Thursday, 13 October 2016

[amdavadis4ever] ન્યાય ન મળે એય અન્યાય જ કહેવાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમારી એક મિત્ર છોકરીઓનું મોં ખોલાવવા એમની જોડે સેક્સવાળાં અડપલાંની ચર્ચા કરતી અને નાની નાટિકા કરાવતી. એ કહેતી કે તમે લોકો મને એક વાર્તા કહો નહીં તો નાટકની જેમ ભજવીને કહો. શરૂઆત એવી કે આ છોકરીઓ દસથી પંદર વર્ષની છે અને એક બગીચામાં રમી રહી છે. પાસેની એક બેંચ પર એક મોટા કાકાની વયના એક ભાઈ બેઠા છે. હવે શરૂ કરો. આ અમારી બહેન તો તાજુબ થઈ જાય એવી વાતો નીકળેલી. કોઈએ કહ્યું કે એ અમારા શિક્ષક છે અને પછીનું દૃશ્ય આવે કે શિક્ષક છોકરીને પાસે બોલાવી આ ફાઈલ લઈ ઑફિસમાં આપી આવ કહી ફાઈલ આપતી વખતે એનાં હજી તો વિકાસ પામતા સ્તનભાગને અડી લે, બીજી એક છોકરીએ બેત્રણ સંવાદ લખ્યાં જેમાં પેલો માણસ ચોકલેટ ઑફર કરે છે અથવા કહે છે આવો હું તમને એક નવી રમત શીખવું, પછી જે કાંઈ બને છે એ વાચકની સમજ મુજબ રાખું છું. કિશોરીવયે છોકરીઓ એકાએક વધી જાય અને મન હજી કાંઈક બાળક જેવું હોય ત્યારે તો આવાં અડપલાં વધી જાય છે. ઘરે આવતા મહેમાન કે સગાંમાંનાં પુરુષો હજી લગી સદંતર અવગણના કરતા હોય તે હવે પેલીને બેબી બેબી કરવા માંડે. પેલી ખરેખર બેબી કે બાળકી હતી ત્યારે તો કોઈએ નહોતા રમાડતા. 

આ વાત યાદ આવી કારણ કે ૭૭ વર્ષના માણસને એને ઘરે ટ્યૂશન માટે આવતી ત્રીજા ધોરણની છોકરીની જોડે અડપલું કરવા માટે, આ પ્રકારના આક્રમણ માટે છ માસની કેદ થઈ છે. ૭૭ વર્ષનો માણસ અડપલું કરે તે કાંઈ નવી વાત નથી. સારી વાત એ છે કે છોકરી ગભરાઈ ન ગઈ અને ટ્યૂશનમાં કેમ નથી જવું તે વાત પોતાની માતાને કહી શકી. ઘણું ખરું આવા અડપલાકાર અને બળાત્કારીઓ એવી ધમકી આપે અને છોકરી મૂગી રહે અને એનું શોષણ ચાલુ રહે. 

મોટામાં મોટી એ વાતની નોંધ લેવાની કે આ ઘટના દસ વર્ષ અગાઉ બનેલી. જસ્ટિસ ડિલેઈડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ. ઈન્સાફ મળવામાં ઠાગાઠૌંયા થાય અને વર્ષો વીતી જાય તો એ તો ગેરઈન્સાફી થાય, ઈન્સાફ ન મળ્યો એમ કહેવાય. છોકરી આઠમાંથી અઢાર વર્ષની થઈ ગઈ હશે. હવે સમજતી હશે કે પેલો શા માટે આવું કરતો હતો. બીજી વાત સાંભળી કે ઉ.પ્ર. કે પંજાબના એક શહેરમાં વીસેક વર્ષ અગાઉ ચાર ખીસાકાતરું બાઈઓ પકડાયેલી. તેમને કપાળે પોલીસોએ છૂંદણાં ટંકાવેલા જેમાં લખેલું 'જેબકાતર' એટલે કે ખીસાકાતરું. પોલીસને કોણે કાજી બનાવ્યા છે કે એણે પેલી અવારનવાર આવા ગુનાઓમાં પકડાયેલી સ્ત્રીઓના કપાળે આવું કાયમી લાંછન કોતરાવી શકે? ઈન્સાફની પ્રક્રિયામાં પોલીસ તો હજી પહેલું કદમ છે, પછી મેજિસ્ટ્રેટ આવે ને પછી એમની ઉપરના ન્યાયાધીશો આવું કરવાથી શું ખીસાં કપાતાં બંધ થઈ ગયા? બધાં ખીસાકાતરુઓ આના પરથી ઘડો લઈને ધંધો બંધ કરી દીધો. આ બનાવ માત્ર સ્ત્રીઓને લગતો નથી. પોલીસરાજ કે લશ્કરરાજ એક વાર ઘર જોઈ જાય તો પછી લોકશાહીને રામરામ કરી દેવાના. પાકિસ્તાનમાં હજી લોકશાહી પાછી ફરી નથી. ગુસ્સો ચોક્કસ આવે અને આક્રોશમાં કદાચ બોલાઈ પણ જાય કે આને તો માથું મૂંડી, ચૂનો ચોપડી અવળે ગધેડે ગામમાં ફેરવવા જોઈએ, પણ એ લોકો બળાત્કારી હોય, ચોર કે ખૂની પણ પોલીસ સહિત કોઈથી આવું કરાય નહીં. મુંબઈમાં ટ્રેઈન કે બસમાં રોજ રોજ પૈસા અને વસ્તુઓ ઉડાવાય છે તો શું આપણે કોઈને માથે આવું કોતરાવાય? એથી જ યાદ રાખવાનું કે સ્ત્રીમુક્તિવાદીઓ ક્યારે પણ કહેતા નથી કે બળાત્કારીને ક જગ્યાએથી કપાવી કાઢવું જોઈએ. એની ખસી કરીને એને આખલામાંથી બળદ બનાવી દેવો જોઈએ. વાત માત્ર એટલી જ છે કે ન્યાયની પ્રક્રિયામાં વેગ આવવો જ જોઈએ. જાણીએ છીએ કે માનવઅધિકારની વાત કરનારા ઉપર પસ્તાળ પાડવા હવે પડા પડી થતી જોવા મળે છે. પણ પાકિસ્તાની આતંકવાદી કસાબને ભારતસરકારે ભલે મફતમાં રોટલા ખવડાવ્યા પણ કાનૂની પ્રક્રિયા મુજબ એનો અપરાધ સાબિત થયો પછી જ એને ફાંસી આપી આપણા દેશ માટે ગર્વની વાત છે. પાકિસ્તાન કે સઉદી અરેબિયામાં માનવઅધિકાર નથી જળવાતો અને ભારતીયોને અન્યાય થાય છે એ વાત સાચી પણ આપણે શું એ દેશો તરફ મીટ માંડવી છે કે માર્ગદર્શન 

લેવું છે, જેથી આપણે એમના જેવા બનીએ? શું આક્રમકતામાં જ 

શૂરવીરતા છે?

પોલીસની દમનખોરી અને રિશ્વતખોરીથી હવે કેટલાક અજાણ છે? તમારે પાસપોર્ટ માટે ક્લિયરન્સ લેવાનું હોય તો પણ તમને ચકરડીએ ચડાવે. જેમને ઉતાવળ હોય તેમની પાસેથી પૈસા પણ કઢાવી શકે, તુમાખી સહન કરવી પડે તે જુદું. આવી તુમાખીનો શિકાર બનવાનું મારે એક વાર બનેલું. પેલો મારો બેટો પોલીસ ક્લિયરન્સ આપે જ નહીં ને ધક્કા ખવડાવે, હવે પાસપોર્ટ વિભાગે કામની ઝડપ વધારવામાં મને સીધો જ ટપાલમાં પાસપોર્ટ મોકલી આપ્યો. વય વધારે હોય અને વધારે વર્ષોથી પ્રવાસ કર્યા હોય તેમને એમનેમ આપી દેતા હશે. પેલો લોહી પીતો'તો એને કહેવા ગઈ કે ભાઈ પાસપોર્ટ તો રિન્યુ થઈને આવી ગયો. પેલો સિનિયર કોન્સ્ટેબલ કે જુનિયર ઈન્સ્પેક્ટર હતો તે હવે તતપપ કરવા લાગ્યો. પૂછે કે બહેન તમારી કાંઈ હોમ મિનિસ્ટ્રિમાં ઓળખાણ છે? તમે પોલીસ કમિશનરને જાણો છો? એને ડર લાગ્યો હશે કે ફરિયાદ થશે તો પોતાની પૂછપરછ થશે. મને તો કોઈ ભોજિયાભાઈ પણ ઓળખતો નહોતો પણ પેલાની અશાંતિ જોઈને મજા પડી ગઈ.

પેલા છૂંદણા કરાવનાર પોલીસો હવે કદાચ નિવૃત્ત થઈ ગયા હશે, કદાચ મરી ગયા હશે પણ મરતાં સુધી એમને માથે બદનામી કોરેલી રહી હશે, બીજા કેટલાક ગુનેગારો હજી તો ધરપકડ થાય ત્યાં આવાં આતંક ભોગવે છે? ચુસ્ત મુસ્લિમ દેશોમાં ક્યાંક ક્યાંક ચોરી કરે તેનો હાથ કપાય અને અદાલતમાં જૂઠું બોલે તેમની જીભ કપાય એવું સાંભળ્યું છે, પણ આપણે કોઈ સ્મગલર, આતંકવાદી, કાળાબજારિયાં, બળાત્કારી કે બીજા નાલાયકોની આવી નામેશી જાણી નથી. ક્રૂરતાના નિતનવા રસ્તા નીકળે છે અને એને નહીં 

ટોકીએ તો આપણા સૌના પગતળે શું માથા સુધી આવવાની જ છે. 

----------------------------

અમિતાભ અને નારીવાદી નારો

કેટલાકને એવું લાગે છે કે 'પિંક' ફિલ્મમાં મહિલાઓ વતી કેસ લડનાર કોઈ મહિલા હોત એ ઠીક હતું, કારણ કે ભારતમાં હવે બહુ મહિલા વકીલનાં મોડેલો છે જે સ્ત્રીહક રક્ષાનુંં કામ કરે છે. વાસ્તવમાં જોઈએ તો બધું સામટું પ્રતીકાત્મક ન બનાવાય. એવી મોટી હજી સ્ત્રી કલાકારો નીકળી નથી જેમણે અમિતાભ બચ્ચન જેવો મોભો હોય, જેમના ડાયલોગ કહેવતોની જેમ લોકજીભે ચડી જતા હોય. 'નો મિન્સ નો'ના એટલે ના એવી પાત્રમાં રહીને એ ગર્જના કરતા હોય તો એના પડઘા દેશભરમાં પડે, 'દામિની' ફિલ્મમાં હતાશ થઈ નિર્વેદમાં સરકી પડેલા વકીલના પાત્રમાં સની દેઉલ એના 'ઢાઈ કિલો કા હાથ'ની વાત કરે છે એ પણ મશહૂર થઈ ગયેલા શબ્દ છે. આ કટારના વાચકો પાસે વર્ષોથી અવારનવાર આ નારો મુકાયો છે કે હાઉએવર બિ ડ્રેસ એન્ડ વેરએવર વી ગો, યેસ મીન્સ યેસ એન્ડ નો મિન્સ નો. જ્યાં પણ જઈએ અને જેવો પણ પોશાક પહેરીએ પણ હા એટલે હા અને ના એટલા ના. આ નારીવાદી નારાએ ફિલ્મની પ્રચંડ સફળતામાં ભાગ પુરાવ્યો છે.

લૉકરરૂમ અને બીજી વાતો

આ લખાય છે ત્યારે અમેરિકન પ્રમુખપદના રિપબ્લિકન પક્ષના ઉમેદવારે કહ્યું છે કે પોતાની દીકરી સહિત સ્ત્રીઓ માટે એ જે કાંઈ ગંદુ ગંદુ બોલ્યા છે અને પોતાના ધન કે પાવર હેઠળની સ્ત્રીઓ જોડે ગંદી ગંદી ચેષ્ટાઓ કર્યાનાં બણગાં ફૂંક્યાં છે એ તો બધી લોકરરૂમની વાતો ગણાય, કાંઈ સાચેસાચ પોતાના આવા મન કે વર્તન છે એમ ન ગણાય. ક્યારેક કોઈક વાચકને અંગ્રેજી વાંચવાનો ઓછો મહાવરો હોય તો ઠીક તો નથી, પણ સમજાવવું જોઈએ કે આ કાંઈ બેંકના લૉકરરૂમની વાત નથી. આપણે ત્યાં માત્ર ધનિકો અને અમેરિકામાં મધ્યમવર્ગ પણ સ્વિમિંગ, ફૂટબૉલ વગેરે રમી રહે પછી પોતાના રમતનાં સાધનો કે કપડાં કે બીજી વસ્તુઓ માટે લૉકર રાખે છે. 

હાઈસ્કૂલોમાં પણ પ્રત્યેક વિદ્યાર્થીને એ મળે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે તે ક્લબના લૉકરરૂમમાં છોકરાઓ ને પુરુષો છૂટથી એલફેલ બોલે તે પ્રકારની એમની સ્ત્રીવિરોધી કમેન્ટોને સમજવી. લૉકરરૂમમાં જે કાંઈ બોલે તે એમના સંસ્કાર દેખાડે છે. ક્યારેક સ્ત્રીઓ પણ એવું બોલતી હશે, પરંતુ જ્યારે તમે એક સૌંદર્યસ્પર્ધાના માલિક હો કે કોઈ ટી.વી. પ્રોગ્રામના સંચાલક હો કે ધનિક હો તો પોતાની સત્તાના ઉપયોગરૂપે સાચે જ અડપલાં કરો એ કાંઈ માત્ર લૉકરરૂમ સુધી સીમિત વાત નથી. રેકોર્ડિગ થતું હોય ત્યાં આવા ઈન્ટરવ્યૂ આપવાને બિનધાસ્ત બહાદુરી સમજતા હો એ શબ્દો લૉકરરૂમની અંગત મિત્રો કે સરખા સંસ્કાર કે અસંસ્કારવાળાને કહો એટલી એ સમાન્ય વાત નથી. કેટલાયે એમના સમર્થકોએ હવે ત્રાસીને ટ્રમ્પને બાયબાય ટાટા કહી દીધું છે. આ સૌ સેનેટરો અને ગવર્નરો મૂલ્યરક્ષા કરવા માગતા હોય એ તો બરાબર પણ જોડે જોડે સૂકા ભેગું લીલું બળી જશે અને પોતે આવા બકવાસિયાની બાજુએ રહેશે તો આવનાર ચૂંટણીઓમાં પોતાને ડૂબવાનો વારો આવશે એ પણ આખરે ટ્રમ્પને છોડવાનું એક કારણ હોય, અત્યંત રૂઢિવાદી બે રિપબ્લિકન મહિલા નેતાઓએ પોતાની જ પાર્ટીના આવા ઉમેદવારને ટેકો આપવાની ચોખ્ખી ના પાડી દીધી. પછી બીજા નેતાઓએ ટ્રમ્પને છોડવાની કતાર લગાવી દીધી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment