Sunday, 16 October 2016

[amdavadis4ever] દુર્ગંધને જ સુગંધ માનત ા હે ‘ધર્મવ ીરો’ ખબરદાર!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હિંદુઓમાં એક જમાનામાં પતિ પાછળ પત્ની ચિતાએ ચડીને બળી જતી એવી સતી પ્રથા ધર્મના નામે સ્વીકારાયેલી હતી. અંગ્રેજી હાકેમ લોર્ડ બેન્ટિકે, રાજા રામમોહન રાય જેવા સુધારકોની સહાયથી આ પ્રથા સદંતર બંધ કરાવી દીધી. એનાથી ધર્મને કોઈ વાંધો આવ્યો નહીં. એજ રીતે હિંદુઓમાં બાળલગ્નની પ્રથા પણ પ્રચલિત હતી. આને પણ ધર્મનું જ લેબલ મારવામાં આવ્યું હતું. અત્યંત સુધારક ગણાતા ટાગોર પરિવારમાં પણ ૨૧ વરસના રવીન્દ્રનાથના લગ્ન ૧૦ વરસની ક્ધયા સાથે થયા હતા. હિંદુ કોડ બિલ દ્વારા આઝાદી પછી આની ઉપર પણ પ્રતિબંધ આવી ગયો. ધર્મ એમને એમ અવિચલ રહ્યો છે.

મુસલમાનો હજુ તલાક તલાક તલાકનો લાભ ધર્મના નામે જાળવી રાખવા માંગે છે. મુસલમાન સ્ત્રીઓ હવે એનો વિરોધ કરે છે. મુસલમાન પુરુષોને પત્નીની મારઝૂડ કરવાનો અને તલાક ન મળે તો હત્યા પણ કરી નાખે એનો બચાવ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આજે પણ કરે છે. દુનિયાનાં કેટલાંય મુસ્લિમ રાષ્ટ્રોએ આ તલાક તલાક તલાક પ્રથાને તિલાંજલિ આપી દીધી છે એનાથી એ દેશોનો ધર્મ તૂટી નથી પડ્યો. ખલિફા દુનિયાભરના મુસ્લિમોના વડા હતા અને એમને હાંકી કાઢવામાં આવ્યા એનાથી ઈસ્લામના પાયા હચમચી નથી ગયા, બધું સમુસૂતરું જ છે. એજ રીતે ખ્રિસ્તી ધર્મના વડા પોપ વૈશ્ર્વિક સ્તરે તમામ ખ્રિસ્તીઓના વડા હતા, પણ પ્રોટેસ્ટન્ટ કહેવાતા ખ્રિસ્તીઓ એમનાથી છૂટા પડ્યા અને પોપનું વડપણ સ્વીકાર્યું નહીં. આમ થયા પછી પણ કરોડો કેથોલિકો પોપના વડપણ હેઠળ રહ્યા જ છે અને પ્રોટેસ્ટન્ટોને કંઈ નુકસાન નથી થયું. 

વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં બાળ દીક્ષા લેવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જૈનોએ ત્યારે એમનો વિરોધ કરેલો પણ મહારાજાએ સાફ શબ્દોમાં આ વિરોધનો અસ્વીકાર કર્યો હતો. વડોદરા રાજ્યની જૈન પરંપરામાં એનાથી કંઈ આભ નહોતું તૂટી પડ્યું. કોઈ પણ ધર્મસ્થાનકમાં સ્ત્રીઓના પ્રવેશ માટે ભારે ઊહાપોહ થાય છે. ધર્મસ્થાનકને કોઈ જાતિ વિશેષ સાથે સંબંધ નથી હોતો. પરમાત્મા સામે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી હોતા નથી અને આમ છતાં પરમાત્મા પાસે ધર્મસ્થાનકમાં જનાર સ્વચ્છ હોય, અપવિત્ર ન હોય એણે મર્યાદિત અને સુઘડ વસ્ત્ર પરિધાન કર્યા હોય આવી સામાજિક શિસ્તની અપેક્ષા તો હોય જ. જ્યાં આવી અપેક્ષા પૂરી થતી નથી ત્યાં કાયદો વચ્ચે આવે છે. 

આ બધી વાત આજે એટલા માટે કરવી પડે છે કે અખબારી અહેવાલો પ્રમાણે સિકંદરાબાદમાં ૧૩ વરસની એક માસૂમ ક્ધયા, ધર્મના નામે ૬૮ ઉપવાસ કરીને અકાળે મૃત્યુ પામી છે. દુનિયાના દરેક ધર્મો વધતા ઓછા અંશે ઉપવાસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બંને દૃષ્ટિએ મહત્ત્વ સ્વીકારે છે, પણ આમરણાંત ઉપવાસની પ્રથાને જૈન ધર્મ સિવાય બીજા કોઈ ધર્મે સ્વીકારી નથી. આ ૧૩ વરસની ક્ધયા કાયદેસર રીતે સગીર વયની છે. સગીર વયના બાળક ઉપર એના માતાપિતા અથવા કાયદેસરના વાલીઓનો અધિકાર હોય છે. સગીર બાળક કોઈ અપરાધ કરે તો એના ઉપર સામાન્ય અદાલતી કામગીરી થતી નથી, પણ એને સુધારગૃહમાં મોકલી દેવામાં આવે છે. 

૧૩ વરસની સગીર ક્ધયા આમરણાંત ઉપવાસ કરે એ વાત ધર્મપ્રેરિત નહીં, પણ એના વાલી પ્રેરિત હોય એ વધુ તર્કસંગત છે. ૧૩ વરસના સગીર ને ધર્મ કે ધાર્મિક અનુસરણોથી જે કંઈ પ્રાપ્ત થવાનું હોય એના વિશે બૌદ્ધિક સમજણ ન હોય. આવા બાળકને પ્રેરિત અવશ્ય કરી શકાય પણ આવી કોઈ પણ પ્રેરણાથી જે કંઈ પરિણામ આવે એની કાયદેસરની જવાબદારી એના વાલિઓએ જ સ્વીકારવી જોઈએ. 

વયને અને અધ્યાત્મ ભાવને કે પછી અન્ય કોઈ વિશેષ શક્તિને સંબંધ નથી એવું જો કોઈ કહે તો એ દલીલના સમર્થનમાં પણ ઉદાહરણ ટાંકી શકાય એમ છે. આદિ શંકરાચાર્યે જ્યારે સંન્યાસનો સ્વીકાર કર્યો ત્યારે એમની વય માત્ર ૮ વરસની હતી. મોગલ સમ્રાટ બાબરે ફરઘાનાથી હિંદુસ્તાન ઉપર હુમલો કર્યો ત્યારે એની વય માત્ર ૧૩ વરસની હતી. આવાં બીજાં ઉદાહરણો પણ ટાંકી શકાય પણ આને અપવાદ કહેવાય, નિયમ ન કહેવાય. હનુમાનજીને રામાયણની કથામાં સમુદ્ર ઓળંગતા જોઈને જો કોઈ સગીર વયનું બાળક એવો પ્રયોગ કરવા માગે તો એના વાલીઓ ભલે હનુમાનજીના પરમ ભક્ત હોય તો પણ બાળકને અનુમતિ ન આપે કેમ કે બાળક જો એવો પ્રયોગ કરે તો એનું શું પરિણામ આવે એ વાત તેઓ સારી રીતે જાણતા હોય છે. અહીં બાળક જો આવા પ્રયોગ કરે તો હનુમાનજી એનું અવશ્ય રક્ષણ કરશે અને આમ છતાં જો એ મૃત્યુ પામશે તો મોક્ષ મળશે એવી માન્યતા ધરાવનારની સરેરાશ સમજદારી વિશે શંકા જ જાય. એના ઉપર કાયદેસર પ્રતિબંધ મૂકીને કાર્યવાહી કરવી જ જોઈએ.

કોઈ પણ ધર્મના સ્થાપકોએ જે ચિંતન કર્યું હોય છે, જે દર્શન કર્યું હોય છે અને એમાંથી એમણે જે પ્રાપ્ત કર્યું હોય છે એ તત્કાલીન સમાજને આધારે હોય છે. શ્રીકૃષ્ણ એમના જમાનામાં સર્વશ્રેષ્ઠ પુરુષ હતા. સુદર્શન ચક્ર ચલાવવાથી માંડીને રથના પૈડાં સુધીની કામગીરી એ જાણતા હતા. આમ છતાં સાઈકલના ટાયરના પંક્ચર રીપેર કરવાની કોઈ વાત એમણે ક્યારેય કરી નથી. હવે જો આવી પંક્ચર રીપેરિંગની વાત ધર્મના નામે કોઈક મધ્યકાલીન ઉપદેશકો ઘુસાડી દે તો એ અધ્યાત્મ દર્શન બનતું નથી. ટાયર પંક્ચર રીપેર કરવાની વાતને ધર્મનું સ્વરૂપ આપીને વણી લેવામાં આવે તો એને કોઈ રીતે સ્વીકારી શકાય નહીં.

હજાર બે હજાર કે પાંચ હજાર વરસ પહેલાં ધર્મના સ્થાપકે જે કહ્યું હોય એ બધું એના એ જ સ્વરૂપે આજે અમલમાં મૂકી શકાય નહીં. એનો અર્થ એમ નથી કે સત્ય, નીતિ, સંયમ, તપ, દાન આ બધું વિસારે પાડી દેવું. આના વિશે જે કંઈ કહેવાયું હોય એના તાત્પર્યને સમજીને એને જીવનમાં ઉતારવું જોઈએ. જે મુઠ્ઠી ઊંચેરા માનવોએ આ બધા વિષયોમાં આપણને માર્ગદર્શન આપ્યું હોય એના સ્થૂળ શબ્દોને વળગી રહીએ અને જો લક્ષ્યાર્થે ભૂલી જવાય તો એ નરી મૂર્ખાઈ કહેવાય. આવી આ મૂર્ખાઈને કાયદાપોથી વડે રોકવી એ શાસકનો ધર્મ બની જાય છે. રાજાના હાથમાં રહેલો દંડ રાજાએ તથા પ્રજાએ, બંનેએ બરાબર સમજી લેવો જોઈએ. પહેલી વાત તો એ છે કે આવો દંડ ધારણ કરનાર હાથ પૂરતા પ્રમાણમાં સબળ હોવો જોઈએ. આ દંડ જો જે દંડનીય છે એની સામે વાપરવામાં આવતો નથી તો એ શાસકની નિષ્ફળતા છે. એટલું જ નહીં, પણ જો એ દંડ જે દંડનીય નથી એની સામે વાપરવામાં આવે છે તો માત્ર શાસકની જ નહીં પણ સમગ્ર સમાજની એ નિષ્ફળતા છે. 

સિકંદરાબાદનો ૧૩ વરસની ક્ધયાનો ૬૮ ઉપવાસનો આ કિસ્સો શાસકની આંખ ઉઘાડી નાખવા માટે પૂરતો ગણાવો જોઈએ. આ કિસ્સાનો ધર્મના નામે બચાવ કરનારાઓ અજાણતાં જ તલાક ત્રિપુટીના સહભાગી બની જાય છે. તલાકનો બચાવ કરવો અને આવા ઉપવાસનો બચાવ કરવો એ બંને એક જ સપાટી ઉપર મુકાઈ જાય છે. તલાક દુ:ખી દાંપત્યમાંથી છુટકારો મેળવીને બંને પક્ષ સુખપૂર્વક શેષ વર્ષો જીવે એટલા માટે હોય છે. ઉપવાસ શબ્દનો અર્થ જ ઉપ+વાસ એટલે કે પરમાત્મા પાસે થોડીકવાર નિવાસ કરવો એવો જ થાય છે. અન્નજળનો ત્યાગ કરીને, દેહનો અંત લાવવો એવો અર્થ જો કોઈએ કરવો હોય તો એને સ્વેચ્છા મૃત્યુ બરાબર કહેવાય. આ ઉચિત હોય તો પણ એનો વહેવારીક અમલ માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરી શકે. સગીર વયની વ્યક્તિને આમાં જોડી શકાય નહીં.

પ્રત્યેક માણસ, પછી એ ગમે તે ધર્મનો અનુયાયી હોય, એના ધર્મના સ્થાપકે જે આંગળી ચીંધી છે એ ગંતવ્ય સ્થાન તો ટોચનો અધ્યાત્મ ભાવ છે. આ ટોચ ઉપર પહોંચવા માટે માણસ જે સીડી વાપરે છે એ સીડી એના ધર્મનું અનુસરણ છે. આ અનુસરણ લક્ષ્યાર્થમાં હોવું જોઈએ-શબ્દાર્થમાં નહીં, જ્યારે એ શબ્દાર્થમાં જ અટવાઈ જાય છે ત્યારે અધ્યાત્મ ભાવ સાવ ભૂલાઈ જાય છે અને સીડીના પગથિયાંનું વળગણ જ ગંતવ્ય સ્થાન બની જાય છે. મોટાભાગના સાંપ્રદાયિક અનુસરણોમાં આવું વળગણ જ બળકટ બન્યું છે. સારું છે એટલે એ મારું છે એને બદલે જે મારું છે એ અને ક્યારેક તો એ જ મારું છે આ વૃત્તિથી આંખમાં એવા ભરણ ભરાઈ જાય છે કે સીડીના પેલા પગથિયાં ઉપર દુર્ગંધ આવે ત્યાં સુધી માણસ ઊભો રહી જાય છે. દુર્ભાગ્ય એ છે કે થોડા જ વખતમાં આ દુર્ગંધથી એ એવો ટેવાઈ જાય છે કે હવે એને આ દુર્ગંધ જ સુગંધ લાગવા માંડે છે. આ સુગંધને એ પોતાનો ધર્મ માનવા માંડે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment