Friday, 28 October 2016

[amdavadis4ever] ગાયનું દૂધ અમૃ ત: પોષણશાસ્ત્ર ના કેન્દ્રમાં આવી ઘણી બાબત છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે ધનતેરશ છે. વાસ્તવમાં સાચો અર્થ ધેનુ તેરશ છે. એટલે પવિત્ર ગાય માતાના સમૂહને ધેનુ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગાય અને નંદીનું અનેરું મહત્ત્વ છે. આજનો દિવસ ગાયના પૂજન-અર્ચન અને દાનનો છે. મકરસંક્રાંતિ-બોળ ચોથ (શ્રાવણ સુદ-૪) જેવા દિવસ ગાયના પૂજન માટેના ખાસ ગણાય છે. આથી જ આજના દિવસનું મહત્ત્વ તેના સંદર્ભમાં છે.

ગૌહત્યા પ્રતિબંધ છતાં આજે પરિસ્થિતિ સારી નથી. દોષારોપણ કરવાનો અર્થ નથી. ગાય માતાના સંવર્ધન માટે તેમજ તેમના લાલનપાલન અને ઉછેર માટે કટીબદ્ધ થવાની જરૂર છે. આ કાર્ય સમાજનું છે. ગાયનું દૂધનો દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે તો પછી તેના યોગ્ય રીતે કલ્યાણની જવાબદારી સમગ્ર સમાજની કેમ ન ગણાય? આવી બાબતે બીજા કોઈ જ વિવાદને હવે સ્થાન નથી.

વિશ્ર્વના અન્ય દેશ ઘી-દૂધના ઉત્પાદનમાં ક્યાંય આગળ નીકળી ગયા છે, છતાં ભારત પાછળ રહી ગયું છે. કોઈ સંકલિત નીતિ દેખાતી નથી. ઘી-દૂધ આરોગ્ય માટે જરૂરી છે. તેની સાથે ગાય સહિતના તમામ પશુઓનો ઉછેર ખેતીવાડી અને પર્યાવરણ માટે બહુ જરૂરી છે. આટલી વાત જો ધ્યાનમાં લેવામાં આવે તો બેડો પાર થઈ જાય તેવું છે.

હાલની તકે પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર ગોસેવા માટે બે બાબત જરૂરી છે. (૧) નાગરિકો દ્વારા નાણાંકીય મદદ ઉપરાંત નૈતિક-વહીવટી અને કાનૂની રીતે ગોસેવામાં યોગદાન આપવામાં આવે. (૨) આ કાર્યને સરકાર પર છોડવાને બદલે સ્વયં તેમાં પોતાની રીતે સમય અને નેતૃત્વ દ્વારા સહાયરૂપ બને, કારણ કે ગોસેવા એ પ્રયોગલક્ષી કાર્ય છે. તેમાં શરીર અને મનથી સક્રિય રહેવું પડે તેવું છે.

આજે ઘણી સંસ્થા-તેમજ વ્યક્તિગત રીતે ઘણા લોકો પોતાની સેવા આપી રહ્યા છે. તેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં નિ:શુલ્ક પશુ સારવાર કેમ્પ યોજીને દર મહિને અંદાજે બે હજાર પશુઓને સારવાર-માવજત આપવાનું શ્રેય સ્વામીનારાયણ ગુરુકુળના સહયોગથી કાર્ય કરનાર શ્રી ઘનશ્યામ ગોપાલન ટ્રસ્ટને ફાળે જાય છે. તેવી જ રીતે જળક્રાંતિ ટ્રસ્ટના શ્રી મનસુખભાઈ સુવાગીયા તેમજ તેમના સહયોગી શ્રી રામકુભાઈનો અમૂલ્ય ફાળો છે.

ખોટા સરકારી નિર્ણય અને ખોટી રીતે બનેલા કાયદા સામે મુંબઈ સ્થિત વિનિયોગ પરિવાર દ્વારા કાનૂની લડત આપવાની કામગીરી દ્વારા જીવદયા ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ આપવામાં આવી રહ્યા છે. આવી બાબત ખૂબ જ ધીરજ અને કૂનેહ માગે છે. માત્ર સંવેદના જ નહીં, પરંતુ સાચા અર્થમાં પરિણામલક્ષી જીવદયાની કામગીરી કરે છે. એક કતલખાના સામે અવરોધ ઊભો થાય તો તેના વિલંબ થકી સેંકડો જીવ બચે છે.

વિવિધ મહાનગર અને શહેરોમાં ગાય માતાને ઉકરડા ફંફોળવા પડે છે તેમાં અમાનવીય આર્થિક નીતિ વધુ જવાબદાર છે. આ ગંભીર ક્ષતિ છે, પરંતુ તેને વિધેયાત્મક રીતે ઉકેલવાની જરૂર છે. સરકારી ખરાબાની જમીન પર ગૌશાળા શરૂ કરવા સારી સંસ્થાઓએ આગેવાની લેવાની જરૂર છે. આવી જમીન દરેક વિસ્તારમાં ઉપલબ્ધ છે. કારખાના અને ફેકટરી માટે જમીન છે તે ગૌશાળા માટે કેમ નહીં?

જેમ કે દેવભૂમિ દ્વારકા કે જે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે ત્યાં આઠથી ૧૦ હજાર ગાયમાતા રસ્તા પર છે. જો સારી સંચાલન ક્ષમતા ધરાવતી કોઈ સંસ્થા ત્યાં આદર્શ ગૌશાળાની શરૂઆત કરે તો સેવા આપનારા તેમજ દાન પૂરું પાડનારાની આ દેશમાં કોઈ અછત નથી. નાણાંનો અઢળક પ્રવાહ ત્યાં પહોંચી જશે તે વિશે કોઈ જ શંકા નથી.

પ્રાચીન આર્યાવતના ઋષિઓએ ગાયને ઊંચું સ્થાન આપ્યું છે તેની પાછળ કારણ છે તેની સામે તર્ક કરીને ગાય માતાની મૂલવણી કરી શકાય નહીં. ગાયને નફા-નુકસાનની દૃષ્ટિથી જોઈ શકાય નહીં. તેમાં આરોગ્ય, પોષણશાસ્ત્ર, પર્યાવરણ, કૃષિ અર્થશાસ્ત્ર અને ગ્રામીણ અર્થતંત્ર છે તેની વાતને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. વિદેશી શાસકોએ ભારતને લૂંટ્યું છતાં આજે ભારત ધમધમે છે તેના રહસ્યમાં ગાય છે.

પંચગવ્ય એ સમગ્ર વિશ્ર્વને સુંદર-સ્વચ્છ અને જીવવા લાયક રાખનારું અમૃત છે. ડીઝલ અને અન્ય કેમિકલ્સથી સમગ્ર વિશ્ર્વમાં જે ઝેર ફેલાય છે તેનું મારણ ગાયના મૂત્રમાંથી બનેલા પંચગવ્યમાં છે. કેન્દ્ર સરકારે તો સરકારી ઓફિસમાં ગૌમૂત્ર યુક્ત ભારતીય ફીનાઈલને માન્યતા પ્રદાન કરી છે. આથી પ્રદૂષણ ઘટે તેવી બાબત બની રહી છે.

ગાયના ઘીનો હવન કરવાથી સમગ્ર વાતાવરણ શુદ્ધ થાય છે તેવી જ રીતે ગાયના ગોબરમાં રેડિયો વિકિરણ (એટોમિક રેડિએશન)થી સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા છે. આ સઘળી બાબત પુરવાર કરે છે કે ગાયના વિશ્ર્વની માતાનું બિરુદ આપવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. આવી બાબતોથી આજે ઘણું દૂર નીકળી જવાયું છે, કારણ કે પ્રજા અતિ ભૌતિકવાદી બની છે.

એક વાતનો સ્વીકાર કરવો રહ્યો કે ગૌસેવાના મુદ્દે પહેલાની તુલનામાં જાગૃતિ ઘણી છે. યુવાન વર્ગ પણ હવે ગૌસેવા ક્ષેત્રે દરેક પ્રકારનું યોગદાન આપે છે. ગ્રામીણ ક્ષેત્રે ગૌશાળાને નાણાંકીય સહાય મળી રહી છે. જો સંકલન દ્વારા કાર્ય થાય તો વધુ સારા પરિણામ જોવા મળી શકે આથી પરસ્પર સંકલન અને સહકાર વધારવાની જરૂર છે.

ગુજરાત ગોસેવા આયોગ દ્વારા અનેક પ્રકારની સવલત અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તેમના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથરીઆ આ ક્ષેત્રે સક્રિય છે. સંખ્યાબંધ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. હજુ ઘણું કરવાનું બાકી છે. કાર્યમાં પણ ઝડપ દેખાય છે. તેમ છતાં જો યુવાન વર્ગ વધુ યોગદાન આપે તો સંસ્કૃતિ સુદૃઢ બનશે.

આજના સપરમા દિવસે સમજદાર નાગરિકો કોઈને કોઈ રીતે ગોસેવા માટે કટીબદ્ધ થાય તે જ યોગ્ય બાબત છે. લક્ષ્મીજી એટલે ધનધાન્ય, પરંતુ તેના કેન્દ્રમાં તો ગાય છે. શ્રેષ્ઠ કક્ષાની ગીરની દેશી ગાયના સંવર્ધનમાં જો જાગૃતિ દાખવવામાં આવે તો ભારત ટૂંકા સમયગાળામાં વિશ્ર્વગુરુ પદે બિરાજી શકવાની ક્ષમતા ધરાવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment