Wednesday, 2 December 2015

[amdavadis4ever] કરકસરિયો સ્ વભાવ આજે મહ ામૂલી મૂડી Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કરકસરિયો સ્વભાવ આજે મહામૂલી મૂડી
જ્યોર્જ હરબર્ટે 'ડહાપણના દરિયા' અંગે પુસ્તક લખેલું. (1651) ત્યારે આપણને વહેલાસર ચેતવેલા કે 'ન જોઈતી ચીજ ખરીદનારે તેની બચતની કોથળી વધુ ટાઈટ રાખીને તેની 100 આંખો ખુલ્લી રાખવી જેથી તેના ઘરની ન જોઈતી ચીજનો ઉકરડો ન બનાવે.' ઈશ્વરને એક દુકાનદાર પ્રાર્થના કરતો હતો કે 'હે ભગવાન! મારી દુકાનની લકઝરી ચીજોના થોકબંધ ઘરાકો આપજે.' ત્યારે ભગવાને કહ્યુ કે તારે ચીજો ખપાવવા તારે પ્રાર્થનાની શક્તિ વાપરવાની નથી. 21મી સદીમાં આજે લોકો પાસે લખતૂટ ધન છે તે વણ જોઈતી ચીજો ખરીદવામાં વાપરશે જ. આજે ધનની વિપુલતા વધતી જાય છે. મુંબઈના એક ડોક્ટર પાસે ધન વધી જતાં તેણે મુંબઈમાં હાથી ખરીદેલો. વોલસ્ટ્રીટ જર્નલ તા. 3-11-2015ના (લેખક સેમ્યુઅલ રૂબેનફેલ્ડ) લખે છે કે એક અબજપતિએ ધન એટલુ બધું વધી ગયુ કે તેણે તેના બંગલાના તળાવમાં મગરમચ્છનું મોટું ઝુંડ પાળ્યું. આ ધનપતિએ ભ્રષ્ટાચાર કરી કરીને ધન ભેગુ કરેલું. હવે વોલસ્ટ્રીટ જર્નલ લખે છે કે તે મગરમચ્છનો માલિક જેલમાં છે. ભ્રષ્ટાચાર માટે સજા ભોગવે છે અને મગરમચ્છો (દસ હજાર) ભુખે મરે છે. આ દસ હજાર મગરમચ્છના માલિકે ગાંજા-ચરસમાંથી કમાણી કરી તેથી પકડાઈ ગયેલો!

બ્રિટીશ સાયકોલોજીસ્ટ ઓલીવર જેમ્સ લખે છે કે 'ધનની કૂટેવ' છે કે તે ભેગુ થાય ત્યારે ભેગું થયા જ કરે છે. પૈસો પૈસાને ખેંચે છે તેને કારણે જગતમાં અસમાનતા અને કન્ઝયુમરીઝમ વધતાં જ જાય છે. આજે જગતમાં એડવર્ટાઇઝીંગ ઈન્ડસ્ટ્રી રૂ. 3000 અબજની થઈ ગઈ છે. એડવર્ટાઇઝીંગ ઉદ્યોગે આર્ટીફીશ્યલ-નીડઝ અર્થાત કૃત્રિમ જરૂરિયાતો પેદા કરી છે. વિક્રમ સંવતના નવા વર્ષથી કરકસરથી રહેતા શીખીએ.  પણ જોઈતી એક પણ ચીજ નહીં નહીં નહીં. અમેરિકન વિદ્વાન બેન્જામીન ફ્રેન્કલીનને પહેલા સિસેરો નામના ઈટાલિયન રાજપુરુષે  કહેલું કે 'હે રોમના લોકો! તમે કરકસરથી રહેતા શીખો વણ જોઈતી ચીજો ન ખરીદો.' આ વિદ્વાનનું આજથી 2060 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. તેણે શિખામણ આપેલી કે 'નાના-નાના ખોટા ખર્ચાઓ કરવામાં ધ્યાન રાખો. તેણે જૂની બહુ વપરાયેલી કહેવત કહેતી કે જહાજમાં નાનું કાણું પડ્યુ હોય તે જહાજના કદની શરમ રાખ્યા વગર વહાણને ડુબાડી દે છે. આ સિસેરોની વાત રોમના સત્તાધીશોએ ન માની અને રોમ બદબાદ થયું- કન્ઝયુમરીઝમાં! 

સારું હતું કે અમે નાના હતા ત્યારે 'ગરીબ' હતા. અરે એ 'ગરીબી'માં જે જલસા હતા તે આજે મળતા નથી. મફ્તમાં અમે ઘણી મજા કરતા. કેવી કેવી મજા? મહુવામાં 1940માં અમે નવ વરસના હતા ત્યારે ગાંઠીયા ખરીદવાની ત્રેવડ નહોતી. પણ બજારમાં મૂળજીભાઈ ત્રવાઠીની દુકાને ગાંઠીયા વણાતા હોય અને ચોખ્ખા શીંગતેલમાં તળાતા હોય તેની સુંગધમાં મફ્તમાં લેવા નિશાળે જતાં જતાં ઉભા રહેતા! ગાંઠીયા વણાતા હોય અને તળાતા હોય તે જોવામાં જે ધરપત થતી તે આજે ગાંઠીયા ખાવામાં નથી.
દિવાળી આવી રહી હતી ત્યારે ખાવા, પીવાની ચીજો કે બીજી બીજી ચીજોને ખપાવવાના આક્રમણો ચાલે છે. દિવાળીને નામે બિનજરૂરીયાતની ચીજો આડેધડ ખરીદનારા માટે સિસેરોએ કહેલુ 'ઓડકાર આવી જાય પછી પણ ખાવું એ બીજાનુ ઝૂંટવવા જેવુ પાપ છે.' તમે સ્પૃહા ન રાખો કે બિનજરૂરી ચીજની ઈચ્છા ન રાખો તે જાણે એક 'વધારા'ની આવક બની જાય છે! નોટ ટુ બી પરચેઝર ઈઝ એ રેવેન્યુ. અમે 70 વર્ષ પહેલાં બિનજરૂરી શું જરૂરી ચીજ પણ ન ખરીદનારા બાદશાહ હતા. 'ગરીબી' જાણે એક બોજ વગરની સમૃદ્ધિ હતી. ભારત અમારા બચપણમાં કદી જ ગરીબ નહોતું. વળી ધનિક લોકોની અમે અદેખાઈ ન કરતા કે તેના ધનને વખોડતા નહીં. 
અમે કોઈ ધનિકના દિકરાના લગ્ન થાય તેની રાહ જોતા. ગામના ધનિકના ઘરે લગ્ન હોય કે કોઈ ઉત્સવ હોય તો મફ્તમાં નાચવા મળતુ. નાસ્તો મળતો. શશિ થરૂર નામના 'વણજોઈતા' વિદ્વાને વિમાનમાં ઈકોનોમિ ક્લાસને કેટલ ક્લાસ કહેલો. અમને એ સુખ હતુ કે અમને કોઈ મફતીયો રાજકારણી લેવા દેવા વગર ઢોર ન કહેતો. કોઈના લગ્નમાં બળદગાડામાં જઈએ તો દસ ગાઉ (સાંકડ મુકડ ગાડામાં બેસીને સમાઈ જતા. અને એ હાલતમાં હલકથી ગીતો ગાતો. ગીતો... ગાતા... ગાતા લાંબા ગામતરા કરતા. આજે વિમાનમાં બાજુમાં બેઠેલા ઉતારૂ સાથે કોઈ વાત કરતુ નથી. પછી આત્મિયતાની ક્યાં વાત રહી?

આજે જીવવા માટે કેટલા બધા ખોટા મૂલ્યો ચારેકોરથી તમને ગ્રસ્ત કરીને ઉપભોગના કૃત્રિમ સ્વાદના વ્યસની બનાવે છે. અમેરિકા આજે રાષ્ટ્રીય રીતે ટ્રીલીયન ડોલરનાં દેવામાં સપડાયું છે. આજે ભારત કેમ ભયંકર મંદીમાંથી બચી ગયુ છે? હજી ભલે મેં ઉપર વર્ણવ્યુ તેવું ગ્રામીણ અર્થતંત્ર ન રહ્યું હોય પણ આપણા દેશની 80 ટકા વસતિ કન્ઝયુમરીઝમમાં સપડાઈ નથી. અમેરિકનોને ત્રેવડ નહોતી છતાં અમેરિકનોએ દેવા કરી કરીને 10 ટ્રીલીયન ડોલર ખર્ચ્યા! અમેરિકામાં દેવાળુ કાંઢવું તે શરમ નથી. આપણા દેશમાં બહુ ઓછા લોકો ઉડાઉ છે. ઉલટાના ઘણા પૈસાદાર-ધનિક લોકો પણ ધન થતુ જાય તેમ તેમ વધુ કરકસરીયા થાય છે. ભારતની સૌથી મોટી મૂડી તેનો મૂળભૂત રીતે કરકસરીયો સ્વભાવ છે... નાનકડી વાત સાંભળી લો. ગામડામાં હજી પણ હાથ બગડે તો કોઈ સાબુ વાપરતા નથી. ચૂલાની રાખ કે માટીથી હાથ ધૂએ છે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment