Tuesday, 18 October 2016

[amdavadis4ever] કરિયર અને કેર. .. સાથે ન હોય?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"તને ચાર દિવસથી તાવ આવે છે અને ડૉક્ટર પાસે નથી ગઈ ? નિકીતાએ ગુસ્સાથી આસ્થાને પૂછ્યું...આસ્થા ચાર દિવસથી બીમાર હતી. હેવી ફીવર અને ઉધરસને કારણે નબળાઈ પણ ખૂબ આવી ગઈ હતી. એ ફોન નહોતી ઉપાડતી એટલે નિકીતા એને મળવા આવી. આવીને જોયું તો આસ્થા સખત બીમાર હતી.

"ઊભી જ નથી થઈ શક્તી, કેવી રીતે જાઉં આસ્થાને ડુમો ભરાઈ ગયો.

"કેમ ? અમિષ ક્યાં છે નિકીતાએ પૂછ્યું.

"એ તો બિઝી છે કહીને આસ્થા રડવા લાગી, "એને સમય નથી.

નિકીતા ચિડાઈ ગઈ, "વ્હોટ ડુ યુ મી, એની પત્ની માટે એને સમય નથી ? એવો તે કેવો બિઝી છે? તું માંદી છે એની એને ખબર નથી ?

"ખબર છે આસ્થા આગળ કઈ બોલી નહીં. બસ રડતી રહી...આસ્થાનો વર, પતિ, હસબન્ડ અમિષ કોર્પોરેટમાં બહુ મોટા પદ પર હતો. મહત્ત્વાકાંક્ષી અને મહેનતુ હોવાને કારણે અમિષ બહુ નાની ઉંમરે બહુ સફળતા મેળવી ચૂક્યો હતો, પરંતુ એ એટલો બધો વ્યસ્ત રહેતો કે એની પાસે ઘર કે પરિવાર માટે કદી સમય ન રહેતો. આસ્થાએ આ વાત સ્વીકારી લીધી હતી. એણે કોઈ દિવસ એ વિશે ફરિયાદ કરી ન હતી પણ સમય જતા બંને વચ્ચે એક વિચિત્ર પ્રકારનું ડિસ્ટન્સ ઊભું થઈ ગયું હતું. આસ્થા હવે અમિષને પોતાની તબિયત વિશે કહેતી પણ નહીં. શરૂઆતમાં એને અપેક્ષા રહેતી કે પોતે બીમાર હોય ત્યારે અમિષ એને પેમ્પર કરે, ડૉક્ટર પાસે લઈ જાય કે થોડોક સમય આપે, પરંતુ સમય જતા આસ્થા સમજી ગઈ કે, અમિષ પાસે આશા રાખવી નકામી છે...

આસ્થા છેલ્લા ચાર દિવસથી બીમાર હતી પણ એણે અમિષને કહ્યું નહોતું. 

અમિષ પણ બિઝી હતો...એનું ધ્યાન જ નહોતું પડ્યું! 

*

ઘણાં ઘરોમાં આવું થાય છે. પોતાના વ્યવસાય કે નોકરીમાં બિઝી પતિ પોતાની મહત્ત્વાકાંક્ષાઓની દોડમાં જીવનસાથીને ભૂલી જાય છે. પત્ની માત્ર ઘર સંભાળતી, બાળક ઉછેરતી ને બહુ બહુ તો પતિનાં માતા-પિતાને સાચવતી એક એવી વ્યક્તિ બની જાય છે કે જેની તરફ ધ્યાન આપવા માટે પતિ પાસે સમય નથી હોતો. 

આપણે બધા સમજીએ છીએ કે આજનો સમય હરીફાઈનો છે. માણસ જેને એક દાયકા પહેલાં લક્ઝરી અથવા સુખ-સગવડના સાધન તરીકે જોતો હતો એ બધી જ વસ્તુઓ અને બાબતો હવે જીવન જરૂરિયાતની ચીજો તરીકે જોવામાં આવે છે. 

એ.સી., ગાડી, મોંઘી સ્કૂલ્સ, વિદેશ પ્રવાસ અને સંતાનોનું ફોરેન એજ્યુકેશન, મોટું ઘર અને સુખ-સગવડની બીજી એવી બાબતો કે જેના વગર આજથી એક દાયકા પહેલા માણસ સુખથી જીવતો હતો એ બધી જ બાબતો હવે ધીમે-ધીમે સ્ટ્રેસ અથવા ટેન્શનનું કારણ બનવા લાગી છે. કોર્પોરેટ હોય કે પોતાનો વ્યવસાય, આજથી થોડાં વર્ષો પહેલાં આટલી બધી હરીફાઈ નહોતી એ પણ સત્ય છે. વિતતા સમય સાથે બજાર તંગ થતું ગયું, કિંમતો વધતી ગઈ અને સાથે સાથે જરૂરિયાતોનું લિસ્ટ પણ મોટું થતું ગયું. થોડા સમય પહેલાં ડ્રોઈંગરૂમમાં એક જ ટીવી હતું, આજે બધા રૂમમાં ટીવી જરૂરી બની ગયું છે...નાનું ફ્રીજ ન ચાલે, પતિ-પત્નીના જુદા ફોર વ્હીલર, સંતાન એડલ્ટ થાય એટલે એને માટે ફોર વ્હીલર...સમય જતા ઘરની કમાતી વ્યક્તિ ઉપરનો બોજ વધતો જાય છે. આ બધાં સત્યોને સમજ્યા પછી પણ એક પિતા તરીકે કે એક પતિ તરીકે ઘરના પુરુષની ફરજ છે કે એ પોતાના પરિવારજનોની તબિયતની ચિંતા કરે, એમને સમય આપે અને ફક્ત પોતાની મહત્ત્વાકાંક્ષા કે કામમાં સમય નહીં નાખીને પોતાના પરિવારજનોને પણ એટલો સમય આપે કે જેનાથી પરિવારનો બોન્ડ અથવા એકબીજા પરત્વેનો સ્નેહ અકબંધ રહે...

ઘણીવાર એવું થાય છે કે, પતિ તરીકે એક વ્યક્તિ પોતાના પરિવારને ખૂબ સુખ-સગવડ આપે છે, પરંતુ સમય આપવાની તૈયારી નથી હોતી. વ્યક્તિની અંગત મહત્ત્વાકાંક્ષા એટલી ન હોવી જોઈએ કે એનું અંગત જીવન કે અંગત સંબંધો પણ એની મહત્ત્વાકાંક્ષાનો ભોગ બની જાય. કેટલાક પુરુષો માટે એમની પત્ની એ માત્ર સગવડ સાચવવાનું સાધન બની જાય છે. પત્ની કઈ પૂછે તો જવાબમાં, "તને નહી સમજાય અથવા "તને શું ખબર પડે ? અથવા "તારે જાણીને શું કરવું છે ના જવાબો એણે સાંભળવા પડે છે. દુનિયાની કોઈ સ્ત્રી માટે લગ્ન એ માત્ર સેવા કરવા માટેની વ્યવસ્થા ન જ હોઈ શકે. ગમે તેટલા પૈસા કમાતા કે પરિવારને સુખ-સગવડ આપતા પુરુષ જો પરિવારને સમય કે સ્નેહ ન આપી શક્તા હોય તો ધીમે ધીમે એનો પરિવાર એનાથી દૂર થઈ જાય છે.

ઘણાં પુરુષો એવું માને છે કે પત્નીને પૈસા આપી દેવાથી અથવા એને શોપિંગ માટે કાર્ડ આપી દેવાથી પતિ તરીકે એમની ફરજો પૂરી થઈ જાય છે. મિત્રો કે સગાઓ માટે પણ આવા લોકોને ક્યારેક ટાઈમ નથી હોતો. અગત્યનો સવાલ એ છે કે જો કમાયા જ કરવાનું હોય તો વાપરવાનો સમય ક્યારે કાઢવાનો ? જો પરિવાર સાથે ફરવાનું ન હોય તો કમાઈને કરવાનું શું ? ગમે તેટલું મોટું ઘર બાંધ્યા પછી પણ જો એ ઘરમાં વીતાવવાનો સમય ન હોય તો એ ઘર કામનું છે?

મહત્ત્વાકાંક્ષા એટલી મોટી ન હોય કે મહત્ત્વના સંબંધોને ખાઈ જાય...

બધાનું ધ્યાન રાખતી સ્ત્રી જ્યારે બીમાર પડે ત્યારે જો એનું ધ્યાન કોઈ ન રાખે તો એને નિરાશા થાય છે. આ નિરાશા ધીમે ધીમે સ્ત્રીને પરિવારથી દૂર અને ઉદાસીન બનાવી દે છે એ પછી ગમે તેટલું કરે તો ય સંબંધ ફરી પાછો સજીવન થઈ શક્તો નથી. કેટલાક પુરુષો એમ માને છે કે અમુક વર્ષો વીતી ગયા પછી પત્નીને સમય આપીશું અથવા એકવાર પૈસા કમાઈ લઈએ પછી પરિવાર માટે સમય જ સમય છે...ક્યારેક એવું બને કે પૈસા કમાઈ લીધા પછી પુરુષ જ્યારે પરિવાર પાસે પાછો આવે ત્યારે એનો પરિવાર એના વિના જીવતા કે ચલાવી લેતા શીખી ગયો હોય!

જ્યારે પુરુષ પાસે પરિવાર માટે ટાઈમ હોય ત્યારે પરિવાર પાસે પિતા કે પતિ માટે ટાઈમ ન હોય એવું બને ત્યાં સુધી પ્રતીક્ષા કરવાને બદલે, પરિવારને ફક્ત પૈસા અને સુખ-સગવડ આપવાનો પ્રયત્ન છોડીને સ્નેહ, સમજણ અને સમય આપવો બહુ જરૂરી છે. કેટલાક પુરુષોને લાગે છે કે પરિવારને સમય આપવો એ સમય 'વેસ્ટ' કરવા જેવું છે...પરંતુ સમય જતા સમજાય છે કે એ 'વેસ્ટ' નહીં, પરંતુ, 'ઈન-વેસ્ટ' હતું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment