Tuesday, 18 October 2016

[amdavadis4ever] શિક્ષકને ભૂલક ાએ ભણાવ્યો પાઠ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મનુષ્યજીવન બડું અજીબ હોય છે. ક્યારેક આંચકો આપે તો ક્યારેક હેરત પમાડે. ક્યારેક અણધાર્યો આઘાત આપી જાય તો ક્યારેક કોઈ ખૂણેથી આનંદ આપી જાય. મજાની વાત એ છે કે અટપટા ભાસતા આ જીવનના કોઈ ચોક્કસ ગણિત નથી હોતાં. વળી જેમ અણધારી આફત દિલ પર શારડી ફેરવી નાખનારી હોય તો પેલો છૂપો આનંદ દિલ બાગ બાગ કરી નાખે. ક્યારેક એવું બને કે કોઈ જ્ઞાની અઘરો લાગતો કોયડો પળવારમાં ઉકેલી નાખેે તો ક્યારેક નાનો જીવ મોટી સમજણ આપી જાય. જગતની ગત કેટલી ન્યારી હોય છે એનો અહેસાસ આવે સમયે થાય છે. જોકે, હકીકત એ છે કે આવા પ્રસંગોમાંથી મળતો અનુભવ જીવનને સમૃદ્ધ બનાવી દે છે. અહીં વર્ણવેલો એક મજેદાર પ્રસંગ આ વાતની સાક્ષી પૂરે છે. 

કિસ્સો છે શાળાનો. શાળાના એક અનુભવી શિક્ષક અને એક છ વર્ષના બાળકનો. તેમની વચ્ચેનો અહીં રજૂ કરેલો સંવાદ મનોરંજન તો પૂરું પાડે જ છે, પણ સાથે સાથે જીવનનો એક બહુ મોટો પાઠ બહુ સરળતાથી સમજાવી જાય છે. એક શિક્ષક વર્ગમાં ભૂલકાઓને ગણિત શીખવી રહ્યા હતા. એકવીસમી સદીમાં શિક્ષણની શેૈલીમાં ઘણા ફેરફારો આવ્યા છે. વિદ્યાર્થીઓને રસાળ પદ્ધતિમાં શીખવવા પર ભાર દેવાઈ રહ્યો છે. આપણા આ શિક્ષકે એક છ વર્ષના ભૂલકાને સવાલ કર્યો કે 'જો હું તને એક સફરજન આપું, થોડી વાર પછી બીજું એક સફરજન આપું અને ત્યાર બાદ વધુ એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલાં સફરજન થાય?' સવાલ કંઈ મુશ્કેલ નહોતો અને બાળકને પણ ન લાગ્યો. તેણે ફટાક કરીને જવાબ આપ્યો કે 'ચાર.' દેખીતી નજરે આ જવાબ ખોટો હતો અને એટલે સાચા જવાબની અપેક્ષા રાખતા શિક્ષક ચોંકી ગયા અને તેમને નવાઈ પણ લાગી. થોડી નિરાશા સુધ્ધાં થઈ, પણ કદાચ બાળકે સવાલ બરોબર નહીં સાંભળ્યો હોય એવું વિચારીને મન વાળી લીધું. એટલે ફરી બાળક પાસે જઈ તેના માથા પર હાથ પસવારીને પોતાની વાતનું પુનરાવર્તન કરીને કહ્યું કે 'મારી વાત એકદમ ધ્યાનથી સાંભળજે. સવાલ એકદમ સરળ છે. જો હું તને એક સફરજન આપું, પછી એક સફરજન આપું અને ત્યાર બાદ વધુ એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલાં સફરજન થાય, બોલ.' અગાઉના જવાબ વખતે શિક્ષકના ચહેરા પર નિરાશાના ભાવ જોયા હતા અને એટલે જ કદાચ તેણે આંગળીના વેઢે ફરી ગણતરી કરી અને ટીચર રાજી થાય એવો જવાબ મેળવવા તેણે પ્રયત્ન કર્યો. ગણતરી કરી લીધા પછી ભૂલકાએ થોડો અચકાઈને જવાબ આપ્યો, 'ચાર...'

શિક્ષકના ચહેરા પર એ જ નિરાશાના ભાવ છલકાઈ રહ્યા હતા. અચાનક તેમને યાદ આવ્યું કે એ બાળકને સ્ટ્રોબેરી બહુ ભાવે છે. એમને એવો વિચાર આવ્યો કે કદાચ બાળકને સફરજન નથી ભાવતા એટલે જવાબ આપવામાં ભૂલ થતી હશે. એટલે બધો ઉત્સાહ એકઠો કરીને એકદમ કોમળ સ્વરે અને ચહેરા પર સ્મિત રેલાવીને સવાલ કર્યો, 'જો હું તને એક સ્ટ્રોબેરી આપું, પછી એક સ્ટ્રોબેરી આપું અને ત્યાર બાદ એક સ્ટ્રોબેરી આપું તો તારી પાસે કેટલી સ્ટ્રોબેરી થાય?' શિક્ષકનો પ્રસન્ન ચહેરો જોઈને ભૂલકાએ ફરી ગણતરી શરૂ કરી. એને ચહેરા પર કોઈ ટેન્શન નહોતું, પણ ટીચરના ચહેરા પર હતું ખરું. પોતાની શીખવવાની આ નવી રીતમાં સફળતા મળવી જોઈએ એવી એમની ઈચ્છા હતી. બાળકે સસ્મિત વદને જવાબ આપ્યો, 'ત્રણ.' આ જવાબ સાંભળતાની સાથે જ શિક્ષકના ચહેરા પર વિજયી સ્મિત રેલાયું. પોતાનો પ્રયત્ન સફળ થયાનો એ આનંદ હતો. જાતને જ અભિનંદન આપવાનો ઉમળકો તેમને થઈ આવ્યો. જોકે, હજી સફરજનવાળા સવાલની મૂંઝવણ ઊભી જ હતી. એટલે તેમણે એકદમ આશાભરી નજરે ફરી પેલા ભૂલકાને સવાલ કર્યો, 'હવે મને કહે કે જો હું તને એક સફરજન આપું, પછી એક સફરજન આપું અને ત્યાર બાદ બીજું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલાં સફરજન થાય?' બાળકે તો પળવારમાં જવાબ આપી દીધો 'ચાર.'

આ ઉત્તર સાંભળીને શિક્ષક સ્તબ્ધ થઈ ગયા. તેમનાથી આવેશમાં બોલાઈ ગયું કે 'કઈ રીતે, કઈ રીતે ચાર થાય એ મન સમજાવીશ મારા દીકરા?' ટીચરનો થોડો આક્રોશવાળો ચહેરો જોઈને બાળક થોડું ઝંખવાણું પડી ગયું અને ધીમા સ્વરે અચકાતા અચકાતા તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે 'કારણ કે ઘરેથી નીકળતી વખતે મારી મમ્મીએ મને એક સફરજન આપ્યું છે જે મારી બેગમાં પડ્યું છે.' હવે ચોંકવાનો વારો ટીચરનો હતા,ે કારણ કે નિર્દોષ બાળકનો જવાબ ખોટો તો નહોતો જ. હા, ટીચરના ગણિતના દાખલા તરીકે તેનો જવાબ ખોટો હતો, પણ એનું કુમળું મન તો સફરજનની કુલ ગણતરી જ કરી રહ્યું હતું. શિક્ષકના ત્રણ અને મમ્મીએ આપેલા એક સફરજનનો ભેદ એનું મન નહોતું કરી રહ્યું. 

આ કથાનો સાર એવો છે કે જ્યારે કોઈ તમને અપેક્ષિત હોય એના કરતાં અલગ જવાબ આપે ત્યારે એ જવાબ ખોટો જ હોય એ જરૂરી નથી. કદાચ એ જવાબ પાછળનો દૃષ્ટિકોણ તમને ન સમજાય એવો હોય. દરેક વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાના પ્રયત્નો આપણે કરવા જોઈએ. હકીકત એ હોય છે કે મોટે ભાગે આપણે આપણા દૃષ્ટિકોણનો જ આગ્રહ રાખતા હોઈએ છીએ જેને કારણે પેલા શિક્ષકની જેમ વિના કારણે વ્યથિત થઈએ છીએ. એટલે જો હવે પછી તમને અલગ જવાબ મળે તો એનાથી અકળાવાને બદલે આવો જવાબ કેમ મળ્યો એ સમજવાનો પ્રયાસ કરજો. 

-----------------------------

સર હેરોલ્ડ ક્રોટોનું ઘરનું બારણું ૧૬ વર્ષે ખખડાવ્યું નોબેલ પારિતોષિકે 



સજીવની રચનામાં કાર્બન એ મહત્ત્વનું ઘટક છે, એને કારણે જ વિશ્ર્વમાં ગમે ત્યાં અથવા પરગ્રહવાસીઓ, જો કોઈ સમયે ક્યાં પણ મળે તો તેમનામાં પણ કાર્બન એ મૂળઘટક પેટે હોવાનું જ એમ છાતી ઠોકીને હોવાનું જ..., એમ સતત તેઓ કહેતા. વિજ્ઞાનને એમણે પોતાના પૂરતું સીમિત ન રાખતાં એના પ્રચાર-પ્રસાર માટે એમણે નફો નહીં કરનારી 'વેગા સાયન્સ ટ્રસ્ટ' નામની નાની ફિલ્મો, શોર્ટ ફિલ્મો બનાવનારી સંસ્થાની સ્થાપના કરી હતી. વળી ૧૯૯૬માં એમને રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ બકીબૉલ અથવા બકમિન્સ્ટરફૂલેરિન્સ નામનાં કાર્બનના એક નોખા સ્વરૂપની શોધ કરવા બદલ અન્ય બે જણની સાથે સંયુક્તપણે મળ્યું હતું, એ રસાયણશાસ્ત્રી, કૅમિસ્ટનું નામ છે, સર હેરોલ્ડ ક્રોટો અથવા હેરી ક્રોટો.

યોગ્ય માણસને નોબેલ પારિતોષિક બહુ મોડું મળે છે એવી લોકોની સમજ સર ક્રોટોની બાબતમાં ખરી ઠરી. છેક ૧૯૮૫માં કાર્બનના નવા સ્વરૂપ ફૂલેરિન્સની શોધ માટે નોબેલ મળવામાં ૧૯૯૬ની સાલના પ્રભાતના ઊગવાની રાહ જોવી પડી, ૧૧ વર્ષ વીતી ગયા બાદ નોબેલ પારિતોષિકે ક્રોટોના ઘરનું બારણું ખખડાવ્યું હતું. વરાળના સ્વરૂપમાંનો કાર્બન જ્યારે નિષ્ક્રિય વાયુના વાતાવરણમાં ઘનત્વ મેળવે ત્યારે કાર્બનનું ફૂલેરિન્સ સ્વરૂપ તૈયાર થાય છે. આ પ્રક્રિયામાં કાર્બનનાં અણુઓના અનેક સમૂહો જુદા પ્રકારની રચનાથી જોડાય છે. આ પ્રકારનો કાર્બન ફૂટબોલનાં બંધારણ જેવી રચના ધારણ કરી શકે છે. એને બકમિન્સ્ટર ફૂલેરિન્સ પણ કહે છે. અમેરિકાના આર્કિટેક્ટ બકમિન્સ્ટરે બાંધેલી એક ઈમારત જેવી હોઈને આ કાર્બન સ્વરૂપને એમનું નામ આપવામાં આવ્યું હતું, પછીથી આ નામ બકીબૉલ થયું હતું. ગ્રેફાઈટ પર લેસરના કિરણો છોડતાં કાર્બનનું ૬૦ અણુનું નવું રૂપ તૈયાર થયું હતું. આગળ જતાં ૭૦ અણુનું રગ્બીના બૉલ જેવું સ્વરૂપ પણ તૈયાર કરી શકાયું હતું.

સર હેરોલ્ડ વિલ્સન ક્રોટોનો જન્મ કેમ્બ્રિજશાયરના વિશબેખ નામના ગામમાં સાત ઑક્ટોબર, ૧૯૩૯ના થયો હતો. તેમના પિતાની અગાઉની અટક ક્રોટોશિનર હતી. એમના પિતા યહૂદી હતા. જર્મનીમાંથી યહૂદીઓની હકાલપટ્ટી કરાયા બાદ તેઓ બ્રિટનમાં આવીને વસી ગયા હતા. ક્રોટોનું ભણતર બોલ્ટન સ્કૂલમાં થયું હતું. તેમને ભૂગોળ, જિમ્નેસ્ટિક્સ અને સુથારીકામ બહુ જ ગમતું હતું. યુનિવર્સિટી ઑફ શેફિલ્ડમાં હેરીના રસાયણશાસ્ત્રના શિક્ષક હેન્રી હિનીએ હેરીમાં રસાયણશાસ્ત્ર-કૅમિસ્ટ્રી પ્રત્યે રસ જગાડ્યો. ભણતર વખતે હેરોલ્ડ ટેનિસ રમતા અને ઑસ્ટ્રેલિયા ટેનિસ સ્પર્ધાઓની ફાઈનલમાં બે વાર પહોંચ્યા હતા. હેરી વિદ્યાર્થીઓના લોકકલા મંચ નામના જૂથના 'એરોઝ' એક કલા મેગેઝિનના સંપાદક પણ હતા. એમને ગિટાર વગાડતાં આવડતું હતું. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે 'સન્ડે ટાઈમ્સ'ની બુક જેકેટ સ્પર્ધા જીતી હતી. શેફિલ્ડમાંથી જ તેમણે કૅમિસ્ટ્રીમાં બીએસસીની ડિગ્રી મેળવી હતી અને ૧૯૬૪માં મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી વિષયમાં ડૉક્ટરેટ મેળવી હતી. તેમણે અમેરિકામાં ન્યૂ જર્સી ખાતે બેલ યુનિવર્સિટીમાં સંશોધન કર્યું હતું. બ્રિટન પરત ફર્યા બાદ સર હેરોલ્ડ સસેક્સ યુનિવર્સિટીમાં અધ્યાપનમાં વ્યસ્ત થઈ ગયા હતા. મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી એમણે મોટા તારા અને તારાના આંતરિક વાયુમાં પણ કાર્બનના રેણુઓની સાંકળી હોય છે એ જગતને દર્શાવ્યું હતું.

સર હેરોલ્ડ ક્રોટો ૧૯૯૦માં રૉયલ સોસાયટીના ફૅલો થયા હતા. લોન્ગસ્ટાફ ચંદ્રક, માઈકલ ફૅરેડે પુરસ્કાર, કોપલે મૅડલ તથા નાઈટહૂડ જેવા અનેક માનઅકરામ તેમને મળ્યા હતા. તેઓ સ્કૂલમાં, સાયન્સ મ્યુઝિયમોમાં ભાષણ આપવા જતા. તેમનો હસમુખ ચહેરો તેમની કાયમી ઓળખ હતો. તેમનું મૃત્યુ ૩૦ એપ્રિલ, ૨૦૧૬ના ૭૬મા વર્ષે મોટર ન્યૂરોનની માંદગીથી થયું હતું, જેમાં સ્નાયુઓ જકડાઈ જાય છે અને સમય જતા ખાવામાં, ગળવામાં અને શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે વધતા મૃત્યુ થાય છે. એ દિવસે હસતો ચહેરો સૂક્ષ્મમાં વિલીન થઈ ગયો હતો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment