Sunday, 27 September 2015

[amdavadis4ever] કેલિડોસ્કોપ - Gujarati (Posted by B D Jesrani)

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હવે માણસોની વસતિ વધશે અને વ્યક્તિઓની વસતિ ઘટશે

ઘણાં લોકો વાળ વધારે છે, આપણે પણ વધારીએ છીએ. બધા સાંકડાં પેન્ટ પહેરે છે,આપણે પણ પહેરીએ છીએ. સાંકડાં પેન્ટ અદૃશ્ય થઈ જાય છે અને આપણે પણ પહોળાં પેન્ટ પહેરવાનું શરૂ કરીએ છીએ. બધા જેવા આપણે છીએ. બધા જેવા બનવા અને દેખાવા આપણે પ્રયત્ન કરીએ છીએ.

જોકેલગભગ દરેક કુટુંબમાં એકાદ બાળક એવું ધૂની હોય છે જ અને એને ડહાપણની થાપી મારીને ઘડવામાં ન આવે તો એ પોતાના રસ્તે જ ચાલવાનું પસંદ કરે છે. સારામાં સારા રમકડાને તોડીને એમાંથી પોતાને મનગમતું કશુંક બનાવવા એ પ્રયત્ન કરે છે. ટૂથપેસ્ટ ગાલે ચોપડવાનો અને દાઢી કરવાની ક્રીમ દાંતે ઘસવાનો પ્રયત્ન કરે છે. નળમાં પાણી આવતું બંધ થઈ જાય ત્યારે પાછી ફૂંક લઈને જાદુગર જેમ તમને પાણી કાઢી દેખાડે છે. પુસ્તકો ગોઠવીને ઘર બનાવે છે અને પાંદડાંઓ સીવીને પુસ્તક બનાવે છે. એનાથી તમે ચોંકી ન જશો. કદાચ આ પૃથ્વી ઉપર બાકી રહેવા મથતા વ્યક્તિત્વનો એ અવશેષ હોઈ શકે છે. ચિત્તા નાશ પામતા જાય છે. સિંહની વસતિ એશિયાભરમાં માત્ર ગીરમાં જ બાકી રહી છે. મનુષ્યજાતિમાં પણ આવી વ્યક્તિઓ ક્યાંક કોઈક ખૂણે સચવાઈ રહે એ જરૂરી છે. ભવિષ્યની ડાહી દુનિયાને કદાચ એની જરૂર પડે.


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (5)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment