Saturday, 10 December 2016

[amdavadis4ever] ભલે એસી લો કલ લાવો, સ ાથે હાલાકી પણ ઘટાડો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દોઢેક વર્ષ પહેલાની વાત છે. મુંબઇમાં દાખલ થયેલી નવીનક્કોર બોમ્બાર્ડિયર ટ્રેનમાં રેતી અને માટીની ગુણો ભરવાથી ગાડી ખરાબ થઇ હોવાના સમાચાર એક અગ્રણી અખબારમાં ઝળક્યા હતા. એ વાંચીને લોકો ચોંકી ગયા હતા. સમાચારની સાથે ડબ્બામાં રેતી અને માટીની ગુણીઓ પાથરીને બેઠેલી એક વ્યક્તિની તસવીર પણ દેખાડવામાં આવી હતી. આવી રીતે ગાડી ખરાબ થાય તો એના પર રેલ પ્રશાસન ધ્યાન કેવી રીતે રાખશે એવો સવાલ પણ અધિકારીઓને કરવામાં આવ્યો હતો. આખીય રજૂઆત સાંભળીને રેલવે અધિકારીઓએ મંદ મંદ સ્મિત વેર્યું હતું. ના, તેઓ નીંભર નહોતા, પણ આખા ડબ્બામાં ધૂળ અને રેતી ભરીને ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી. ટ્રેનમાં પ્રવાસી ભર્યા હોય ત્યારે એ કેવી રીતે ચાલે એનો અંદાજ મેળવવા આ પ્રકારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે નવી ઍર કન્ડિશન્ડ (એસી) લોકલ મુંબઇના યાર્ડમાં દાખલ થઇ રહી છે ત્યારે એનું પણ પરીક્ષણ કરવામાં આવશે. એથીય વધુ મહત્ત્વની વાત એ છે કે શું આ નવી ટ્રેન આવવાથી લોકોની હાડમારી ઓછી થશે ખરી? જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોનો ઇતિહાસ જોતા કેટલીક નવી ટ્રેનો ઉમેરાયા પછી પણ જનતાની હાડમારીમાં વિશેષ માત્રામાં ફરક પડ્યો હોવાનું નથી લાગતું. ટ્રેનોની સંખ્યા કે એના બાંધકામની ગુણવત્તા સુધારવાથી પ્રવાસીઓની હાડમારી ઓછી નથી થતી. ટ્રેનો સમયસર દોડવી જોઇએ, ધસારાને સમયે રદ ન થવી જોઇએ અને પાટા પરથી ઊતરી જવા જેવી સમસ્યાઓ હળવી થઇ જવી જોઇએ એવી જનતાની અપેક્ષા છે. પશ્ર્ચિમ તેમ જ મધ્ય રેલવેમાં નોકરી કે વ્યવસાયને કારણે ચોક્કસ સમયગાળામાં શહેરના એક છેડેથી બીજે છેડે જતા પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ મોટી છે. મુસાફરી દરમિયાન તેમની હાલાકી ઓછી થાય તો જનતા રાજી થાય એ સ્વાભાવિક છે.

મુંબઈ રેલવેના છેલ્લા દોઢ દાયકામાં અડધો ડઝન જેટલી નવીનક્કોર લોકલ ટ્રેનો (ઇલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ-ઈએમયુ) આવી, પરંતુ બધામાંથી વ્હાઇટ-બ્લુ અને વ્હાઇટ-પિંક કલરની લોકલ વધુ અનુકૂળ પડી ગઈ. આ બધી લોકલમાં છેલ્લે એસી લોકલ દોડાવવા અંગે જેટલી રેલવે દ્વિધામાં રહી છે એટલી જ ટ્રાયલ માટે ઘણેખરે અંશે પણ ખરી. આ બધામાં સૌથી મોટું આશ્ર્ચર્ય એસી લોકલનું છે. પશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલ આવવાની હતી, પરંતુ મધ્ય રેલવેમાં આવી અને દોડાવાશે, પણ આ બધા સંજોગો વચ્ચે મધ્ય રેલવે હકીકતમાં ભેખડે ભરાયું છે. એસી લોકલના ટ્રાયલના આટાપાટાની વાત કરીએ પહેલા મુંબઈ રેલવેમાં સફળ ઇએમયુની યશોગાથાને જાણીએ.

સબર્બન રેલવેનું ૪૬૩ કિલોમીટરનું નેટવર્ક છે, નેટવર્કમાં વધારો થતો રહે છે. મુંબઈ રેલવેમાં ત્રણ મોટી લાઇન તથા અન્ય ચાર નાની લાઇન છે, પણ કારભાર ફક્ત બે રેલવે કરે છે. તાજેતરમાં કૅબિનેટે એમયુટીપી-ત્રણને મંજૂરી આપી છે, તેથી આગામી વર્ષોમાં મુંબઈ રેલવેમાં નવા ત્રણ કોરિડોર ઉમેરાશે તો નવાઇ થશે નહીં. ભૂતકાળની વાત કરીએ તો પહેલા પશ્ર્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર સુધી લોકલ ટ્રેનો (છ અને નવ કોચની ટ્રેનો) દોડાવાતી હતી, પરંતુ બીજા ૬૦ કિલોમીટર સુધી નવી લાઇન ૨૦૧૩માં વિકસાવી, પરિણામે પશ્ર્ચિમ રેલવેમાં ચર્ચગેટથી દહાણુ સુધી લોકલ ટ્રેન દોડાવી એ રેલવેની સિદ્ધિ હતી. મધ્ય રેલવેએ હાર્બર લાઇનમાં છેલ્લે ૨૦૧૬માં ડીસી (ડાયરેક્ટ કરન્ટ)માંથી એસી (ઓલ્ટરનેટ કરન્ટ)માં ક્ધવર્ઝનનું કામ પાર પાડ્યું હતું. આ કામ અસાધારણ હતું, કારણ કે સબર્બન રેલવેમાં ડીસીમાં દોડતી ટ્રેનો ઇતિહાસ બની ગઇ. આજની તારીખે સબર્બન મુંબઈમાં ૨૫,૦૦૦ વૉલ્ટના ઓલ્ટરનેટ કરન્ટ (એસી)માં ટ્રેનોમાં દોડાવાય છે. હકીકતમાં ઇલેક્ટ્રિક વેગે ટ્રેનો દોડાવવા માટે ૯૧ વર્ષ લાગ્યાં છે. ઇલેક્ટ્રિક યુગના મંડાણ ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૨૫ના થયા હતા. ૧,૫૦૦ વૉલ્ટના ડાયરેક્ટ કરન્ટ (ડીસી)માં ટ્રેનો દોડાવવાની શરૂઆત થઇ અને આજે વર્ષ ૨૦૧૬માં ત્રણેય લાઇનમાં ૨૫,૦૦૦ વૉલ્ટના ઓલ્ટરનેટ કરન્ટ (એસી)માં ઇએમયુ દોડાવાય છે, જેમાં સફળતા-સિદ્ધિ અત્યારે મળી છે. 

નવી ટેક્નોલોજીની સાથે સાથે રેલવેમાં ૧૫ વર્ષમાં નવી ટ્રેનો (ઇએમયુ-રેક) મળવાથી મુંબઈગરાની સફરની તકલીફો અમુક અંશે ઘટી છે ખરી. છમાંથી નવ ડબાની ટ્રેનોની સાથે ડીસી (ડાયરેક્ટ કરન્ટ)માં ટ્રેનો દોડાવવાનું બંધ થયું છે, તેનાથી રેલવેમાં વીજળીની બચત તથા ટ્રેનોમાં વધારે મુસાફરી કરતા થયા છે. બીજી સિદ્ધિ રેલવેએ નવમાંથી ૧૨ ડબામાં ટ્રેનો દોડાવ્યા પછી ૧૨માંથી ૧૫ ડબાની ટ્રેન દોડાવવાની શરૂઆત થઇ છે. એક જ ટ્રિપમાં ૬,૫૦૦થી વધારે પ્રવાસી એકસાથે મુસાફરી કરે છે. ટૂંકમાં, ૧૫ ડબાની ટ્રેન પણ આખા દોઢ દાયકાના પરિવર્તનને આભારી છે. જોકે, આવી ૧૫ ડબ્બાની ટ્રેનો જૂજ છે.

રેલવેમાં નવી નવી ટ્રેનોના આવવા અંગે રેલવેના વરિષ્ઠ અધિકારી કહે છે કે મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)નું નિર્માણ કર્યા પછી તબક્કાવાર નવી નવી ઇએમયુ આવી અને મુંબઈગરા-રેલવેની શાન વધારી હતી. અધૂરામાં પૂરું રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયના ઉપક્રમ હેઠળ રેલવેના વિકાસ માટે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી-એક તબક્કા) યોજના ઘડી અને તબક્કાવાર સાકાર થઇ રહી છે. એમયુટીપીની યોજના અંતર્ગત જૂની ડીસી-એસી રેક બંધ થઇ છે, પરંતુ મધ્ય રેલવેમાં વપરાય છે. મધ્ય રેલવેમાં રિટ્રોફિટેડ રેક, આઇસીએફ રેક, મિલિનેયમ અને ભેલ રેકને અલવિદા કરી હતી. આ બધી રેકના બદલે સિમેન્સની ઇએમયુ રેક લાવવાની યોજના ઘડી અને સફળતાપૂર્ણ વાપરવામાં આવે છે, જ્યારે તેના ફેઇલ્યોરના કિસ્સા ઓછા બને છે. હાલમાં મધ્ય રેલવેમાં માત્ર પાંચ જૂની રેક વાપરવામાં આવે છે, પરંતુ તેની સામે મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં મળીને ૧૨ કોચની ૧૧૭ ઇએમયુ વાપરવામાં આવે છે, જેની શરૂઆત ૨૦૦૭માં થયા પછી આજે આખા મુંબઈની અડધી વસતિ આ ટ્રેનોમાં મુસાફરી કરે છે. આ દાયકામાં ટેક્નોલોજીની દૃષ્ટિએ આધુનિક ગણાતી ટ્રેન બૉમ્બાર્ડિયર લાવવાની યોજના ઘડી. એમયુટીપીના બીજા તબક્કા અન્વયે સબર્બન રેલવેમાં નવી ૭૨ રેક લાવવાની યોજના ઘડી કાઢી હતી. નવી રેક આવ્યા પછી ટ્રેનની ટ્રાયલ માટે રેલવેને ઘણો સમય લાગે છે, કારણ કે ટ્રાયલની પ્રક્રિયા પણ જટિલ છે. અત્યાર સુધીમાં પશ્ર્ચિમ રેલવેમાં ૫૬ રેક આવી છે, જ્યારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અન્વયે એક રેક આવી છે, પરંતુ બૉમ્બાર્ડિયર રેક તદ્ન આધુનિક છે. આમ છતાં ૭૨ રેક આવ્યા પછી ટેક્નિકલ ફેઇલ્યોરના કિસ્સામાં ચોક્કસ ઘટાડો થઇ શકે છે, જેમાં સરેરાશ પશ્ર્ચિમ રેલવેમાં ફેઇલ્યોરના કિસ્સા ઘટ્યા છે તેની માફક પૂરતી રેક મળ્યા પછી મધ્ય રેલવેમાં ફેઇલ્યોરના કિસ્સા ચોક્કસ ઘટશે. મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં અનુક્રમે ૧૨૨ અને ૮૬ રેક્સ-યુનિટ્સ ઉપલબ્ધ છે, તેના મારફત રોજના ૭૫ લાખથી વધારે પ્રવાસી કુલ ૨૦૮૦ જેટલી ટ્રેનોમાં રોજ મુસાફરી કરે છે. મુંબઈ રેલવેમાં નિરંતર નવી-આધુનિક ટેક્નોલોજીનો ઉમેરો થયો છે, પરંતુ નવી ટ્રેન-કોચના આગમનને કારણે મુંબઈગરા કલાકે ૭૫ કિલોમીટરની ઝડપે ટ્રેનમાં મુસાફરી કરતા હતા, પરંતુ આજની તારીખે સરેરાશ ૧૨૦ કિલોમીટરની ઝડપે ટ્રેનમાં મુસાફરી કરવા માટે સજ્જ થયા છે. ટૂંકમાં, મુંબઈ રેલવેમાં આધુનિક ટેકનોલોજીનો ઉમેરો થતો ગયો છે, પરંતુ ડબલડેક્ર ઇએમયુ ટ્રેનના પણ દિવસો આવશે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

----------

એસી લોકલ ચાલશે ક્યારે?

ચેન્નઇના ઇન્ટિગ્રલ કોચ ફેકટરી (આઇસીએફ)માં બનાવવામાં આવેલી એસી લોકલની વિશેષતા એ છે કે ટ્રેનને કલાકના ૧૨૦ કિલોમીટરની ઝડપે દોડાવી શકાય છે, જ્યારે ટ્રેનમાં ૫,૬૯૪ પ્રવાસીની ક્ષમતા છે. ટ્રેનના કોચ સંપૂર્ણ સ્વયંભૂ બંધ અને ચાલુ થાય છે. એક કોચમાંથી બીજા કોચમાં સરળતાથી અવરજવર કરાય છે, જ્યારે મોટરમેન પણ ઇમર્જન્સીમાં પ્રવાસી સાથે વાતચીત કરી શકે છે. ટ્રેનની કુલિંગ કેપેસિટી ૧૫ ટનની છે. ટ્રેનમાં આધુનિક ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ બેસાડવામાં આવી છે. જોકે, અનેક અવરોધો વચ્ચે લગભગ ૫૫ કરોડ રૂપિયામાં તૈયાર કર્યા પછી પહેલી એપ્રિલે મધ્ય રેલવેમાં આવી હતી. આ ટ્રેન કુર્લા કારશેડમાં છ મહિના સુધી પડી રહી છે, ત્યારે તેની પ્રાથમિક ટ્રાયલ માંડ પૂરી કરવામાં આવી છે. લગભગ ચારેક પ્રકારની ટ્રાયલ, ટેસ્ટિંગ કર્યા પછી કમિશનિંગ માટે આરડીએસઓ, રેલવે સેફ્ટી કમિશનર તરફથી મંજૂરી માગશે. સંબંધિત એજન્સી/અધિકારી તરફથી મંજૂરી મળ્યા પછી આ ટ્રેન ચલાવવાનું શક્ય બનશે. સ્ટેટિક અને ડાયનેમિક ટ્રાયલ સફળ રહ્યા પછી પણ ટિકિટિંગ સિસ્ટમથી લઇને પ્રવાસીઓને આ ટ્રેન અનુકૂળ પડે છે કે નહીં અને ટ્રેનનું ભાડું સબર્બન રેલવેના પ્રવાસીઓને પરવડશે કે નહીં તે મોટો પ્રશ્ર્ન છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment