Thursday, 3 November 2016

[amdavadis4ever] સૉરી સર...વી આર ઈન્ડિયન્ સ ફર્સ્ટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વી આર ઈન્ડિયન્સ ફર્સ્ટ. ઉરડીમાં પાકિસ્તાનનાં ઊંબાડિયાં બાદ એક ટીવી ચેનલ પર વયોવૃદ્ધ કર્નલ (નિવૃત્ત) વી.એન. થાપર સિંહની જેમ ગર્જના કરતા હતા કે આપણે સૌપ્રથમ ભારતીય છીએ, પછી ફિલ્મ કલાકાર કે બીજું કંઈ. સલમાન ખાન, ઓમપુરી, કરણ જોહર, અનુરાગ કશ્યપ ઍન્ડ કંપનીના પાકિસ્તાની અભિનેતાઓની તરફેણ કરવાની ચેષ્ટા સામે આવા અણીશુદ્ધ ભારતીયે દલીલ કરવાની ન હોય, છતાં આપણો સમાજ એકદમ વિચિત્ર છે. ફાલતુ વન-ડેની છેલ્લી નિર્ણાયક ઓવરમાં છ ચોગ્ગા કે છ છગ્ગા મારનારા ક્રિકેટર દેવની જેમ પુજાય અને સરહદે છાતી પર છ-છ ગોળી ઝીલનારની કોઈ દરકાર કે પરવા નહીં. 

આ ટીવી ચર્ચામાં ભાગ લેનાર કર્નલ થાપરના અવાજમાં, આંખમાં અને સમગ્ર વ્યક્તિત્વમાં માત્ર જુસ્સો નહીં, ગુસ્સો હતો. તેઓ પરંપરાગતપણે લશ્કરી પરિવારના પ્રતિનિધિ છે. કારગિલ યુદ્ધ સાથે તેમને ગાઢ સંબંધ છે. ક્યારેય ન ભુલાય એવો તેમણે પોતાનો જુવાનજોધ દીકરો કેપ્ટન વિજયંત થાપરને ગુમાવ્યો છે. કારગિલ યુદ્ધમાં શહાદત વખતે વિજયંત થાપરની ઉંમર હતી માત્ર રર વર્ષ. વિજયંત જાણતા હતા કે પોતે મિશનમાંથી જીવતા પાછા નહીં ફરે છતાં મિશન પૂરું કર્યું, જીવ ગુમાવીને પણ આવા ગૌરવશાળી પિતા કર્નલ વી.એન. થાપરની હાજરીમાં ઓમપુરી જાણે કોઈ તીર મારી આવ્યા હોય એમ બૂમાબૂમ કરતા હતા. 'આઈ એમ ગિલ્ટી. આઈ એમ અશેમ્ડ. આ ડૉન્ટ વૉન્ટ ટુ ડિફેન્ડ માયસેલ્ફ. આઈ વૉન્ટ ટુ બી પનિશ્ડ બાય આર્મી હેંગ મી...'

ઓમપુરી દેખાડો એવો કરતા હતા કે જાણે તેઓ એકદમ નિર્દોષ હોય અને પોતાને નાહક-નિરર્થક શૂળીએ ચડાવાતા હોય. ઉમદા અભિનેતા તરીકે ભારતમાં અને સિનેમામાં નામ-દામ રળનારા ઓમપુરીએ તાજેતરમાં પાકિસ્તાનમાં જઈને પણ ઘણો બફાટ કર્યો હતો. 

ઓમપુરીએ 'મને ફાંસીએ લટકાવી દો' નો કકળાટ કરવો પડ્યો એના મૂળમાં આગલા દિવસે તેમણે કરેલા ઉચ્ચારણો હતાં.

ઓમ પુરીએ ટીવી પર ખુલ્લેઆમ સવાલ કર્યો હતો કે શું નીતિનકુમારને અમે ફરજ પાડી હતી લશ્કરમાં જોડાવાની? કાશ્મીરના બારામુલ્લામાં ૪૬મી રાષ્ટ્રીય રાઈફલ્સ આર્મી કેમ્પ પર પાકિસ્તાની સમર્થિત આતંકવાદીઓએ કરેલા હુમલામાં ઈટાવાના નીતિનકુમાર દેશ ખાતર શહીદ થયા હતા. બૉર્ડર સિક્યોરિટી ફોર્સના કોન્સ્ટેબલ નીતિનકુમારની ઉંમર માત્ર ર૪ વર્ષની હતી. આવા શહીદને સલામ કરવા, આભારની લાગણી વ્યક્ત કરવા કે શ્રદ્ધાંજલિના ચાર શબ્દો કહેવાને બદલે કોઈ વાહિયાત બફાટ કરે કે ભાઈ, તને લશ્કરમાં જવાનું અમે કીધું'તું?

ફિલ્મ જગતમાં એક સારા, વિચારવંત અને બૌદ્ધિક કલાકારની ઈમેજ (રીપિટ, ઈમેજ) ધરાવતા અભિનેતા ઓમપુરીએ સવાલ પૂછ્યો કે અમે નીતિનકુમારને બી.એસ.એફ.માં જોડાવાનું કે લડવા જવાનું કહ્યું હતું ખરું?

ઈટાવા પાસેના શહીદના પૈતૃક ગામ નગલાબરીમાં નીતિનકુમારની સંપૂર્ણ રાજકીય માન-સન્માન સાથેની અંતિમક્રિયા વખતે એમના માં-બાપની વેદના અને આક્રંદ જોઈને ઓમપુરી જેવા બૌદ્ધિકો માટેનું માન ઓર ઘટી જાય. 

હકીકતમાં નીતિનકુમારો પોતાની જાત, ઘર, પરિવાર કે ગામ માટે નથી લડતા, તેઓ સલમાન ખાનો, ઓમપુરીઓ, અનુરાગ કશ્યપો અને કરણ જોહરો સહિતના સવા-દોઢ અબજ ભારતીયોની સલામતી માટે લશ્કરમાં જોડાયા છે, લડે છે અને હસતાં હસતાં જીવ આપી દે છે. આવા શહીદો સાથે નફ્ફટાઈ ન જ કરાય. 

આવા યુવાન શહીદ નીતિનકુમાર વિશે ઓમપુરીએ ટીવી પર સરેઆમ ગંધાતી ઊલટી કરી: ઉસે ક્યા મૈંને કહાં થા બૉર્ડર પે જાકે મરને કે લિયે?'

'આક્રોશ' અને 'અર્ધસત્ય' જેવી ફિલ્મોમાં સંવેદનશીલ પાત્રો ભજવનારા ઓમપુરી અને અન્ય ફિલ્મ કલાકારોએ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા યુદ્ધ જેવા સંજોગોમાં અપનાવેલા વલણથી મોટા ભાગના ભારતીયોએ ઊંડો આઘાત અનુભવ્યો છે. 

સોશ્યલ મીડિયા પર ફરતો થયેલો શેફાલી વૈદ્યનો પત્ર ભારતીયોની લાગણી વ્યક્ત કરે છે.

----------------------------

'આદરણીય સાહેબ, 

એક આમ ભારતીય નાગરિક તરીકે આપની માફી માગવા આ પત્ર લખી રહી છું. 

આપ નિવૃત્ત સૈનિક છો. બહારના દુશ્મનોથી રક્ષણ કરવા માટે આપ લશ્કરી ગણવેશ પહેરી ચૂક્યા છો. આપે ૩૭ વર્ષની લાંબી મુદત સુધી દેશની સેવા કરી છે. પુત્ર કેપ્ટન વિજયંત થાપર આપના પગલે ચાલીને લશ્કરમાં જોડાયા હતા. 

આપના પુત્રે કારગિલ યુદ્ધમાં દ્રાસ સેક્ટરમાં ૪૭૦૦ પીક જીતી લીધા બાદ પોતાનો જીવ આપી દીધો હતો. તેઓ માત્ર રર વર્ષના હતા. એ ઉંમરે મોટા ભાગના આમ યુવાનો હજી કઈ કારકિર્દી પસંદ કરવી એનો વિચાર કરતા હોય છે. આવા યુવાનો પોતાની પસંદગીની આરામદાયક કારકિર્દી બનાવી શકે તે માટે આપના પુત્રે શહાદત વહોરી લીધી. સર, આ દેશના આમ દેશપ્રેમી નાગરિકો વતી હું આપની પાસે ક્ષમાની યાચના 

કરું છું...

આ વૉર્મ (ડબ્લ્યુ. ઓ. આર. એમ.-ગંદા કીડા, જંતુ) પુરી ટીવી સ્ટુડિયોમાં દારૂ પીને આવ્યા (હોય એવું લાગતું હતું) અને આપનું એવું અપમાન કર્યું કે એ સાંભળતાય હું ખૂબ શરમ અનુભવું છું. હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે ર૬/૧૧ની એ ગમખ્વાર સાંજે આ પુરી તાજ હોટેલમાં હોવા જોઈતા હતા. 

સર, આ પોદળા ઓમપુરી જેવા માણસોથી હું કેટલી શરમ અનુભવું છું એ કહેવાની શરૂઆત પણ કરી શકતી નથી. ભારતીયો આવા માણસોને 'સ્ટાર' માને એ શરમનાક છે. આવા વર્તન બદલ એનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ. 

સર, ક્યારેક હું વિચારું છું કે આ દેશના લોકો આપના પુત્રને લાયક નથી. મને સમજાતું નથી કે તેઓ (આપના પુત્ર) કઈ માટીના બનેલા હોય છે કે ઓમપુરી જેવા સરેરાશ કલાત્મકતાને જોરે મુંબઈમાં પોતાના ઘરમાં આરામથી રહી શકે એ માટે તેઓ (આપના પુત્ર) પોતાનો જીવ ન્યોછાવર કરી દે છે. 

સર, આ શૉનો વીડિયો, જોઈને હું રડી પડી હતી. વેદનાના આંસુ નહોતાં, કલંક અને રોષનાં અશ્રુ હતાં. રિયલ હીરોને ભૂલવા ઉતાવળા અને બનાવટી હીરોને પૂજવા તલપાપડ એવા આ દેશના અમારા હલકા નાગરિકોને શક્ય હોય તો માફ કરી દેજો, પ્લીઝ.

પોતાના હીરોનું સન્માન ન કરનાર આ દેશ સ્વતંત્ર રહેવાને લાયક નથી.'

--------------------------

આ કપરા સમયમાં આપણે ઘણું શીખવાનું છે. અનેક શહીદોએ વહાવેલા લોહીને પગલે આપણને તક મળી છે એને વેડફી ન નાખીએ. એક નાગરિક અને દેશ તરીકે ઘડાવાનો મોકો રોજેરોજ મળતો નથી. અત્યારે કંઈક શીખવાના બુલંદ ઈરાદા સાથે કર્નલ (નિવૃત્ત) વી.એન. થાપર અને કોન્સ્ટેબલ નીતિનકુમારને સાચા દિલથી માથું નમાવીને, ભીની આંખે કહીએ: સૉરી સર, વી આર વેરી સૉરી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment