Wednesday, 2 November 2016

[amdavadis4ever] વિલા એમ.સી.: કુદરત ના સાંનિધ ્યમાં લટાર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વિટ્ઝર્લેન્ડ કુદરતી સૌંદર્યનો દેશ છે. કુદરતની માણવા જેવી ઘણી બાબતો ત્યાં છે. અહીં સરોવરો છે, પર્વત છે, ખીણ છે, જંગલ છે, વહેતાં ધોધ છે-તમે માંગો એ કુદરતનો નજારો ત્યાં મળી રહેશે. આ બધામાં ત્યાંના નાગરિકોનું આકર્ષણ, આવાસ બનાવવા માટેનું, સરોવર છે. આ દેશમાં સરોવર પણ ઘણાં છે અને એ બધાં પ્રત્યે સ્થપતિઓએ અલગ અલગ પ્રતિભાવ આપ્યો છે. 

સ્વિટ્ઝર્લેન્ડમાં લુસેર્ન શહેર પાસેના લુસેર્ન સરોવર નજીક ઊંચા સ્થાને બનાવાયેલ આ આવાસ ખરા અર્થમાં કુદરતનું સૌંદર્ય માણવા માટે જ હોય તેમ જણાય છે- પણ હા, આ માણવાની પ્રક્રિયા જોવાથી છે, સામેલ થવાથી નહીં. 

અહીં રહેણાકના ભાગને ત્રણ માળમાં વહેંચી દેવાયાં છે અને ત્રણે માળ જુદી જુદી દિશાને-કુદરતના જુદા જુદા નજારાને કેન્દ્રિત કરે છે. એક માળ જ્યાં સરોવરને માણવા બનાવાયો હોય તો બીજો જાણે ગાઢ જંગલને અને ત્રીજો આલ્પ્સ પર્વતમાળાની ટેકરીઓને. આ ત્રણે માળથી રચનાના પ્રકારથી જે તે દિશાને નજરઅંદાજ ન જ કરી શકે, આ માટે તે દિશા સન્મુખ સિવાયની દીવાલો કોઇપણ પ્રકારના બારી-બારણાં વગરની 'સોલિડ' બનાવી દેવાઇ છે. હવે તો ત્યાં જોયે જ છુટકો!

સામાન્ય રીતે આવાં સ્થાને કુદરતનો નજારો જોવા માટે દરેકને દરેક પ્રકારની છૂટ અપાય, આવી જગ્યા પરની સામાન્ય રચના ચારે તરફ બારીવાળી બનાવાય, જેવી બધી જ બાજુની કુદરતી સુંદરતા લગભગ દરેક સ્થાનેથી માણી શકાય. આ એક સામાન્ય અભિગમ થયો. તેની સામે અહીં તો તમારે શું જોવું તે સ્પષ્ટ કહી દેવાય છે, અને તમારે તે જોવું જ પડે.

સામાન્ય રીતે આવાં સ્થાને બનાવાયેલ મકાનના કોઇપણ વિસ્તારમાંથી સામે રહેલું સરોવર ન દેખાય તેવી કલ્પના જ ન થઇ શકે. તે સરોવરને, તે પર્વતમાળાને અને તે જંગલને માણવા માટે તો આ જગ્યા પર આવાસ બનાવવાનું નક્કી કરાયું હોય! અહીં બંને પ્રકારનાં મંતવ્યો આપી શકાય. એમ પણ કોઇ કહી શકે કે અહીં પોતાને જે જોવું હોય તે જોવાની છૂટ મળવી જ જોઇએ. માણસને પાણી માણવું હોય તો સરોવરને જુએ અને વનરાજી માણવી હોય તો ભલે જંગલને જુએ. હવે કુદરતે જ માણવા માટે આવાં વિકલ્પો એક સ્થાને જ આપ્યાં હોય ત્યારે માનવીએ આડશ શા માટે ઊભી કરવી! તેની સામે એવો મત પણ હોઇ શકે કે બધી જ પરિસ્થિતિ ચારે બાજુ છે જ, અને જુદા જુદા સ્થાનેથી તે બધાંને માણી શકાય તેમ છે. પણ જો કુદરતની એક જ બાબત તમે માણવાની ચાહ રાખો અને તેને જ માત્ર કેન્દ્રિત કરો તો ખરા અર્થમાં તેને માણી શકાય. જ્યારે મન કેન્દ્રિત ન થઇ શકે ત્યારે માણવાની પ્રક્રિયામાં ક્યાંક અધુરાશ રહી જવાની સંભાવના હોય છે! સ્થપતિ ઉંગેર્ટીઆના કદાચ આ બીજા પ્રકારની વિચારસરણીવાળો હશે!

એકબીજા પર ગોઠવેલા કોંક્રીટના બોક્સ જેવી આ રચનાનો મૂળ આકાર જે તે દિશામાં જોવા માટે જ ખાસ નિર્ધારીત કરાયો છે. વળી આ દરેક બોક્સ ચોક્ક્સ દિશાનો નજારો સૂચિત કરવા સાથે તેની ત્રાંસી દીવાલો કોઇ રીતે નાટકીયતા લાગે છે. આ પ્રત્યેક બોક્સની લંબાઇ વચ્ચે પડતો ખૂણો અંદરના વિસ્તારમાં બે અલાયદા ઉપયોગવાળા ભાગ સૂચિત કરે છે. આ બોક્સની જાડી કોંક્રીટની દીવાલો તથા જાડી કાચની બારીઓ ગરમી-ઠંડીના પ્રસારણને તો અટકાવે છે જ પણ સાથે સાથે આ બે સામગ્રીના પ્રકાર તથા તેની દૃશ્ય-અનુભૂતિ વચ્ચે વિરોધાભાસ પણ ઊભો કરે છે. અહીં ક્યાંક નાની ટેરેસ પણ અપાઇ છે જેનાથી ઉનાળામાં સૂર્ય-સ્નાન કરી શકાય. આ દેશમાં આ સંભાવનાનું આગવું મહત્ત્વ છે. 

આ સંપૂર્ણતામાં એક આધુનિક આવાસ છે જે કુદરતના પરિપ્રેક્ષ્યમાં સંવેદનશીલ રચના ગણાય. અહીં પણ ક્યાંક ઘોંઘાટ કે શોરબકોર નથી. જે છે તે અને તેટલું જ છે જેટલું જરૂરી છે. અહીંયા કોંક્રીટના બોક્સના આકાસ તથા તેની ગોઠવણમાં થોડી રમત છે પણ તે માન્ય માત્રા સુધીની જ. અહીં વચમાં ખુલ્લી ટેરેસ પર નાનો પાણીનો હોજ પણ બનાવાયો છે. આમ તો અહીંના બોક્સ એકદમ સુનિર્ધારિત છે, પણ ક્યાંક આકાશને 'ફ્રેમ' કરવા ખુલ્લી ટેરેસ પર ફ્રેમ કઢાઇ છે. સરળ લાગતું આ મકાન યોગ્ય પ્રમાણમાં રસ જાગ્રત કરવામાં સફળ નીવડ્યું છે. અહીં રમત પણ ગંભીરતાવાળી છે. 

આ સ્થપતિની સમજ પ્રમાણે સ્થાપત્ય એ સંસ્કૃતિ, સમાજ તથા આર્થિક પરિસ્થિતિને અપાયેલો હકારાત્મક અભિગમ છે. મૂર્તિમય તથા આંતરિક ઊર્જાથી ભરેલું હોય તેમ લાગતું આ આવાસ નવી જ અનુભૂતિ કરાવવા સક્ષમ છે. આ આવાસનો પ્રવેશ સરોવરના પાછળના રસ્તા પર બનાવાયેલ ગેરેજમાંથી થાય છે, જે આગળ જતાં એક કોરિડોર મારફતે લિફ્ટ સુધી લઇ જાય છે. પછીનો ઉપર નીચેનો પ્રવાસ લિફ્ટ દ્વારા કરાય છે, જે જે તે માળ પર અટકતાં જ વ્યક્તિને કુદરત તરફ નજર કરવા પ્રેરે છે. એક રીતે જોતાં અહીંના કોંક્રીટના બોક્સ નાની ટનલના ભાગ જેવાં લાગે જેની બન્ને તરફ તે ટનલનું દ્વાર હોઇ પ્રકાશ-મુક્તતા તથા દૃશ્યની ખાતરી આપે!

આમ ન્યૂનતમવાદી કહી શકાય તેવી આ રચના મન પર સારી એવી અસર છોડી જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment