Friday 9 December 2016

[amdavadis4ever] અડધી ભેટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અડધી ભેટ

પિતાના શબ્દોનો જ્યારે અમે વિચાર કરતા ત્યારે અમને અમારી સ્થિતિનો ખરો ખ્યાલ આવતો. અમારા કુટુંબની જવાબદારી ઉપાડવાનાં બોજાને કારણે બાને એ કદાચ ક્યારેય કીમતી ભેટ આપી શક્યા નહોતા. અમારી મા આખો દિવસ કામ કરતી, રસોઈ કરતી, કપડાં ધોતી, ઘર સાફસૂફ કરતી, કપડાંને ઈસ્ત્રી કરતી અને જયારે પણ ફૂરસદ મળે ત્યારે અમારા ઘરની ફર્શ પોતાં કરીને એકદમ ચકચક્તિ રાખવા પ્રયત્ન કરતી. આ બધા કામ તે બહુ જ આનંદથી કરતી. નિક એને ઘણીવાર કહેતો, "બા, તું વારંવાર પોતાં શા માટે કરે છે? દુખાવો થશે. અમારા શિક્ષક કહે છે કે લાંબો સમય આવું કામ કરનારને ઘૂંટણનો વા થાય છે." એના જવાબમાં બા માત્ર હસતી અને કહેતી, " બેટા, પક્ષીઓ પણ પોતાનો માળો સાફસૂફ રાખતાં હોય છે."

આખરે અમે અમારી ભેટો ખરીદી લીધી. નિકે મને પૂછયું: " સાચું કહેજે, તે બા માટે શું ખરીદ્યું છે? "

મેં કહ્યું, " તું કહે."
" ના, એ વાત ખાનગી છે."
મને પણ થયું કે હું પણ મારી ભેટની વાત ખાનગી રાખું. પણ મારાથી રહેવાયું નહીં, એટલે મારી ભેટનું રહસ્ય મેં નિકને બતાવી દીધું. બાને ભેટ આપવા માટે એક સરસ કાંસકો ખરીદ્યો હતો. એમાં કૃત્રિમ નંગ જડેલાં હતાં, પરંતુ તે સાચા હીરાની જેમ જ ચમક્તા હતા. કાંસકો ખૂબ જ સુંદર હતો. મારી બાના વાળ ખૂબ જ લાંબા હતાં. મને ખાતરી હતી કે એ કાંસકાથી વાળ ઓળતી વખતે મારી બા ખૂબ જ ખુશ થશે ને એ રીતે મારી ભેટ એને સદાય ગમશે. નિકને મેં પૂછયું, " હવે તું કહે, તેં શું ખરીદ્યું છે? "

આખરે બાનો જન્મદિવસ આવી પહોંચ્યો. સવારમાં પિતાએ અમને બંને ભાઈઓને બોલાવ્યા અને પૂછયું, " છોકરાઓ, તમારી ભેટ હવે મને બતાવો."
તરત જ નિકે કહ્યું, " પપ્પા, અમે ભેટ તો મમ્મીને જ આપીશું અને એ પણ એવે વખતે કે જ્યારે એનો ખાસ સમય હોય."
" ખાસ સમય એટલે? " પિતાએ પૂછયું.
" ખાસ એટલે એક ખાસ સમય. મારી ભેટને એક ખાસ સમય સાથે સંબંધ છે." નિકે કહ્યું.
મારા પિતા નિકની વાતમાં કશું સમજ્યા નહીં, પણ તેમણે હસીને માથું હલાવી દીધું.
દિવસ શરૂ થયો. બાએ એનું કામ શરૂ કર્યું. તેણે ઘરની સાફસૂફી કરી અને ફર્શ પર પોતાં કરવાનું શરૂ કર્યું. અમે બંને ભાઈઓ ઊભા હતા એ વખતે નિકે મારો હાથ દબાવ્યો. અને અમે બંને જણા અમારા પિતા પાસે પહોંચ્યા અને અમારા પિતાએ બાને પૂછયું, " આજે તારો જન્મદિવસ છે તને ખબર છે ને? "

નિકની સ્થિતિ તો એના કરતાં પણ ખરાબ થઈ ગઈ અને મારા પિતા તો આઘાતથી મૂઢ જ થઈ ગયા. આવી ભેટ હશે એવી તો કોઈને કલ્પના પણ નહીં.

બા હવે ડૂસકાં ભરતી નહોતી, પરંતુ મૂંગીમૂંગી રૂમની ફર્શ ઉપર ફરીવાર પોતાં કરતી હતી. પિતાએ કહ્યું, " આ છોકરો નિક કેટલો હોશિયાર અને લાગણીશીલ છે! તારી તકલીફનો વિચાર કરીને હું પોતે જ આવું કાંઈક ખરીદવાનો વિચાર કરતો હતો, એના બદલે એ પોતે જ લઈ આવ્યો. અને હજી એની પૂરી વાત તો સાંભળી જ નથી. એ એમ કહે છે કે આ નવા સાધનથી હવે આજથી એ જ પોતાં કરવાનો છે. તારા જન્મદિવસની ખુશાલીમાં આજથી તારું કામ એ પોતાના માથે લઈ લેવા માગે છે અને એ જ તેની ખરી ભેટ છે."
નિકે તરત જ કહ્યું, " હા, બા, હવેથી પોતાં હું જ કરીશ."
મારી બાએ પ્રેમથી અમારી સામે જોયું અને કહ્યું, " નિક હજી ચૌદ જ વર્ષનો છે. આવું કામ કરવું એ એનું ગજું નથી."

એ વખતે મારા પિતાએ મારા સામે જોઈને કહ્યું, " રોબર્ટ, હવે તારી ભેટ તો બતાવ."
મારો હાથ મેં ખિસ્સામાં નાખ્યો. ખિસ્સામાં દાંતિયો હતો એને મારા આંગળાએ સ્પર્શ કર્યો. નિક એ વખતે મારી સામે જોતો હતો. મારી સુંદર ભેટનો વિચાર આવતાં જ એનો ચહેરો ફિક્કો પડી ગયો. પણ મેં કાંસકો બહાર કાઢવાને બદલે ખિસ્સામાં રાખ્યો અને કહ્યું, " પપ્પા, અમે બંને ભાઈઓએ છેલ્લી ઘડીએ વિચાર ફેરવી નાખ્યો હતો. પોતાં કરવાનાં આ સાધનમાં અડધા પૈસા મારા છે. એટલે અમારી બંનેની એ અડધી-અડધી ભેટ છે."

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment