Tuesday, 11 October 2016

[amdavadis4ever] ચલો બુલાવા આયા હૈ..........હૃદ યમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દ ે જંગમાં જીત દે , મા ભવાની!..... ...તો જોર સે બો લો: જય માતા દી!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ધર્મસ્થળના દર્શનની બાબતમાં જ નહીં, જીવનના કોઈપણ પ્રસંગની બાબતમાં, છેવટે તો ધાર્યું ધણીનું જ થતું હોય છે એવો અહસાસ વારંવાર થતો રહ્યો છે. તમને પણ થયો હશે.

માતા વૈષ્ણોદેવી ત્રણ દેવીઓનું પ્રતીક છે, તમે જાણો છો: મહા શક્તિ, મહા સરસ્વતી અને મહા લક્ષ્મી. એક જમાનામાં જ્યારે ગુજરાત ૨૦૦૨નાં રમખાણો પછી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યું હતું તે ગાળામાં ગુજરાતનાં પ્રમુખ શહેરોમાં જે ડઝનેકથી વધુ કાર્યક્રમો કર્યા તેમાં અમે સ્ટેજ પર મા સરસ્વતી અને મા લક્ષ્મીની રાજા રવિ વર્માએ સર્જેેલાં સુંદર ચિત્રસ્વરૂપોની ઓરિજિનલમાંથી બનાવેલી પ્રિન્ટ કોપીની વિશાળ ફ્રેમ્સ સૌને દેખાય એમ મૂકતા. સભાગૃહમાં ઉપસ્થિત શ્રોતાઓને સંબોધીને હું કહેતો કે અમે કામ મા સરસ્વતીનું કરીએ છીએ એટલે એમને તો સતત સ્મરણમાં રાખીએ જ અને આ કે કોઈપણ કામ મા લક્ષ્મીના આશીર્વાદથી પૂરાં ન થાય એટલે એમને પણ સ્મરણમાં રાખ્યાં છે અને આ બેઉ માતાઓની કૃત્ત દ્વારા થતાં કામ પર કોઈ આક્રમણ ના કરે એટલે રક્ષા માટે મા શક્તિના આશીર્વાદ જોઈએ. ભલે કહેવાયું હોય કે પેન ઈઝ માઈટીઅર ધૅન સ્વૉર્ડ - તલવાર કરતાં કલમ તાકાતવર છે - પણ આ કાર્યક્રમ પૂરો કરીને અમે મધરાતે પાછા જતા હોઈએ ત્યારે રસ્તામાં કોઈ અમને બદઈરાદાથી પડકારે ત્યારે હું મારા ડ્રાઈવરને કહેવાનો નથી કે ભરતભાઈ, ક્યાં છે મારી પેન, જરા લાવો તો! એવા વખતે તો તલવાર જ હાથવગી હોવી જોઈએ...

અમે એમ કહીને હું બેઉ માતાઓની વિશાળ છબિઓની વચ્ચોવચ્ચ ઊભી મૂકેલી, મ્યાનમાંથી બહાર કાઢેલી તલવાર દેખાડતો. ત્રણેય માતાઓના આશીર્વાદની જરૂર છે. કોઈ પણ વ્યક્તિના કોઈ પણ કામની સિદ્ધિ માટે.

વૈષ્ણોદેવી થ્રી-ઈન-વન માતાનું નામ છે. કટરામાં યોજાયેલી પૂ. મોરારીબાપુની નવ દિવસીય રામકથા 'માનસ: માતૃદેવો ભવ:'માં સામેલ થવાનું આમંત્રણ મળ્યું ત્યારે સ્વાભાવિક છે કે એક મનીષા મનોમન જન્મેલી કે કટરા તો તળેટીનું ગામ, વૈષ્ણોદેવીની ગોદમાં વસેલું ગામ. માતાનાં દર્શન કર્યા વિના પાછા નથી આવવું. પણ સાથોસાથ એક એવો પણ સંકલ્પ કર્યો હતો કે બને ત્યાં સુધી કથાની એક પણ મિનિટના ભોગે દર્શન કરવા નથી જવું - પછી ભલે ને રાત્રે ઉજાગરો કરીને બાર કિલોમીટરનું ચઢાણ ચડીને ઉતરવું પડે એવું આયોજન થાય.

હવે તો કટરાથી સાંજી છત સુધીની હેલિકૉપ્ટર સેવા પણ છે. પરંતુ હવામાન જો અનુકૂળ હોય તો ઉડીને જવાય. કથાના પ્રથમ ચાર દિવસ દરમિયાન હવામાન સાનુકૂળથી પ્રતિકૂળ વચ્ચે ઝોલાં ખાતું રહ્યું અને પાંચમે દિવસે તો એ દિનની કથાની સમાપ્તિને હજુ ખાસ્સો દોઢ કલાક બાકી હતો ત્યાં વરસાદ અને પવનનું તોફાન ત્રાટક્યું. મંડપ હલબલવા લાગ્યો. અણધાર્યા વરસાદથી શોર્ટ સર્કીટ ના થઈ જાય એ માટે કથામંડપની લાઈટ્સ બંધ થવા માંડી. લાઈવ પ્રસારણ કરતા બધા જ કૅમેરા સુરક્ષિત રહે એ માટે પાંચમાંના ત્રણ કેમેરાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવા પડ્યા. બે જ કેમેરાથી શૂટિંગ થતું રહ્યું. લાખો રૂપિયાની ઈલેકટ્રોનિક સામગ્રીને સાચવવા એના પર ભૂરા પ્લાસ્ટિકની લાંબી ચુંદડીઓ ઓઢાડી દેવામાં આવી. માએ સૌની રક્ષા કરી. આવા કેઓસમાં પણ બાપુની કથા અસ્ખલિત ચાલુ રહી. માત્ર મંડપમાં હાજર રહેનારાઓએ જ આ ઝંઝાવાતી ક્ષણોનો અનુભવ કર્યો. ૧૭૦ દેશોમાં જીવંત પ્રસારણ જોઈ રહેલા ભાવકોને અણસાર સુધ્ધાં ન આવ્યો એટલું બાપુનું કોન્સન્ટ્રેશન અને એવું બાપુની ટીમનું સાવચેતીભર્યું આયોજન.

પાંચમે દિવસે તો કોઈ શક્યતા જ નહોતી - માના દર્શને જવાની. છઠ્ઠા દિવસે ઉઘાડ નીકળ્યો. સાંસારિક તેજવાળી જગ્યાઓએ તુફાન પહેલાંની શાંતિ હોય છે. આધ્યાત્મિક ભૂમિ પર શાંતિ પહેલાં આંધી આવી જતી હશે એની પ્રતીતિ કટરામાં થઈ. છઠ્ઠે દિવસે કથા પૂરી કર્યા બાદ બપોરે બાપુ દર્શન કરીને સાંજ પહેલાં પાછા આવી ગયા.

સાતમે દિવસે અમારું જવાનું ક્ધફર્મ થશે કે નહીં તેની છેલ્લી ઘડી સુધી અવઢવ હતી. કથા પૂરી થયા બાદ જવાનું હતું પણ સંદેશો મળ્યો કે જઈ તો શકશો પણ સમયસર પાછા નહીં આવી શકો કારણ કે સૂર્યાસ્ત પછી હેલિકૉપ્ટર સેવા બંધ થઈ જાય છે. મેં કહ્યું ભલે. બીજે દિવસે સવારે સાત વાગ્યે જવાનું નક્કી થયું. બીજી જ ક્ષણે મારો નિર્ણય બદલાયો. પાછા આવતાં ચાલી નાખીશું પણ આજે જ જવું છે. મનમાં એમ હતું કે વિધિનું નિર્માણ કંઈક એવું થયું કે હવામાન ફરી બદલાયું તો પગપાળા ચડીને મધરાત પછી પગપાળા ઊતરીને આવી જઈશું પણ જવું છે આજે જ. ફરી સંદેશા છૂટ્યા અને અમે કથામંડપથી સીધા હેલિપૅડ પર. બપોરનું ભોજન લેવા જેટલો ન તો સમય હતો, ન રૂચિ હતી, ન એવી કોઈ જરૂર રહી હતી હવે. પ્રસતન્નતાથી પેટ ભરાઈ ગયું હતું. 

હેલિપૅડ પર જઈને જોયું કે હજુ બીજી પાંચસાત ફ્લાઈટ પછી અમારો નંબર આવવાનો છે. અમારાથી બે ફ્લાઈટ આગળના બોર્ડિંગ પાસ લઈ ચૂકેલા અમારા પાંચ-છ મિત્રોએ જ્યારે નક્કી કર્યું કે પાછા આવતા કદાચ હૅલિકૉપ્ટર નહીં મળે ને પગપાળા ઊતરતું પડશે ને ઉતારે પહોંચતા મધરાત થઈ જશે ત્યારે એમણે નિર્ણય લીધો કે પાછા વળી જવું. 

પણ અમારું મન હવે ડગે એમ નહોતું. પહાડ પર ચડવા કરતાં ઊતરવું વધારે કપરું હોય છે. પગ પર, વિશેષ કરીને બેઉ ઘૂંટણ પર વધારે ભાર આવે. ઊતરતા ન આવડે તો તમારી ચઢાણની બધી મહેનત માથે પડે. 

હૅલિપૅડ પર દૂરથી મચ્છર જેવા દેખાતા, પછી પંખી જેવા દેખાતા અને છેવટે લૅન્ડિંગ વખતે દૈત્ય જેવા ભાસતાં હૅલિકૉપ્ટરોની અવરજવર ચાલુ હતી. અગાઉ થઈ ગયેલાં હૅલિકૉપ્ટરો તૂટી પડવાનાં અકસ્માતો યાદ આવ્યાં. એક જણે યાદ કરાવ્યું કે આ જ રીતે થોડા વર્ષો પહેલાં અમે અહીં રાહ જોતા ઊભા હતા ત્યારે અમારા પહેલાં ઊપડેલું હૅલિકૉપ્ટર અડધે રસ્તે જઈને તરત પાછું આવી ગયું. રસ્તામાં જ સડનલી હવામાન બગડી ગયું હતું. એ પછી ઘણા દિવસો સુધી હૅલિકૉપ્ટર સેવા બંધ રહી હતી. ડેલીએ હાથ દઈને આવ્યા જેવું થશે કે પછી દાયકાઓથી જેની આરાધના કરતા આવ્યા છીએ તે મા સરસ્વતીનાં અને એમની અડખેપડખે રહેલી મા શક્તિ (જમણે) કથા મા લક્ષ્મી (ડાબે)નાં દર્શનનો યોગ લખાયો છે. અમારા નસીબમાં એવી અવઢવ સાથે અમે હિન્દી ફ્લ્મિજગતને જગપ્રસિદ્ધ કરેલું ગીત ગણગણતા રહ્યા: ચલો બુલાવા આયા હૈ...

ખરેખર મા દર્શન આપવા માગતી હશે, ખરેખર જો આપણે એનાં દર્શનને લાયક હોઈશું, ખરેખર જો મેં કરેલાં કુકર્મો-પાપોના સરવાળા કરતાં સદ્કર્મો-પુણ્યોનો સરવાળો મોટો હશે તો જ માના દરબારમાં હાજર થવાશે. અન્યથા હરિ બોલ!
કટરાથી તમે પગપાળા પર્વત ઉપર ૧૨ કિલોમીટર ચડીને વૈષ્ણોદેવીનાં દર્શન કરવા જાઓ ત્યારે ડિપેન્ડિંગ ઑન યૉર તબિયત ચારથી છ કલાક જવાના અને લગભગ એટલા જ કલાક ઊતરવાના થાય. ઘોડા પર જરા ઓછો સમય લાગે. પગે ચાલીને જઈ આવ્યા પછી ટાંટિયાની કઢી થઈ જાય અને કટરાની અલમોસ્ટ દરેક હોટેલમાં ફુટ મસાજની સગવડ હોય. ઘોડા પર જઈને પાછા આવો તો સાથળ અને કમરના હાલહવાલ થઈ જાય અને બૅક મસાજ કરાવવો પડે. ઘોડા બિચારાઓને ફુટ મસાજ મળતો હશે કે નહીં એ ભગવાન જાણે.

કટરા હેલિપૅડથી વૈષ્ણોદેવીના માર્ગમાં આવતા સાંજીછતના હેલિપૅડ પર પહોંચતાં માત્ર ચાર મિનિટ થાય.

માતાની કૃપા. અમારા બોર્ડિંગ પાસ અને તે પહેલાં દર્શન-પર્ચી- અમારા હાથમાં આવી ગયાં. અમે ગ્રુપમાં પાંચ જણ હતા. દરેકનું વજન થાય. વજન પ્રમાણે હેલિકૉપ્ટરમાં ગોઠવાઈ જવાનું. પાંચમાંના એકે નેક્સ્ટ ફલાઈટમાં આવવું પડ્યું. જોકે, પાંચ-દસ મિનિટનો જ તફાવત હોય એટલે આમ તો સાથે ને સાથે જ. હેલિકૉપ્ટરમાં પણ વજન મુજબ આગળની અને પાછળની સીટ એલોટ થઈ હોય. આગળ બે પેસેન્જર. પાછળ ચાર. વત્તા પાયલટ.

હેલિકૉપ્ટર અધ્ધર થયું અને મનમાં જય માતા દી બોલાયું. કટરાના આકાશમાં ચક્કર લગાવીને ચોપર વૈષ્ણોદેવી તરફ ઘૂતમું હતું ત્યારે નીચે પૂ. મોરારિ બાપુની રામકથાનો મંડપ દેખાયો. મંડપ ઉપર બે ધ્વજ દેખાયા. એક ભગવો, એક રાષ્ટ્રધ્વજ. બાપુની સૂચનાથી રાષ્ટ્રધ્વજનું સ્થાન ભગવા ધ્વજ કરતાં બે ફીટ ઊંચું રાખવામાં આવે છે એવી જાણકારી મને પાછળથી મળી. બાપુએ કોઈન કરેલું સૂત્ર છે: રાષ્ટ્રદેવો ભવ:

સાંજી છતથી વૈષ્ણોદેવીના મંદિરનું અંતર બે કિલોમીટરનું. ઘોડા પર અડધો કલાક વધુમાં વધુ. દોઢ કિલોમીટર બાદ ઘોડા પરથી ઊતરીને છેલ્લો અડધો કિલોમીટર પૈદલ. આ માત્ર બે કિલોમીટરની યાત્રાના ચઢાણ-ઉતરાણ પરથી ખ્યાલ આવે કે બાર કિલોમીટરની પગપાળા યાત્રા કરનારા યાત્રાળુઓ કેટલું કષ્ટ વેઠીને યાત્રા કરતા હશે. બે-ચાર મહિનાના નવજાત શિશુઓને તેડીને આવેલી માતાઓ સહિત લાખો શ્રદ્ધાળુઓ વર્ષ દરમ્યાન આ રીતે પગપાળા યાત્રા કરતા હોય છે. એ સૌની ધીરજ અને શ્રદ્ધા તથા મક્કમતાને વંદન.

પહેલેથી ખબર હતી કે માતાની આગળ દર્શન કરવા માટે ઝાઝો સમય નથી મળતો.

સ્વાભાવિક છે: રોજના હજારો યાત્રીઓ હોય ત્યારે સમયની બાબતમાં શિસ્તપાલન જરૂરી બને. મંદિર ગુફામાં છે. ગુફા એક જમાનામાં બિલકુલ કુદરતી ગુફા જેવી જ હતી - સાંકડી, અંધારી અને ભેખડિયે ચાલવું પડે એટલી નીચી છતવાળી. અધૂરામાં પૂરું પર્વતોનાં ઝરણાંનું પાણી વહે. ઠંડું હિમ જેવું. હવે તો ગુફાની ઊંચાઈ વધારવામાં આવી છે. ફરસ અને દીવાલ અને છત આરસનાં બની ગયા છે. ફુલ લાઈટ્સ છે. સ્ટીલના કઠેડા છે અને પાણીની નીક વહી જાય એ માટેની વ્યવસ્થા છે.

ગુફામાં પ્રવેશતાં જ મેં મનોમન સૌ કોઈના કલ્યાણ માટે માતાઓ પાસે માગણી શરૂ કરી દીધી. કુટુંબીજનો, મિત્રો, નજીકનાઓ, પરિચિતો જેઓ સીધી યા આડકતરી રીતે મારા જીવન સાથે સંકળાયેલા છે તે સૌ કોઈ અને જેઓ નથી સંકળાયા તે પણ. પ્રાર્થના પૂરી થઈ અને તરત જ માતાનાં દર્શન થયાં. પૂજારીજીએ સમજાવ્યું કે ડાબે મહાકાલી છે, જમણે મહાલક્ષ્મી અને વચ્ચે મહાસરસ્વતી. મેં એક પલકારામાં દર્શન કરી લીધાં અને પૂજારીજીએ તિલક કર્યું. ઓટલા પર માથું ટેકવ્યું અને અંતરમાં સંભળાયું: તથા સ્તુ.

આશીર્વાદ મળી ગયા. વૈષ્ણોદેવીના આ મંદિરમાં મૂર્તિ નથી, છબી પણ નથી. માત્ર ત્રણ નાનકડા આકાર છે જેના પર માનવસર્જિત સુવર્ણ છત્ર છે. માતાનું સ્વરૂપ તમારા હૃદયમાં જે હોય તે જ દેખાય!

આટલે ઊંચે, આટલા દુર્ગમ સ્થળે આપણા તીર્થસ્થાનો શા માટે હોય છે? આવો પ્રશ્ર્ન બાપુને સાંજની અનૌપચારિક બેઠક દરમ્યાન પૂછ્યો તો જાણવા મળ્યું કે આ બધા શીત સ્થળો છે, શાતા આપનારાં છે. ઉપરાંત જેટલી ઊંચાઈ છે આ દેવી-દેવતાઓની એટલું જ એમનું ઊંડાણ પણ છે અને પંગુ લંઘયતે ગિરિમને અનુસરીને જો પંગુ પણ જઈ શકે તો બાકીનાઓ કેમ સાહસ ન કરી શકે એવો સંદેશ પર્વતો પરનાં આપણા તીર્થસ્થળો આપે છે.

વૈષ્ણોદેવી, ગિરનાર, પાવાગઢ અને તિરુપતિ તથા શેત્રુંજ્ય - સમેતશિખરજીથી લઈને અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ સુધીનાં અનેક પર્વતીય તીર્થસ્થાનોનું મહાત્મ્ય આપણી પરંપરામાં છે. બીજા ધર્મોના તીર્થસ્થળો આટલા ઊંચા પર્વતો પર, દુર્ગમ સ્થળોએ હોય એવું બહુ ઓછું બને.

માતારાનીના આશીર્વાદ લઈને બહાર નીકળો ને સો મીટરના અંતરે જ એક નાનકડો ચોક આવે. મારી વિનંતીથી મારા મિત્રો બની ગયેલા ગુજરાતવાસી યુવાન લોકગાયકો દેવરાજ ગઢવી અને યોગેશદાન ગઢવીએ માતાની સ્તુતિ ગાઈ:

નવરાત નવેલી બની અલબેલી

ભાવ ભરેલી ભભકેલી

કર નટવર ખેલી કમર કસેલી

સંગ સહેલી સાધેલી બની ચંપક વેલી

માન ભરેલી સોળ સજેલી શણગારી

ચામુંડા ચંડી ધાજા પ્રચંડી

અસુર બિખંડી અવતારી

શણગાર સજેલી આપ અકેલી

સિંહ ચઢેલી ચમકેલી

શીખર પરસેલી વંશ હવેલી

વરે વેલી ત્યાં રહેલી

જ્યોતિ ઝબકેલી ધજા ફરકેલી

આઈ અવરની અણધારી

રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવનિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાકબાની.

હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાની.

તું દુ:ખને દૂર કર, સુખ ભરપૂર કર, આસ સંપૂર્ણ કર દાસ જાની.

સજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે, મા ભવાની

મા જંગમાં જીત દે, મા ભવાની

આટલું સાંભળીને, માનાં દર્શન જે સદાને માટે દૃષ્ટિમાં સંઘરાઈ ગયાં છે, તે આ કલમ દ્વારા આપ સૌને પણ કરાવવા એવો સંકલ્પ કર્યો જે આજે, દશેરાના શુભ દિવસે પૂરો થાય છે. આજનો વિચાર પણ આ જ છે. આજની એક મિનિટ પણ આ જ છે. તો જોર સે બોલો:

જય માતા દી!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment