Wednesday, 2 November 2016

[amdavadis4ever] ૨૧ વિરુદ્ધ ૧૨ ,૦૦૦...કોઈ પણ કહી દે કે મિ શન ઈમ્પોસિબલ.

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧૨મી સપ્ટેમ્બર, ૧૮૯૭ના રોજ શીખ રેજિમેન્ટના જવાનોએ વિશ્ર્વના સૌથી મહાન અને વિકટ યુદ્ધોમાંનું એક લડીને દુનિયાને અચંબામાં નાખી દીધી હતી 

આવતી કાલે ૧૨ સપ્ટેમ્બર. આ દિવસનું ભારત અને ભારતીયો માટે ઘણું મહત્ત્વ છે. કોઈને યાદ છે કે એવો સવાલ પૂછવાનો અર્થ નથી. એક ઈશારો: સરાગઢી જવા દો. આપણો ઈતિહાસ પ્રેમ શેકેલા પાપડ જેવો છે. 

દુનિયાના પાંચ સૌથી મહત્ત્વપૂર્ણ અને માની ન શકાય એવા યુદ્ધમાં એક નામ એટલે બેટલ ઑફ સરાગઢી. તારીખ ૧૨ સપ્ટેમ્બર, ૧૮૯૭. યસ, પૂરાં ૧૧૯ વર્ષ અગાઉ અસંભવ લાગતી પણ એકદમ સત્ય ઘટનામાં આખી દુનિયાએ ભારતીયોની અતુલ્ય વીરતાને લળીલળીને કુર્નિશ બજાવી હતી. કપોળ કલ્પિત પરાક્રમ કથાને શરમાવે એવી ગાથા થકી દુનિયાના લશ્કરી ઈતિહાસમાં એ દિવસ કાયમ માટે સોનેરી અક્ષરે અંકિત થઈ ગયો છે. યુરોપના દેશોની સ્કૂલમાં બેટલ ઑફ સરાગઢી પરના પાઠ ભાણાવાયા છે, પણ આપણને પોતાના વડવા કે વારસાની નથી જાણકારી કે નથી પરવા.

મૂળ વાત પર આવીએ. હિંદુકુશ પર્વતમાળા કહો કે નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (હાલ પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા)માં સમાના રેન્જ પર આવેલું એક નાનકડું ગામ એટલે સરાગઢી. આ વિસ્તાર પ્રમાણમાં ઘણો તોફાની. બ્રિટિશરોએ અંકુશ તો મળવી લીધો, પણ સ્થાનિકો જંપીને જીવવા ન દે. પસ્તુનો ગમે ત્યારે હુમલો કરવા આવી પહોંચે એટલે ૧૮૯૪ની ર૦મી એપ્રિલે કર્નલ જે. કુકની નિગેહબાની હેઠળ બ્રિટિશ લશ્કરમાં ૩૬મી શીખ રેજિમેન્ટની રચના થઈ. આ રેજિમેન્ટની પાંચ ટુકડીને એ વિસ્તારના સરાગઢી, સમાના હિલ્સ, કુરાગ, સાંગર અને સહતોપ ધાર ખાતે રવાના કરી દેવાઈ હતી. 

આની પાછળનો મુખ્ય ઉદ્દેશ શીખ સામ્રાજ્યના શિરોમણી મહારાજા રંજિતસિંહે બાંધેલા કિલ્લાઓના રક્ષણનો. આમાંના બે કિલ્લા યુદ્ધ અને લશ્કરી વ્યૂહને દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના: લોકહાર્ટ અને ગુલિસ્તાન. આ બંને વચ્ચે માઈલોનું અંતર એટલે એક કિલ્લા પરથી બીજો કિલ્લો ન દેખાય. આ બંનેને જોડતી એક કડી તરીકે સરાગઢીમાં એક લશ્કરી ચોકી ઊભી કરાઈ હતી. એ પણ સંદેશવ્યવહારની આપ-લે કરવા. 

ગિરિમાળા પર ઇંટ-પથ્થરની કોટડી: એના રક્ષણ માટે માટીની કાચી દીવાલ જેમાં દૂર નજર નાખી શકાય એ માટે કેટલાંક કાણાં. સાથે હેલિયોગ્રાફિક સિગ્નલ ટાવર: સૂર્યના કિરણને અરીસા પર ઝીલીને દૂર સિગ્નલ મોકલવાની વ્યવસ્થા. અહીં હવાલદાર ઈશરસિંહની આગેવાનીમાં કુલ ૨૧ સૈનિકો તૈનાત. ૩૬મી શીખ રેજિમેન્ટની આ ટુકડીના જવાનો માઝા ક્ષેત્રના રહેવાસી અને બધે બધા 'સાબત સુરત' એટલે કેશધારી શીખ.

અંગ્રેજોની સમજ, જાણ અને નજર બહાર સ્થાનિક પસ્તુન આદિવાસીઓ છાશવારે બળવાનો બુંગિયો ફૂંકતાં હતા. ૧૮૯૭માં અસંતોષ વધુ ઉગ્ર અને હિંસક બન્યો હતો. એમાંય ર૭ ઑગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર વચ્ચે તો કિલ્લાઓ પર કબજો જમાવવાના પસ્તુનોના જોરદાર પ્રયાસોને શીખ રેજિમેન્ટે મારી હટાવ્યા હતા. વિપ્લવવાદી અને દ્વેષયુક્ત પ્રવૃત્તિમાં ભારોભાર વધારો થઈ રહ્યો હતો. એમાંય ત્રીજી અને નવમી સપ્ટેમ્બરે તો અફઘાનિસ્તાનીઓ અને આફ્રિદી આદિજાતિએ સંપીને ફોર્ટ ગુલિસ્તાન પર હુમલો કરી દીધો હતો. આ આક્રમણને પણ મારી હટાવાયું હતું. એ સમયે લોકહાર્ટ કિલ્લાથી આવેલી કુમકની મદદથી ગુલિસ્તાનને બચાવી શકાયો હતો. આ મદદ માટેનો સંદેશો મોકલાયો હતો સરાગઢી ચોકીથી.

આથી અફઘાનિસ્તાની પસ્તુનો અને પઠાણોએ જે નક્કી કર્યું કે પહેલા સારાગઢી ચોકીનો ખાત્મો બોલાવી દઈએ કે જેથી બંને કિલ્લાને એકમેકની મદદ મળી જ ન શકે. 

આથી હજારો પઠાણોના ટોળા સરાગઢી તરફ ધસી ગયા. અલગ-અલગ દસ્તાવેજોમાં આ આક્રમણખોરોનો આંક ૧૨ હજારથી ૧૫ હજાર ગણાવાય છે. ૧૨મી સપ્ટેમ્બરે હેલિયોગ્રાફ થકી ગુરમુખસિંહે મોકલાવેલો સંદેશો આ હુમલા અને આક્રમણખોરોની સંખ્યાનો મહત્ત્વનો પુરાવો અને દસ્તાવેજ છે. ગુરમુખસિંહનો મેસેજ તો લોકહાર્ટ કિલ્લામાં તૈનાત કર્નલ હ્યુટન સુધી પહોંચ્યો. વળતો જવાબ આવ્યો કે તાત્કાલિક મદદ મોકલી શકાય એમ નથી. 

વ્યૂહ, સમજદારી કે સલામતી એમાં હતી કે હજારોના ટોળા સામે ૨૧ સૈનિકો કરી શું શકે? મોટાભાગનાનો નિર્ણય પીછેહટ કે સમર્પણ હોય, પરંતુ આ સાચા રાષ્ટ્ર-રક્ષક હતા. લુણ ખાધું હોય એની વફાદારી નસેનસમાં વહેતી હતી. હવાલદાર ઈશરસિંહની નેતાગીરીમાં એકવીસે એકવીસ નરબંકાએ માની ન શકાય એવો નિર્ણય લીધો કે મરેંગે યા મારેંગે મગર લડેંગે જરૂર.

ગમે તે ભોગે અફઘાનોને કિલ્લા સુધી પહોંચતા રોકીશું. લોહી વહાવીશું, જીવ આપી દઈશું, પણ વતનને છેહ નહીં આપીએ. વર્ણન કરવા માટે શબ્દો અને પાના ખૂટી પડે એવો જીવ સટોસટનો જંગ જામ્યો. આ એકતરફી લાગતો જંગ જરાય આસાન નહોતો. કોઈ પણ કહી દે કે મિશન ઈમ્પોસિબલ.

૩૬મી શીખ રેજિમેન્ટના હવાલદાર ઈશરસિંહ ઍન્ડ કંપની જરાય નમવા કે તસુભાર હટવાને બદલે યાહોમ કરીને કૂદી પડી. એકદમ શાંત દિમાગ અને ઠંડે કલેજે વ્યૂહ વિચારીને સૌથી પહેલાં ભગવાનસિંહ અને લાલસિંહ રિવૉલ્વર લઈને ખુલ્લામાં ધસી ગયા. બંને ગોળીબાર કરીને દુશ્મનોને વીંધતા વીંધતા આગળ વધતા ગયા. આ બંનેને બેફામપણે ગોળીબાર કરતા સામેથી દોડી આવતા જોઈને અફઘાન પઠાણોના હાંજા જ ગગડી ગયા. સૌથી પહેલાં શહિદ થયા ભગવાન સિંહ. લાલસિંહ ગંભીરપણે ઘવાયા. અન્ય એક શીખ જવાન હિંમતપૂર્વક બહાર જઈને ભગવાનસિંહનું શબ અંદર લઈ આવ્યા. અફઘાની પઠાણો મોઢું વકાસીને આ જોઈ રહ્યાં હતાં. એમને ખાતરી થઈ કે અંદર મોટી સંખ્યામાં સૈનિકો હાજર હશે, પરંતુ પોતાની સંખ્યા પર મુશ્તાક અફઘાનીઓને આ લડાઈ જીતવાનું મુશ્કેલ લાગતું નહોતું. 

ચોકીની એક દીવાલ તોડી નાખીને અફઘાન આગેવાનો દુશ્મનોને હથિયારો મૂકીને શરણે થવા જવા માટે જાતભાતની લાલચ આપતા હતા, આનો પ્રતિસાદ સામેથી સનનન કરતી ગોળીના રૂપમાં મળતો હતો. અફઘાનોએ ભયંકર બળનો ઉપયોગ કરીને દરવાજો ખોલાવવા મંડી પડ્યા, પણ અંદરથી ઉગ્ર પ્રતિભાવને કારણે કોઈ કારી ન ફાવી, પરંતુ સંખ્યાને જોરે અફઘાનીઓ મથામણ કરતા રહ્યા અને અંતે દીવાલ તૂટી પડી. આ સાથે જ હાથોહાથની ઉગ્ર લડાઈ ચાલતી રહી. 

આ સમયે એક ઉમદા વ્યૂહ અપનાવીને ઈશરસિંહે પોતાના સાથીઓને અંદરની હરોળમાં બોલાવી લીધા અને પોતે એકલે પંડે ઝઝૂમતા રહ્યાં. હવે અફઘાનીઓના ધાડા ઘોડાપૂરની જેમ અંદર ધસી આવ્યા હતા. એક પછી એક શીખ શૂરવીર મારી મારીને શહીદ થઈ રહ્યાં હતાં. હવે એક જ શીખ જવાન બચ્યો હતો. આ યુદ્ધનો અહેવાલ કર્નલ હ્યુટનને આપતા ગુરમુખસિંહ આ મર્દ વીસેક અફઘાનિના ઢીમ ઢાળી ચૂક્યો હતો. એનો ખાત્મો કઈ રીતે બોલાવવો એ કોઈને સૂઝતું જ નહોતું. અંતે ગુરમુખસિંહને શાંત પાડવા માટે ચોકીને આગ ચાંપવામાં આવી. દુશ્મનોના ટોળા, છોડ છૂટતી સંખ્યાબંધ ગોળીઓ અને ચોમેર વધતી આગ છતાં જીવ બચાવવાનો વિચાર સુધ્ધાં કર્યા વગર ગુરમુખસિંહના મોઢામાંથી તો શીખોની યુદ્ધની લાગણી જ શબ્દદેહે બહાર આવવાની હતી. બોલે સો નિહાલ સત શ્રી અકાલ.

સરાગઢી પર ફતેહ મેળવી લીધા બાદ અફઘાનીઓએ ફોર્ટ ગુલિસ્તાન ભણી નજર દોડાવી પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઈશરસિંહની ટીમે તેમને ખૂબ રોકી રાખ્યા અને ભારે ખુવારી કરી હતી. અફઘાનીઓના ઈરાદા બર આવે એ પહેલાં ૧૩મીની મોડી રાત્રે બ્રિટિશ કુમક મદદે આવી. નવી કુમકે દારૂગોળાના ઉપયોગથી અફઘાનોને તગેડી મૂક્યા કે ખત્મ કરી નાખ્યા. 

આ યુદ્ધ પતી ગયા પછી અફઘાનીઓએ કબૂલ કર્યું હતું કે સરાગઢીના જંગમાં અમે ૧૮૦ માણસો ગુમાવ્યા હતા. જોકે, સરાગઢીની આસપાસથી ૬૦૦ જેટલી લાશ મળી આવી હતી. સરાગઢીના જંગ સહિત આ યુદ્ધમાં કુલ ખુવારી ૪૮૦૦ માણસોની થઈ હતી, ૨૧ શીખ ઉપરાંત બાકીના શીખોની બધે બધા અફઘાની પઠાણો. શીખોની વીરતા, વતન-પરસ્ત અને નમક-પરસ્તી બેનમુન હોવાનો વધુ એક અનન્ય પુરાવો છે સરાગઢીની ઘટના. સરાગઢીના વીરોની પરાક્રમ ગાથા ખૂબ ગાજી અને ચર્ચાઈ, બ્રિટિશ સંસદમાં આ વીરોની ભારોભાર પ્રશંસા થઈ. આજેય બ્રિટનમાં દર ૧૨મી સપ્ટેમ્બરે આ શહીદોને યાદ કરાય છે. ભારત-બ્રિટિશ લશ્કર બે વર્ષ સુધી સરાગઢી કપ પેલે સ્પર્ધા રમ્યું હતું. 

સરાગઢીના શહીદોની સ્મૃતિમાં પંજાબમાં બે સ્મારક બનાવાયા છે, જ્યાં દર વર્ષે ૧૨મી સપ્ટેમ્બરે મેળા યોજાય છે. 

હવે સરાગઢીની લડાઈની ચર્ચા થશે. એક અલગ ક્ષેત્રમાં એના માટે નવેસરથી જંગ શરૂ થઈ ગયો છે. આ વિષય પરથી અજય દેવગણને 'સન્સ ઑફ સરદાર: વૉર ઑફ સરાગઢી નામની ખર્ચાળ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે, તો એનાથી આગળ નીકળી જવા માટે દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ રણદીપ હુડાને લઈને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. 

ફિલ્મના નાયકનું જે પરિણામ આવે એ સરાગઢીના શહીદો વિશે વિચારીએ તો એક જ સવાલ વારંવાર મનમાં આવે છે કે આટલી વિશાળ ફોજ સામે લડવાનો નિર્ણય કેવી રીતે લીધો હશે? અને કેટલી વીરતાથી ઝઝૂમ્યા હશે! નતમસ્તકે વંદન.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment