Wednesday, 19 October 2016

[amdavadis4ever] ફૈંસલા ના લેના ભી ફૈંસલા હૈ, ફૈંસલે સે ફાંસલ ા ભી ફૈંસલા હૈ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: આજે સવારે મને એક કમાલનો વિચાર આવ્યો પણ બહુ ગમ્યો નહીં!

આ દેશમાં જલદી નિર્ણય ના લેવાનો ગુણ કહેવાય છે. ધીરજ આપણે ત્યાં મોટો ગુણ છે. આપણે સમય મર્યાદા કે ટાઇમ લિમિટમાં માનતા જ નથી, આજે કાલે કે પરમ દિવસે કે આવતા વરસે કે પછીના વરસે કામ થાય કે ના થાય તો પણ આપણું લોહી જરાયે ઊકળતું નથી. એનું મુખ્ય કારણ છે કે આપણા હિંદુ ધર્મમાં- સોરી, ભારતીય સંસ્કૃતિમાં- આપણે પુનર્જન્મમાં માનીએ છીએ. જે કામ આ જન્મે ના થયું, તે હવે આવતા જન્મે થશે, એમાં શું?-એવી નમણી નિરાંત આપણી પાસે અવેલેબલ છે. ફટાફટ ફેંસલા ના લેવાની ફેસિલિટી આપણને વિરાસતમાં મળી છે.

શિક્ષકો એક જ પાઠને આખું અઠવાડિયું નિરાંતે ભણાવી શકે છે. ડોકટરો, ટેસ્ટ પર ટેસ્ટ કરાવીને પેશન્ટને જીવતાંજીવત મારી શકે છે. એન્જિનિયરો ખાડાવાળાં રસ્તા બનાવીને ખાડા પૂરવામાં આળસ કરે છે. બેંકવાળાઓ લાંબી લાઇનો વચ્ચે પણ પત્ની સાથે 'કઢી સાથે મિષ્ટાન રાખવું કે નહીં?'-એવી ગંભીર બાબત પર રોમેન્ટિકલી ચર્ચાઓ કરી શકે છે. સૌને નિરાંત છે. કોલમીસ્ટો એટલા લાંબા લેખ લખે છે કે અડધો દિવસ વાંચવામાં લોકો નિરાંતે ગાળી શકે છે. અમુક કોલમવાળા તો એક જ લેખ કે વિષયને અઠવાડિયા સુધી ચ્યુંઇગમની જેમ ખેંચે છે અને એ પછી પણ ચ્યુંઇગમની જેમ કલમ પર ચોંટેલો લેખનો વિષય, અઠવાડિયાઓ સુધી છૂટતો જ નથી! સરકારી ઓફિસરો એક ટેબલથી બીજા ટેબલ પર ફાઇલ લેવામાં એટલી વાર લગાડે છે જેટલી વાંદરામાંથી માણસ બનવામાં આપણને લાગેલી. નેતાઓ પોલિટિશિયનો મોટા મોટા નિર્ણયો લેતા જ નથી અને પાંચ વરસ ભાષણો આપીને કાઢી નાખે છે. આ દેશમાં વરસોથી કાશ્મીરની, આસામની, તમિલ ટાઇગરની સમસ્યાઓ લંબાયા જ કરે છે. સરકાર આવે છે ને જાય છે પણ આપણી નિરાંત નથી જતી. એક જમાનામાં ત્યારના વડા પ્રધાન પી. વી. નરસિંહારાવ કહેતા કે ફૈંસલા ના લેના ભી ફૈંસલા હૈ! નિર્ણય લેવા જ શું કામ? નિર્ણય ના લેવાના નિર્ણયમાં મોટો નિર્ણય છૂપાયેલો છે. એમાં કોઈ જ નિર્ણય ન લઇને ખોટા ના પડવાની નિરાંત છે. છેક ૧૯૬૫માં નેહરૂનાં બહેન વિજયાલક્ષ્મી પંડિતે, લાલ બહાદુર શાસ્ત્રી માટે કહેલું કે એમની સરકાર 'પ્રિઝનર ઓફ ઈન્ડીસીઝન' એટલે કે અર્નિણયની કૈદી છે! મનમોહન સિંઘ સરકાર માટે પણ એવું જ કહેવાતું. અત્યારની સરકાર પણ બહુ અલગ નથી. વાત વાતમાં વેધક વિધાનો આપતા વડા પ્રધાન મેઈન વાત પર ચૂપ રહે છે અને નિરાંતે બોલે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે કારણ કે જે બોલવું છે એ બોલાય એમ નથી અને એના બદલે શું બોલવું એનો નિર્ણય થતો નથી. 

પણ જયારે ચારેબાજુ અનિર્ણયનો માહોલ હોય ત્યારે પ્રજા ઊકળી ઊઠે, આંદોલનો થાય અને ત્યારે સરકારની કસોટી થાય. અને લોકોને દબાવી દેવાથી, ડરાવી દેવાથી જેલમાં પૂરવાથી કે દેશદ્રોહી સાબિત કરવાથી સરકારની કસોટી ખતમ નથી થતી, બલ્કિ ત્યાંથી જ તો શરૂ થાય છે! સરહદ પરની અશાંતિ કરતાં દેશની અંદરની અશાંતિ સામે લડવામાં સરકારના નિર્ણયોની પરીક્ષા થાય છે. આજે ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલે છે, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન, ચારેબાજુ દલિતોનાં ટોળાં વિરોધ કરે છે કાશ્મીરમાં નાગરિકો પથ્થરો ફેંકે છે, કોઈક કયાંક કોઈને ગાયના માંસ માટે મારી રહ્યું છે તો કયાંક વિદ્રોહી વિદ્યાર્થીઓના મોરચાઓ નીકળી રહ્યાં છે. ચેનલો, અખબારો સંભાળી સંભાળીને ભાગ્યે જ એ વીશે બોલે છે પણ ટોળાઓનો સામનો કરવામાં સરકારનાં ફૈંસલાઓની પરીક્ષા થતી હોય છે. પણ ટોળાઓની પાગલ પબ્લિક પર પક્કડ ધરવતા પ્રજાપુરૂષો પાસ થઇ જતાં હોય છે! 

ચાલો દાખલા સાથે વાત કરીએ-૧૯૪૮માં અકાલીઓએ 'શીખ સૂબા' એટલે કે અલગ શીખ દેશની માંગણી કરવા માટે ત્યારની દિલ્હી સરકાર સામે મોરચો માંડલો. (આજની રાષ્ટ્રપ્રેમી બીજેપી સરકારના પાર્ટનર એવાં અકાલીઓ તો ત્યારે પાકીસ્તાન સાથે ભળી જવા તૈયાર થઈ ગયેલાં! પણ અમુક છમાંથી એક શરતમાં જામ્યું નહીં) તો એ અકાલી મોરચાનાં આગેવાન માસ્તર તારાસિંઘે, પુરાની દિલ્હી સ્ટેશને દોઢ બે લાખ શીખોને બોલાવી લીધેલા. સરદાર પટેલ એમની આ ચાલ નાકામ કરવા માગતા હતા કારણકે દેશમાંથી હિંદુ-મુસ્લિમ કૌમી દંગાઓની આગ હજુ બુઝાઈ નહોતી ત્યાં વળી આ શીખોનો મામલો ક્યાંથી પોસાય? સરદાર પટેલે આખું શીખ આંદોલન ઠંડુ પાડવા માટે એક જબરદાસ્ત માસ્ટર-પ્લાન રચ્યો

ઇન્ટરવલ:

જી હમેં મંઝૂર હૈ, આપકા યે ફૈંસલા

કહ રહી હૈ હરનઝર, બંદા પરવર શુક્રિયા! -(રાજા મહેંદીઅલી ખાં) 

તારાસિંઘને લઇને પંજાબથી નીકળેલી ટ્રેન દિલ્હી પહોંચતા પહેલા બાદલી સ્ટેશને રોકાણી. ત્યારે ત્યાં આખા પ્લેટફોર્મ પર બધે પોલિસો જ પોલિસો ફેલાયેલાં હતાં. શીખ નેતા તારાસિંઘ એમના સેક્રટેરી સાથે સેકંડ ક્લાસનાં ડબ્બામાં આરામથી સૂતા હતાં પણ એમને ખબર નહોતી કે એ જ સમયે છેક પ્લેટફોર્મની ઉપર સડસડાટ કરતી એક કાળી મોટરકાર દોડી રહી છે, લોકો આ જોઇને ચોંકી ગયાં અને કાર તારાસિંઘના ડબ્બાનાં દરવાજા સામે લગોલગ જઇને ઊભી રહી. એમાંથી બે શીખ પોલીસ ઓફિસરો નીકળ્યાં જેમની પાસે તારાસિંઘની ધરપકડનું વોરંટ હતું. જોકે તારાસિંઘ પાસે ટિકિટ તો હતી એટલે એમની અકારણ ધરપકડ કરવી ગેરકાનૂની ગણાય પણ ખાસ પરિસ્થિતિમાં કોઇની ધરપકડ કરવા માટે રેલ્વે ગાર્ડની અનુમતિ લઇ શકાય.- અને એ રીતે માસ્તર તારાસિંઘને ટ્રેનની અંદર જ અચાનક એરેસ્ટ કરવામાં આવ્યા અને તરત જ પેલી કાળી મોટરકારમાં બેસાડીને પોલીસ ઓફિસરો કોઇક અજ્ઞાત સ્થળે ઉપાડી ગયાં. 

ત્યારે સાંજે ૪ વાગેલા અને આ બધામાં ગાડી લેઇટ થઇ ગઇ. હવે પ્રોબ્લેમ એ હતો કે જો ત્યાં પુરાની દિલ્હી સ્ટેશને આ ધરપકડની વાત પહોંચી જાય તો શીખોનો બળવો થઇ જાય અને વાત મારકાટ પર પહોંચે. સરદાર પટેલને આ વાતની બરોબર જાણ હતી. સરદાર, ભીડ કે ટોળાની માનસિકતાને બહુ સારી રીતે સમજતા હતા. "હે હે હે... અમે શું કરીએ? એ તો જનતાનો આક્રોશ હતો... ભીડનો ગુસ્સો હતો!- એવી નફ્ફટાઇ કરીને સમાજમાં દંગા ફેલાવવામાં સરદાર નહોતા માનતાં. તો એમણે દિલ્હી જંકશન પર વાત ફેલાવી કે ટ્રેન લેઇટ છે ગમે ત્યારે આવી પહોંચશે. શીખ આંદોલનકારીઓનાં ટોળાં ત્યાં ટ્રેનની રાહ જોતાં રહ્યાં પણ ત્યાં ટ્રેન ક્યારેય પહોંચી જ નહીં! એ ટ્રેનને સીધી નવી દિલ્હી તરફ વાળી દેવામાં આવી. આ બધામાં બીજા બે-ત્રણ કલાક વીતી ગયાં. શીખોની ભીડને માસ્તર તારાસિંઘની ગિરફ્તારીના સમાચાર મળે એ પહેલાં સૌ વિખરાઇ ગયા અને સરકાર વિરોધી મોરચો ફુસ્સ થઇ ગયો! 

પણ આ રીતે- જ્યાં મોરચો મંડાય ત્યાં ને ત્યાં, ત્યારે ને ત્યારે સરકાર વિરોધી ચળવળને ફુસ્સ કરવા માટે ફોર્સ જોઇએ. ફેંસલાનો ફોર્સ, નૈતિકતાનું નિર્ણયાત્મક બળ, પ્રજાને ચૂપ કરવાનો પાવર-સરદાર આવું કરી શકતાં કારણ કે તેઓ જુમલાનાં નહી હુમલાના માણસ હતા. ભાષણનાં નહીં અનુશાસનના નેતા હતા. -કારણ કે ફૈંસલા લેવામાં અને ફાંકડું બોલવામાં મોટો બહુ ફાંસલો છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment