Tuesday, 29 December 2015

[amdavadis4ever] ફેરિયા દ ્વારા થતુ ં અતિક્રમણ: સમગ્ર બાબત હપ ્તાખોરીની છે......તંત્રીલેખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઈ મહાનગર અને ઉપનગરમાં રસ્તા પર જ મોકાની જગ્યાએ ફેરિયાઓ દ્વારા રોકાણ કરી લેવામાં આવે છે તેમ જ માલસામાન ગોઠવીને અતિક્રમણ કરવામાં આવે છે તે બાબતે સમાજનો એક વર્ગ તેમના પ્રતિ ઉદારતા દાખવે છે. તેઓનું કહેવાનું છે કે આવી રીતે ફેરિયાઓ પોતાની રોજીરોટી મેળવે છે. જો તેમ ન થાય તો તેઓ અસામાજિક તત્ત્વોના હાથા બનીને ચોરી-લૂંટફાટના માર્ગે વળી જાય અને વધારે પ્રશ્ર્ન ઊભા કરી શકે છે.

એક બિનસત્તાવાર અંદાજ અનુસાર અંદાજે અઢીથી ત્રણ લાખ ફેરિયાઓ મુંબઈ અને આજુબાજુના કેન્દ્રમાં છે. તેઓ કોઈ ઈલેકટ્રિસિટીનું બિલ ભરતા નથી, કોઈ પ્રોપર્ટી ટેક્સ કે સરકારી વેરા ભરતા નથી. તેમને દુકાનનું ભાડું પણ નથી. પ્રજાની માલિકીની જગ્યા છે તે ખુદ નાગરિકોને અવરોધ થાય તે રીતે ઉપયોગમાં લેતા હોય છે. તેમને કોઈ કાયદા કે નિયમ લાગુ પડતા નથી. મહત્ત્વના પરાઓના સ્ટેશન પાસે સાંજના સમયે તો બહાર નીકળવામાં તકલીફ પડે તેટલી સંખ્યામાં ફેરિયાઓ ગોઠવાયા હોય છે. મહિલાઓ-વયસ્કને ચાલવામાં મુશ્કેલી પડે તેવું હોય છે. દરેકે આવું અનુભવ્યું છે! પરંતુ કોઈ ઉપાય નથી. રાજકીય પક્ષોનું પીઠબળ આવા ફેરિયાઓને છે, કારણ કે તેઓ વોટ બેન્ક છે. આ દેશમાં કરવેરા ભરનારાનો કોઈ ભાવ પૂછતું નથી, પરંતુ ટોળી બનાવીને ૫૦૦-૭૦૦ ભેગા કરી શકે તેવા વોટ બેન્કના રાજકારણીઓ સર્વત્ર આદર પામે છે!!

આવા ફેરિયાઓ પાસેથી "હપ્તા, "સુપારી અને "ખંડણી ગમે તે નામ આપો- કોર્પોરેટર દ્વારા વસૂલ થાય છે. તેમાં જગ્યા રોકાણ શાખાની પણ ભાગબટાઈ હોય છે. પ્રાદેશિક પ્રક્ષોના પ્રમુખો અને તેના ટપોરી બ્રાન્ડના કાર્યકરોની સમગ્ર કડી આવી ખંડણી પર નભે છે. કોર્પોરેટરની બારે મહિનાની આવક અને તેમના રસોડાનો ખર્ચ આ ફેરિયાઓના હપ્તા પરથી નીકળે છે. હવે આ ફેરિયાઓની સંખ્યા વધતી જતી હોવાથી તેમને બાંધવામાં આવેલા "સ્કાયવોક એટલે કે "ગગનપથ પર બેસાડવા દરખાસ્ત છે. એટલું જ નહીં જે ફ્લાયઓવર છે ત્યાં પણ ફેરિયાઓ માટે "વ્યવસ્થા કરવા કેટલાક થનગનભૂષણો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રશ્ર્ન એ છે કે આ સઘળું કોને પૂછીને થઈ રહ્યું છે? આવી બાબતમાં કોને ઉત્સાહ થઈ રહ્યો છે? ફેરિયાઓ રોજી-રોટી મેળવે તેનો કોઈ વિરોધ નથી. તેઓ એક ગલીમાં કે અંદરના ગાળે આવેલા રસ્તા પર બેસીને નાની ચીજવસ્તુનું વેચાણ કરે તેમાં કોઈ નારાજ નથી, પરંતુ પ્રજાના કરવેરાના કરોડો રૂપિયામાંથી બનેલા "ગગનપથ પર ફેરિયાઓને બેસાડવાની બુદ્ધિ કેવી ગણવી? કયા અક્કલહીન કોર્પોરેટરને આવો વિચાર આવ્યો હશે? તેમના ઘર કે સોસાયટી નજીક કોઈ ફેરિયો બેસી શકે છે ખરો?

ખંડણીખોર કોર્પોરેટર્સની આવક, તેમની જીવનશૈલી અને તેઓ જે સામાજિક પ્રસંગો પર ખર્ચા કરે છે તેના પર આવકવેરા વિભાગે "નજર રાખવાની જરૂર છે. હાલમાં જે કોર્પોરેટર્સની પ્રોપર્ટીમાં જંગી વધારો થયો છે તેની યાદી જાણવામાં આવી છે. તેથી કોઈની પણ આંખ બહાર નીકળી જાય તેવું છે. શું આવકવેરા વિભાગને આવી બાબતની કોઈ જાણકારી નથી? આશ્ર્ચર્યની વાત અવશ્ય ગણાય. નવા બિલ્ડિંગના પ્લાન-નકશા મુકાય છે તેની નકલો કોર્પોરેટર્સ પાસે કઈ રીતે પહોંચી જાય છે? તેવી જ રીતે જે ફેરિયાઓ હપ્તો આપે છે તે રોકડમાં હોય છે. આવા હપ્તાની વસૂલાતમાં સમગ્ર લીન્ક હોય છે. તેમાં ટપોરીઓની ત્રણ કેટેગરી હોય છે- ઉપરાંત મહાપાલિકાના જગ્યા રોકાણના અધિકારીઓ અને સ્ટાફ હોય છે અને છેલ્લે તે હપ્તો કોર્પોરેટર્સને પહોંચે છે.

આવકવેરા વિભાગે મહાપાલિકા વિભાગના જગ્યા રોકાણના સ્ટાફ-કોર્પોરેટર્સ વચ્ચેની કડી- તેમની આવક-પ્રોપર્ટી અને તેમની રહેવાની વૈભવી સ્ટાઈલ આ સમગ્ર બાબતે તપાસ કરવાની જરૂર છે. લાંચ-રૂશ્વત ઓછા થશે તો પ્રજાને અનેક ચીજવસ્તુ સસ્તા દરથી મળવી શરૂ થશે. હપ્તાઓનું ચક્ર પ્રાદેશિક કક્ષાના પક્ષના નેતૃત્વ સુધી નીકળે છે.

ફેરિયાઓના પણ યુનિયન છે અને તેમના દ્વારા પણ વસૂલાત થાય છે. અલબત્ત તે કાયદેસર છે, પરંતુ પોલીસ-મહાપાલિકા અને કોર્પોરેટર્સ વચ્ચેની સાઠગાંઠ હવે ખુલ્લી પાડવાની જરૂર છે. આવી બાબતો રીતસરનો ભ્રષ્ટાચાર જ ગણાય, પરંતુ કયો સરકારી વિભાગ આવી તપાસ કરે છે? આવકવેરા વિભાગની હાલમાં સૌથી વધુ જવાબદારી ગણી શકાય. ફેરિયાઓ સાથે માનવતાભર્યો અને વ્યવહારુ અભિગમ રાખવો જ જોઈએ. તેઓ રોજી મેળવે તે પણ જરૂરી છે, પરંતુ પ્રજાની મુશ્કેલી અને તકલીફનું પણ તેમણે ધ્યાન રાખવું જોઈએ. બોરીવલી સ્ટેશનની બહાર ઈન્દ્રપ્રસ્થ અને નજીકની એસવી રોડને જોડતી ગલીમાં શું હાલત છે? બહાર નીકળવામાં કોઈને પણ અનેક પ્રતિરોધનો સામનો કરવો પડે છે.

તેવી જ રીતે અન્ય ઉપનગરનું છે. વળી આ સમસ્યા માત્ર મુંબઈ પૂરતી નથી. લગભગ દરેક મોટાં શહેરમાં ફેરિયા-લારી ગલ્લાવાળા અને રસ્તા પર માસસામાન પાથરીને વેચાણ કરે છે ત્યાં ટ્રાફિકને અવરોધ, કચરાની અને બીજી અનેક સમસ્યા ઊભી થઈ રહી છે. કોઈ જ ઉપાય થતા નથી અને આખરે જેમ છે તેમ સ્વીકારી લેવામાં આવે છે. હજુ તો ખાણી-પીણીના ફેરિયાઓ જે રીતે અસ્વચ્છતા ઊભી કરે છે તે ફરિયાદને સાંભળવા જેવી છે. મુખ્ય રસ્તા પર પાણીપૂરી, ભેળ, આઈસક્રીમ તથા ઠંડા પીણા બનાવીને વેચનારા ફેરિયાઓ જે રીતે કચરો કરે છે તે સમગ્ર "સ્વચ્છ ભારતની ઝુંબેશને ખતમ કરે છે. રાત્રે ૧૧ પછી તે સ્થળ જોવા જેવું હોય છે. શું ફેરિયાઓના યુનિયનને આવી વાત સમજાવવી પડે ખરી?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment