Monday 5 December 2016

[amdavadis4ever] સંતને આપણે ક ેમ ઓળખી શકીએ ? માનસ મંથન - મોરારિબાપુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એકવીસમી સદીમાં જે જમાનામાં આપણે જીવી રહ્યાં છીએ એમાં સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા? કોઈ ધોતી પહેરી લે, મારી માફક રામનામી રાખી લે, કુર્તા પહેરી લે, માળા રાખી લે, તિલક કરી લે, પૂજાપાઠ કરે, કથા કહે, પ્રવચન કરે, યજ્ઞ કરે એમને? એ બધાં સાધકના લક્ષણ છે અવશ્ય, પરંતુ શું સંતત્વ એટલામાં જ સમાઈ જાય છે? સંત કોણ? થોડાં લક્ષણો હું તમારી સામે રજૂ કરવા માગું છું. સંતદર્શનથી પ્રેમ પ્રગટ થાય છે, તો સંતને આપણે કેમ ઓળખી શકીએ; એનાં એવા ક્યાં સરળ સૂત્રો છે, જેનાથી આપણે એને બરાબર ઓળખી શકીએ અને ધોખો ન ખાઈએ. 

પહેલું સૂત્ર, શાંતમ્. જે વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં નિરંતર શાંત રહે છે, એ સાધુનું પહેલું લક્ષણ છે. સાધુ શાંત રહે. બે વાત છે. સહજ શાંત રહેવું અને યોજના બનાવીને શાંત હોવાનો દંભ કરવો. કેટલાક લોકો સહજ શાંત હોય છે. તમે કહેશો કે, એની શાંતિ સહજ છે કે દાંભિક, એ અમે કેમ ઓળખી શકીએ? નાની એવી વાત ધ્યાનમાં રાખજો. જેમની પાસે જઈને પાછા ફર્યા પછી તમને પણ શાંતિનો અનુભવ થાય તો સમજવું એ સાધુ શાંત છે. સાહેબ, બગીચામાંથી કોઈ આવે છે ત્યારે એને કહેવું નથી પડતું કે, હું બગીચામાંથી પસાર થઈને આવ્યો છું, કારણ કે ફૂલોની ખુશ્બૂ એનાં કપડાંમાં થોડીઘણી તો આવી જ જાય છે.

જેમનાં દર્શનથી પ્રેમ પ્રગટ થઇ જાય એવા સંતનું મારી સમજ મુજબ બીજું લક્ષણ છે કુલીનતા, વંશની ખાનદાની. આમ તો હું કોઈ કુળને વિશેષ મહત્ત્વ આપવા નથી માગતો, કેમ કે એમાં પાછો ભેદભાવ થઈ જશે! રાજસ્થાનનાં ભાઈ-બહેનો, આ એક બનેલી ઘટના હું તમને કહું છું. સૌરાષ્ટ્રમાં અમરેલી નજીક એક નાનું એવું ગામડું, ત્યાં એક રામજી મંદિર બન્યું. હું ત્યાં જઉં એવી નાનાં એવા ગામની માગણી હતી. મેં કહ્યું, ઠીક છે, હું આવીશ. એ લોકો મને લેવા આવ્યા ત્યારે એમણે મને જે વાત કરી એ બહુ જ ગમી, તમને પણ ગમશે. એમણે કહ્યું કે, બાપુ, ગામમાં એક સાર્વજનિક પ્લોટ હતો એમાં રામમંદિર બનાવવાનો અમે નિર્ણય કર્યો, પરંતુ પાછળના ભાગમાં થોડી જમીન ઓછી હતી. મંદિરની પાછળ દસ-પંદર ફૂટ જમીન જરૂરી હતી, કે જેથી દીવાલ બન્યા પછી ચારે બાજુ થોડી જગ્યા રહી શકે. મંદિરની પાછળ એક ગરીબ ખેડૂતનું પાંચ વીઘાનું ખેતર હતું. અમે બધા એ ખેડૂત પાસે ગયા. એમને કહ્યું, તમે થોડી જમીન આપો, તમને બજારભાવ મુજબ એની કિંમત આપી દઈશું. તમે ગરીબ છો. એટલે અમે એમ જ કંઈ જમીન લેવા નથી માગતા. તમે પૂરી કિંમત લઈ લો.' પાંચ વીઘા જમીનવાળો એક ગરીબ ખેડૂત, એમણે કહ્યું, રામજી મંદિરને માટે જમીન જોઈએ છે, તો ગામને જેટલી જમીન જોઈએ એટલી માપીને લઈ લો, 'હું પૈસા નહીં લઉં.' આ છે કુલીનતા. આ છે ખાનદાની. એ કોઈ એક વર્ગમાં જ હોય એવી કોઈ શરત નથી. ક્યારેક દૂર ઝૂંપડામાં બેઠલા લોકોમાં પણ ખાનદાનીની ખુશ્બૂ આવે છે. 'પૈસા નહીં લઉં.' ગામના લોકો પણ કહે કે, 'નહીં, નહીં, ભાઈ તું ગરીબ છે, પૈસા તો લેવા પડશે.' તો, એણે કહ્યું, 'એ પછી જોઈશું, તમે જમીન લઈ લો.' પંદર ફૂટ માપીને રામજી મંદિરની પાછળ જમીન આપવામાં આવી. સાહેબ, બનેલી ઘટના છે. પછી એવું થયું કે, પાયો ખોદ્યો તો એમાંથી એક તાંબાનો ઘડો નીકળ્યો, એ ખોલ્યો તો એમાંથી ચાંદીના કેટલાક સિક્કાઓ નીકળ્યા. ગામ લોકોએ એ ખેડૂતને બોલાવ્યો અને કહ્યું કે, 'હજી દસ્તાવેજ નથી થયો, જમીન હજી પણ તારી છે એટલે આ સિક્કા તારા છે, તું લઈ જ.' એમણે કહ્યું, 'મારા ભાગ્યના એ હોત તો પચાસ વર્ષથી આ જમીન મારી પાસે હતી, મેં ઘણીવાર જમીન ખોદી, તો મને ન મળત! એ ઠાકોરજીની સંપદા છે, એ તો દેવદ્રવ્ય છે.' એમણે એ મંદિરને આપી દીધાં! સલામ 

કરું એ ખેડૂતને, એની ખાનદાનીને, એમનાં મા-બાપને. એટલામાં અમે એ ગામ પહોંચવા આવ્યા 

તો મેં કહ્યું, રામના દર્શન કરું એના પહેલાં મને એ ખેડૂતના દર્શન કરાવો. હું પહેલાં એમને ઘેર 

ગયો. કુલીનતા કોઈ એક સમાજનો ઈજારો નથી. રાવણનું કુળ ઉત્તમ હતું, પરંતુ એ માણસે આવું 

કામ કેમ કર્યું?

ઈક્ષઘજ્ઞ ઘડરુક્ષ ક્ષૂબશ્ર્નટ્ટ્રૂઇંૂબ ક્ષળમણ અપબ અણુક્ષ॥

રાવણનું મૂળ કુળ પવિત્ર હતું. નિર્મળ એવા પુલસ્ત્ય કુળમાં રાવણ થયો. તો તમે કહેશો, એની ખાનદાની ક્યાં ગઈ? ઝીણી નજરે 'રામાયણ' ને જોશો તો ખબર પડશે કે રાવણની ખાનદાની ક્યાં ક્યાં નીકળી છે? જાનકીનું અપહરણ કરવા એ માણસ ગયો ત્યારે એ જાનકીને મનથી પ્રણામ કરે એવી એને કઈ મજબૂરી હતી? પરંતુ 'માનસ' માં લખ્યું છે-

પણ પવર્ળ્્રૈ ખફણ ર્રૂૈરુડ લૂઈં પળણળ 

ત્યાં એમની પુલસ્ત્ય કુળની કુલીનતાનું એક કિરણ પ્રગટ થાય છે. સારા અને ખરાબ સંસ્કાર આપણી કુલીનતાની દેન હોય છે; અને ત્યારપછી આપણા સંગ પ્રમાણે સંસ્કાર અને કુસંસ્કારની વાત આવે છે. સાધુનું પહેલું લક્ષણ, શાંત હોય. બીજું લક્ષણ, કુલીન હોય. ત્રીજું લક્ષણ, જેનું જીવન આશ્રમી હોય. ચોથું લક્ષણ, જેનામાં ધ્યાનનિષ્ઠા હોય. એ કામ સૌની સાથે કરશે, બોલશે સૌની સાથે, મળશે સૌને, પરંતુ એના અંતરંગ ધ્યાનમાં સ્ખલન નહીં થાય. એને ધ્યાન નથી કરવું પડતું, એ સ્વયં ધ્યાન થઈ જાય છે. જ્યારે એ એકલા ચૂપચાપ બેઠાં હોય ત્યારે જ એ ધ્યાનમાં છે એવું ન સમજવું. પ્લીઝ, એ તમારી સાથે વાત કરતાં હોય તો પણ એમનું ધ્યાનનું સૂત્ર ચાલુ છે, એમનું સ્મરણ સૂત્ર ચાલુ છે. ધ્યાનભંગ ન થાય, એ બહુ કઠિન છે. જેમની ધ્યાનનિષ્ઠા પરિપક્વ હોય એમને સાધુ સમજવા. એમને કોઈ પણ ઘટના અને પરિસ્થિતિ બેધ્યાન નથી કરી શકતી, પાડી નથી શકતી.

હું એક પ્રાર્થના કરું? હું ઈચ્છું છું કે ક્યારેક તમારું હૃદય વ્યાસપીઠ થઈ જાય અને મારી પોથીની વાતો હું તમારા દિલમાં રાખું. આ આખી કથા તમારા હૃદયમાં ઊતરી જાય અને પછી તમારું હૃદય હરતી-ફરતી વ્યાસપીઠ થઈ જાય.


(સંકલન : જયદેવ માંકડ)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment