Wednesday, 2 December 2015

[amdavadis4ever] નિર્વાસિત ોએ આબાદ ક ર્યા પારક ા દેશ રે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. છેક ૧૯૩૮માં ફોર્ચ્યુન મેગેઝિને લીધેલા મતમાં જણાયું હતું કે બે તૃતીયાંશ અમેરિકનો માનતા હતા કે જર્મની, ઑસ્ટ્રિયા અને અન્ય દેશોમાંથી આવનારા નિર્વાસિતો(રેફ્યુજી) પૈકી ઘણાં યહૂદીઓ માટે અમેરિકાની સરહદનાં દ્વાર વાસી દેવા જોઈએ. નિર્વાસિતો એટલે જેમને યુદ્ધ દરમિયાન રાજકીય, ધાર્મિક કે અન્ય કોઈ કારણસર પોતાનો દેશ છોડીને બીજા દેશમાં આશ્રય લેનારી વ્યક્તિઓ.

પૅરિસમાં ગયા અઠવાડિયે આતંકવાદીઓએ વર્તાવેલા કાળા કેર પછી અમેરિકા સામે ૨૦૧૫માં નિર્વાસિતોની સમસ્યા મોં ફાડીને ઊભી છે. તે એ કે ઈરાક અને સિરિયા જેવા ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ નિર્વાસિતોના સ્વાંગમાં અમેરિકામાં પગપેસારો કરી શકે છે. એક ચૅનલના અહેવાલમાં જણાવાયા પ્રમાણે સિરિયન નિર્વાસિતો અમેરિકામાં આવે તેવું ૫૩ ટકા અમેરિકનો ઈચ્છતા નથી. માત્ર ૨૮ ટકા માને છે કે પ્રમુખ બરાક ઑબામાએ ૧૦,૦૦૦ નિર્વાસિતોને અમેરિકામાં લાવવા જોઈએ. 

નિર્વાસિતો વિશેની ચર્ચા ચાલી રહી છે તેવામાં એક બાબતની યાદ આવી ગઈ કે કેટલાક નિર્વાસિતો અમેરિકાનું એક સફળ દેશ તરીકે ઘડતર કરવા આવ્યા હતા. બીજી કેટલીક મહાન હસ્તીઓ વર્ષો સુધી નિર્વાસિત તરીકે ઓળખાતી રહી છે.

આવો એવી કેટલીક હસ્તીઓ વિશે જાણીએ. 

હિટલરનાં લશ્કરી દળે જર્મનીમાં ભેળવી દેવા માટે ઑસ્ટ્રિયા પર હુમલો કર્યો તે વખતે જાણીતા સાઈકોલોજિસ્ટ સિગ્ડમન્ડ ફ્રૉઈડે ઑસ્ટ્રિયા છોડીને જવું પડ્યું હતું. 

ફ્રોઈડ તે સમયે ૮૩ વર્ષના હતા અને તેમણે લંડનમાં આશ્રય લીધો હતો. 

ક્યુબામાં જન્મેલા પૉપ આઈકોન ગ્લૉરિયા સ્ટીફન પોતાના કુટુંબ સાથે ક્યુબામાં બળવાના સમય દરમિયાન મિયામી જતા રહ્યા હતા. સાપેક્ષતાના સિદ્ધાંતની શોધ કરનારા વિશ્ર્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનને નોબલ પારિતોષિક મળ્યું હતું. ૧૯૩૩માં વિખ્યાત જર્મન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન પર થર્ડ રીચે રાજદ્રોહનો આરોપ મૂક્યો તે પછી તેમણે અમેરિકામાં રાજ્યાશ્રય મેળવ્યો હતો. 

જર્મનીમાં જન્મેલા અમેરિકન રાજદ્વારી અને નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા તથા નિક્સનના વહીવટીતંત્રના સેક્રેટરી ઑફ સ્ટેટ હેન્રી કિસિન્જર ૧૯૩૮માં સહપરિવાર ન્યૂ-યોર્કમાં જઈ વસ્યા હતા. નાઝીઓના જુલમથી બચવા અને તેમનો પીછો છોડાવવા એન્ની ફ્રાન્ક પોતાના પરિવાર સાથે ૧૯૩૩માં ઍમ્સ્ટરડૅમ જતા રહ્યા હતા. નાઝીઓએ જર્મનીમાં સત્તા કબજે કર્યા પછી તેઓ ૧૯૪૦માં નેધરલેન્ડ્સમાં સપડાઈ જતાં તેમણે પરિવાર સહિત અમેરિકા જવા વિઝા માગ્યા હતા. તેમના કમનસીબે અમેરિકાના વિઝા નકારવામાં આવ્યા હતા. વિશ્ર્વ વિખ્યાત ડાયરીના લેખિકા એન્ની ફ્રાન્કે લખેલી ડાયરીની વિગતો પ્રમાણે તેઓ બીજા દેશમાં હિજરત કરી ગયા ત્યારે તેઓ યહૂદી કોમના ૧૩ વર્ષની કુમળી વયના હતાં. તેમના પિતાએ અમેરિકા જવા વિઝા માટેની રકમ પણ ભેગી કરી હોવાનું યહૂદી સંશોધન સંસ્થા વાયઆઈવીઓ ઈન્સ્ટિટયૂટ દ્વારા ૨૦૦૭માં પ્રગટ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું. 

વિખ્યાત ફિલોસૉફર કાર્લમાર્ક્સને પોતાના પરિવાર સાથે પૅરિસમાં છુપાઈને રહેવું પડતું હતું. ૧૮૪૪ના અંતે તેમને પૅરિસમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેઓ બ્રસેલ્સ ગયા અને બીજા કોઈ યુરોપિયન દેશની સરખામણીમાં તેમને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મળ્યું હતું. અલબ્રાઈટ અને તેનો પરિવાર પહેલાં નાઝીઓ અને ત્યારપછી સામ્યવાદીઓના ત્રાસથી ઝેકોસ્લોવેકિયા આવ્યો હતો. ત્યારપછી અમેરિકામાં જઈ વસ્યા હતા. ૧૯૯૭માં અમેરિકન સૅનેટ દ્વારા પુષ્ટિ મળ્યા પછી તેઓ ૬૪મા યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ હોદ્દા સુધી પહોંચ્યા હતા. અમેરિકમાં આ હોદ્દા પર બિરાજનારા તેઓ પ્રથમ સ્ટેટ સેક્રેટરી હતા. આ ઉપરાંત ટાટાન્કા યોટાકાએ અમેરિકાથી કૅનેડામાં આશ્રય લીધો હતો. હંગેરીના વિશ્ર્વવિખ્યાત ફોટો જર્નલિસ્ટ કાપા રોબર્ટ જર્મની ગયા ત્યાંથી ફ્રાન્સના પૅરિસમાં વસી ગયા. તેમના યુદ્ધ સમયની માનવ લગણીનાં તાદૃશ્ય ફોટા વિશ્ર્વવિખ્યાત હતા. જર્મન ફિલોસોફર, લેખક, પત્રકાર જે સામ્યવાદના રાજકીય ક્ધસેપ્ટ માટે જાણીતા હતા તેમને રાજકીય કારણોસર ઘણો સમય દેશવટો ભોગવવો પડ્યો હતો. તેમણે પ્રુનિશિયન નાગરિકત્વ છોડી દીધા પછી તેમને ફ્રાન્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેઓ જીવનના અંત સુધી લપાઈ છુપાઈને રહ્યા હતા. 

આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે જેમને યાદ કરવામાં આવે છે તે ક્લૅરા ઝૅટકિન સામ્યવાદી વિચારધારાનાં પ્રખર હિમાયતી હોવાથી ૧૯૩૨માં જર્મની છોડીને રશિયામાં રાજ્યાશ્રય લીધો હતો. અણુ રિએક્ટર્સ મૅનહટ્ટન પ્રોજેક્ટમાં કામગીરી કરનાર ઍનરિકો ફર્મી (૧૯૩૮ના નોબેલ પુરસ્કાર વિજેતા) ઈટાલીના ઍન્ટિસેમિરિક કાયદાથી ત્રાસી કંટાળીને પોતાના પરિવાર સાથે અમેરિકા ગયા હતા. તેઓ યહૂદી હતા. આ ઉપરાંત રૉબર્ટ ફાનો અને યુગો ફાનો નામના ઈટાલિક યહૂદીઓએ પણ અમેરિકામાં આશ્રય લીધો હતો. 

ગ્રૅમી એવૉર્ડ વિજેતા માથાન્ગી 'માયા' અરૂલપ્રાગાસમ જેઓ એમ. આઈ.એ. તરીકે વધુ વિખ્યાત છે, તેઓ માત્ર ૯ વર્ષની વયે યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન નિર્વાસિત તરીકે લંડન આવ્યા અને એક હાઉસિંગ પ્રોજેક્ટમાં રહ્યા. 

આમ નિર્વાસિતોની સમસ્યાનું નિરાકરણ દુનિયાના વિકસિત દેશો અને વિકાસશીલ દેશોને ક્યારે ને ક્યારે કરવું પડતું હોય છે. આપણા દેશમાં પણ બાંગલા દેશથી આવતા નિર્વાસિતોની સમસ્યાનો ઉકેલ હજુ જોઈએ તેવો લાવવામાં આવ્યો નથી. એકવાત ચોક્કસ કહી શકાય તેમ છે કે અમેરિકામાં વસી ગયેલા ઈન્ટેલેક્ચુઅલ લોકોએ તેના વિકાસમાં પ્રદાન આપીને પોતાનું તથા પોતાને આશ્રય આપનારા દેશોનું નામ રોશન કર્યું છે. પણ એક વાત જરૂર કહી શકાય કે દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે તેમ છતાં નિર્વાસિતોની સમસ્યાનો કાયમી ઉકેલ હાથવેંતમાં જણાતો નથી. 



યુગાન્ડામાંથી એશિયનોને દેશવટો અપાયો હતો. 

અગાઉ ભારતમાંથી મોટા ભાગના લોકો વેપાર કરવા તે સમયે પછાત લેખાતા આફ્રિકામાં જહાજ દ્વારા ગયા હતા. ત્યાં જઈને તેમણે કારખાનાં એન્જિનિયરિંગ વગેરે ક્ષેત્રે અનેક ઉદ્યોગો શરૂ કર્યા. તેમાં આફ્રિકન પ્રજાને રોજીરોટી મળતી થઈ હતી. તેઓ ધીરે ધીરે વિકાસ કરતા ગયા. પણ પછી થયું એવું કે આફ્રિકામાં ઈદી અમીન નામના એક જુલ્મી શાસકને આફ્રિકા વસતા મોટા ભાગના ભારતીયોની જાહોજલાલી ખૂંચવા લાગી હતી. એશિયામાંથી આફ્રિકામાં વસતા મોટા ભાગના ભારતનાં ગુજરાતીઓ હતા. ઈદી અમીને ૧૯૭૨માં ૨૫મી ઑગસ્ટે બધા ગુજરાતીઓને આફ્રિકા છોડી દેવાનું ફરમાન કર્યું હતું. આ ફરમાન પાછળના તેના ઈરાદાનો તો કોઈ તાગ નથી મેળવી શક્યું. પણ તેના કેટલાક માજી ટેકેદારોના મંતવ્ય પ્રમાણે ઈદીને સ્વપ્નમાં અલ્લાહે ગુજરાતીઓને દેશમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ટાન્ઝાનિયા પરના આક્રમણ વખતે બ્રિટિશ સરકારે તેની (અમીન) સાથે હાથ મિલાવવાની કે તેને મદદ કરવાની ના પાડી હતી તેનો બદલો લેવા પણ તેણે આવો આદેશ બહાર પાડ્યો હોઈ શકે. એ જે હોય તે પણ તે સમયે અમીને પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે તે યુગાન્ડાવાસીઓને તેમનું મૂળ યુગાન્ડા પાછું આપવા ઈચ્છતો હતો. 

મોડર્ન હિસ્ટરીમાં જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે ઈદી અમીનને ટાંકીને જણાવાયું કે 'અમે યુગાન્ડાના સામાન્ય નાગરિકોનું નસીબ ઘડવા માગીએ છીએ. આ ઉપરાંત મૂળ યુગાન્ડાવાસીઓ દેશની સંપત્તિમાં રાચે તેવું ઈચ્છીએ છીએ. અમે યુગાન્ડાના આર્થિક નિયંત્રણની બાગડોર યુગાન્ડાવાસીઓના હાથમાં સોંપવા માગીએ છીએ. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.'

આ સમય ગાળા દરમિયાન યુગાન્ડાના સૈનિકો ચોરી લૂંટફાટ અને એશિયનો પર ક્રૂર શારીરિક હુમલા કરતા રહેતા હતા. એશિયન સમુદાયને યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી એશિયનોનો બિઝનેસ અમીનના ટેકેદારોને સોંપી દેવામાં આવ્યો હતો. ૧૯૭૨માં ભારતીયોની મોટા પાયે હકાલપટ્ટી કરવામાં આવ્યા પછી ભારતે યુગાન્ડા સાથેના રાજદ્વારી સબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ભારત સરકારે યુગાન્ડા સરકારને ગંભીર પરિણામની ચેતવણી આપી હતી પણ કોઈ પગલાં લીધાં નહોતા. અમીનની સરકારે ભારતના અલ્ટિમેટમની ઉપેક્ષા કરી હતી. તે સમયે યુગાન્ડામાં વસતા અનેક ભારતીયો યુ કે અને બ્રિટનની વસાહતનું નાગરિકત્વ ધરાવતા હોવાથી તેઓ યુ.કે.માં સ્થળાંતર કરી ગયા. જ્યારે બીજાઓએ યુગાન્ડાનું નાગરિકત્વ ગુમાવ્યા પછી તેઓ નિર્વાસિત બની ગયા. યુગાન્ડામાંના મોટા ભાગના ભારતીય નિર્વાસિતો પૈકી ૨૭,૨૦૦ બ્રિટન ગયા, ૬,૦૦૦ કૅનેડા ગયા, ૪,૫૦૦ ભારત પાછા ફર્યા અને ૨,૫૦૦ નિર્વાસિત નજીકના કેન્યા, માલાવી, પાકિસ્તાન, પશ્ર્ચિમ જર્મની અને અમેરિકા એમ દરેક દેશે લગભગ ૧,૦૦૦ નિર્વાસિતોનો સમાવેશ કર્યો. બાકીના ઑસ્ટ્રેલિયા, સ્વીડન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ ગયા. આશરે ૨૦,૦૦૦ નિર્વાસિત ક્યાં જઈને વસ્યા હશે તેનો તાળો મળતો નથી. માધવાણી ગ્રુપને ઈદી અમીન સાથે સારી દોસ્તી હતી. તેમણે પણ પોતાના વ્યવસાયનું મોટું સામ્રાજ્ય છોડીને પહેરેલા કપડે ભારત આવી જવું પડ્યું હતું . જો કે તેઓ ૧૯૮૨માં વળી પાછા યુગાન્ડા જઈને વસ્યા હતા. એવું પણ કહેવાય છે કે યુગાન્ડામાં વસતા એક ભદ્ર પરિવારની સુંદર ગુજરાતી મહિલા પર ઈદી અમીન મોહી પડ્યો હતો. તે મહિલાએ ઈદી અમીનને કાંડુ પકડવા ન દેતાં ગુસ્સે ભરાયેલા અમીને બધાને યુગાન્ડામાંથી હાંકી કાઢ્યા હતા જો કે તેનો કોઈ પુરાવો મળતો નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment