીને સમજાવ્યું: 'ડાર્લિંગ, બાળકો ક્યારેય જિદ્દી હોતાં જ નથી; જિદ્દી તો મા-બાપ હોય છે. અક્કી આપણો એકનો એક દીકરો છે. આપણી આંખનો તારો છે. એની નાની-નાની ઇચ્છાઓને બાળહઠ માનીને અવગણવી એ સુશિક્ષિત મા-બાપનું લક્ષણ ન કહેવાય.'
'ત્યારે શું કરશો?'
'હું જઇશ એની સાથે. મારા જમવાની તું ચિંતા ન કર. મારા માટે લંચબોક્સ તૈયાર કરી રાખ. ડ્રાઇવર આવીને લઇ જશે. ઓ.કે.?' આશ્લેષે અરીસામાં જોયું, ટાઇની નોટ સરખી કરી, બ્રિફકેસ હાથમાં લીધી અને પત્નીને ફ્લાઇંગ કિસ કરીને બહાર નીકળ્યો. 

પપ્પાને આવતા જોઇને કારમાં બેઠેલો અક્કી ખુશ થઇ ઊઠ્યો, 'પપ્પા આવ્યા! પપ્પા આવ્યા! આજે સ્કૂલમાં બધાની સામે મારો વટ પડી જશે.'
આશ્લેષે કારમાં બેસીને દીકરાને આશ્લેષમાં જકડી લીધો, 'મમ્મીને બદલે હું આવું એમાં વટ શેનો પડી જશે?'
અક્કીએ રાઝ કી બાત જાહેર કરી દીધી, 'અમારી સ્કૂલમાં મોટા ભાગના બોયઝ એન્ડ ગર્લ્સ રિક્ષામાં આવે છે. બાકીના સ્ટુડન્ટ્સને એમના પપ્પાઓ મૂકવા માટે આવે છે. હું એકલો જ એવો છું જેને મૂકવા માટે એની મમ્મી આવે છે. મને તો શરમ આવે છે, પપ્પા, એટલે મેં આજે જીદ કરી. હવે રોજ તમે જ આવશો ને?'

'હા, બેટા! હવેથી રોજ હું જ આવીશ.' આશ્લેષે ફરીથી વહાલા દીકરાને વહાલ કરી લીધું. સ્કૂલ સહેજ દૂર આવેલી હતી. પંદર-વીસ મિનિટની સફર કાપીને કાર શાળાના ઝાંપા આગળ જઇ પહોંચી. આ સ્કૂલ શહેરની શ્રેષ્ઠ શાળાઓમાંની એક હતી; મોંઘી પણ હતી અને પ્રતિષ્ઠિત પણ. શાળાના પ્રાંગણમાં રિક્ષાઓ માટે અલાયદું પાર્કિંગ હતું અને ગાડીઓ માટે પણ અલાયદી જગ્યા હતી. ડ્રાઇવરે ગાડીને પાર્કિંગ પ્લેસમાં લઇ જઇને ઊભી રાખી. બરાબર એ જ સમયે બાજુમાં બીજી એક કાર આવીને ઊભી રહી ગઇ. અક્કી ઓળખી ગયો. એ કારમાં એના જ વર્ગમાં ભણતી મિલી બેઠી હતી. સાથે એના પપ્પા પણ હશે જ. આ બધી તકલીફ મિલીના કારણે તો ઊભી થઇ હતી. બહુ શરારતી છોકરી! રોજ અક્કીને ચીડવતી રહે: 'મને મૂકવા માટે તો મારા પપ્પા આવે છે. તું એકલો જ માવડિયો છે. મમ્મીનો દુપટ્ટો પકડીને રોજ સ્કૂલમાં આવે છે. માવડિયો! 
માવડિયો!'
અક્કી પણ કંઇ સાવ પરાજય કબૂલી લે એવો ન હતો. બાળસહજ બચાવ એ પણ કરી લેતો હતો: 'તારા પપ્પા નવરાધૂપ હશે. એટલે જ રોજ તને મૂકવા ને લેવા આવે છે. માય પોપ્સી ઇઝ એ વેરી બિઝી પર્સન યુ નો?'
આજે એ બદમાશ બબલીને મુંહતોડ જવાબ આપી શકાશે. લે, મારા પપ્પા પણ આજે આવ્યા છે! રોજ રોજ ભલે ન આવી શકે, પણ આજે મેં સાબિત કરી દીધું છે કે હું માવડિયો નથી. જો ધારું તો હું મારી મમ્મીનો દુપટ્ટો છોડી પણ શકું છું. 
બંને ગાડીઓના દરવાજાઓ ખૂલ્યા. મિલી અને અક્કી પહેલાં બહાર નીકળ્યાં. પાછળ એમના...?
અક્કીએ ઉન્નત મસ્તકે બડાશ મારતા એલાન કર્યું,  'લે, આજે તો મારા પપ્પા આવ્યા છે, ચિબાવલી! હવે લાવ તારા પપ્પાને એમની સામે!' 
મિલી ડઘાઇ ગઇ. એના ડઘાઇ જવાનું કારણ એ ન હતું કે આજે અક્કી એના પપ્પાને લઇને આવ્યો હતો, પણ કારણ એ હતું કે આજે મિલી સ્વયં પોતાની મમ્મીને લઇને આવી હતી!!
'હાય! આશ્લેષ ચોકસી હીઅર. અક્કીનો પપ્પા.' આશ્લેષે બે હાથ જોડીને સૌજન્ય દર્શાવ્યું. 
સામેથી બે હાથના અભિવાદનની સાથે બે મરોડદાર ઓષ્ઠોમાંથી ઝરતું સ્મિત પણ આવ્યું. 'હું મિલીની મમ્મી. મંદિરા શાહ.'
'નાઇસ ટુ મીટ યુ. આમ તો અક્કીની મમ્મી જ રોજ આવતી હતી, પણ આજે મારે આવવું પડ્યું. અક્કીની જીદના કારણે...'
'મારે પણ એવું જ થયું છે. આજે મિલીએ હઠ પકડી હતી. રોજ તો એના પપ્પા જ...'
બંને પાછાં હસી પડ્યાં. બંને બાળકો તો ઘંટ વાગવાનો અવાજ સંભળાયો તેવા જ મમ્મી-પપ્પાને વાત કરતાં મૂકીને ક્લાસરૂમની દિશામાં દોડી ગયાં હતાં. 

આશ્લેષે અનુમાન રજૂ કર્યું, 'મને લાગે છે કે તમારી દીકરી જ રોજ મારા દીકરાને ચીડવતી હોવી જોઇએ. એના કારણે જ મારે આજે ધક્કો ખાવો પડ્યો.'
'તમે સાચા હોઇ શકો છો પણ મનેય એવું લાગે છે કે મારે આજે ખાસ તમારા દીકરાની શરારતને લીધે...'
'ચાલો, જે થયું તે સારું થયું. એ બહાને આપણો પરિચય થઇ ગયો. આને જ કહેવાય બ્લેસિંગ ઇન ડિસગાઇસ! તમને મળીને આનંદ થયો, મિસિસ મંદિરા!'
'મને પણ આનંદ થયો, આશ્લેષ! હું તો રોજ આવી નહીં શકું, એટલે કદાચ આપણું મળવાનું વારંવાર ન પણ બને. ફરી વાર તમે મારા હસબન્ડને મળી જાવ એવું પણ શક્ય છે. એનું નામ મલ્હાર છે.'
'હું તો હવેથી રોજ આવીશ. મારો અક્કી ખુશ રહે એમાં જ મારી ખુશી સમાયેલી છે. બટ વ્હાય ડોન્ટ યુ ડુ વન થિંગ? તમે લોકો ક્યારેક અમારા ઘરે પધારો ને! બંને પરિવારો વચ્ચે ઓળખાણ થશે, દોસ્તી બંધાશે. આમ પણ આજકાલ જેમની સાથે બેસવું ગમે એવા માણસો ક્યાં મળે છે? મારી વાઇફ અનુષ્કા પણ તમને મળીને ખુશ થશે.'
'ચોક્કસ આવીશું. અનુષ્કાને મારી યાદ આપજો. નાઇસ ટુ મીટ યુ, મિ. આશ્લેષ. બાય!' ખૂબ જ શાલીનતાપૂર્ણ, ઔપચારિક છતાં પણ સૌજન્યસભર વાતચીત કરીને મંદિરા શાહ પાછી એની કારમાં પ્રવેશી ગઇ. આશ્લેષ પણ એની કારમાં બેસી ગયો. ડ્રાઇવરે ઓફિસની દિશામાં ગાડી મારી મૂકી. એ આખો દિવસ સારો ગયો. આશ્લેષ જાણે હવામાં ઊડતો રહ્યો. આજે બિઝનેસમાં પણ સારી એવી બરકત જોવા મળી હતી. આશ્લેષ વિચારી રહ્યો: 'આજની સવાર જ કંઇક અલગ હતી. મિલીની મમ્મીનાં દર્શન થયાં એમાં જ મારું તકદીર બદલાઇ ગયું. કેવી અનુપમ સ્ત્રી! અને કેવી સ્વીટ? નો ડાઉટ, અનુષ્કા પણ સુંદર છે; પણ મંદિરાની તો વાત જ કંઇક ઓર છે. અનુષ્કા ગમે તેવી તોયે ધરતી પરની રૂપસુંદરી! આ તો ઇન્દ્રલોકની અપ્સરા હતી! અફસોસ એક જ વાતનો છે કે આ અપ્સરાની મુલાકાત રોજ-રોજ નહીં થાય.'
બીજી તરફ મંદિરા શાહની મન:સ્થિતિ પણ આવી જ હતી. કિચનમાં કામ કરતાં કરતાં એ ગીત ગણગણી રહી હતી: 'આજ કલ પાંવ ઝમીં પર... નહીં પડતે.....મેરે...' 
પછી એ જ બબડી રહી: 'આજકાલની ક્યાં વાત છે? આ બધું આજે સવારે તો થયું છે. વાઉ! વ્હોટ એ મેન?!? કેટલો સ્માર્ટ હતો આશ્લેષ! અને સ્માર્ટ પણ! એની અદા ઉપર તો સ્વર્ગલોકની અપ્સરાઓ પણ મરી પડે!' પછી મંદિરાના મનમાં સરખામણી ચાલી: ' એમ તો મારા પણ લવ-મેરેજ જ છે. મારો મલ્હાર પણ સાવ નાખી દેવા જેવો નથી. ભલે એ એટલો હેન્ડસમ નથી, પણ ગુણવાન તો ભગવાન શ્રી રામચંદ્રના જેવો જ છે ને!'

આમ તો મંદિરા એક જ દિવસ પૂરતી દીકરીની સાથે ગઇ હતી; પણ કોઇ અકળ ચુંબકીય આકર્ષણથી ખેંચાઇને એ બીજા દિવસે પણ મિલીને મૂકવા માટે ગઇ. આશ્લેષ તો રોજ જવાનો જ હતો. બંને વચ્ચે સંબંધ પાંગરતો ગયો. બાળકો ક્લાસરૂમમાં ચાલ્યાં જાય તે પછી પણ બંને અડધા-અડધા કલાક સુધી વાતો કરતાં રહ્યાં. પછી મોબાઇલ ફોન ઉપર સંવાદ ચાલતો રહ્યો. એ પછી ચૂપકે-ચૂપકે કોફી કેફેમાં, મલ્ટિપ્લેક્સમાં, શહેરની બહાર હોટલોમાં....બે સુંદર, યુવાન, તરસ્યાં, અતૃપ્ત શરીરો મળતાં રહ્યાં અને એકમેકમાં ઓગળતાં ગયાં. એક નિણાર્યક તબક્કે બંનેને લાગ્યું કે હવે એકબીજા વગર જીવી નહીં શકાય. 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail App
Get the beautifully designed, lighting fast, and easy-to-use, Yahoo Mail app today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment