Thursday, 13 October 2016

[amdavadis4ever] પેરિસ સમજૂ તી સાથે ભા રત માટે આબ ોહવા સુધરશે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પેરિસ સમજૂતી સાથે ભારત માટે આબોહવા સુધરશે

આજથી સાત દાયકા અગાઉ મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે, પૃથ્વી, જમીન, હવા અને પાણી માણસને તેના પૂર્વજ તરફ્થી વારસામાં મળ્યા નથી, પણ માનવીએ પોતાના સંતાનો પાસેથી ઊછીના મેળવ્યા છે. આથી બાળકોને એ કમ સે કમ એ રીતે પરત સોંપવાના છે જે રીતે એ આપણને સોંપવામાં આવ્યા હતા. ભારતના યુનો ખાતેના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ગયા રવિવારે યુનો ખાતે આ શબ્દોનો પુનરોચ્ચાર કર્યો હતો. બીજી ઓકટોબરે, મહાત્મા ગાંધીના ૧૪૭માં જન્મદિવસના રોજ પર્યાવરણ પરની પેરિસ સમજૂતીને ભારત તરફ્થી માન્ય રાખવામાં આવી તેનો દસ્તાવેજ યુનોને સોંપવામાં આવ્યો ત્યારે એક સમારોહમાં અકબરૂદ્દીન બોલી રહ્યા હતા. એ પ્રસંગે વક્તાઓએ ગાંધીજીની દૂરદ્રષ્ટિ અથવા દૂરંદેશીની સરાહના કરી હતી. દાયકાઓ પછી વિકાસ માટેની ચર્ચાઓમાં પર્યાવરણ મહત્ત્વનો મુદ્દો બનશે તેનો આગોતરો ખ્યાલ મહાત્માને હતો. યુનોની સામાન્ય સભાના પ્રમુખ પિટર થોમસને કહ્યું કે, " આજે ગાંધી હયાત હોત તો વિકાસને ટકાઉ અને સાર્વત્રિક બનાવવાના યુનોના પ્રયત્નોની એમણે કદર કરી હોત." ગાંધીજીના જન્મદિન બીજી ઓકટોબરે યુનોમાં વિશ્વ અહિંસા દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો.
પર્યાવરણ પરની પેરિસ સમજૂતી અથવા એગ્રીમેન્ટને બહાલ રાખવા અને તે માટે સક્રિયતા દર્શાવવા બદલ વિશ્વના મંચ પર ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોંધપાત્ર યશ અપાઇ રહ્યો છે. ગયા ડિસેમ્બરમાં પેરિસમાં સમજૂતી બાબતમાં જટિલતાઓ પેદા થઇ ત્યારે નરેન્દ્ર મોદીએ ખાસ રસ લઇ તેનો ઉકેલ આણ્યો હતો અને હવે એ સમજૂતીને ભારતે બહાલ રાખી છે તેથી દુનિયાના મંચ પર ભારતને એક જવાબદાર રાષ્ટ્ર તરીકે જોવાઇ રહ્યું છે. ભાવિ પેઢીને એક સારું વિશ્વ આપવાની ગાંધીજીની ઇચ્છા પૂર્ણ કરવામાં આ સમજૂતી મહત્ત્વનું કદમ બની રહેશે. અન્યથા માનવીએ પૃથ્વી અને પર્યાવરણની જે હાલત કરી છે તે આજની સ્થિતિમાં બાળકોને સોંપીને ગર્વ લઇ શકાય તેવી સ્થિતિ નથી. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા જીવનમાં મહ્દઅંશે ગાંધીજીના વિચારોને અનુસરે છે. એમણે પણ પર્યાવરણને એમના પ્રમુખપદકાળના મહત્ત્વના વિષય તરીકે અપનાવ્યો છે અને એમની આગેવાનીમાં ઘણી પ્રગતિ થઇ છે.
પેરિસ સમજૂતીને બહાલ રાખનારું ભારત વિશ્વનું ૬૨મું રાષ્ટ્ર બન્યું છે. દુનિયાના દેશો, કે જેમનો દુનિયામાં પ્રદૂષણ ફેલાવવામાં ૫૫ ટકાનો હિસ્સો છે તેઓ આ સમજૂતી પર હસ્તાક્ષર કરશે એ પછી તેનો અમલ શરૂ થશે. ૫૫ દેશોની સહીઓ આવી ગઇ છે, પણ ૫૫ ટકાનો લક્ષ્યાંક હજી પ્રાપ્ત થયો નથી, માત્ર ત્રણ પોઇન્ટ બાકી છે. જે થોડા વખતમાં પૂરો થશે. હાલમાં ૬૨ દેશો મળીને પર્યાવરણ માટે જોખમી એવા ૫૨ ટકા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. આમાંથી દુનિયા સૌથી મોટા બે અર્થતંત્રો અમેરિકા અને ચીન મળીને ૪૦ ટકા ગ્રીનહાઉસ ગેસ હવામાં ફેંકે છે. ૫૫ ટકાનો આંક પૂરો થાય એટલા દેશોની સહીઓ મળશે તે પછીના એક મહિના બાદ સમજૂતીનો અમલ શરૂ થશે.
પર્યાવરણની સુરક્ષા માટે લડવાનું સરળ પણ નથી અને સસ્તું પણ નથી. તમામ દેશોએ સાથે મળીને કાર્બનનું પ્રદૂષણ ઘટાડવું પડશે. તે માટે ઉદ્યોગોની અમુક જૂની ટેક્નોલોજી દૂર કરીને નવી ટેક્નોલોજી વસાવવી પડશે. માત્ર ભારતમાં જ તે માટે ૨૫૦૦ અબજ ડોલર જેટલી રકમનું નવું મૂડીરોકાણ થશે. જો કે તે ક્રમશઃ થશે. તેનાથી નવા ઉદ્યોગો અને ધંધા ખીલશે. બેરોજગારી હળવી થશે અને પૃથ્વી જીવવા જેવી બનશે પણ આવડી મોટી રકમ ખર્ચવાનું ભારતનુું ગજું નથી. ભારત વિશ્વ સમુદાય પાસેથી આ માટે વરસની ૧૦૦ અબજ ડોલરની લોન માગશે. વિશ્વ સમુદાયે ભારતની આર્થિક જરૂરતને પહોંચી વળવાની ખાતરી આપી છે પણ તે પેટે હજી માત્ર બે અબજ ડોલર જ ભારતને મળ્યા છે. સમજૂતીના અમલ બાદ ભારતે ઝેરી વાયુના ઉત્સર્ગ માટેના નવા ધોરણો સ્થાપિત કરવા પડશે. ઊર્જાના સ્ત્ર્રોત બદલવા પડશે અને ઝેરી વાયુના ઉત્સર્જનને મોનિટર કરવું પડશે.
ઝેરી વાયુના ઉત્સર્જનમાં ભારતનો ફળો ૪.૧ ટકા છે. ભારતની બહાલી બાદ સમજૂતીને આગળ વધારવામાં તેજી આવી છે. બાર ટકા ઝેરી ગેસનું ઉત્સર્જન કરતા દુનિયાના ૧૪ દેશોની બહાલી પણ આ વરસના અંત સુધીમાં મળી જશે. દુનિયામાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાવતા દેશોમાં ભારતનો ક્રમ ચોથો છે. પ્રથમ ત્રણ દેશો જેવા કે અમેરિકા, ચીન અને બ્રાઝીલ સમજૂતીને બહાલી આપી ચૂક્યા છે, પરંતુ ઝેરી વાયુ ફેલાવવામાં અગ્રેસર એવા કેટલાક મોટા દેશોએ સમજૂતીને સત્તાવાર માન્યતા હજી સુધી આપી નથી. તે યાદીમાં પ્રદૂષણ ફેલાવવામાં ત્રીજા ક્રમનો દેશ રશિયા પણ છે. રશિયા ૭.૫ (સાડા સાત) ટકા ઝેરી ગેસ હવામાં ભેળવે છે. જપાન (૩.૭૯ ટકા, કેનેડા (૧.૯૫ ટકા), દક્ષિણ કોરિયા (૧.૮૫ ટકા), મેક્સિકો (૧.૭ ટકા), ઇન્ડોનેશિયા (૧.૪૯ ટકા), દક્ષિણ આફ્રિકા (૧.૪૬ ટકા) અને ઓસ્ટ્રેલિયા (૧.૪૬ ટકા) વગેરે દેશોએ પણ હજી સમજૂતીમાં સત્તાવાર રીતે જોડાયા નથી. યુરોપીઅન યુનિયનમાં ૨૮ સભ્ય દેશો છે અને તેઓ મળીને વિશ્વના કુલ પ્રદૂષિત વાયુમાંથી ૧૨ ટકા ઝેરી વાયુ હવામાં ફેંકે છે. આ યુનિયન આગામી સપ્તાહોમાં સમજૂતીને માન્ય રાખવાની જાહેરાત કરશે તેવા આસાર નજરે પડી રહ્યા છે. ગયા શુક્રવારે એક નિવેદનમાં યુરોપીય સંઘે જાહેર કર્યંુ હતું કે સંઘના પ્રધાનોએ સમજૂતીને માન્ય રાખવાની હા પાડી દીધી છે. જો યુરોપીય સંઘની પાર્લામેન્ટ આ કદમને માન્ય રાખશે તો જરૂરી એવા ૫૫ ટકાનો આંક નજીકના ભવિષ્યમાં ઓળંગી જવાશે.
ગયા ડિસેમ્બર મહિનામાં પેરીસ ખાતે દુનિયાના ૧૯૫ દેશોએ વાટાઘાટો અને ખેંચતાણ બાદ સમજૂતીનો મુસદ્દો તૈયાર કર્યો હતો. હવે જે ઝડપથી તે સમજૂતીને માન્ય રાખવામાં આવી રહી છે તે પરથી જણાય છે કે સમજૂતીને વિશ્વભરમાંથી બહોળું સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. પર્યાવરણના સુધારા માટે મજબૂત પગલાં ભરવા માટે વિશ્વ તૈયાર થઇ રહ્યું છે તેમ વર્લ્ડ રિર્સોિસઝ ઇન્સ્ટિટયુટના ડિરેકટર ડેવીડ વોક્સોએ ભારતે આપેલી બહાલીની કદર કરતા જણાવ્યું હતું. ડેવીડ બોલ્યા કે ભારત અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ બાબતની ગંભીર નોંધ લીધી છે કે હવામાનના ફેરફરો પ્રજા પર, અને જલ્દીથી શિકાર બની શકે તેવી ભારતની પ્રજા પર અસહ્ય આફ્ત પુરવાર થઇ શકે છે. ડેવીડ વોક્સોનું કહેવું છે કે હવામાનના  ફેરફરો ભારત માટે અનેકરૂપી આફ્ત બની શકે છે. ભારત પાસે ખૂબ લાંબો સમુદ્રકાંઠો છે. હવામાનના ફેરફરોને કારણે દરિયાના પાણીની સપાટી વધી રહી છે. હવામાનનાં તોફનો અને પુરનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરના વરસોમાં ભારતમાં કાળજાળ ગરમી વધી રહી છે. તેનાથી લોકોના આરોગ્ય અને ખેતીવાડીને પણ મોટું નુકશાન પહોંચે છે. નરેન્દ્ર મોદી સૌરઊર્જા અને પવનચક્કીના માધ્યમથી ઊર્જા (વિન્ડ-પાવર) પ્રાપ્ત કરીને ભારતમાં ઊર્જા માટેનાં મિશ્ર સ્ત્ર્રોતો વિકસાવી રહ્યા છે. આવતા વરસોમાં વિન્ડ પાવર અને સોલર પાવર ક્ષેત્રમાં નાણાં રોકાણ વધારીને સ્વચ્છ ઊર્જા માટે મોદી કટિબધ્ધ થયા છે તેની ડેવીડ વોક્સોએ સમારોહમાં યાદ અપાવી હતી. નવી દિલ્હીની એનર્જી એન્ડ રિર્સોિસઝ ઇન્સ્ટિટયુટના ડિરેકટર જનરલ અજય માથુરના કહેવા પ્રમાણે પેરીસ સમજૂતીને ભારત તરફ્થી બહાલી મળે તેની કોઇ ખાતરી ન હતી. સરકારી તંત્રમાં એવા શંકાશીલ અને બેદરકાર લોકો બહોળી સંખ્યામાં છે જે કહેતા હતા કે આ બધુ ૨૦૨૦ સુધીમાં કરવાનું છે તો આજે તેને ગંભીરતાથી લેવાની શી જરૂર છે ? જ્યારે અમુક એવા લોકો પણ છે જે ઇચ્છતા હતા કે ઝડપ કરવી જોઇએ, જેથી દુનિયાની પ્રવૃતિઓમાંથી ભારત બહાર ફેંકાઇ ના જાય. નરેન્દ્ર મોદીએ તેઓની સાથે હતા અને બહાલીનો ઝડપથી નિર્ણય લેવાયો. જો કે રિન્યુએબલ એનર્જીના સોર્સ અને તેના વિતરણ માટેના ગ્રીડ ભારત ૨૦૨૦ સુધીમાં કેવી રીતે સ્થાપી શકશે તે પ્રશ્નો ઊભા જ છે. છતાં ભારત સરકારે આ નિર્ણય લીધો. જો નરેન્દ્ર મોદી ઇચ્છતા ના હોત તો આ બહાલી અપાઇ ના હોત, તેમ અજય માથુરનું  માનવું છે.
છે. એરકન્ડીશનીંગ માટે વીજળીની માગમાં જબરો વધારો થઇ રહ્યો છે. ગરમી વધી રહી છે અને લોકો સુખી થઇ રહ્યા છે તેથી વાતાનુકૂલિત ઘરો અને ઓફિસનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે. વીજળીની માગમાં વધારો થઇ રહ્યો છે તેમાંની ૫૦ ટકા વીજળી વાતાનુકૂલનના હેતુઓ માટે વપરાઇ જાય છે. હજી લાખો ઘરોમાં વીજળી પહોંચી નથી અને તે પહોંચશે પછી આવતા દાયકાઓમાં વીજળીની માગમાં જબરદસ્ત વધારો થશે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના ડિરેકટર ફતીહ બીરોલનું માનવું છે કે ભવિષ્યની ગણતરીઓ પ્રમાણે વીજળી માટે કોલસાનો વપરાશ કરનાર દેશોમાં ભારત પ્રથમ ક્રમે હશે. તેલની માગમાં પણ ભારત પ્રથમ ક્રમે હશે અને દુનિયામાં સૂર્ય ઊર્જાનું જે ઉત્પાદન થતું હશે તેમાંનું ૨૦ ટકા ઉત્પાદન એકલા ભારતમાં જ થશે.

સમજૂતીનો અમલ કરવામાં ભારત સામે પડકારો ઘણા છે. પણ કાંઠે ઊભા રહીને બીજાને નીરખવા કરતા જાતે જ સ્વીમિંગ પૂલમાં કૂદી પડવાની મજા કંઇક જૂદી જ છે. ભારત કૂદી પડયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment