Friday, 2 December 2016

[amdavadis4ever] મોરારજીભા ઈ અને મોદ ી .......મક્કમતા અ ને જિદ........ગુડ મૉર્નિંગ - સૌરભ શાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ દેશને જે નખશિખ પ્રામાણિક અને સિદ્ધાંતનિષ્ઠ રાજપુરુષો મળ્યા એમાં મોરારજી દેસાઈનું નામ પ્રથમ હરોળમાં આવે. એમના માટેનો મારો આદર ઘણા વર્ષો પૂર્વે હું જાહેરમાં પ્રગટ કરી ચૂક્યો છું. તે વખતે મુંબઈ એક રાજ્ય હતું. જેના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ હતા. મુંબઈના ભાગલા કરીને મહારાષ્ટ્ર-ગુજરાત રચવાની પ્રપોઝલના વિરોધરૂપે બેઉ પ્રદેશોમાં આંદોલનો થઈ રહ્યાં હતાં. મુખ્યત્વે આ બેઉ પ્રદેશો મુંબઈ શહેરને પોતાના રાજ્યમાં સમાવવા ચાહતા હતા. અત્યારે ફ્લોરા ફાઉન્ટન હુતાત્મા ચૌક તરીકે ઓળખાય છે તે હુતાત્માઓ અથવા શહીદો એટલે આ આંદોલન વખતે થયેલા તોફાનમાં પોલીસ ગોળીબાર વખતે માર્યા ગયેલા આંદોલનકારીઓ. મોરારજીભાઈએ બેઉ રાજ્યોમાં થઈ રહેલા હિંસક આંદોલનને રોકવા પોલીસને કડક હાથે કામ લેવાની સૂચના આપી જેને કારણે પોલીસે ગોળીબાર કર્યો અને ગુજરાતમાં અનેક ગુજરાતીઓ તથા મહારાષ્ટ્રમાં એ મરાઠીઓ તોફાન કરતાં કરતાં પોલીસની ગોળીઓનો ભોગ બન્યા.
મોરારજીભાઈ માત્ર ગુજરાતીઓના નહોતા, ગુજરાતના પણ નહોતા. સમગ્ર દેશના હતા. તેઓ વડા પ્રધાન હતા ત્યારે નવી નવી શરૂ થયેલી મુંબઈ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સુરત સ્ટેશને ઊભી રહેતી નહોતી. માંડ પાંચ-છ વર્ષ પહેલાં (૧૯૭૨માં) શરૂ થયેલી રાજધાનીને સુરત સ્ટોપજ મળે એ માટે એક પ્રતિનિધિમંડળ તે વખતે વડા પ્રધાનપદે બિરાજતા મોરારજી દેસાઈને મળ્યું હતું. મોરારજીભાઈને કહેવામાં આવ્યું હશે કે આવું કરવાથી ગુજરાતને, ખાસ કરીને સુરતના લોકોને ઘણો ફાયદો થશે અને એક ગુજરાતી તરીકે એમણે ગુજરાતનું હિત જોવું જોઈએ. મોરારજીભાઈ પોતે સુરતની લોકસભા બેઠક પરથી પાંચ-પાંચ વાર ચૂંટાઈ આવેલા છતાં પોતાના મતદાનક્ષેત્રને રિઝવવાને બદલે એમણે એક ઝાટકે આ સૂચન નકારતાં કહ્યું હતું કે: 'હું કંઈ સુરતનો વડા પ્રધાન થોડો છું?' મીનિંગ કે હું આખા દેશનો વડા પ્રધાન છું. મારે દેશનું હિત જોવાનું હોય, માત્ર મારી કન્સ્ટિટ્યુઅન્સીનું નહીં.
૧૯૭૭ના માર્ચમાં, ૧૯ મહિનાની ઈમરજન્સી બાદ, દેશમાં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે મારી કૉલેજના ફર્સ્ટ યરની ફાઈનલ પરીક્ષા. સ્ટડી ટેબલ પર જગ્યા કરીને જૂનો રેડિયો મૂકી કલાકે કલાકે ન્યૂઝ લઉં. તે વખતે ઘર મેઈન રોડ પર. સામેની ફૂટપાથના કોર્નર પરની પોસ્ટ ઑફિસે ફટાકડા ફૂટતા સંભળાયા. રેડિયો ચાલુ કર્યો. ઈન્દિરા ગાંધી રાજનારાયણ સામે હારી ગયાના ક્ધફર્મ સમાચાર ઑલ ઈન્ડિયા રેડિયો આપી રહ્યું હતું. રાજકારણમાં ઝાઝી ગતાગમ પડતી નહીં (અત્યારે પણ નથી પડતી) પણ જબરજસ્ત રોમાંચ થતો હતો. જનતા પાર્ટીની સરકાર આવી. (પરીક્ષાનું રિઝલ્ટ પણ આવ્યું. કૉમર્સના બધા જ વિષયોમાં એટીકેટી) જનતા પાર્ટીમાં ચાલી રહેલી ઊથલપાથલોના સમાચાર છાપામાં હોંશેહોંશે વંચાતા. 'ઈન્ડિયા ટુડે' જેવાં ન્યૂઝ મૅગેઝિનો ભારત માટે નવાં હતાં. એમાં ડિટેલ્ડ એનાલિસિસ આવતું. પછી તો થોડાક જ મહિનાઓમાં ફુલ ટાઈમ જર્નલિઝમમાં જોડાઈ ગયો અને જનતા પાર્ટીના પતનના સમાચારના સાક્ષી બનવાનું કમભાગ્ય પણ મળ્યું. મોરારજીભાઈ આ શંભુમેળાને સાચવી શક્યા નહીં. એમના નેતૃત્વ હેઠળનો સંઘ આમેય કાશીએ પહોંચે એમ નહોતો. બેએક વર્ષમાં જ મોરારજીભાઈની સરકાર તૂટી પછીના થોડાક મહિનાઓમાં તદ્દન ગમાર લોકોએ આ દેશ પર રાજ કર્યું. ૧૯૮૦માં ફરી લોકસભાની ચૂંટણી થઈ. ઈન્દિરા ગાંધી ફરી વડાં પ્રધાન બન્યાં. ઈન્દિરાજી હાર્યા તે જેટલો મોટો આશ્ર્ચર્યજનક બનાવ હતો એવી જ આઘાતજનક ઘટના ઈન્દિરાજી ફરી વડાં પ્રધાન બન્યાં એ હતી. મોરારજી સરકારે ઈન્દિરા ગાંધીને જેલમાં નાખ્યાં એને કારણે પ્રજાને ઈન્દિરાજી માટે સહાનુભૂતિ થઈ અને પ્રજાએ એમને ફરી ચૂંટી કાઢ્યાં એવું તે વખતના રાજકીય સમીક્ષકો લખતા. પણ ઈન્દિરા ગાંધીની જીત પાછળ માત્ર આ એક જ કારણ નહોતું. આ તો એક બહુ નાનું કારણ હતું. જનતા સરકાર અંદરોઅંદર જે રીતે બાખડી, મોરારજીભાઈના નેતૃત્વ હેઠળના નેતાઓએ સ્વાર્થી બનીને જે રીતે ઉઘાડે છોગે સત્તા મેળવવા માટે નગ્નનર્તન કર્યું તેને કારણે પ્રજા છોભીલી પડી ગઈ. લોકોને પોતે છેતરાયા હોય એવું લાગ્યું. ધે ફેલ્ટ બીટ્રેય્ડ. મોરારજીભાઈ આ લોકોને ક્ધટ્રોલમાં લેવાને બદલે સતના પૂતળા તરીકેની પોતાની ઈમેજને સાચવી રાખવામાં પડ્યા રહ્યા એ માટેનો રોષ નેગૅટિવ વોટરૂપે દાતાઓને ફરી ઈન્દિરા ગાંધી પાસે લઈ ગયો તે ઈન્દિરાજીના કમબેકનું ઘણું મોટું કારણ હતું.
ગઈ કાલે એ રાજ્યસભામાં આવ્યા. બે દિવસ પહેલાં લોકસભામાં હાજરી આપી. પંદર દિવસથી વિપક્ષો ગળું ફાડી ફાડીને ચિલ્લાતા રહ્યા કે પ્રધાનમંત્રી કેમ સંસદમાં દેખાતા નથી. મોદીજીએ પોતાની જિદ પડતી મૂકીને કહ્યું: લો, મૈં આ ગયા... અને વિપક્ષો વૉકઆઉટ કરી ગયા! બંનેમાંથી એકેય સદનના વિરોધી સંસદસભ્યોએ ન તો મોદીની સમક્ષ કોઈ ચર્ચાના મુદ્દા ઉઠાવ્યા ન કોઈ મુદ્દા સાંભળ્યા. મોદીએ ધાર્યું હોત તો જિદ કરીને સંસદથી દૂર રહી શક્યા હોત. સંસદમાં છે અરુણ જેટલી અને વેન્કૈયા નાયડુ. એમની કોઈ જરૂર નહોતી. રાહુલ ગાંધીએ બજારમાં મને ટોણો માર્યો એટલે શું મારે સંસદમાં પહોંચી જવાનું? હું નહીં જઉં. મેં નક્કી કર્યું છે કે હું નહીં જઉં.
ગાંધીજીએ સાધ્ય જેટલી જ પવિત્રતા સાધનમાં પણ હોવી જોઈએ એવું કહ્યું અને મોરારજીભાઈએ એનું ચુસ્ત પાલન કર્યું. મોદીએ સાધ્ય એટલે કે લક્ષ્ય પવિત્ર રાખ્યું પણ ત્યાં સુધી પહોંચવા માટે જ્યાં જરૂર પડી ત્યાં બાંધછોડ કરી અને આ બાંધછોડનો મતલબ એ નથી કે એમણે કોઈપણ ભોગે લક્ષ્ય આંબવા માટે સાધનને અપવિત્ર બનાવ્યું પણ એનો અર્થ એ કે એમણે પોતાના અહમ્ને બાજુએ મૂકીને લક્ષ્ય સુધીનો જે રસ્તો નક્કી કર્યો હતો તે રસ્તામાં ડીટુર્સ લેવા પડે તો લીધા છે. સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળીને કેટલા ઍન્ગલથી વાળવી તે એમને આવડે છે. ચાણક્યની મુત્સદ્દી વિના દેશનું શાસન તો શું ઘર પણ ન ચલાવી શકાય એની એમને ખબર છે. હું પ્રામાણિક છું એટલે બધાએ દૂધે ધોયેલા જ રહેવાનું એવો અહમ્ એમને ક્યારેય નડ્યો નથી, કારણ કે તેઓ જાણે છે કે ચોવીસ કૅરેટનું સોનું ક્યારેય ઘરેણાં માટે કામ નથી લાગતું, એમાં થોડોક ભેગ હોય તો જ ઘાટ ઘડી શકાય. મોરારજીભાઈ ૧૦૦ ટચનું સોનું હતા અને એમાંથી દાગીનો બનાવવા જતાં જે ક્યારેય ઘડાતો જ નહીં. મોદીએ ઘડેલા દાગીનાઓ ટકાઉ છે જે ૧૪ વર્ષથી ગુજરાતને શોભાવી રહ્યા છે અને અઢી વર્ષથી ભારતને. ખૂબ લાંબા ભવિષ્યમાં મોદીએ ઘડેલા આ ઝવેરાતનો વારસો તે વખતના દેશના શાસકો માટે અમૂલ્ય બની રહેવાનો.
ફેક ગાંધીવાદીઓમાં તો ભારોભાર એ હતો જ જેન્યુઈન ગાંધીવાદીઓમાં પણ ક્યાંક થોડોક દંભ રહેતો. ત્યાગનો અને સાદગીનો બહુ મહિમા રહેતો. ગાંધીજી અને સરદાર પટેલ બિરલા ફેમિલીની ભરપૂર મહેમાનગતિ માણતા - દિલ્હીમાં અને મુંબઈમાં પણ. થર્ડ ક્લાસની મુસાફરી વખતે ગાંધીજીની એકલાની ટિકિટનો ખર્ચો નહોતો થયો, આખો ડબ્બો બુક કરાવવો પડતો. ગાંધીજીના લાંબા લાંબા પત્રો, લેખો ઈત્યાદિ તાર દ્વારા મોકલવામાં આવ્યા હોય એવા અસંખ્ય દાખલા છે. ગાંધીજીએ આ બધું જ કર્યું તે વાજબી જ હતું, પણ ત્યાગની ટોપી પહેર્યા વિના આ બધું કરવાનું હતું-ખાસ કરીને એમના અનુયાયીઓએ. બિરલાહાઉસની ભવ્યતામાં રહીને સાદગીની વાતો કરવી જરાક અજુગતી લાગે.
મોદીએ ક્યારેય ત્યાગ અને સાદગીની વાતો નથી કરી. અગાઉ એક લેખમાં ઉલ્લેખ થઈ ચૂક્યો છે એમ મોટા બંગલામાં રહેવા છતાં, મોંઘીદાટ ગાડી, ચશ્માં, કપડાં, શૂઝ વાપરવાં છતાં મોદીનું જીવન સાદું છે, ત્યાગપૂર્ણ છે. પણ મોદી આ સદ્ગુણોને ગાઈ બજાવીને કહેતા નથી. આ કે આવા કોઈપણ સદ્ગુણોને. આનો ફાયદો એમને એ થાય છે કે દેશ માટે કોઈપણ કામ કરવું હોય ત્યારે આમાંનો કોઈપણ સદ્ગુણ એમને આડે નથી આવતો. ઊલટાનું આ તમામ સદ્ગુણોને કારણે સર્જાતી એમની દૃઢતામાં ઉમેરો થાય છે. પણ એ દૃઢતા જિદમાં ન પરિણમે તેની સભાનતા એમને સફળ બનાવે છે. મારે અમુક લક્ષ્ય સુધી પહોંચવું છે. કોઈએ મને કહ્યું કે તમારા રસ્તે ત્યાં સુધી નહીં પહોંચાય. ભલે, તો તમે રસ્તો બતાવો, આપણને તો પહોંચવા સાથે મતલબ છે - આ પ્રકારનો સંવાદ પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસમાં થતો હશે કે નહિ તેની કોઈને ખબર નથી પણ મોદીની પર્સનાલિટી જોઈને લાગે છે કે પી.એમ.ઓ.માં વારંવાર આવું સાંભળવા મળતું હશે. મોરારજીભાઈ વખતે કદાચ એવું સંભળાતું હશે કે મારે રસ્તે કામ ન થતું હોય તો પડતું મૂકો એને, પણ તમારે રસ્તે તો નહીં જ થવા દઉં!
 
જીવનની જેમ રાજકારણ પણ સૌને સાથે લઈને ચાલવાની કળા છે. સૌને એટલે મિત્રોને અને વિરોધીઓને - સૌને. રાજકારણમાં મિત્રો હંમેશાં સાથે જ હોય એવું જરૂરી નથી. દરેકને પોતપોતાના સ્વાર્થ હોવાના, પોતપોતાની ઍક્બિશન્સ હોવાની. અને આ દરેક આકાંક્ષાઓ તમે પૂરી જ કરશો એવી મનોમન મહેચ્છા પણ હોવાની. મોરારજીભાઈ ક્યારેય કોઈ મિત્રની આવી મહેચ્છાઓ પરિપૂર્ણ કરવામાં માનતા નહીં. મોદીને પોતાના પાયાના સિદ્ધાંતોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કર્યા વિના મિત્રોને સાથે રાખતા આવડે છે. મોદીને દુશ્મનો સામે પણ કામ લેતા આવડે છે. ક્યાં એમની અવગણના કરવી અને ક્યાં એમની બોલતી બંધ કરી દેવી એવું મોરારજીભાઈને ક્યારેય નહોતું આવડ્યું. સતના પૂતળા તરીકેની તમારી ઈમેજ હોય ત્યારે આવું બધું કરતાં તમને ન ફાવે એ સ્વાભાવિક છે.
 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment